Home Blog Page 989

ગદર ૨ બાદ ઘમંડી થઈ ગયા સની દેઓલ ? ગરીબ મહિલાઓ સાથે કર્યો આવો વ્યવહાર

  • ગદર ૨ ની સફળતા બાદ સુપરસ્ટાર સની દેઓલનો વીડિયો હાલમાં ટ્રોલ થઈ રહ્યો છે. યૂઝર કહી રહ્યાં છે કે એક્ટરમાં ઘમંડ આવી ગયું.

સની દેઓલની ફિલ્મ ગદર ૨ જબરદસ્ત રિસ્પોન્સ મેળવી રહી છે. રિલીઝનાં ૫ દિવસમાં જ આ ફિલ્મે આશરે ૨૨૯ કરોડની બોક્સ ઓફિસ કમાણી કરી લીધી છે. ત્યારે સની દેઓલનાં ફેન્સ સની દેઓલની એક ઝલક જોવા માટે તેમને શોધતાં રહેતાં હોય છે. હાલમાં જ સની દેઓલનો ફેન્સ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે તેમાં એક્ટરને લોકો ટ્રોલ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થયાં સની દેઓલ :

વીડિયોમાં સની દેઓલ કોઈ બિલ્ડિંગમાંથી બહાર આવતાં દેખાઈ રહ્યાં છે. બિલ્ડિંગની બહાર સનીનાં ફેન્સ ઊભા છે અને હાથ મળાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ સની તેમને જોઈને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને તે લોકોને મળ્યાં વગર જ પોતાની કારમાં બેસી જાય છે.

‘ઘમંડી થઈ ગયાં સની દેઓલ’

સનીનાં આ પ્રકારનાં વ્યવહારને જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે સની દેઓલ ઘમંડી થઈ ગયાં છે. એક યૂઝરે તો લખ્યું કે સક્સેસ તેમના મગજ પર ચડી ગઈ છે. તે ઘણાં એરોગેંટ થઈ ગયાં છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે સફળતા સનીનાં માથા પર ચડી ગઈ છે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે, તેમનો આ વ્યવહાર પ્રતિકારાત્મક છે. તેમણે છૂત-અછૂતનાં ભેદભાવને જાળવી રાખ્યું છે.

આ પણ વાંચો :-

 

‘અમુક લોકોને ભાન નથી પડતું ને સ્માર્ટ બનવા જાય છે’, રિવાબા જાડેજાએ જાહેરમાં કોને તતડાવ્યા ?

0
  • લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપમાં આંતરિક વિખવાદ દિવસેને દિવસે સપાટી પર આવી રહ્યો છે.

ભાજપમાં પત્રિકા કાંડ બાદ હવે જામનગરમાં ધારાસભ્ય રિવાબાનો મેયરને તતડાવતો વીડિયો સામે આવ્યો છે. બોલાચાલીમાં સાંસદ પૂનમબેન માડમ વચ્ચે પડતા તેઓ પણ રિવાબાના ગુસ્સોનો ભોગ બન્યા હતા. જે બાદ સાંસદ પૂનમ માડમ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની MLA રિવાબા જાડેજા શાબ્દિક ટપાટપી જોવા મળી હતી.

જામનગરમાં લાખોટા તળાવ પાસે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા એક મંચ પર સાથે હતા. દરમિયાન રિવાબા જાડેજા મેયરને કોઈ વાતને લઈને તતડાવી રહ્યા હોય છે.

