ખબર પણ નથી પડતી એ રીતે આવે છે Silent Heart Attack, જાણો કેવી રીતે કરવો બચાવ

Share this story

Silent Heart Attack comes  

Silent Heart Attack : કોઈપણ પ્રકારના લક્ષણો પણ હોતા નથી અને વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય છે. આ રીતે આવેલા હાર્ટ એટેકને સાઈલેન્ટ હાર્ટ એટેક કહેવાય છે. સાઈલેન્ટ હાર્ટ એટેક ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે.

છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકની (Heart Attack) ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ વૃદ્ધો નહીં પરંતુ 30 થી 40 વર્ષની ઉંમરના લોકોને હાર્ટ અટેક (Heart Attack) આવે છે અને તેમનું નિધન થઈ જાય છે. કેટલાક લોકો તો એવા હોય છે જેમને કોઈપણ પ્રકારના લક્ષણો પણ હોતા નથી અને હાર્ટ એટેક (Heart Attack) આવી જાય છે. આ રીતે આવેલા હાર્ટ એટેકને સાઈલેન્ટ હાર્ટ એટેક (Silent heart attack) કહેવાય છે.

સાઈલેન્ટ હાર્ટ એટેક ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સાઈલેન્ટ હાર્ટ અટેકનું જોખમ અનહેલ્ધી ખાણીપીણીની આદતોના કારણે વધી રહ્યું છે. તો ચાલો આજે તમને જણાવીએ કે સાઈલેન્ટ હાર્ટ એટેક નોર્મલ હાર્ટ અટેક કરતાં કેવી રીતે અલગ હોય છે અને તેમાં બચાવ કેવી રીતે કરવો.

શું છે સાઈલેન્ટ હાર્ટ એટેક ? 

સાઈલેન્ટ હાર્ટ એટેકને સાઈલેન્ટ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનો હુમલો કોઈ પણ પ્રકારના લક્ષણ વિના આવે છે. એટલે કે છાતીમાં દુખાવો શ્વાસમાં તકલીફ જેવી સમસ્યાઓ વિના જ હાર્ટ એટેક આવી જાય છે. તેથી જ આ હાર્ટ એટેક વિશે જાણવું પણ મુશ્કેલ છે અને વ્યક્તિ કોઈ સારવાર કરે તે પહેલા જ તેનું નિધન પણ થઈ શકે છે.

કારણ કે તેમાં દર્દીને કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. સાઈલેન્ટ હાર્ટ અટેક ક્યારે આવે છે જ્યારે હૃદયમાં પહોંચતું રક્ત બ્લોક થઈ જાય જેના કારણે હૃદયના સ્નાયુને નુકસાન થાય છે.

સાઇલેન્ટ હાર્ટ એટેકનો જોખમ કોને સૌથી વધારે ? 

સાઈલેન્ટ હાર્ટ અટેકનું જોખમ એ લોકોને સૌથી વધારે હોય છે જેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધારે વજન જેવી સમસ્યાઓ હોય. ઘણી વખત કેટલાક રોગના કારણે પણ આર્ટિસ્ટ બ્લોક થઈ જાય છે અને સાઈલેન્ટ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. હા સ્વાસ્થ્ય નિષ્ઠાંતો જણાવે છે કે ઘણી વખત લોકો હાર્ટ એટેકના લક્ષણોને એસિડિટી કે ગેસની સમસ્યા સમજીને ઈગ્નોર કરી દેતા હોય છે જે જીવલેણ સાબિત થાય છે.

આ પણ વાંચો :-