Home Blog Page 998

‘ચક દૂમ દૂમ’ ગીત પર જોખમી રીતે મહિલાનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

0
  • સુરતના એક બ્રિજ ઉપર ટિકટોક વુમનના નામે ઓળખાતી મહિલાએ ચક દુમ દુમ – ચક દુમ દુમ ગીત ઉપર ડાન્સ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

જાહેર રોડ ઉપર અવર-જવર કરતા વાહનો વચ્ચે આ મહિલાના ડાન્સને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. અગાઉ જોખમી રિલ્સ બનાવનારા પર થયેલી કાર્યવાહી આ મહિલા સામે થાય તેવી સોશિયલ મીડિયામાં માગ ઉઠી છે.

સ્થાનિક લોકોએ કહ્યું કે આ એક ગંભીર બાબત કહી શકાય છે. જો આ વાયરલ વીડિયો સુરતના કોઈ બ્રીજ પર ઉતારવામાં આવ્યો હોય તો પેટ્રોલિંગ કરતી પોલીસની કામગીરી સામે પણ પ્રશ્ન ઉભા થાય છે. કથિત રીતે આ વીડિયો વરાછા બ્રીજ ઉપર ઉતારવામાં આવ્યો છે. લોકોની અવરજવર વચ્ચે ધોળે દિવસે એક વીડિયો એટલે કે રિલ્સ બની જાય છે અને પોલીસ ને ખબર સુદ્ધા નથી પડતી એ પણ એક નવાઈની વાત છે.

વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી પ્રિયા ગોલાની છે. અગાઉ ટિકટોકમાં પણ આ જ રીતે બ્રિજ પર ડાન્સનો વીડિયો મૂકતી હતી. હાલ ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં આ રીતના વીડિયો મૂકતી રહે છે. અગાઉ કેબલ સ્ટેઈડ બ્રિજ પર પણ ડાન્સ કર્યો હતો. જો કે વાહનોની વચ્ચે વીડિયો બનાવવાથી પોતાની સાથે વાહનચાલકોના જીવને પણ જોખમ ઉભુ થાય તેમ હોવાથી પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધીએ સંસદમાં આપી ફ્લાઈંગ કિસ ! અનેક મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ, Video

0
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બુધવારે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અનેક મહિલા સાંસદો તરફથી રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ મામલે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાને તેને અભદ્રતા ગણાવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બુધવારે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અનેક મહિલા સાંસદો તરફથી રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ મામલે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાને તેને અભદ્રતા ગણાવી છે.

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે સંસદમાં સભ્યપદ પાછું મળ્યા બાદ પહેલીવાર પાર્લિયામેન્ટમાં ભાષણ આપ્યું. રાહુલ ગાંધી જ્યારે ભાષણ સમાપ્ત થયા બાદ બહાર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી. જેના પર મહિલા સાંસદોએ આપત્તિ જતાવી છે. તે સમયે સ્મૃતિ ઈરાનીનું ભાષણ ચાલુ હતું. જો કે રાહુલ ગાંધીની આ ફ્લાઈંગ કિસની પળ કેમેરામાં કેદ થઈ નથી.

ફ્લાઈંગ કિસ આપીને બહાર નીકળી ગયા રાહુલ :

આ પળના સાક્ષી રહેલા કેટલાક લોકોના જણાવ્યાં મુજબ જ્યારે રાહુલ ગાંધી અવિશ્વાસના પ્રસ્તાવ પર ભાષણ બાદ લોકસભા પરિસરથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની કેટલીક ફાઈલો પડી ગઈ હતી. જેવા તેઓ ફાઈલો લેવા માટે નમ્યા કે કેટલાક ભાજપના સાંસદો  તેમના પર હસવા લાગ્યા. તેના પર રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો તરફ ફ્લાઈંગ કિસ કરી અને હસતા હસતા બહાર નીકળી ગયા.