ત્યારે સાંસદ પૂનમ માડમ વચ્ચે પડીને સજાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે અચાનક બોલાચાલી થઈ અને મામલો ગરમાઈ ગયો. ભાજપના હોદ્દેદારો અને પબ્લિકની વચ્ચે જ રિવાબા જાડેજા સાંસદ પૂનમ માડમ પર ધુઆપૂઆ થતા જોવા મળ્યા હતા. જે ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં રિવાબા ગુસ્સામાં બોલતા સંભળાય છે કે, ચૂંટણીમાં આપનું બહુ વડીલપણું જોવા મળ્યું હતું. જ્યારે અન્ય એક વીડિયોમાં તેઓ બોલી રહ્યા છે, અમુક લોકોને ભાન નથી પડતું સ્માર્ટ બનવા જાય છે. ત્યારે સ્થળ પર હાજર ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

‘તારા બાપની મેટ્રો છે…’, દિલ્હી મેટ્રોમાં સીટ માટે બે મહિલાઓ વચ્ચે ભયંકર બબાલ, વીડિયો થયો વાયરલ

0
  • સોશિયલ મીડિયા પર દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં ત્રણ મહિલાઓ વચ્ચે ભયંકર બબાલ થઈ રહી છે.

દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં ત્રણ મહિલાઓ એક બીજા સાથે ભયંકર બબાલ કરી રહી છે. કોઈએ તેમની આ બબાલનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મુકી દીધો છે. જોઈને લાગી રહ્યું છે કે ત્રણ મહિલાઓ વચ્ચે સીટને લઈને વિવાદ થયો છે. સાથે જ થોડી ધક્કા મુક્કી પણ થઈ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો :

વીડિયોને X પર Ghar ke Kalesh નામના એકાઉન્ટથી ૧૫ ઓગસ્ટે શેર કરવામાં આવ્યો છે. તેમાં ત્રણ મહિલાઓ જોવા મળી રહી છે. ત્રણેય મહિલાઓ સીટ માટે ઝગડી રહી છે. વીડિયોથી એવું લાગી રહ્યું છે કે બ્લેક ડ્રેસ વાળી મહિલા બ્લૂ ડ્રેસ વાળી મહિલાને થોળી મહિલાને જગ્યા આપવા માટે કહ્યું હતું જેના બાદ ઝગડો શરૂ થયો છે.

સોશિયલ મીડિયા પર લોકોના રિએક્શન :

આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ નથી થઈ. પરંતુ જ્યારથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે તેના પર કમેન્ટસનો વરસાદ થઈ રહ્યો છે. એક ટવીટર યુઝરે લખ્યું, “દસમા બાદ કરિયર એડવાઈઝ- દિલ્હી મેટ્રોમાં કેમેરા લગાવીને દરરોજ બ્લોગ બનાવો.

જી હા મિત્રો ચલો શરૂ કરીએ.” અન્ય એક યુઝરે લખ્યું, “કંટાળો આવી રહ્યો હોય તો દિલ્હી મેટ્રોમાં જાઓ.” અને એક યુઝરે લખ્યું, “દિલ્હી મેટ્રોએ આવા વીડિયોથી કમાણી કરવા વિશે વિચારવું જોઈએ, આ વીડિયોના અધિકારો પર ઓક્શન લાગી શકે છે.”

આ પણ વાંચો :-

પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ભારતનાં આ ખેલાડીએ આ સ્થાન પર રમવું જોઈએ….

0
  • ભૂતપૂર્વ કોચનું કહેવું છે કે આ મેગા ઈવેન્ટસમાં ટીમ ઈન્ડિયાના સૌથી આશાસ્પદ બેટસમેન વિરાટ કોહલીએ તેની રેગ્યુલર બેટિંગ પોઝિશનથી નીચે નંબર-૦૪ પર બેટિંગ કરવી જોઈએ. જ્યારે રોહિતને નંબર-૩નો ભાર ઉઠાવવો જોઈએ.

ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ હાલમાં જ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર નક્કી કર્યો છે. ભૂતપૂર્વ કોચનું કહેવું છે કે આ મેગા ઈવેન્ટસમાં ટીમ ઈન્ડિયાના સૌથી ધાકડ બેટસમેન વિરાટ કોહલીએ તેની રેગ્યુલર બેટિંગ પોઝિશનથી નીચે નંબર-૪ પર બેટિંગ કરવી જોઈએ.

જ્યારે રોહિત શર્માના ખભા પર નંબર-૩નો ભાર મૂકવો જોઈએ. આ દરમિયાન તેણે શુભમન ગિલને ઈશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરવાની સલાહ આપી છે. આ સાથે શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે તે ૨૦૧૫ અને ૨૦૧૯ના છેલ્લા બે વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને નંબર-૪ પર રમાડવા માંગતા હતા.

