Home Blog Page 999

રોડ પર મહિલાનું ચીરહરણ, યુવાને બેડ ટચ કરીને પછી….

0
  • હૈદરાબાદમાં એક દારુડિયા પુત્ર અને માતાના શરમજનક કામથી લોકો ચોંકી ઉઠયાં છે. આ બન્નેએ રોડ પર એક મહિલાને નિવસ્ત્ર કરી નાખી હતી.

હૈદરાબાદના જવાહર નગર વિસ્તાર એક વ્યક્તિએ દારુના નશામાં તેની માતા સાથે મળીને એક મહિલાના કપડા ફાડીને તેને નગ્ન કરી નાખી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને લોકોમાં ગુસ્સો ભડકી ઉઠયો હતો.

મહિલા રવિવારે રાત્રે લગભગ ૮ વાગ્યે નજીકની કપડાની દુકાનથી પરત ફરી રહી હતી ત્યારે આરોપીએ તેનો બેડ ટચ કર્યો હતો જોકે મહિલા તેની સામે પડતા તે વધુ આક્રમક બન્યો અને રસ્તા વચ્ચે તેના કપડા ફાડી નાખ્યાં જે પછી મહિલા નગ્ન થઈ ગઈ હતી.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી – જુઓ વિડીયો

આ દરમિયાન એક ટુ વ્હીલર પાસેથી પસાર થઈ રહેલી અન્ય એક મહિલાએ આ શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે પણ તેનો સામનો કર્યો હતો. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ શખ્સને કસ્ટડીમાં લીધો હતો. રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં આરોપીની ઓળખ પેડ્ડામરૈયા તરીકે થઈ હતી. જેણે મહિલા સાથે માત્ર ગેરવર્તન જ નથી કર્યું. પરંતુ જાહેરમાં તેને નગ્ન પણ કરી દીધી હતી. અહેવાલો અનુસાર આરોપી દારૂના નશામાં હતો.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના : ૧૦૦ની સ્પીડે કારે ત્રણ કારને મારી ટક્કર, 

0
  • શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શેલા ગામમાં આ હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક વૈભવી કાર ચાલકે અન્ય ત્રણ વાહનોને ટક્કર મારી છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર બનેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શેલા ગામમાં આ હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક વૈભવી કાર ચાલકે અન્ય ત્રણ વાહનોને ટક્કર મારી છે.

શેલાના આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે આ ઘટના બની છે. આ ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી છે. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ત્રણ વાહનોને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના મામલે બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી – જુઓ વિડીયો

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શેલા ગામમાં આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે હેરિયર ગાડીના ચાલકે ત્રણ ગાડીઓ સાથે અકસ્માત સર્જયો છે. બે ગાડીઓને ભારે તો એક ગાડીને સામાન્ય નુકસાન થયું છે. ગાડીની સ્પીડ ૧૦૦ કિ.મી પ્રતિ કલાકની હોવાનો પ્રત્યદર્શીએ દાવો કર્યો છે. GJ 38 BE ૯૧૧૩ ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પોલીસે ગાડી શોધી કાઢી હતી જોકે ચાલક ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

મોરબીમાં સ્પાની આડમાં ચાલી રહ્યો છે ગોરખ ધંધો ! ધારાસભ્યના વીડિયો બાદ………

0
  • મોરબીમાં ઝડપથી પૈસાદાર બનવા માટે યેનકેન પ્રકારે કોઈને સીસામાં ઉતારવાની અને બુચ મારવાની હિનવૃત્તિ છેલ્લા કેટલાક વર્ષોથી ફૂલીફાલી છે અને તેમાં મહિલાઓને આગળ ધરીને સામેવાળા પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે.

મોરબી-માળિયાના ધારાસભ્ય દ્વારા શહેરની આસપાસમાં ૯૦ જેટલા સ્પા છે અને તેમાં ગોખધંધા ચાલે છે તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે દોડતી થયેલ છે અને હાલમાં મોરબીના લખધીરપુર ચોકડી પાસે આવેલ શોપીંગ સેન્ટરમાં ટોકીયો સ્પા અને મસાજ પાર્લરમાં રેડ કરી હતી. ત્યારે ત્યાંથી સ્પા ચલાવતા મુખ્ય ઈસમ સહિત કુલ ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી અને ત્રણ મહિલાઓને ત્યાંથી મુક્ત કરાવવામાં આવી હતી.

