Home Blog Page 983

Raksha Bandhan પર ૨૦૦ વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, ૩ રાશિના જાતકોને થશે લાભ

  • આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે. રક્ષાબંધન પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે. શનિ અને ગુરુ ગ્રહની સકારાત્મક અસરથી તમે જીવનમાં સારા અનુભવ કરી શકો છો.

આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે. આ કારણોસર આ વર્ષે ૩૦-૩૧ ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. ૨૦૦ વર્ષ પછી રક્ષાબંધનના દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે. જેથી ૩ રાશિના જાતકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

જીવનમાં ધનની કમી નહીં રહે. પૈસાના કારણે જે પણ કામ અટક્યા હતાં. તે કામ પૂર્ણ થશે. રક્ષાબંધન પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે. શનિ અને ગુરુ ગ્રહની સકારાત્મક અસરથી તમે જીવનમાં સારા અનુભવ કરી શકો છો.

રક્ષાબંધન પર દુર્લભ યોગનું નિર્માણ :

રક્ષાબંધન પર રવિ યોગ, બુધાદિત્ય યોગ અને શતભિષા નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. ગુરુ અને શનિ પોતાની જ રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન રહેશે. જેની ૩ રાશિના જાતકો પર અસર થશે. આ દુર્લભ સંયોગ બિઝનેસ માટે લકી સાબિત થઈ શકે છે. કઈ ૩ રાશિના જાતકોને લોટરી લાગી શકે છે. તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

આ ત્રણ રાશિના જાતકોને થશે લાભ :

મિથુન- રક્ષાબંધન પર દુર્લભ સંયોગના નિર્માણને કારણે મિથુન રાશિના જાતકોના જીવનમાં નાણાંકીય સંકટ દૂર થઈ શકે છે. આકસ્મિક નાણાંકીય લાભથી માલામાલ થઈ શકો છો, જેથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. બચત કરવામાં સફળતા પ્રાપ્ત થશે. રક્ષાબંધનથી સારા દિવસની શરૂઆત થશે. જમીન અને સંપત્તિમાં નાણાંકીય લાભના સંકેત મળી રહ્યા છે.

સિંહ- આ રાશિના જાતકો માટે રક્ષાબંધન લકી સાબિત થશે. જેથી ભાગ્ય ઉઘડી જશે. લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને નાણાંકીય લાભ થશે. આ દરમિયાન જે પણ રોકાણ કરશો. તેમાં સારું રિટર્ન મળી શકે છે. આરોગ્ય બાબતે હાલનો સમય સારો રહેશે.

ધન- આ રાશિના જાતકો માટે રક્ષાબંધન ગુડલકમાં વૃદ્ધિ કરનાર સાબિત થશે. કરિઅરમાં સારા દિવસો આવી શકે છે. પગારની સાથે સાથે આવકના અન્ય સ્ત્રોત વિકસિત થઈ શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે અન્ય દાંપત્ય જીવન મધુર રહેશે.

આ પણ વાંચો :-

અલ્યા ફરી ? જામનગરના કાર્યક્રમાં મેયરે રિવાબાનું નામ લેવાનું ટાળ્યું, બાજુમાં જ ઊભા રહી ફોટો પડાવ્યો પણ…

0
  • જામનગરમાં ધારાસભ્ય, સાંસદ અને મેયર વચ્ચેના જાહેર ઝઘડાની વાતો ખૂણે ખૂણે થઈ રહી છે. ત્યારે આ ઝઘડા પછી પહેલી વખત આજે મેયર અને ધારાસભ્ય બંને સાથે એક કાર્યક્રમમાં ભેગા થયા હતા.

જામનગરમાં ધારાસભ્ય, સાંસદ અને મેયર વચ્ચેના જાહેર ઝઘડાની વાતો ખૂણે ખૂણે થઈ રહી છે. ત્યારે આ ઝઘડા પછી પહેલી વખત આજે મેયર અને ધારાસભ્ય બંને સાથે એક કાર્યક્રમમાં ભેગા થયા હતા. જોકે આ વખતે દરેક નજર ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી પર હતી.

લોકો પણ તેમની બોડીલેન્ગવેજને સતત ઓબ્ઝર્વ કરી રહ્યા હતા. તેઓ એક બીજા સાથે કેવો વ્યવહાર કરે છે તે અંગે પણ લોકોની મીટ મંડાયેલી હતી. જોકે કાર્યક્રમ દરમિયાન એક બીજાને જાણે કે બોલાવવા ના પડે તે માટે થઈને જાણી જોઈને નજર એક ના થતી હોય અથવા કરાતી ના હોય તેવું જોવા મળ્યું હતું.