‘સ્ટાર સ્પોર્ટસ’ પર ‘સિલેકશન ડે’ કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીએ કહ્યું કે, ‘ઈશાન કિશનને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા યોગ્ય રહેશે. કેપ્ટન તરીકે રોહિત શર્મા પાસે ઘણો અનુભવ છે. તે નંબર ૩ અથવા ૪ પર ગમે ત્યાં બેટિંગ કરી શકે છે. તે ઓપન પણ કરી શકે છે. તમારે અહીં ખેલાડીની માનસિક સ્થિતિને સમજવાની જરૂર છે.

જો તમે શુભમન ગિલને ઓપનિંગને બદલે ૩ કે ૪ નંબર પર રમવાનું કહો તો તેને કેવું લાગશે? કોઈની પાસે કોઈ પદ નથી રહેતું. જો વિરાટને ચોથા નંબર પર બેટિંગ કરવી હોય તો તે ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરશે.

જેમ મેં કહ્યું તેમ કોઈ પણ નંબર ૪ પર રમવા માંગતું નથી. જો ટીમના હિતમાં વિરાટને નંબર ૪ પર રમવાની જરૂર હોય તો તે પણ કરવું જોઈએ. મેં છેલ્લા બે વર્લ્ડ કપમાં પણ આવું જ વિચાર્યું હતું. મેં કદાચ MSK સાથે પણ આ વાત કરી હતી.

અપર ઓર્ડર પરની તેની વધુ પડતી નિર્ભરતા ૪ પર રમીને તોડી શકાઈ હોત. જો તમે શરૂઆતમાં બે કે ત્રણ ઝડપી વિકેટો ગુમાવો છો. તો તમને વાપસી કરવાની તક નહીં મળે અને એવું જ થયું. તેનો અનુભવ કામમાં આવી શકે છે અને વિરાટે નંબર ૪ પર પણ શાનદાર બેટિંગ કરી છે.

નંબર-૩ પર વિશ્વના શ્રેષ્ઠ બેટસમેનોમાંના એક વિરાટ કોહલીનો નંબર ૪ પર પણ શાનદાર રેકોર્ડ છે. આ સ્થાન પર તેણે ટીમ ઈન્ડિયા માટે ૩૯ ઈનિંગ્સમાં ૫૫થી વધુની એવરેજથી ૧૭૬૭ રન બનાવ્યા છે. ચોથા નંબર પર તેના નામે ૭ સદી પણ છે.

આ પણ વાંચો :-

ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થતા પરિવાર કાટમાળમાં દબાયો

0
  • ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાઈ ગયો હતો.

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાઈ ગયો હતો. ઘટનાને પહલે ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિકોની મદદથી લોકોને બહાર કાઢ્યા હતા. જોકે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હતી જેના કારણે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

વહેલી સવારે જ અચાનક નર્મદા એપાર્ટમેન્ટનો બ્લોક નં.૧૮નો એક ભાગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. એવામાં કાટમાળ હટાવવો પણ મુશ્કેલ બન્યો હતો. ભરૂચ નગરપાલિકાના કમિટી ચેરમેન અને સ્થાનિક નગર સેવક હેમેન્દ્ર પ્રજાપતિ મદદે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુની જવાબદારી ઉપાડી હતી. આ દરમિયાન 38 વર્ષના પંકજ ચૌહાણનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય પરિવારજનોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

ખાસ વાત છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં જર્જરિત ઈમારતોના માલિકોને મકાન ખાલી કરીને ઉતારી લેવા નોટિસ અપાય છે. પરંતુ નોટિસ આપ્યા બાદ પોતાની જવાબદારૂ પૂર્ણ થઈ ગઈ હોવાનું માનીને તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જો વાતને ગંભીરતાથી લઈને બિલ્ડિંગ ખાલી કરાવે તો આ પ્રકારની દુર્ઘટના થતા અટકાવી શકાઈ હોત.

આ પણ વાંચો :-

સાસણ નજીક ગીરના રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા ૧૦ યુવાનો ઝડપાયા

0
  • સાસણ નજીકના બે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા યુવાનો ઝડપાયા છે. મળેલી માહિતી અનુસાર પકડાયેલા ૧૦ યુવાનો રાજકોટ અને મોરબીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. નશાખોર યુવાનોને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોમનાથ પોલીસને બાતમી મળી હતી કે સાસણ નજીક આવેલા ગીર મેંગો વેઈલી અને વાઈટ લાયન નામના રિસોર્ટમાં કેટલાક નશાખોર યુવકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રિસોર્ટમાં પહોંચી અને ૧૦ જેટલા નશાખોર યુવાનોને ઝડપી પાડયા છે.

રાજકોટ અને મોરબીના આ નશાખોર યુવકોની હાલ પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ સિંહ વેકેશન ચાલી રહ્યું છે તેથી પ્રવાસીઓ ખુબ ઓછા આવી રહ્યા છે તો બીજી તરફ આ તકનો લાભ લઈને નશાખોરો મહેફિલ ઉડાવી રહ્યા છે.

ચોમાસાના ચાર મહિના સિંહ દર્શન અને ગીર સાસણ સફારી સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવે છે. આવા સમયનો લાભ ઉઠાવીને કેટલાક રિસોર્ટ સંચાલકો અને નશાખોર યુવાનો દારૂની મહેફિલ માણવા માટે સાસણ અને આસપાસના વિસ્તારોમાં આવતા હોય છે.

વાઈટ લાયન રિસોર્ટમાંથી 4 યુવાનો ઝડપાયા

અગાઉ પણ સિંહના વેકેશનના સમય દરમિયાન કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણતા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે. આજે વધુ ૧૦ યુવાનો દારૂની મહેફીલ માણતા પોલીસના હાથે ઝડપાયા છે.

આ પણ વાંચો :-

 

૧૭ ઓગષ્ટ ૨૦૨૩ : આજથી શરૂ થશે શ્રાવણ શુક્લ પક્ષ, સૂર્ય કરશે સિંહ રાશિમાં પ્રવેશ

  • ૧૭ ઓગસ્ટ, ગુરુવારે મઘ નક્ષત્ર પહેલા, મુસાલ અને આ પછી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના કારણે ગદ નામની રચના થશે. આ સિવાય આ દિવસે પરિઘ અને શિવ નામના અન્ય બે યોગ પણ બનશે. રાહુકાલ બપોરે ૦૨:૦૬ થી ૦૩:૪૨ સુધી રહેશે.

૧૭ ઓગસ્ટથી સાવનનો શુક્લ પક્ષ શરૂ થયો છે. આ ૧૫ દિવસોમાં ઘણા મોટા ઉપવાસ અને તહેવારો ઉજવવામાં આવશે. આમાં હરિયાળી તીજ, નાગપંચમી અને રક્ષાબંધન મુખ્ય છે. શુક્લ પક્ષને ઉજાલા પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં કોઈપણ વ્યક્તિ કામ શરૂ કરી શકે છે. આગળના પંચાંગથી જાણો આજે કયો શુભ યોગ બનશે, કયો ગ્રહ કઈ રાશિમાં રહેશે અને રાહુ કાલ અને અભિજીત મુહૂર્તનો સમય…

૧૭મી ઓગસ્ટનું પંચાંગ :

૧૭ ઓગસ્ટ, ૨૦૨૩, ગુરુવારે શ્રાવણ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ સાંજે ૦૫.૩૫ સુધી રહેશે. આ પછી બીજી તારીખ શરૂ થશે. મઘ નક્ષત્ર ગુરુવારે રાત્રે ૮ વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર રાત્રિના અંત સુધી રહેશે.