આ પણ વાંચો :-

Mukesh Ambani એ વેચી નાખ્યું પોતાનું ઘર, આટલા કરોડ રૂપિયા મળી રકમ

0
  • મુકેશ અંબાણીએ ન્યુયોર્કમાં પોતાની રહેણાંક મિલકત વેચી છે. તમે જાણવા માગો છો તેમને કેટલી રકમ મળી છે? એન્ટેલિયા નહીં પણ મેનહટન સ્થિત ઘર વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

જો તમે વિચારી રહ્યા છો કે તેણે મુંબઈમાં તેનું ઘર એન્ટિલિયાને વેચી દીધું છે, તો તમે ગેરસમજમાં છો. મુકેશ અંબાણીએ તેમની ન્યૂયોર્ક સ્થિત મેનહટનની (Mukesh Ambani Manhattan) રહેણાંક મિલકત વેચી દીધી છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર મુકેશ અંબાણીએ પોતાનો લક્ઝરી ફ્લેટ લગભગ ૭૪.૫૩ કરોડ રૂપિયા એટલે કે ૦૯ મિલિયન ડોલરમાં વેચ્યો છે.

ન્યૂયોર્ક પોસ્ટને મળેલી માહિતી અનુસાર મુકેશ અંબાણીએ જે ફ્લેટ વેચ્યો છે તે મેનહટનમાં સુપિરિયર ઈન્ક નામની બિલ્ડિંગના ચોથા માળે છે. આ બિલ્ડિંગમાં કુલ ૧૭ માળ છે. ફ્લેટમાં ૨ બેડરૂમ અને ૩ બાથરૂમ તેમજ શેફનું કિચન છે. આ ફ્લેટની સીલિંગની વાત કરીએ તો તે પણ લગભગ ૧૦ ફૂટ ઉંચી છે.

આ ફ્લેટની તમામ બારીઓ નોઈઝ પ્રૂફ છે. અહીં મુકેશ અંબાણીના પાડોશી હિલેરી સ્વેંક અને માર્ક જેકોબ્સ જેવી હસ્તીઓ સામેલ છે. ફ્લેટની સામેનો નજારો એકદમ અદભૂત છે. સામે હડસન નદી દેખાય છે.

૧૯૧૯માં બંધાયેલી જૂની ઈમારત :

જે બિલ્ડીંગમાં એપાર્ટમેન્ટ સ્થિત છે તે ૧૯૧૯ ની છે અને તે પહેલા સુપીરીયર ઈંક ફેક્ટરી તરીકે જાણીતી હતી. આ રિનોવેટેડ રેસિડેન્શિયલ કોન્ડો વર્ષ ૨૦૦૯માં વેચવામાં આવ્યો હતો. યોગ રૂમ, બાળકો માટે રમવાનો રૂમ, રહેવાસીઓ માટે લાઉન્જ, દ્વારપાલ અને વોલેટ પાર્કિંગ જેવી સુવિધાઓ આ ફ્લેટ સાથે હતી.

તમને જણાવી દઈએ કે પહેલા આ ફેક્ટરી હતી અને ૯૦ વર્ષ પછી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. રોબર્ટ એએમ સ્ટર્ન આર્કિટેક્ટ અને યાબુ પુશેલબર્ગ દ્વારા બિલ્ડિંગમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

આ ઈમોજી WhatsApp પર મોકલ્યું તો થશે જેલ, આ સ્થળોએ નિયમો લાગુ થશે

0
  • કેટલાક દેશો એવા છે કે જ્યાં મહિલાઓને રેડ હાર્ટ ઈમોજી મોકલવા માટે જેલની જોગવાઈ રાખવામાં આવી છે. એટલું જ નહીં આવા લોકો પર ભારે દંડ પણ થઈ શકે છે.

જો તમે ભારતીય નાગરિક છો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો સાથે વાત કરો છો, તો સ્વાભાવિક છે કે ઘણી વખત તમે તમારી લાગણી વ્યક્ત કરવા માટે હાર્ટ ઈમોજી પણ મોકલો છો. આને પ્રેમ વ્યક્ત કરવો અથવા તમારી લાગણીઓ વ્યક્ત કરવી પણ કહેવાય છે અને તેને ખોટું માનવામાં આવતું નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટેક્સ્ટ કરવા માટે તમને હાર્ટ ઈમોજી સહિત ઘણા પ્રકારના ઈમોજી મળે છે અને તે લાલ, પીળું, સફેદ અથવા લીલો અને વાદળી જેવા ઘણા રંગોમાં હોય છે, અને તમે તેનો ઉપયોગ તમારી ચેટિંગ માટે કરી શકો છો. જે ખૂબ જ સામાન્ય છે અને ઉપયોગમાં લેવાય છે.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ તમામ દેશોમાં. જો કે કેટલાક દેશો એવા છે જ્યાં જો તમે કોઈ મહિલાને લાલ રંગનું હાર્ટ ઈમોજી મોકલો છો તો તમારે જેલના સળિયા પાછળ જવું પડી શકે છે જ્યાંથી બહાર નીકળવા માટે તમને પરસેવો પડશે. જો તમને આ વાત રમુજી લાગી રહી છે તો તમે ખોટા છો કારણ કે વાસ્તવમાં આવું જ છે અને આજે અમે તમને આ બાબત વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

