હવે આ નથી રહ્યું ગાંધીનું ગુજરાત, ડ્રગ્સ અને દારૂની રેલમછેલના આંકડા સરકારે આપ્યા

Share this story

Now this is not happening Gandhi’s Gujarat 

  • Gujarat Crime : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૭ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતોની વિસ્તૃત વિગતો બહાર આવી. જેમાં સરકારે કબૂલ્યુ કે, ભારતમાં બનેલી વિદેશી દારૂની ૧.૬૬ કરોડથી વધુ બોટલ ગુજરાતમાંથી ઝડપાઈ છે.

એક સમય હતો જ્યારે ગુજરાતના દારૂબંધીની (Prohibition of alcohol) મિશાલ અપાતી હતી. પરંતુ હવે આ મામલે ગુજરાતની છબી ખરડાઈ ચૂકી છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ (Alcohol and drugs) એટલું પકડાય અને પીવાય છે કે સરકારી દાવા પણ પોકળ સાબિત થયા છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન સરકારે તેના આંકડા આપ્યા. ગુજરાતમાંથી કેટલું દારૂ અને ડ્રગ્સ પકડાયું તે અંગે ગુજરાત સરકારે (Gujarat Govt) વિધાનસભામાં આંકડા આપ્યા. જે આ મુજબ છે.

સરકારે વિધાનસભામાં કહ્યું કે ગુજરાતમાં અને દરિયાઈ સીમામાંથી હજાર કરોડથી વધારાનું ડ્રગ્સ પકડાયું છે. વિધાનસભાની પ્રશ્નાતરીમાં ઉમેશ મકવાણા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે કે અદાણી પોર્ટ ઉપરથી 375 કરોડ 50 લાખનું હેરોઈન 75 કિલો પકડાયું છે. જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય એક પ્રશ્નમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ભારતીય જળ સીમામાંથી ગુજરાત એટીએસ દ્વારા 924 કરોડ 97 લાખની કિંમતનું 184.994 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું છે. ભારતીય જળસીમાંથી પકડાયેલા ડ્રગ્સ માટે જવાબદાર 40 આરોપીઓને એટીએસએ પકડી પાડ્યા છે. જેમાં 32 પાકિસ્તાની 1 અફઘાનિસ્તાન અને 7 ભારતીય હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો.

તો સરકારે માહિતી આપી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૭ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતોની વિસ્તૃત વિગતો બહાર આવી. જેમાં સરકારે કબૂલ્યુ કે ભારતમાં બનેલી વિદેશી દારૂની ૧.૬૬ કરોડથી વધુ બોટલ ગુજરાતમાંથી ઝડપાઈ છે. રાજ્યમાં ૩.૯૪ કરોડનો દેશી દારૂ પણ ઝડપાયો છે.

આ પણ વાંચો :-