સાસણ નજીક ગીરના રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા ૧૦ યુવાનો ઝડપાયા

Share this story
  • સાસણ નજીકના બે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા યુવાનો ઝડપાયા છે. મળેલી માહિતી અનુસાર પકડાયેલા ૧૦ યુવાનો રાજકોટ અને મોરબીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. નશાખોર યુવાનોને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોમનાથ પોલીસને બાતમી મળી હતી કે સાસણ નજીક આવેલા ગીર મેંગો વેઈલી અને વાઈટ લાયન નામના રિસોર્ટમાં કેટલાક નશાખોર યુવકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રિસોર્ટમાં પહોંચી અને ૧૦ જેટલા નશાખોર યુવાનોને ઝડપી પાડયા છે.

રાજકોટ અને મોરબીના આ નશાખોર યુવકોની હાલ પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ સિંહ વેકેશન ચાલી રહ્યું છે તેથી પ્રવાસીઓ ખુબ ઓછા આવી રહ્યા છે તો બીજી તરફ આ તકનો લાભ લઈને નશાખોરો મહેફિલ ઉડાવી રહ્યા છે.

ચોમાસાના ચાર મહિના સિંહ દર્શન અને ગીર સાસણ સફારી સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવે છે. આવા સમયનો લાભ ઉઠાવીને કેટલાક રિસોર્ટ સંચાલકો અને નશાખોર યુવાનો દારૂની મહેફિલ માણવા માટે સાસણ અને આસપાસના વિસ્તારોમાં આવતા હોય છે.

વાઈટ લાયન રિસોર્ટમાંથી 4 યુવાનો ઝડપાયા

અગાઉ પણ સિંહના વેકેશનના સમય દરમિયાન કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણતા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે. આજે વધુ ૧૦ યુવાનો દારૂની મહેફીલ માણતા પોલીસના હાથે ઝડપાયા છે.

આ પણ વાંચો :-