કયા દેશમાં આ નિયમ લાગુ છે :

વાસ્તવમાં કુવૈત અને કિંગડમ ઓફ સાઉદી અરેબિયા(KSA) માં જો તમે WhatsApp અથવા અન્ય કોઈ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કોઈ છોકરીને ‘Red Heart‘ ઈમોજી મોકલો છો. તો તેને ખોટું કામ કરવા માટે ઉશ્કેરવાનો ગુનો ગણવામાં આવે છે.

કુવૈતીના વકીલ હયા અલ-શાલ્હીના જણાવ્યા અનુસાર ૩૦ જુલાઈ રવિવારના રોજ પ્રાપ્ત માહિતી અનુસાર આ ગુનામાં દોષિત લોકોને બે વર્ષ સુધીની જેલ અને ૨,૦૦૦ કુવૈતી દિનાર (૫,૩૫,૫૮૪ રૂપિયા)થી વધુનો દંડ થઈ શકે છે.

તેવી જ રીતે, સાઉદી અરેબિયામાં વોટસએપ પર ‘Red Heart’ ઈમોજી મોકલવા પર બેથી પાંચ વર્ષની જેલની સજા તેમજ ૧૦૦,૦૦૦ સાઉદી રિયાલ (રૂ. ૨૧,૯૨,૫૮૮)નો દંડ થઈ શકે છે. જો તમે આ નિયમનું વારંવાર ઉલ્લંઘન કરો છો, તો તેના કારણે પાંચ વર્ષની જેલની સાથે દોષિત વ્યક્તિ પર ૩૦૦,૦૦૦ સાઉદી રિયાલ (રૂ. ૬૫,૭૭,૮૩૮) સુધીનો દંડ પણ થઈ શકે છે.

આ પણ વાંચો :-

 

 

શિમલામાં ભયંકર અકસ્માત, ટ્રકની બ્રેક ફેલ થતાં કેટલીય ગાડીઓને કચડી નાખી, બે લોકોના મોત

0
  • પ્રાપ્ત વિગતો અનુસાર શિમલાના ઢિયોગથી રોહડ હાટકોટી હાઈવે પર છેલાની આ ઘટના છે. મંગળવારે સાંજે સફરજન બરેલો ટ્રક બેકાબૂ થઈ ગયો અને તેણે ચાર ગાડીને ચપેટમાં લઈ લીધી.

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં ટ્રક દુર્ઘટનામાં એક ખતરનાક અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. દુર્ઘટનામાં પતિ-પત્નીનું મોત થઈ ગયું છે. જ્યારે ત્રણ લોકો માંડ માંડ બચી શક્યા છે. હાલમાં પોલીસે લાશને કબ્જામાં લીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શિમલાના ઢિયોગથી રોહડ હાટકોટી હાઈવે પર છેલાની આ ઘટના છે. મંગળવારે સાંજે સફરજન બરેલો ટ્રક બેકાબૂ થઈ ગયો અને તેણે ચાર ગાડીને ચપેટમાં લઈ લીધી. દુર્ઘટના દરમ્યાન ફુલ સ્પિડે આવી રહેલ ટ્રોલીએ ગાડીઓને ટક્કર માર્યા બાદ રસ્તા પર પલ્ટી ગઈ હતી. ટ્રકની નીચે કાર દબાઈ ગઈ હતી. જેમાં બેઠેલા દંપત્તિનું મોત થઈ ગયું હતું.

