કચ્છમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ધોળાવીરાથી ૫૯ કિમી દૂર કેન્દ્રબિંદુ

Share this story

કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વધુ એકવાર કચ્છમાં ભૂકંપ આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. પર્યટન સ્થળે પખવાડિયામાં બીજી વખત ધરા ધ્રુજી ઉઠતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે, સદનસીબે આંચકાના કારણે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

કચ્છમાં આજે સવારે ૯.૩૮ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે અચાનક કચ્છની ધરા ધ્રુજતા કેટલાક લોકો પોત-પોતાના ઘરો-દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. આજે સવારે ૯.૩૮ કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૧ની નોંધાઈ છે. જ્યારે કેન્દ્રબિંદુ ધોળાવીરાથી ૫૯ કિમી દૂર નોંધાયું છે. હાલમાં નુકસાનના કોઈ સમાચાર નથી.

કચ્છમાં છેલ્લા ૨૦ વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની ૪ ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય  છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે ૨૦૦૧ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.

આ પણ વાંચો :-