હોળી પર છેડતી અને સતામણીનો સામનો કરનાર જાપાની મહિલાએ ભારત છોડ્યું

Share this story

Japanese woman leaves India  

  • હોળીની ઉજવણી દરમિયાન દિલ્હીમાં પુરુષોના જૂથ દ્વારા એક જાપાની મહિલાની છેડતી અને સતામણીનો વીડિયો સામે આવ્યા બાદ..

Japanese woman harassed : હોળીની ઉજવણી દરમિયાન દિલ્હીમાં (Delhi) પુરુષોના જૂથ દ્વારા એક જાપાની મહિલાની છેડતી અને સતામણીનો વીડિયો (Harassment video) સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેઓએ જાપાની દૂતાવાસને (Japanese Embassy) પત્ર લખીને તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદની વિનંતી કરી છે. ડીસીપીએ પીટીઆઈને જણાવ્યું હતું કે જાપાની દૂતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે તેમની પાસે આવી કોઈ ઘટના વિશે કોઈ માહિતી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર મહિલા જાપાની પ્રવાસી છે જે રાષ્ટ્રીય રાજધાનીના પહાડગંજમાં રહેતી હતી અને હવે તે બાંગ્લાદેશ જવા રવાના થઈ ગઈ છે.

https://twitter.com/iramsubramanian/status/1634045266591399937?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1634045266591399937%7Ctwgr%5E5752a52d8b91688acf6718b89d50984296dbba4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gujaratijagran.com%2Fnational%2Fjapanese-woman-harassed-during-holi-left-india-delhi-paharganj-juvenile-three-held-delhi-police-102426%2F

પોલીસે જણાવ્યું કે, એક કિશોર સહિત ત્રણ છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓએ આ ઘટનાની કબૂલાત કરી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) સંજય કુમાર સૈને જણાવ્યું હતું કે, વિગતોની ખાતરી કરવા માટે વીડિયોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

જાપાની દૂતાવાસને એક ઈમેલ મોકલવામાં આવ્યો :

“પહેરગંજ પોલીસ સ્ટેશનમાં કોઈપણ વિદેશી સાથેના કોઈપણ પ્રકારના ગેરવર્તણૂકને લગતી કોઈ ફરિયાદ અથવા કૉલ પ્રાપ્ત થયો નથી. જાપાની દૂતાવાસને એક ઈમેલ મોકલવામાં આવ્યો છે જેમાં છોકરીની ઓળખ અથવા ઘટના વિશે અન્ય કોઈપણ વિગતો સ્થાપિત કરવામાં મદદની વિનંતી કરવામાં આવી છે,” પોલીસે જણાવ્યું હતું.

માથા પર ઈંડું ફોડ્યું :

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પુરૂષોનું એક જૂથ એક મહિલા પર રંગ લગાવતા દેખાતું હતું, જે તેમની આસપાસ અન્કમ્ફર્ટેબલ લાગતી હતી. તેમાં એક પુરુષ તેના માથા પર ઈંડું મારતો પણ દેખાઈ છે.

ડીપી એક્ટ હેઠળ કાર્યવાહી :

પોલીસે જણાવ્યું કે પકડાયેલા છોકરાઓ ડીપી એક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. ત્રણેય પહાડગંજ નજીકના વિસ્તારના રહેવાસી છે. આગળની કાયદેસરની કાર્યવાહી યોગ્યતાના આધારે અને છોકરીની ફરિયાદના આધારે નક્કી કરવામાં આવશે. જો કોઈ હોય તો પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો :-