સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, પોલીસનો નથી રહ્યો ડર, BRTS ટ્રેક પર બનાવી રીલ્સ

Share this story
  • આજકાલના યુવકોમાં રિલ્સનો નશો તો એવો ચડયો છે કે તેઓ લોકોના જીવની પણ પરવાહ નથી કરતા. ગમે ત્યારે ગમે ત્યાં રિલ્સ બનાવવા લાગે છે. જો આ રિલ્સના શોખીનો પર કાયદાનો કંટ્રોલ નહીં લાવવામાં આવે તો આ રિલ્સ કોઈના જીવ લઈ લેશે.

રાજ્યના યુવાધનમાં ચડેલો રિલ્સનો નશો બીજા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે તેમ છે. સૌથી પહેલાં સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરના આ ૩ દ્રશ્યો જુઓ. સુરતમાં નબીરાઓ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેની સાબિતી પુરતા આ દ્રશ્યો છે. જેમાં એક જગ્યાએ મોપેડ પર ૪ સવારી લોકો જઈ રહ્યા છે. તો બીજી તરફ જીપ પર ઉભા રહીને બે યુવકો રિલ્સ બનાવી રહ્યા છે. જ્યારે ત્રીજા વીડિયોમાં તો યુવકો જોખમી રીતે brts રૂટમાં જ રિલ્સ બનાવી રહ્યા છે.

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જેમાં લોકોની માત્ર લાઈક્સ અને કમેન્ટ મેળવવા માટે આવા લોકો ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. જોખમી સ્થળો પર કઈપણ વિચાર્યા વગર જ આ લોકો રિલ્સ બનાવવા લાગે છે. પોતાના જીવની તો ચિંતા નથી કરતા સાથે જ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકે છે.

આ વીડિયો સુરતનાં સરથાણા વિસ્તારનો છે. જેમાં બે લબરમુછિયા યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. એક યુવક ખુલ્લી જીપ ચલાવી રહ્યો છે. જ્યારે બીજો યુવક જીપના બોનેટ પર ચડીને રિલ્સ બનાવી રહ્યો છે. એટલું જ નહીં આ લોકો જાહેર રસ્તા ઉપર પણ આવી જ રીતે વીડિયો બનાવતા નજરે પડયાં. આ વીડિયો અંગે સરથાણા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના આ લોકોએ તો રિલ્સ બનાવવામાં હદ જ કરી દીધી. BRTS રૂટ પર બનેલી રેલિંગ પર બે યુવકો ચડી ગયા. અને ત્રીજો યુવક BRTS રૂટમાં મોબાઈલ હાથમાં લઈને વીડિયો બનાવી રહ્યો છે. જ્યાં આ લોકો રિલ્સ બનાવી રહ્યા છે, તેની બાજુમાં જ ચેતવણીનું બોર્ડ છે. જેમાં સ્પષ્ટ લખ્યુ છે કે રસ્તો સાવધાની પૂર્વક પસાર કરવો. તેમ છતાં રિલ્સ બનાવવામાં ભાન ભૂલેલા આ યુવકોને કોઈ ફર્ક પડતો નથી અને તેઓ બિંદાસપણે BRTS રૂટમાં રિલ્સ બનાવી રહ્યા છે.

આ પણ વાંચો :-