મુજાહિદ્દીનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાવેદ અહેમદ મટ્ટૂની દિલ્હીમાં ધરપકડ

Share this story

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલ આતંકવાદી જાવેદ અહેમદ મટ્ટુ ઉર્ફે ઈર્શાદ અહેમદ મલ્લા (જાવેદ મટ્ટુ) ISIની સૂચના પર શસ્ત્રો એકત્રિત કરવા દિલ્હી-એનસીઆર આવ્યો હતો. ISIના સ્લીપર સેલ સાથે સંકળાયેલા એક શંકાસ્પદને આ કામમાં મદદ કરવાની હતી. આ બધું પાકિસ્તાનમાં બેઠેલા ISI હેન્ડલરની સૂચના પર થઈ રહ્યું હતું. સરહદ પારથી મળેલી સૂચના મુજબ હથિયારોની ડિલિવરી પણ થવાની હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીની તપાસ દરમિયાન આ માહિતી સામે આવી છે.

આતંકવાદી જાવેદ અહેમદના કોર ગ્રુપના સભ્યોમાં સોપોર નિવાસી અબ્દુલ કયૂમ નઝર, અબ્દુલ મજીદ જરગર ઉર્ફે શાહીન, ઈમ્તિયાઝ કુંડૂ, મેહરાજ હલવાઈ, વસીમ ગુરુ અને હિંદવાડા નિવાસી તારિક અહેમદ લોનનો સમાવેશ થાય છે. તેમાંથી અબ્દુલ કયૂમ નઝર પાક પ્રશિક્ષિત આતંકવાદી હતો જે સાત આતંકવાદીઓના આ જૂથના ઓપરેશનનો હવાલો સંભાળતો હતો. સુરક્ષા દળો સાથે ગોળીબારમાં તે માર્યો ગયો. જાવેદ મટ્ટૂ હિઝબુલનો છેલ્લો A++ ગ્રેડનો આતંકવાદી છે અને ભયંકર આતંકવાદીઓનો કમાન્ડર છે. તેની પાસેથી એક પિસ્તોલ, મેગેઝિન અને ચોરીનું વાહન મળી આવ્યું છે. જાવેદ મટ્ટૂએ ૫ ગ્રેનેડ હુમલા કર્યા હતા અને ૫ પોલીસકર્મીઓની હત્યામાં પણ તે સામેલ હતો. તેના ઘણા મિત્રો પાકિસ્તાનમાં છે.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI આતંકી સંગઠન હિઝબુલ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. આ માટે આરોપી જાવેદને હથિયારોની વ્યવસ્થા કરવા માટે મોકલવામાં આવ્યો હતો. આરોપી દિલ્હીથી પરિચિત હતો અને તે અગાઉ બે વખત ગયો હતો, તેથી ISIએ તેને હથિયારો એકત્ર કરવા NCR મોકલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ પહેલા તે વર્ષ ૨૦૧૪ અને ૨૦૨૧માં દિલ્હી આવ્યો હતો.

આ પણ વાંચો :-