મોરબીમાં ઝડપથી પૈસાદાર બનવા માટે યેનકેન પ્રકારે કોઈને સીસામાં ઉતારવાની અને બુચ મારવાની હિનવૃત્તિ છેલ્લા કેટલાક વર્ષોથી ફૂલીફાલી છે અને તેમાં મહિલાઓને આગળ ધરીને સામેવાળા પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે આવી હિન્ન પ્રવૃત્તિ મોરબીની આસપાસમાં આવેલ સ્પામાં ચાલુ હોવાની સ્ફોટક માહિતી સાથેનો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો એક વિડીયો વાયરલ થયો હતો.

ત્યાર બાદ સ્પાના નામે ચાલતા કુટણખાના પકડવા માટે પોલીસે મોરબીની લખધીરપૂર ચોકડી પાસે આવેલ ટોકિયો સ્પા અને મસાજ પાર્લરમાં રેડ કરી હતી જ્યાં સ્પા ચલાવતો વિપુલ રામઆશ્રય પાંડે જાતે બ્રાહ્મણ (૨૯) હાલ રહે.યમુનાનગર શેરી નંબર-૩ નવલખી રોડ મોરબી મૂળ રહે. મૂળ ઉત્તરપ્રદેશ વાળો તેમજ સાગર મનસુખ સારલા જાતે કોળી (૨૨) રહે. યમુનાનગર નવલખી રોડ મોરબી તેમજ જીવણ બચુ ચાવડા જાતે કોળી (૩૨) રહે. લાલપર રબારીવાસ વાળો મળી આવ્યા હતા જેથી તેની ધરપકડ કરી હતી અને ત્રણ મહિલાઓને ત્યાંથી મુક્ત કરાવી હતી.

અરે ! આ શું બોલી ગયાં રાહુલ ગાંધી :- જુઓ વિડીયો

અત્રે ઉલેખનીય છે કે, ધારાસભ્યના વિડીયો પછી પોલીસ દોડતી થયેલ છે અને સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ હોવાની માહિતી સામે આવેલ છે હાલમાં જે ત્રણ આરોપી પાકડેલ છે તેમાં સ્પાના સંચાલક દ્વારા બાકીના બે શખ્સોને ગ્રાહક સોધવા માટે કામે રાખ્યા હતા તેવી માહિતી પોલીસે પાસેથી સામે આવેલ છે.

બહારથી આવતા ગ્રાહકોને મહિલાઓને બોલાવીને સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવાની સગવળતાઓ પૂરી પાડી કુટણખાનું ચલાવવામાં આવતું હતું. જેથી કરીને પોલીસે રોકડા ૧૦,૬૫૦ તથા ચાર મોબાઈલ કિંમત રૂપિયા ૫૫૦૦ અને આઠ કોન્ડમ એમ કુલ મળીને રૂપિયા ૧૬,૧૫૦ ના મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :-

શું તમે ગળ્યું ખાવાના છો શોખીન ? તો ખાંડથી બચીને રહેજો, માત્ર સ્વાસ્થ્ય જ નહીં…

  • શુગરનું વધુ સેવન કરવામાં આવે તો આરોગ્યની સાથે સાથે ત્વચાને પણ નુકસાન થાય છે. શુગરનું વધુ સેવન કરવાથી ત્વચાને કયા કયા નુકસાન થઈ શકે?

હાલના સમયમાં મોટાભાગના લોકો ત્વચા સંબંધિત સમસ્યાથી પરેશાન છે. અનેક લોકો ખરાબ ત્વચા માટે પ્રદૂષણ અને ધૂળ માટીને જવાબદાર ગણાવે છે. પરંતુ ડાયટના કારણે પણ ત્વચા પર અસર થાય છે. શુગરનું વધુ સેવન કરવામાં આવે તો આરોગ્યની સાથે સાથે ત્વચાને પણ નુકસાન થાય છે. શુગરનું વધુ સેવન કરવાથી ત્વચાને કયા કયા નુકસાન થઈ શકે. તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

સોજો :

શુગરના કારણે સોજો આવે છે અને બળતરા થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે ફળ, શાકભાજી અને ઓમેગા-૩થી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ.