જો મઘ નક્ષત્ર પ્રથમ ગુરુવારે હોય તો મુસાલ અને પછી પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ગદ નામનો યોગ રચશે. આ સિવાય આ દિવસે પરિઘ અને શિવ નામના અન્ય બે યોગ પણ બનશે. રાહુકાલ બપોરે ૦૨:૦૬ થી ૦૩:૪૨ સુધી રહેશે.

આ રીતે રહેશે ગ્રહોની સ્થિતિ…

ગુરુવારે, સૂર્ય કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં બુધ, ચંદ્ર અને મંગળ પહેલેથી જ સ્થિત છે. આ રીતે સિંહ રાશિમાં ચતુર્ગહી યોગ બનશે. આ દિવસે શુક્ર કર્કમાં, શનિ કુંભમાં, ગુરુ અને રાહુ મેષમાં, કેતુ તુલા રાશિમાં રહેશે. ગુરુવારે દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ. જો તમારે કરવું જ હોય ​​તો મોંમાં દહીં કે જીરું નાખીને બહાર આવવું.

આ પણ વાંચો :-

 

AAPના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાંકડા જોવા મળ્યાં દુકાનમાં

0
  • અગાઉ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા બાંકડા ટેરેસ પર ચડાવી દેવાયા હોવાનો વીડિયો સામે આવ્યો હતો.

સુરતમાં બાંકડાને લઈને ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. અગાઉ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા બાંકડા ટેરેસ પર ચડાવી દેવાયા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. હવે કતારગામ વિસ્તારમાં ડ્રેસ મટીરીયલના વેચાણ માટે આ બાંકડાનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં આંબા તલાવડીમાં આવેલ ઝીલ પાર્ક સોસાયટીમાં બંગલાની નીચે ડ્રેસ મટીરીયલનું વેચાણ ચાલી રહ્યું છે.

આ ડ્રેસ મટીરીયલનો સમાન મૂકવા માટે ઘરમાં પાલિકાના બાંકડા મૂકી દેવામાં આવ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા બાંકડાનો ખાનગી જગ્યાએ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં આંબા તલાવડીમાં આવેલી ઝીલ પાર્ક સોસાયટીમાં બંગલાની નીચે ડ્રેસ મટીરીયલનું વેચાણ ચાલી રહ્યું છે. આ ડ્રેસ મટીરીયલનો સમાન મૂકવા માટે ઘરમાં પાલિકાના બાંકડા મૂકી દેવામાં આવ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા બાંકડાનો ખાનગી જગ્યાએ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

મહત્ત્વનું છે કે સુરત પાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે કોર્પોરેટરો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાંકડા મૂકવામાં આવે છે. પરંતુ આ બાંકડાનો દુરઉપયોગ થતો હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ બાંકડા ટેરેસ પર ચડાવી દેવાયા હોવાનું સામે આવ્યું હતું. ત્યાં હવે ઘરમાં ધંધાના ઉપયોગમાં આ બાંકડા લેવાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

અમદાવાદના ટાઈટેનિયમ સિટી નજીક અકસ્માત : કાર ચાલકે ટેમ્પો સહિત ૪ વાહનોને લીધા અડફેટે

0
  • અમદાવાદના ટાઈટેનિયમ સિટી નજીક કાર ચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો, કાર અને ૨ રિક્ષાને અડફેટે લેતા બે લોકો ઈજાગ્રસ્ત, પોલીસે કાર ચાલકની કરી અટકાયત.

ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ગુજરાતને જાણે અકસ્માતોનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. ઈસ્કોન બ્રિજ પર નવ લોકોના મોત થયા બાદ પોલીસના સતત બંદોબસ્ત અને ચેકિંગ વચ્ચે પણ અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે.

ગત રાતે અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારચાલકે ટેમ્પો, એક કાર અને ૨ રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હાલ આનંદનગર પોલીસ અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેક મારવાને બદલે દબાવ્યું એક્સીલેટર :

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાના રસ્તા પર ટાઈટેનિયમ સિટી નજીક ગઈકાલે રાત્રે એક વૃદ્ધ કાર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓની કાર એક લોડિંગ ટેમ્પોની સાથે અથડાઈ હતી.