આ તરફ મેયરે તો રિતસર મીડિયા સમક્ષ વાત કરતા કોર્પોરેટર્સને યાદ કર્યા પણ ધારાસભ્યનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું કે ભુલી ગયા તે આપ વીડિયો જોઈને જાતે નક્કી કરશો.

એકમંચ પર હતા છતા નજરો ના મળાવી, કે બોલાવવા પડે :

જામનગરમાં ભાજપાની ત્રણ દિગગજ મહિલાઓ વચ્ચે સમાધાન કે દેખાવ ? હા… આ સવાલ અત્રે એટલે ઉપસ્થિત થાય છે કારણ કે, આજે જામનગરના 484માં સ્થાપના દિવસે એક મંચ પર ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી આવ્યા હતા. શહેરના દરબારગઢ નજીક સ્થાપના સ્થળે ખાંભી પૂજન વખતે એક સાથે બંને મહિલા નેતા દેખાયા પણ એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું.

જ્યાં મેયરે મીડિયા બ્રીફમાં ધારાસભ્ય રિવાબાના નામનો ઉલ્લેખ ન કર્યો તો રિવાબાએ પણ ના મેયર કે ના અન્ય કોઈના, ઈતિહાસની વાત સિવાયના નામનો ઉલ્લેખ ન કર્યો હતો. એટલે કે મીડિયા પ્રતિક્રિયા વખતે મેયર બીનાબેન કોઠારીએ અધિકારીઓ અને કોર્પોરેટરના હોદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ પ્રોટોકોલ મુજબ ધારાસભ્ય હાજર હતા છતાં તેમના નામનો કે હોદ્દાનો પણ ઉલ્લેખ ન કરતા ફરી આ મામલે રાજકારણ ગરમાયું છે.

બંને મહિલા નેતાઓના મૌનથી જૂથવાદ યથાવત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને ભાજપના મોવડી મંડળના પ્રયાસ વિફળ? આ પ્રકારે સવાલો ઉઠી રહ્યા છે. મહિલા નેતાઓ વચ્ચે સમાધાન માત્ર દેખાવ જ હોય તે પ્રકારે સ્થાનિક લેવલે ચર્ચા જોર પકડ્યું છે. તો બીજી બાજુ નવું સમીકરણ સામે આવ્યું હોય તેમ પૂર્વ મંત્રી હકૂભા જાડેજા અને રિવાબા એક મંચ પર જોવા મળ્યા હતા.

જો કે ગુરુવારે સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વચ્ચે થયું વાકયુદ્ધ થયું હતું. ત્યાર બાદ સૂત્રોની માનએ તો ત્રણેય મહિલા નેતાઓને ગાંધીનગર તેડું આવ્યું હતું અને સમાધાન કરાવ્યું હતું. જો સમાધાન થયું હોય તો મોવડી મંડળ ના પ્રયાસો વિફળ ગયા હોવાનું હાલ તો લાગી રહ્યું છે.!!!

આ પણ વાંચો :-

મિઝોરમમાં નિર્માણધીન રેલવે પુલ થયો ધરાશાયી, ૧૭ મજૂરોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

0
  • મિઝોરમના આઈજોલમાં આજે નિર્માણધીન રેલવે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દૂર્ઘટનામાં ૧૭ શ્રમજીવીઓના મોત થયાનું છે.

મિઝોરમના આઈજોલમાં આજે નિર્માણધીન રેલવે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દૂર્ઘટનામાં ૧૭ શ્રમજીવીઓના મોત થયાનું છે. આ દૂર્ઘટના સાઈરાંગ વિસ્તારમાં સર્જાઈ હોવાનું જાણવા મલે છે. આઈજોલમાં સવારે ૩૫ થી ૪૦ જેટલા શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર આઈજોલ નજીલ રેલવે બ્રિજની કામગીરી ચાલી રહી છે. સવારે શ્રમજીવીઓ કામગીરી કરી રહ્યાં હતા દરમિયાન ત્રીજા અને ચોથા થાંભલાની વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો હતો. આ ગાર્ડર પર અનેક શ્રમજીવીઓ કામ કરતા હતા.

જમીનથી પુલની ઊંચાઈ ૧૦૪ મીટર એટલે કે ૩૪૧ ફૂટ છે. આ દૂર્ઘટના સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. બૈરાબીને સાયરાંગથી જોડતી કુરુંગ નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. આ બનાવની જાણ થતા બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.