ગ્લાઈકેશન :

ગ્લાઈકેશનના કારણે વ્યક્તિ ઝડપથી ઘરડી થવા લાગે છે. જેના કારણે કોલેજન અને ઈલાસ્ટિન ફાઈબર કઠોર તથા ફ્લેક્સિબલ થાય છે. આ કારણેસર ઉંમર જલ્દી ના વધે તે માટે ગ્લાઈસેમિક ઓછો હોય તેવા ફૂડનું સેવન કરવું.

કરચલી :

શુગરને કારણે કોલેજન અને ઈલાસ્ટિનને નુકસાન થાય છે અને કરચલીઓ થવા લાગે છે. ઓક્સિડેટીવ સ્ટ્રેસથી રાહત મેળવવા માટે વિટામીન સી અને ઈ જેવા એન્ટી ઓક્સિડેન્ટ ફૂડનું સેવન કરવું જોઈએ.

કોલેજન :

શુગરના કારણે કોલેજનના ઉત્પાદનને નુકસાન થાય છે. જે ત્વચાની લોચ માટે જરૂરી છે. શક્કરિયા અને ગાજર જેવા વિટામીન એ યુક્ત ફૂડનું સેવન કરવું જોઈએ.

ફ્રી રેડિકલ્સ :

શુગર ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કરે છે. જેના કારણે સેલુલર ડેમેજ થાય છે. જે બેરીજ, ગ્રીન ટી અને નટ્સમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટની સાથે સાથે ઓક્સિડેટીવ સ્ટ્રેસ મેનેજ કરી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત ગાર્ડિયન આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો :-

હવે દુકાન પર નહીં કહેવું પડે, ‘ભાઈ QR કોડ આપજો’, જોરદાર ફીચર લાવી રહ્યું છે Google, જાણો શું

0
  • GOOGLE હવે QR CODE સ્કેન કરવા માટે સરળ અને ઉપયોગી ફીચર લઈને આવી રહ્યું છે. ઓટો-ઝૂમનાં ફીચર સાથે સરળતાથી બારકોડ સ્કેન થઈ શકશે.

ભારતમાં QR કોડથી પેમેંટ કરવું હવે ઘણું સામાન્ય થઈ ગયું છે. આજકાલ લોકો નાનામાં નાની વસ્તુ લેવા માટે પણ QR કોડ સ્કેન કરીને પૈસાની ચૂકવણી કરે છે પરંતુ પેમેંટ દરમિયાન એક જ મુશ્કેલી થતી હોય છે. વારંવાર સ્કેન કરવા માટે મોબાઈલનો કેમેરા ચાલુ કરવો પડે છે. Google હવે આ સમસ્યાનું પણ સમાધાન લઈને આવી ગયું છે.

Google લાવ્યું નવું અપડેટ :

Google હાલમાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં QR કોડ સ્કેનિંગની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવી શકે છે. નવા અપડેટનો મુખ્ય ઉદેશ્ય કેમેરા ફ્રેમની અંદર જ ક્યૂઆર કોડ આપમેળે શોધાઈ જાય, તેના પર ઝૂમ ઈન થઈ જાય અને તેમાં રહેલી માહિતીની પણ જાણકારી મેળવી લેવાનો છે. ટૂંકમાં કેમેરા ઓપન કર્યા વિના જ સ્કેનિંગની સુવિધા યૂઝર્સને આપવાનો મૂળ હેતુ છે.

કંપની અનુસાર, Google કોડ સ્કેનર API એપને કેમેરા પરમીશન માંગ્યા વગર જ કોડ સ્કેન કરવાની સુવિધા ફાળવશે. આ ફેરફાર યૂઝર્સની ગોપનીયતાને પ્રાથમિકતા આપવાની સાથે સાથે સ્કેનિંગ પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવશે.