જે બાદ તેઓ ગભરાઈ ગયા હતા અને બ્રેક મારવાની જગ્યાએ એક્સીલેટર દબાવી દેતા તેમની કારે અન્ય એક કાર અને બે રિક્ષાને અડફેટે લીધી હતી. જે બાદ તેમની કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

પાંચ વાહનોને નુકસાન, ૨ લોકો ઈજાગ્રસ્ત :

અકસ્માતને પગલે રાહદારીઓનો ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં આનંદનગર પોલીસ સ્ટેશનની ટીમ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. જે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં વૃદ્ધની કાર, બે રિક્ષા, એક ટેમ્પો અને એક ગાડી સહિત કુલ પાંચ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પોલીસે કારચાલકની અટકાયત કરી હતી. હાલ ઘટનાને પગલે આનંદનગર પોલીસ અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

આજથી શ્રાવણનો પ્રારંભ : હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠયા શિવાલયો, જાણો સોમનાથમાં કેવી છે તૈયારીઓ

0
  • સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ દેવોના દેવ મહાદેવને રિઝવવા ભક્તિનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત હોય કે મધ્ય ગુજરાત રાજ્યભરના નાના મોટા તમામ શિવ મંદિરોમાં શ્રાવણ માસને પગલે અનુપમ શણગાર કરવામાં આવ્યો છે.

કહેવાય છેકે, બધા ભગવાન અને દેવી-દેવતાઓમાં મહાદેવ સૌથી દયાળુ અને ભોળા છે. તેથી તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. શિવ શંભુ તેમની પાસે આવનારા ભક્તોના તમામ દુખડા હરી લે છે. અને દરેકના મનની મનોકામના પુરી કરે છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે.

શ્રાવણ માસ એટલે શિવ શંકરની આરાધનાના મહિનો. આ મહિનામાં મહાદેવની આરાધનાનું વિશેષ મહાત્મય છે. જેને પગલે આજે વહેલી સવારથી જ ઠેર ઠેર શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ભોળાનાથના ભક્તોએ વહેલી સવારથી જ શિવ મંદિરોની બહાર ભીડ જમાવી દીધી છે.

સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ દેવોના દેવ મહાદેવને રિઝવવા ભક્તિનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત હોય કે મધ્ય ગુજરાત રાજ્યભરના નાના મોટા તમામ શિવ મંદિરોમાં શ્રાવણ માસને પગલે અનુપમ શણગાર કરવામાં આવ્યો છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ રણછોડદાસજી બાપુના આશ્રમે ૯ કરોડ ઓમ નમઃશિવાય મંત્રજાપનું આયોજન, ગોંડલમાં આજે શિવ નગરયાત્રા, જામનગરમાં શિવ આરાધના માટે ડીજીટલ ટેકનોલોજીનો  ઉપયોગ  થશે.

આ ઉપરાંત જુનાગઢમાં ભવનાથ મંદિર સહિત અનેક પ્રાચીન શિવમંદિરો, વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવ મંદિર, મોરબીમાં કુબેરનાથ સહિત શિવમંદિરો સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક ઐતહાસિક મહત્વ ધરાવતા દિવ્ય શિવમંદિરોએ આવતીકાલથી શિવભક્તિરસની ધારા વહેશે.

સોમનાથ મંદિરમાં કેવી તૈયારીઓ છે?

સૌરાષ્ટ્રના જગપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ શિવમંદિરોને રોશની,ધ્વજ-પતાકાથી શણગારવામાં આવ્યા છે. શુધ્ધ ભાવ અને પૂણ્યકર્મથી માત્ર જળ અને એકાદ બિલ્વપત્રથી પ્રસન્ન થતા ભગવાન મહાદેવનો કૃપાપ્રસાદ મેળવવા આવતીકાલથી એક માસ સુધી શિવલિંગ ઉપર લાખો બિલ્વપત્ર, ષોડષોપચાર પૂજન, દૂધ,મધ સહિત પવિત્ર દ્રવ્યોની ધારા કરશે.

આ પણ વાંચો :-