પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ભારતનાં આ ખેલાડીએ આ સ્થાન પર રમવું જોઈએ….

Share this story
  • ભૂતપૂર્વ કોચનું કહેવું છે કે આ મેગા ઈવેન્ટસમાં ટીમ ઈન્ડિયાના સૌથી આશાસ્પદ બેટસમેન વિરાટ કોહલીએ તેની રેગ્યુલર બેટિંગ પોઝિશનથી નીચે નંબર-૦૪ પર બેટિંગ કરવી જોઈએ. જ્યારે રોહિતને નંબર-૩નો ભાર ઉઠાવવો જોઈએ.

ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ હાલમાં જ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર નક્કી કર્યો છે. ભૂતપૂર્વ કોચનું કહેવું છે કે આ મેગા ઈવેન્ટસમાં ટીમ ઈન્ડિયાના સૌથી ધાકડ બેટસમેન વિરાટ કોહલીએ તેની રેગ્યુલર બેટિંગ પોઝિશનથી નીચે નંબર-૪ પર બેટિંગ કરવી જોઈએ.

જ્યારે રોહિત શર્માના ખભા પર નંબર-૩નો ભાર મૂકવો જોઈએ. આ દરમિયાન તેણે શુભમન ગિલને ઈશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરવાની સલાહ આપી છે. આ સાથે શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે તે ૨૦૧૫ અને ૨૦૧૯ના છેલ્લા બે વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને નંબર-૪ પર રમાડવા માંગતા હતા.

‘સ્ટાર સ્પોર્ટસ’ પર ‘સિલેકશન ડે’ કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીએ કહ્યું કે, ‘ઈશાન કિશનને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા યોગ્ય રહેશે. કેપ્ટન તરીકે રોહિત શર્મા પાસે ઘણો અનુભવ છે. તે નંબર ૩ અથવા ૪ પર ગમે ત્યાં બેટિંગ કરી શકે છે. તે ઓપન પણ કરી શકે છે. તમારે અહીં ખેલાડીની માનસિક સ્થિતિને સમજવાની જરૂર છે.

જો તમે શુભમન ગિલને ઓપનિંગને બદલે ૩ કે ૪ નંબર પર રમવાનું કહો તો તેને કેવું લાગશે? કોઈની પાસે કોઈ પદ નથી રહેતું. જો વિરાટને ચોથા નંબર પર બેટિંગ કરવી હોય તો તે ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરશે.

જેમ મેં કહ્યું તેમ કોઈ પણ નંબર ૪ પર રમવા માંગતું નથી. જો ટીમના હિતમાં વિરાટને નંબર ૪ પર રમવાની જરૂર હોય તો તે પણ કરવું જોઈએ. મેં છેલ્લા બે વર્લ્ડ કપમાં પણ આવું જ વિચાર્યું હતું. મેં કદાચ MSK સાથે પણ આ વાત કરી હતી.

અપર ઓર્ડર પરની તેની વધુ પડતી નિર્ભરતા ૪ પર રમીને તોડી શકાઈ હોત. જો તમે શરૂઆતમાં બે કે ત્રણ ઝડપી વિકેટો ગુમાવો છો. તો તમને વાપસી કરવાની તક નહીં મળે અને એવું જ થયું. તેનો અનુભવ કામમાં આવી શકે છે અને વિરાટે નંબર ૪ પર પણ શાનદાર બેટિંગ કરી છે.

નંબર-૩ પર વિશ્વના શ્રેષ્ઠ બેટસમેનોમાંના એક વિરાટ કોહલીનો નંબર ૪ પર પણ શાનદાર રેકોર્ડ છે. આ સ્થાન પર તેણે ટીમ ઈન્ડિયા માટે ૩૯ ઈનિંગ્સમાં ૫૫થી વધુની એવરેજથી ૧૭૬૭ રન બનાવ્યા છે. ચોથા નંબર પર તેના નામે ૭ સદી પણ છે.

આ પણ વાંચો :-