એડિશન ૧૬.૧.૦ લોન્ચ થવાની સાથે જ યૂઝર્સ ઓટો-ઝૂમ એક્ટિવેટ કરી શકશે જે બાદ Google કોડ સ્કેનર કેમેરાથી ઘણો દૂર હશે તો પણ સરળતાથી બારકોડ સ્કેન કરી લેશે. ગૂગલ સ્કેનર સમજદારીથી બારકોડની માહિતી મેળવે છે અને મેન્યૂઅલ ઝૂમ કરવાની માથાકૂટને પણ દૂર કરે છે. પરિણામે વધુ ઝડપથી અને સરળતાથી બારકોડ સ્કેન થઈ જાય છે.

Google Play પર મળશે સુવિધા :

Google દ્વારા QR કોડને સ્કેન કરવાની સુવિધા Google Playનાં માધ્યમથી મળે છે. અથવા તો તેના સિવાયની કેટલીક સંબંધિત એપ આ સુવિધા આપે છે. તમામ ઈમેજ પ્રોસેસિંગ ડિવાઈઝની અંદર જ હોય છે. ગૂગલ અનુસાર Google કોઈ ઈમેજ કે રિઝલ્ટનો ડેટા સેવ કરતો નથી.

ટૂંક જ સમયમાં આવશે ફીચર :

ગૂગલ હાલમાં આ ફીચર પર કામ કરી રહ્યું છે. જો કે કંપનીએ આ નવા ફીચરનાં લોન્ચિંગને લઈને કોઈ જાણકારી આપી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફીચરને કંપની સૌથી પહેલા પોતાના ફ્લેગશિપ પિક્સલ ડિવાઈઝને આપશે અને ત્યારબાદ બાકીનાં મોડલ્સને મળશે.

આ પણ વાંચો :-

 

૦૯ ઓગસ્ટ / કર્ક, કુંભ સહિત આ રાશિના જાતકોને ફળશે બુધવાર, આ ધાર્યા કામ પડશે પાર, આ રાશિવાળા ચેતજો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ

કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃતિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલ ના ધંધા માં વિશેષ લાભ. આવક જળવાય. પત્નિ સાથે સંબંધ માં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

‌મિથુનઃ

સ્વભાવ માં જીદ્દી પણું વધતું જણાય. આવક નું પ્રમાણ જળવાય પરંતુ ખર્ચ પણ વધતો જણાય. શરદી-ખાંસી ની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારૂં રહે.

કર્કઃ

સ્વભાવમાં ભાવનાત્મકતાનું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદ કરવાના યોગ બને છે. નાનાભાઇ બહેનોની પ્રગતિથી આનંદ. વાહન સુખ મિલકત સુખમાં વૃદ્ધિ. નાણાંકીય વ્યવહારો માં લાભ.

‌સિંહઃ

નોકરી માં શાંતિ તથા ધંધા માં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકારક પૂરવાર થતા જણાય. સંતાનની પ્ર‌ગતિથી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યાઃ

વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. દગા-ફટકાથી સાચવવું. સ્થાવર-જંગમ મિલકત અંગે લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલાઃ

ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. ખોટું લાગે એવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા.‌ પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃ‌શ્ચિકઃ

જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. ભાગ્ય નો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાવચેતી જરૂરી. હરીફોને શિકસ્ત આપી શકો.

ધનઃ

વિચારવાયુનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠન માં સામેલ થઇ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યસિધ્ધિ શક્ય બને.

મકરઃ

સ્ત્રીવર્ગ થી સફળતા મળતી જણાય. અગત્યના નાણાંકીય નિર્ણયો ટાળવા. પરિવાર માં ઉદાસીનતા વર્તાય. સંતાન સુખમાં વૃ‌ધ્ધિ થતી જણાય. પડવા-વાગવા થી સાચવવું. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભઃ

જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. વાહન સુખ-મિલકત સુખ માં વધારો થતો જણાય. માતૃસુખ-પિતૃસુખ માં વધારો થતો જણાય.

