હરિયાણામાં ૫ કરોડ કેશ, ૩૦૦ કારતૂસ અને વિદેશી હથિયારો EDને જપ્ત કરી

Share this story

દેશના વિવિધ વિસ્તારોમાં મની લોન્ડરિંગના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન EDએ હરિયાણા અને પંજાબના વિવિધ જિલ્લાઓમાં INLDના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ, કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સુરિન્દર પંવાર અને તેમના સહયોગીઓના સ્થાનો પર રેડ પાડવામાં આવી છે. આ દરોડામાં મળી આવેલી સામગ્રી જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. દરોડા દરમિયાન ED દ્વારા ગેરકાયદે વિદેશી હથિયારો, ૧૦૦થી વધુ દારૂની બોટલો અને ૫ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે તેમજ ભારત અને વિદેશમાં ઘણી મિલકતો સહિત અન્ય સામગ્રી કબ્જે કરવામાં આવી છે.

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદે માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનીપતના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને ભૂતપૂર્વ INLD ધારાસભ્ય દિલબાગસિંહના સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં EDએ વિદેશી બનાવટના હથિયારો, લગભગ ૩૦૦ કારતુસ, ૫ કરોડ રૂપિયાની રોકડ સહિતની ઘણી સામગ્રીઓ જપ્ત કરી છે.

દિલબાગ સિંહના ઠેકાણામાંથી મોટી માત્રામાં પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.ઉલ્લેખનિય છે કે ED હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. આ સંદર્ભે, ગુરુવારે રાજ્યના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને ઇન્ડિયન નેશનલ લોકદળ ના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-