તેમજ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દૂર્ઘટનામાં લગભગ ૧૭ વ્યક્તિઓના મૃત્યુ થવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટના કેવી રીતે તે જાણવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

રેસક્યુ ટીમોએ અત્યાર સુધીમાં ૧૭ જેટલા મૃતદેહ બહાર કાઢ્યાં છે અને હજુ પણ કેટલીક વ્યક્તિઓ દબાયેલા હોવાની આ શંકાને પગલે તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. પૂર્વોત્તર ફ્રંટિયર રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર જવા માટે રવાના થયા છે. હાલ બનાવ સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો :-

આફ્રિકામાં ગુજરાતનાં ૩ યુવાનો પર ફાયરિંગ સમગ્ર ઘટના CCTVમાં કેદ

  • દક્ષિણ આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચના મૂળ ત્રણ વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે નીગ્રો દ્વારા લૂંટના ઈરાદે તેઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચના મૂળ ત્રણ વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે નીગ્રો દ્વારા લૂંટના ઈરાદે તેઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે હાલમાં ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

વિદેશમાં ભારતીયો પર થઈ રહેલા હુમલા નવા સૂના નથી. અવારનવાર ભારતીયો પર હુમલા થઈ રહ્યા છે. આ અંગે પરિવારો દ્વારા સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં વિદેશમાં આવા હુમલાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના ઝાંબિયામાં મૂળ ભરૂચના ત્રણ વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે.

નીગ્રો દ્વારા લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્રણેયને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તેઓને લૂંટી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઈજાગ્રસ્ત તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેઓની સારવાર બાદ તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તો ભરૂચ જિલ્લાના ટંકારીયા અને વડવા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો હુમલાને લઈને તેઓના પરિવારજનો ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

ચંદ્રયાન થીમ પર બનાવી ગણેશજીની પ્રતિમા બનાવી, તસવીર જોઈને કહેશો વાહ ક્યાં બાત હે..

0
  • સુરતના ગણેશોત્સવમાં મોટી પ્રતિમાની બોલબાલા વચ્ચે નાની પણ માટીની આકર્ષક પ્રતિમાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવી રહ્યો છે.

સુરતના ગણેશોત્સવમાં મોટી પ્રતિમાની બોલબાલા વચ્ચે નાની પણ માટીની આકર્ષક પ્રતિમાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં એન્જિનિયર યુવકે ચંદ્રયાનની થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.

ચંદ્રયાન થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી :

લોકોની માંગ પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો ૩૩ વર્ષીય એન્જિનિયર યુવક નિરવ ઓઝાએ પ્રતિમાને શણગાર કરવાની કામગીરી શરૂ કરી છે. જેમાં તેણે ચંદ્રયાન થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે. માટીમાંથી બનાવવામાં આવેલી ગણેશજીની પ્રતિમા પાછળ ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે.

શ્રીજીને તિરંગા કલરના વસ્ત્રો પહેરાવ્યા :

નિરવ ઓઝાએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩માં સુરતના પાર્ટ લગાવવામાં આવ્યા છે. ત્યારે શ્રીજીની પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યાર બાદ માટીની મૂર્તિ બનાવવામાં આવી છે. શ્રીજીને તિરંગા કલરના વસ્ત્રો પહેરાવ્યા છે. સાથે ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે.

વધુ થીમ પર શ્રીજી બનાવવામાં આવશે :

વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રયાનનું સફળતા પૂર્વક લેન્ડિંગ થાય એવી જ આશા છે. હાલ તો આ પ્રતિમા ખરીદવા માટે સુરત જિલ્લા સાથે અન્ય જિલ્લામાંથી પણ લોકો આવી રહ્યા છે. હજુ તો આ એક થીમ પર જ પ્રતિમા બનાવી છે. હવે વધુ થીમ પર શ્રીજી બનાવવામાં આવશે.

આ પણ વાંચો :-

વધુ એક નબીરાએ રાજકોટમાં એક્ટિવા ચાલકને ઉડાવ્યો, ૨૦ ફૂટ સુધી યુવક ફંગોળાયો

0
  • રાજકોટના યુનિવર્સિટી રોડ પર નબીરાએ ફૂલ સ્પીડમાં કાર ચલાવી એક્ટિવા ચાલકને લીધો અડફેટે, એક્ટિવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો.

રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે. રાજકોટમાંથી સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં કારચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કારચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત :

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના યુનિવર્સિટી રોડ ફૂલ સ્પીડમાં આવી આવી રહેલા કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક ૨૦ ફૂટ સુધી ફંગોળાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો :

જે બાદ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ ૧૦૦ સુધી હતી. હાલ આ અકસ્માતને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

ફોનમાં ચાલુ છે આ ગ્રીન લાઈટ તો કોઈ કરી રહ્યું છે તમારી જાસૂસી ! ફટાફટ બદલો આ સેટિંગ

0
  • સ્માર્ટફોન આપણા જીવનની જરૂરિયાત બની ગયો છે. આપણું બધું કામ ફોન દ્વારા જ થાય છે. તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો ફોનમાં રાખીએ છીએ.