મીનઃ

ખોટા ખર્ચા ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસ ના યોગ બને છે.નોકરીમાં બઢતી-બદલી સંભવ વૈવાાહિક જીવનમાં આનંદ. સાંધાના દુઃખાવા થી સાચવવું.

આ પણ વાંચો :-

ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસ ચોકીની સામે જ યુવકને ટોળાએ ઢોર માર માર્યો

0
  • અરવલ્લી જિલ્લાના ભિલોડામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પ્રેમ પ્રસંગમાં જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો.

રોડ પર ૧૦ જેટલા યુવકનું ટોળું આવી ગયું હતું અને એક છોકરાને કપડા ફાડીને માર માર્યો હતો. જેનો વીડિયો સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો. જે સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભિલોડાના ભાણમેર ગામના યુવક પર 10 જેટલા યુવકનું ટોળું તૂટી પડે છે અને તેના કપડા ફાડીને માર મારી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, પ્રેમ પ્રસંગમાં આ મારામારીની ઘટના બની હતી. શાળા છૂટ્યા બાદ મારામારીનો આ બનાવ બન્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ટાકાટૂકાની પોલીસ ચોકીની સામે જ યુવકને આ રીતે માર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં પોલીસ કર્મચારી પણ જોવા મળી રહ્યા છે.

ત્યારે પોલીસની સામે જ આ રીતે અસામાજિક તત્વો જાહેરમાં મારામારી કરી રહ્યા છે. એવામાં પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પહેલા પોરબંદરમાં પણ બે યુવક દ્વારા એક યુવકને નગ્ન કરીને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી હતી.

આ પણ વાંચો :-

બીમાર પત્નીને પૂછી અંતિમ ઈચ્છા તો કહ્યું, ‘મારે એકવાર EX ની સાથે……

0
  • અંતિમ ક્ષણોમાં તમામ વ્યક્તિને તેની અંતિમ ઈચ્છા પૂછવામા આવે છે. અનેક વાર વ્યક્તિ અંતિમ ઈચ્છામાં એવી કોઈ વસ્તુ જણાવે જે ક્યારેય પણ મળવી અશક્ય હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિની તબિયત ખરાબ હોય અને તેનો અંતિમ સમય નજીક હોય તો તેના મગજમાં અનેક વસ્તુઓ ચાલતી હોય છે. તે તેના અંતિમ સમયમાં તેને ગમે તે કરવાનું ઈચ્છે છે. અંતિમ ક્ષણોમાં તમામ વ્યક્તિને તેની અંતિમ ઈચ્છા પૂછવામા આવે છે. અનેક વાર વ્યક્તિ અંતિમ ઈચ્છામાં એવી કોઈ વસ્તુ જણાવે જે ક્યારેય પણ મળવી અશક્ય હોય છે.

એક બિમાર પત્નીએ તેના પતિને અંતિમ ઈચ્છા જણાવી હતી, જેના વિશે જાણીને તમે સ્તબ્ધ રહી જશો. પતિએ રેડિટ પર એક પોસ્ટ લખીને તેની કહાની જણાવી છે જે જાણીને લોકો દંગ રહી ગયા છે. પતિએ લખ્યું છે કે, ‘મારી પત્નીને એક ગંભીર બિમારી છે. જેનો ઈલાજ શક્ય નથી. તેની પાસે માત્ર ૦૯ મહિના છે. અમે ઘણા વર્ષ સાથે રહ્યા, પરંતુ હવે હું તેના વગર જીવવાની કલ્પના પણ ના કરી શકું. મને નથી ખબર તેના ગયા પછી હું શું કરીશ. હું તેના અંતિમ દિવસોને સુંદર બનાવવાની તમામ સંભવ કોશિશ કરું છું.’

પત્નીની છેલ્લી ઈચ્છા જાણીને પતિ દંગ રહી ગયો

પતિ વધુમાં જણાવે છે કે, ‘ડોકટરોએ કહ્યું તે અનુસાર મારી પત્ની ૪-૫ મહિનામાં વ્હીલચેર પર આવી જશે અને ૮ મહિના પછી પથારીવશ થઈ જશે.’ જેથી પતિએ તેની પત્નીને અંતિમ ઈચ્છા પૂછી. પત્નીની અંતિમ ઈચ્છા જાણીને પતિ ખૂબ જ દંગ રહી ગયો. પત્નીએ તેના પતિને જણાવ્યું કે તે તેના એક્સ સાથે શારીરિક સંબંધ બનાવવા માંગે છે.

