દેશની પ્રથમ RapidX ટ્રેન, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, ૧૬૦ની સ્પીડે દોડશે જાણો ટ્રેનનું ભાડું

Share this story

આજે દેશને તેની પ્રથમ RapidX ટ્રેન મળી છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧.૧૫ વાગ્યે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના ૧૭ કિલોમીટર લાંબા પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન PM મોદીએ રેપિડએક્સ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. RapidX ને ‘નમો ભારત’ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેન સામાન્ય લોકો માટે ૨૧ ઓક્ટોબર એટલે કે શનિવારથી દોડવાનું શરૂ કરશે.

દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત કરવા માટે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. RRTS એ નવી રેલ-આધારિત, અર્ધ-હાઈ સ્પીડ, હાઈ ફ્રિકવન્સી કોમ્યુટર ટ્રાન્ઝિટ સિસ્ટમ છે. આનાથી દિલ્હી એનસીઆરના લોકોને આ ક્ષેત્રમાં એકીકૃત મુસાફરી કરવાની સુવિધા મળશે. નેશનલ કેપિટલ રિજન (NCR)માં કુલ આઠ RRTS કોરિડોર ઓળખવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ કોરિડોર તબક્કા-1માં વિકસાવવાના છે. જેમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર, દિલ્હી-ગુરુગ્રામ-SNB-અલવર કોરિડોર અને દિલ્હી-પાનીપત કોરિડોરનો સમાવેશ થાય છે.

રેપિડએક્સ ટ્રેનનું ભાડું રૂ. ૨૦ થી રૂ. ૧૦૦ સુધીનું હશે. રેપિડએક્સના સ્ટાન્ડર્ડ ક્લાસમાં ભાડું ૨૦ રૂપિયાથી શરૂ થશે. જ્યારે, પ્રીમિયમ વર્ગમાં લઘુત્તમ ભાડું ૪૦ રૂપિયા હશે. સ્ટાન્ડર્ડ ક્લાસમાં સાહિબાબાદથી દુહાઈ ડેપોનું ભાડું ૫૦ રૂપિયા હશે, જ્યારે પ્રીમિયમ ક્લાસમાં સાહિબાબાદથી દુહાઈ ડેપોના સમાન અંતરનું ભાડું ૧૦૦ રૂપિયા હશે. NCRTCએ જણાવ્યું હતું કે ૯૦ સેમીની ઊંચાઈથી નીચેના બાળકો મફતમાં મુસાફરી કરી શકશે અને મુસાફરો ૨૫ કિલો સુધીનો સામાન લઈ જઈ શકશે.

રેપિડએક્સ સગવડ, સ્પીડ અને સ્ટાઇલના સંદર્ભમાં મેટ્રોથી તદ્દન અલગ છે. રેપિડએક્સ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જે મેટ્રોની સરખામણીમાં લગભગ 3 ગણું છે. RapidX ની સફર તમને પ્લેનમાં મુસાફરી કરવાનો અહેસાસ કરાવશે. તેમાં એડજસ્ટેબલ આરામદાયક સીટો લગાવવામાં આવી છે, આ ઉપરાંત ઉભા રહીને મુસાફરી કરતા મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. રેપિડએક્સમાં લગેજ સ્પેસ, ઈન્ટીગ્રેટેડ એસી સિસ્ટમ, ઓટોમેટિક ડોર કંટ્રોલ સિસ્ટમ છે, જે મેટ્રોમાં જોવા મળતી નથી.

આ પણ વાંચો :-