સફરજનની ૬૦૦ પેટીઓથી ભરેલ આ ટ્રક નારકંડાથી રાજગઢ-સોલન થતાં પાડોશી રાજ્યોની મંડી માટે જઈ રહ્યો હતો. આ દરમ્યાન છૈલા કૈંચીથી ટ્રક વળવાનો હતો પણ ફુલ સ્પિડના કારણે સૈંજ-રાયગઢની જગ્યાએ છૈલા બજાર તરફ જતો રહ્યો અને પલ્ટી ગયો. ઘટનામાં HP-૩૦ ૦૬૬૧ નંબરની ગાડી ટ્રક નીચે દબાઈ ગઈ હતી.

તેને જેસીબી અને એલએનટીની મદદથી ટ્રકની નીચેથી કાઢવામાં આવે અને બે લાશ જપ્ત કરવામાં આવી. ટ્રકની ચપેટમાં આવેલી ઓલ્ટો કાર સવાર મોહન લાલ નેગી અને તેની પત્ની આશા નેગી સૈંજ, ડાકઘર પંદ્રાનુ, જુબ્બલ, શિમલાનું મોત થઈ ગયું છે. ડીએસપી સિદ્ધાર્થ શર્માએ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ટ્રકે એક પછી એક ત્રણ વાહનોને કચડી નાખ્યા. જેમાં બે લોકોના મોત થઈ ગયા છે.

ટ્રકની દુર્ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો છે. વીડિયોમાં જોઈ રહ્યા છે એક ટ્રક ફુલ સ્પિડમાં છે અને આ દરમ્યાન તે એક ગાડીને ટક્કર માર્યા બાદ આગળ અન્ય ગાડીઓને પણ ચપેટમાં લેતા પલ્ટી જાય છે. આ દરમ્યાન ઘટનાસ્થળ પર અફરાતફરી મચી જાય છે.

એક કારમાંથી બે લોકોના મોત થઈ ગયા છે. આ દરમ્યાન લોકો કાર સવારમાં હાલચાલ પુછતા પણ દેખાય છે. ઘટના દરમ્યાન અવસર પર પોલીસ પણ હાજર હતી. હાલમાં કહેવાય છે કે ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જો કે સાચુ કારણ તો તપાસ બાદ જ સામે આવશે.

આ પણ વાંચો :-

તંત્રની બેદરકારીના લીધે ૦૩ બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો

0
  • કચ્છના અંજાર શહેરના વોર્ડ નંબર ૦૮માં આવેલી અંજલિ વિહાર સોસાયટીમાં રહેતા ૮ વર્ષના બાળક દર્શીલ બાંભણીયાનું PGVCL અને અંજાર નગર પાલિકાની બેદરકારીના કારણે અકાળે ભોગ લેવાયો હતો.

કચ્છના અંજાર શહેરના વોર્ડ નંબર ૮માં આવેલી અંજલિ વિહાર સોસાયટીમાં રહેતા 8 વર્ષના બાળક દર્શીલ બાંભણીયાનું PGVCL અને અંજાર નગર પાલિકાની બેદરકારીના કારણે અકાળે ભોગ લેવાયો હતો. વીજપોલને અડી જતા બાળકને કરંટ લાગ્યો અને ૩ બહેનોએ રક્ષાબંધનના પર્વ પહેલા જ એકનો એક ભાઈ ગુમાવી દીધો.

આ બનાવની વિગત એવી છે કે રાત્રે ૮ વાગ્યાની આસપાસ સોસાયટીના બાળકો રાબેતા મુજબ રમત ગમતમાં મસ્ત હતા. દરમિયાન દર્શીલ પીજીવીસીએલના પોલ પાસે હતો ત્યારે તેનો હાથ અજાણતા અર્થીંગ વાયરના સંપર્કમાં આવી જતાં શોકનો જોરદાર ઝટકો લાગતા તે નીચે પટકાઈ ગયો હતો.

સોસાયટીના રહેવાસીઓ તેને તરત જ સારવાર હેતુ જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સગા સ્નેહીઓ કલ્પાંત સાથે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું.