પત્નીની ઈચ્છા સાંભળીને પતિ દંગ રહી ગયો. પતિએ તેની પત્નીને પૂછ્યું કે, તેની આવી ઈચ્છા શા માટે છે? જેના જવાબમાં તેની પત્ની જણાવે છે કે તેનો એક્સ સૌથી સારો ફિઝિકલ કંપૈટિબલ લવર છે. લાંબુ લચક ભાષણ આપતા કહે છે કે, કેવી રીતે તેના એક્સ સાથે શારીરિક સંબંધ બાંધવો ખૂબ જ સારો રહ્યો છે. ઉપરાંત ઈમોશનલી પણ ખૂબ જ સારો હતો. પરંતુ આ બધી બાબતો મારા માટે બકવાસ છે.

‘મારી સાથે દગો થયો છે’

પત્નીની છેલ્લા ઈચ્છા જાણીને પતિ વિચારમાં પડી ગયો. તેણે રેડિટ યૂઝર્સને પૂછ્યું કે, તેણે શું કરવો જોઈએ. શું તેણે મેલ ઈગોના કારણે ના પાડી દેવી જોઈએ કે, પછી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેવી જોઈએ. પતિ જણાવે છે કે, તેની પત્નીની આ વાતના કારણે તેને ખૂબ જ દુ:ખ થયું છે અને દગો થયો છે. તેની પત્નીએ તેને એક એવી પરિસ્થિતિ પર લાવી મુકી દીધો છે. જ્યાં તેણે મજબૂરીમાં હા કહેવું પડશે.

આ પણ વાંચો :-

બનાસકાંઠા ધારાસભ્યના સમર્થકો ખેડૂતને ફરી વળ્યા : ધારાસભ્યએ કેમ ના રોક્યા ટેકેદારોને ?

0
  • બનાસકાંઠાના દિયોદર ગામે હાલમાં ગરમા ગરમીનો માહોલ ઊભો થઈ ગયો હતો. જ્યારે ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં જ ખેડૂત નેતા પર તેમના સમર્થકોએ હુમલો કરી દીધો હતો.

ધારાસભ્યના જ ટેકેદારો ધારાસભ્યની જ હાજરીમાં ખેડૂત અગ્રણીને ગાલ પર ચોડી દે તે મામલો અહીં અસહનીય બન્યો હતો અને સમગ્ર વિસ્તાર માટે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠાના દિયોદરમાં અટલ ભૂજલ યોજના માટેનો કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ હાજર રહ્યા હતા અને અન્ય અગ્રણીઓ પણ હતા. તે વખતે ખેડૂત આગેવાન અમરાભાઈ નામના વ્યક્તિ ધારાસભ્યને કેટલીક રજૂઆત કરવા માટે ગયા હતા.

જોકે આપણે ત્યાં ચા કરતા કિટલી ગરમ એ કહેવત પણ એટલી જ પ્રચલિત છે જે આપ જાણો છો. હવે વાત કરીએ મામલાની તો આ રજૂઆત દરમિયાન અચાનક ખેડૂત પર નારાજ થયેલા ધારાસભ્યના ટેકેદારોએ ખેડૂત આગેવાનને એક પછી એક લાફા લગાવી દીધા હતા.

ખેડૂત અગ્રણી વ્યક્તિ પર ધારાસભ્યના ટેકેદારો ફરી વળ્યા ત્યારે કેશાજી ચૌહાણ બસ જોતા જ રહ્યા. મામલાને અટકાવવાનો કે પોતાના ટેકેદારોને શબ્દ પણ ના કહી શક્યા જેના કારણે લોકોમાં ધારાસભ્ય પર રોષ જોવા મળી રહ્યો છે. ટેકેદારને વાંધો એ હતો કે કાર્યક્રમમાં કહેવા આવો છો.

