યુપીના કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાયને STFએ માર્યો ઠાર

Share this story

ઉત્તરપ્રદેશ STFએ મોટા માફિયા અને શાર્પ શૂટર વિનોદકુમાર ઉપાધ્યાયને યુપીના સુલતાનપુરમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ગોરખપુર પોલીસે વિનોદ કુમાર ઉપાધ્યાય પર ૧ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. તેની સામે ૩૫ કેસ નોંધાયા હતા. જ્યારે એસટીએફની ટીમ તેને પકડવા ગઈ તો તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. STF દ્વારા જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો હતો.

તમને જણાવી દઈએ કે, શાર્પ શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયે પોતાની એક સંગઠિત ગેંગ બનાવી હતી. તેણે અત્યાર સુધીમાં ગોરખપુર, બસ્તી, સંતકબીરનગરસ, લખનઉમાં અનેક હત્યાને અંજામ આપ્યો હતો. વિનોદ ઉપાધ્યાયનું એન્કાઉન્ટર STF હેડક્વાર્ટરના ડેપ્યુટી એસપી દીપક કુમાર સિંહના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.તેણે STF ટીમ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે બાદ STFએ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને ગોળી વાગી ગઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે.

STF અને ગોરખપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ૭ મહિનાથી વિનોદ ઉપાધ્યાયને શોધી રહી હતી. ઉપાધ્યાય યુપીના માફિયાઓની ટોપ ૧૦ યાદીમાં સામેલ હતો. વિનોદ ઉપાધ્યાય અયોધ્યા જિલ્લાના પૂર્વાનો રહેવાસી હતો અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુપી પોલીસે તેના પર ૧ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. હકીકતમાં, ૨૦૦૪માં ગોરખપુર જેલમાં બંધ ગુનેગાર જીતનારાયણ મિશ્રાએ કોઈ મુદ્દે વિવાદ બાદ વિનોદ ઉપાધ્યાયને થપ્પડ મારી દીધી હતી અને વિનોદ ઉપાધ્યાયે થપ્પડ બાદ હત્યા કરી નાખી. આ ઘટનાથી વિનોદ ઉપાધ્યાય ચર્ચામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-