થોડા દિવસો પહેલાં જ અખબારી યાદી દ્વારા પીજીવીસીએલ તેમજ અંજાર નગરપાલિકા તંત્રને આ બાબતે ચેતવવામાં આવ્યા હતા કે દીવાબત્તીના સીધા જોડાણને કારણે ગમે ત્યારે ગંભીર જીવલેણ અકસ્માત થઈ શકે છે. પરંતુ નિર્ભર તંત્ર જાગ્યું નહિ અને આજે એક માસુમ બાળકનો ભોગ લેવાઈ ગયો.

ત્યારે આ ગંભીર અકસ્માતની જવાબદારી કોણ લેશે ? પીજીવીસીએલ કે અંજાર નગરપાલિકા ? એવો સવાલ કરતાં પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું કે દર્શીલ ત્રણ બહેનોનો એક જ લાડકવાયો વીરલો હતો. તંત્રની બેદરકારીને કારણે તેની અકાળે વિદાયથી આખો પરિવાર આધાતમાં શોકમગ્ન થઈ ગયો છે.

આ દુર્ઘટના પછી નિંદ્રામાં પોઢેલું તંત્ર હવે જાગશે કે હજુ પણ માસૂમ બાળકોના ભોગ લેવાશે? તેવો વેધક સવાલ કર્યો હતો જો કે હવે જોવું એ રહ્યું કે આ ઘટના માટે કોઈની જવાબદારી નક્કી કરી તેની સામે પગલાં ભરવામાં આવશે કે પછી તંત્ર અને લોકો સમય જતાં આ કરૂણ ઘટના ને પણ વિસરી જશે ?

આ પણ વાંચો :-

 

સાંસદ ટામેટાંની માળા પહેરી ગૃહમાં આવતા હોબાળો, રાજ્યસભાની કાર્યવાહી ૦૨ વાગ્યા સુધી સ્થગિત

0
  • રાજ્યસભાની કાર્યવાહી ૦૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો.

આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો. જ્યાર બાદ ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી અને જેના પગલે રાજ્યસભાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સુશીલ ગુપ્તા વધતાં જતાં ટામેટાંના ભાવ સામે વિરોધ દર્શાવવા અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ રૂપે ટામેટાંની માળા પહેરીને ગૃહમાં આવ્યા હતા. આજે સંસદની કાર્યવાહી શરુ થતા પહેલા હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેકવાની ઘટનાની ૭૮મી વર્ષગાંઠ પર પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

લોકસભામાં આજે સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગૃહમાં બપોરે ૧૨ વાગ્યે સંબોધન કરશે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી આજે સાંજે ૪ વાગ્યે ગૃહમાં કોંગ્રેસને જવાબ આપે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

વેસ્ટ ઈન્ડિઝ સામે વિનિંગ સિક્સ મારીને હાર્દિક પંડયા બન્યો ‘વિલન’, ફેન્સ કેમ કહી રહ્યા છે સ્વાર્થી ?

0
  • ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને ૦૭ વિકેટે હરાવ્યું. વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે ૧૬૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ સરળતાથી મેળવી લીધો હતો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને બોલરોએ શાનદાર રમત બતાવી. જોકે મેચમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડયાએ આવું કામ કર્યું. જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેના પર ગુસ્સે થયા છે.

ભારતીય ટીમ માટે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તોફાની ઈનિંગ રમી હતી. તેના કારણે જ ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી હતી. સૂર્યાએ ૮૩ રન બનાવ્યા જેમાં ૧૦ ચોગ્ગા અને ૪ લાંબી છગ્ગાનો સમાવેશ થાય છે. તેના કારણે ટીમ ઈન્ડિયાની શ્રેણી જીતવાની આશા જીવંત છે, જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે ૨ રનની જરૂર હતી ત્યારે કેપ્ટન હાર્દિક પંડયા સ્ટ્રાઈક પર હતો.

તે જ સમયે તિલક વર્માએ નોન-સ્ટ્રાઈકર એન્ડમાં ૪૯ રન બનાવીને ઊભો હતો. આવી સ્થિતિમાં હાર્દિક એક રન બનાવીને તિલકને સ્ટ્રાઈક આપી શક્યો હોત. પરંતુ તેણે રોવમેન પોવેલના બોલ પર લાંબી સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી અને આ રીતે યુવા બેટસમેન તિલક તેની અડધી સદી પૂરી કરી શક્યો ન હતો.