પરંતુ ગ્રીન લાઈટ તમને કંગાળ કરી શકે છે. આ ગ્રીન લાઈટ ખતરાની ઘંટડી છે. જો તમારા ફોનમાં પણ ગ્રીન લાઈટ ચાલુ છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. ગ્રીન લાઈટનો અર્થ છે કે કોઈ તમારી જાસૂસી કરી રહ્યું છે.

ફોનમાં હોઈ શકે છે ખતરો :

લોકો સ્માર્ટફોનને ખૂબ જ સંભાળીને રાખે છે. કારણ કે ફોનની ગેલેરીમાં અંગત ફોટા અને વીડિયો હોય છે. ફોનમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ રાખવાનો ફાયદો એ છે કે કામ એક ક્લિકથી કામ થઈ જાય છે. પરંતુ ફોનનો ઉપયોગ એકદમ કાળજીપૂર્વક કરવો જોઈએ.

વધી રહ્યા છે હેકિંગના કેસ :

ઓનલાઈન સ્કેમ અને હેકિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. એવામાં લોકો ડરીને એપ કે વેબસાઈટ ખોલે છે. સલામત રહેવા શું કરવું? કૌભાંડથી કેવી રીતે બચવું? ફોનને લઈને હંમેશા સાવધાન રહેવાની જરૂર છે.

સ્ક્રીન રેકોર્ડિંગ કરી રહ્યા છે હેકર્સ :

હવે હેકર્સે નવો રસ્તો શોધી કાઢ્યો છે. હેકર્સ હવે તમારી સ્ક્રીન રેકોર્ડ કરી શકશે. નવાઈની વાત એ છે કે યુઝર્સને એ પણ ખબર નથી હોતી કે સ્ક્રીન રેકોર્ડ થઈ રહી છે. આ સાથે છેતરપિંડી કરનારાઓ તમારો ડેટા પણ ચોરી શકે છે.

બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી :

જો બેંક એકાઉન્ટ ફોન સાથે જોડાયેલ છે, તો તમને નુકસાન થઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો ખાતું ખાલી થઈ જશે. તે શોધવું ખૂબ મુશ્કેલ છે. કેટલાક ફોનમાં ફીચર્સ ઉપલબ્ધ છે. જો સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવે તો લીલી લાઈટ ચાલુ થઈ જાય છે. લીલી લાઈટનો અર્થ એ છે કે તમારા કેમેરા અને માઈકનો ઉપયોગ બેકગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે. જો ફોનની રાઈડ સાઈડ પર ગ્રીન લાઈટ બળી રહી હોય તો તમારો ફોન જોખમમાં છે.

ગ્રીન લાઈટ દેખાય તો ખતરનાક :

જો ગ્રીન લાઈટ ચાલુ હોય તો જુઓ કે કઈ એપ રેકોર્ડ કરી રહી છે. જેમ તમને ખબર પડે કે તરત જ તેને કાઢી નાખો. બીજી રીત પણ છે. જો તમને લાગે કે સ્ક્રીન રેકોર્ડ અથવા માઈક ચાલુ છે તો તરત જ ફોન રીસેટ કરો.

આ પણ વાંચો :-

મહિલા એડવોકેટની ટી-શર્ટ ખેંચી છેડતી કરનાર યુવક હવે મંદિરમાં કર્યા ભગવાનના દર્શન

0
  • સુરત મહિલા એડવોકેટની છેડતી કર્યા બાદ આરોપી મંદિરે પહોંચ્યો, મંદિરમાં લાગેલા સીસીટીવી આધારે ધરપકડ.

કાપોદ્રા ચીકુવાડી પાસે મહિલા એડવોકેટની ટીશર્ટ ખેંચી એક યુવક રોંગ સાઈડમાં ભાગી ગયો હતો. આરોપી યુવક નંબર પ્લેટ વગરની બાઈક ઉપર આવ્યો હતો. મહિલા કેટ દ્વારા સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આખરે કાપોદ્રા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

આરોપી ચોપાટી વિસ્તારમાં આવનાર મહિલાઓ જોવા માટે રોજે ઉભો રહેતો હતો. મહિલા એડવોકેટ સાથે છેડતી બાદ આરોપી મંદિરે ગયો હતો. ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ તે જોવા મળે છે. મંદિર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

