140 crores in the account of more than 7 lakh farmers
- મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ MPના 7 લાખથી વધારે ખેડૂતોને 140 કરોડ રૂપિયાથી વધારેની રકમ ટ્રાન્સફર થઈ ગઈ છે. ખેડૂતોને બે હપ્તાના 4,000 રૂપિયા મોકલવામાં આવ્યા છે.
કૃષિ ક્ષેત્રનો (Agricultural field) વિકાસ ત્યાર જ સંભવ છે. જ્યારે કિસાનોની આર્થિક સ્થિતિ (Economic status) મજબૂત થશે અને ખેડૂતોની આવક વધારવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખેતીના ખર્ચને ઓછો કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર (Central and State Govt) ઘણી યોજનાઓ દ્વારા ખેડૂતોન આર્થિક સહાય (Financial assistance) આપી રહી છે.
હવે તેમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) ચલાવી છે. જેના હેઠળ કરોડો ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા બે-બે હજાર રૂપિયાના હપ્તામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે. રાજ્ય સરકારે પણ પોતાના લેવલ પર ખેડૂતોને આર્થિક સશક્તિકરણ પ્રદાન કરે છે. એવામાં મધ્ય પ્રદેશની સરકારે પણ મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના (Chief Minister Kisan Kalyan Yojana) ચલાવી છે. જેના બેઠળ વાર્ષિક 4,000 રૂપિયા રાજ્યના ખેડૂતોને આપવામાં આવે છે.
7 લાખ ખેડૂતોને મળ્યા 140 કરોડ રૂપિયા :
હાલમાં જ મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 7 લાખ ખેડૂત પરિવારોને 140 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. આ રકમમાં રીવા સંભાગમાં આયોજીત એક કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Union Defense Minister Rajnath Singh) ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા. રાજ્યાના લાખો ખેડૂતોને આ યોજનાથી લાભા આપવામાં આવી રહ્યા છે.
આ સ્કીમ હેઠળ દર વર્ષે 4,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને આપવામાં આવી રહી છે. આ રકમ દર 6 મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનાનો સૌથી વધારે ફાયદો એ ખેડૂતોને મળશે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની સહાયતા રકમનો લાભ લે છે.
આ રીતે કરો ચેક :
હાલમાં જ 7 લાખ ખેડૂતોના ખાતામાં 140 કરોડ રૂપિયાની રકમ મોકલવામાં આવી છે. જો તમે પણ મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજનાના લાભાર્થી છો તો ઓફિશિયલ વેબસાઈટ https://saara.mp.gov.in/ પર જઈને યોજનાની ટ્રાન્સફર રકમ ચેક કરી શકો છો.
- સૌથી પહેલા https://saara.mp.gov.in/ પર ક્લિક કરો.
- હોમ પેજ પર કિસાન અપના આધાર કાર્ડ અથવા બેંક ખાતા નંબર દાખલ કરો
- અહીં વર્ષ, હપ્તો, જિલ્લો, તાલુકો અને તમારૂ ગામ પસંદ કરો.
- હવે સ્ક્રીન પર ગામની સાથે ખેડૂતની લિસ્ટ ખુલી જશે.
- અહીં તમે ગામની પાસે લખેલા નંબર પર ક્લિક કરીને બેંકમાં ટ્રાન્સફર એમાઉન્ટ ચેક કરી શકો છો.
આ પણ વાંચો :-