ત્યાં જ્યારે સાહેબ (ટેકેદારના સાહેબ, ધારાસભ્ય પોતે) ગામમાં મીટીંગ કરવા આવે છે ત્યારે પણ તું બોલે છે અને અહીં પણ તું ઊભો થઈને બોલે છે. મતલબ કે વારંવારની રજૂઆતોથી ધારાસભ્ય જ નહીં તેમના ટેકેદારોમાં પણ નારાજગી હતી. સવાલોથી ભાગતા તંત્રએ હવે લોકોના મોંઢા બંધ કરવા હાથ ઉગામવાનો શરૂ કર્યો છે તેવી ચર્ચાઓને લઈને લોકોમાં નારાજગીનો દૌર શરૂ થતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

 

દારૂડિયાઓ’ને શાંતિ ! બહુ પીવાઈ ગઈ હશે તો મફતમાં સરકારની ટેક્સી ઘરે મૂકી જશે….

  • ડ્રંક ડ્રાઈવિંગના કારણે થતા અકસ્માતમાં ઘટાડો કરવા માટે એક અલગ શરૂઆત કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલશે.

ભારત સહિત અનેક દેશોમાં દારૂ પીધા પછી વાહન ચલાવવું તે ગુનો ગણવામાં આવે છે. ઈટલીમાં તે માટેનો એક નિયમ નવો આવ્યો છે. ઈટલી એક યોજના લાગુ કરશે. જેમાં પાર્ટી એનિમલ્સને મફતમાં ટેક્સીની સુવિધા આપવામાં આવશે. ડ્રંક ડ્રાઈવિંગના કારણે થતા અકસ્માતમાં ઘટાડો કરવા માટે એક અલગ શરૂઆત કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલશે. જેમાં પુગલિયાથી તુસ્કાની અને વેનીતો સુધીના ૬ નાઈટક્લબ્સને શામેલ કરવામાં આવી રહ્યા છે.

આ યોજના હેઠળ ક્લબથી નીકળ્યા પછી ટેસ્ટ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ વધુ ડ્રિંક કર્યું હશે તો તેમના માટે ટેક્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ યોજના માટે ફંડિંગ પણ પરિવહન મંત્રાલય કરી રહ્યું છે. ઈટલી સરકારે આ યોજનાને ટ્રાયલ રૂપે લાગુ કરવાની મંજૂરી આપી છે. જો આ યોજનાથી ફાયદો થશે, તો આ યોજના કાયમી ધોરણે લાગુ કરવામાં આવી શકે છે.

ઈટલીના પરિવહન મંત્રી મૈતિયો સાલવિનીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, જે લોકોએ વધુ ડ્રિંક કર્યું હશે તેમને રાત્રે ફ્રી ટેક્સીની સુવિધા આપવામા આવશે. રોડ અકસ્માતમાં ઘટાડો કરવા માટે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. ઈટલીમાં ડ્રિંક ડ્રાઈવ એક મોટો પડકાર બની ગયો છે. વર્ષ ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર અન્ય EU દેશોમાં સૌથી વધુ રોડ અકસ્માત થયા છે.

નાઈટક્લબની બહાર ઊભા રહેલ એક વ્યક્તિએ જણાવ્યું છે કે, સરકારનો આ એક સારો પ્લાન છે, જેથી અકસ્માતમાં ઘટાડો થઈ શકે છે. અનેક લોકો પીધા પછી રસ્તા પર ડાંસ કરવા લાગે છે તેઓને કોઈપણ રીતે રોકવા શક્ય નથી. જેથી આ એક સારો આઈડિયા છે. નાઈટક્લબના માલિક સૈમુલેલેએ જણાવ્યું છે કે સરકારે આ બાબત પર ધ્યાન આપ્યું તે વાતનો મને આનંદ છે. લોકો પોતાનું દુ:ખ ભૂલવા માટે અહીંયા આવે છે અને તેથી વધુ ડ્રિંક કરે છે. હવે આ પ્રકારના લોકોને ટેક્સી સુરક્ષિત રીતે ઘરે મુકી આવશે.

આ પણ વાંચો :-