આ પછી ચાહકોએ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડયાને ખરું-ખોટું કહેવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું કે જો હાર્દિક ભાઈએ તિલક વર્માને સ્ટ્રાઈક આપી હોત અને તેણે સતત બીજી અડધી સદી પૂરી કરી હોત તો શું થાત. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે તેણે હાર્દિક જેવો સ્વાર્થી ખેલાડી જોયો નથી.

આ પણ વાંચો :

 

ગઢડાના રાજપીપળામાં એવું તે શું બન્યું કે સામસામે તીક્ષ્ણ હથિયારો લઈને તૂટી પડયાં

0
  • બોટાદના રાજપીપળામાં દબાણ હટાવવાને લઈને બે જૂથ હથિયારો સાથે સામસામે આવી જતાં મચી અફરાતફરી બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે.

બોટાદ જિલ્લામાંથી જૂથ અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મામલે થયેલી જૂથ અથડામણમાં કુલ ૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉગ્ર બોલાચાલી બાદ મારામારી :

પ્રાપ્ત વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામમાં ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મુદ્દે ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે થોડીવારમાં મારામારીમાં પરિણમી હતી. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવાને લઈને બંન્ને જૂથના લોકો તીક્ષ્ણ હથિયારો વડે સામસામે આવી ગયા હતા. બન્ને જૂથના લોકોએ કુહાડી, લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે સામસામે હુમલો કર્યો હતો. બંને જૂથે સામસામે હથિયાર વડે સામ સામે હુમલો કરતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી :- જુઓ વિડીયો

આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ જૂથ અથડામણમાં કુલ ૬ લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી ૪ ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં જ્યારે અન્ય ૨ ઈજાગ્રસ્તોને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે રાજપીપળા ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગઢડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

હે રામ ! ગુજરાત યુનિ. બાદ હવે આ ગાર્ડનમાંથી ગાંજાના છોડ મળ્યા, આ હોસ્ટેલમાંથી દારૂ મળ્યો

0
  • ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળવાની ઘટનાના કલાકોની અંદર શહેરમાં ફરી જાહેરમાં ગાંજાના છોડ મળી આવ્યા છે.

રિવરફ્રન્ટ પર AMC હાઉસ તરીકે ઓળખાતી બિલ્ડિંગના ગાર્ડનમાં ગાંજાના ૬ ફૂટ ઊંચા છોડ મળી આવતા હડકંપ મચી ગયો છે. જોકે ગાંજો મળી આવતા AMC દ્વારા ઢાંક પીછોડો કરતા છોડ ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગાંધીજીના મૂલ્યો પર ચાલતી વિદ્યાપીઠની હોસ્ટેલના રૂમમાંથી દારૂની બોટલો મળી આવી હતી.

અમદાવાદ રિવરફ્રન્ટ પર VIP ગાર્ડનમાં ગાંજાના છોડ મળી આવતા મોટો વિવાદ થયો હતો. વિવાદને પગલે અધિકારીઓ દોડતા થયા હતા અને છોડને ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે થોડીવાર બાદ ગાર્ડનની બહારથી પણ ગાંજાનો છોડ મળી આવ્યો હતો. ગાર્ડનમાં ગાંજાના છોડ કેવી રીતે ઉગ્યા અને તેનું વાવેતર કોણે કર્યું તેની તપાસ કરવાના બદલે કંઈ બન્યું જ ન હોય એમ છોડી ઉખાડીને ફેંકીને પુરાવાનો જ નાશ કરી દેવામાં આવ્યો.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી – જુઓ વિડીયો

તો ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાણજીવન હોસ્ટેલના રૂમ.નં ૪૧માં ૩ વિદ્યાર્થી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જેમાં એક વિદ્યાર્થી ઈતિહાસ વિભાગનો હતો જ્યારે અન્ય બે બહારના વિદ્યાર્થી હતા. જોકે ત્રણેય સ્થળ પરથી ભાગી ગયા હતા. વાઈસ ચાન્સેલર ડો. ભરત જોશીએ ઘટના સ્વીકારી હતી અને વિદ્યાર્થીનું એડમિશન તાત્કાલિક રદ કરી દેવાયું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-