સીસીટીવી ફૂટેજ કેમેરાની તપાસમાં આરોપીને બનાવનાર સ્થળથી આશરે ૧૦ કિલોમીટર દૂર કતારગામ મારુતિ કેમ્પસ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ૨૪ વર્ષીય ધૂમિલ લોધિયા હીરા મજૂરીના કામ સાથે સંકળાયેલો છે. મૂળ ભાવનગરનો રહેવાસી છે. આ કૃત્ય કર્યા બાદ આરોપી પહોંચ્યો હતો. જેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો હતો. જેના આધારે અમે આરોપીની તપાસ સારી રીતે કરી શક્યા હતા.–” એમ.બી.વાછાડી (પોલીસ મથકના ઇન્સ્પેક્ટર)

સુરત એલએચ રોડ પર રહેતી અને ખોલવડ ખાતે સિદ્ધાર્થ લો કોલેજથી કામ પતાવી ઘરે જઈ રહેલી મહિલા એડવોકેટ નંબર પ્લેટ વગરની બાઈક ઉપર આવેલા અજાણ્યા હતી. બાઈક લઈને રોંગ સાઈડમાં ભાગી ગયો હતો. વરાછા એલ એચ રોડ વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય મહિલા અભ્યાસની સાથે વકીલાતનો વ્યવસાય જોડાયેલી છે. ખોલવડ સિદ્ધાર્થ લો કોલેજમાં કામ અર્થે ગઈ હતી. પોતાની મોપેડ લઈ કોલેજ થી ઘરે આવી રહી હતી.

મહિલાઓ જોવા માટે રોજે ત્યાં ઉભો રહેતો હતો. કામરેજથી કતારગામ પોતાના હીરાના કારખાનામાં જતી વખતે ચોપાટી વિસ્તારમાં જ્યાં વહેલી સવારે મહિલાઓ કસરત કરવા અથવા તો ચાલવા માટે આવતી હતી. તેમને જોવા માટે રોજે ત્યાં ઉભો રહેતો હતો. જ્યારે આ બનાવ બન્યો ત્યારે તે દિવસે પણ તે જે તે સ્થળે ઊભો હતો. તે દરમિયાન મહિલા એડવોકેટ પર નીકળતા આરોપીએ આવેશમાં આવી મહિલાનું ટીશર્ટ ખેંચી લઈ છેડતી કરી હતી.

આ પણ વાંચો :-

મંત્રીજીએ ઉડાવી જનતાની મજાક ! ડુંગળીને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

0
  • ડુંગળી પર ૪૦ ટકા નિકાસ ડયુટી લાદવામાં આવી છે. લગાવવામાં આવેલ નિકાસ ડયુટીને લઈને ખેડૂતો અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન નાસિકના પાલક મંત્રી દાદા ભૂસેએ સામાન્ય લોકોને એક વિચિત્ર સલાહ આપી.

એક તરફ ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ મામલામાં પૂર્વ કૃષિ મંત્રી દાદા ભુસેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જો લોકો બે-ચાર મહિના સુધી ડુંગળી નહીં ખાય તો કંઈ નહીં થાય.

ડુંગળી પર ૪૦ ટકા નિકાસ ડયુટી લાદવામાં આવી છે. લગાવવામાં આવેલ  નિકાસ ડયુટીને લઈને ખેડૂતો અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન નાસિકના પાલક મંત્રી દાદા ભૂસેએ સામાન્ય લોકોને એક વિચિત્ર સલાહ આપી. તેમણે કહ્યું કે જો લોકો ભાવ વધારાને કારણે ડુંગળી ખરીદી શકતા નથી. તો તેમણે બે-ચાર મહિના સુધી તે ન ખાવી જોઈએ. તેનાથી ડુંગળી બગડે નહીં. જો કે રાજ્યના PWD મંત્રીએ સોમવારે પણ કહ્યું હતું કે નિકાસ ડયુટી લાદવાનો નિર્ણય યોગ્ય સંકલન સાથે લેવામાં આવવો જોઈએ.

બે ચાર મહિના ડુંગળી નહીં ખાયતો કઈ ફેર પડશે નહીં :

તેમણે કહ્યું કે, જ્યારે તમે રૂ. ૧૦ લાખની કિંમતના વાહનનો ઉપયોગ કરો છો, ત્યારે તમે રિટેલ રેટ કરતા રૂ. ૧૦ અથવા રૂ. ૨૦ વધુ ભાવે ઉત્પાદન ખરીદી શકો છો. જે લોકો ડુંગળી ખરીદી શકતા નથી તેઓ બે-ચાર મહિના ન ખાય તો પણ કોઈ ફરક નહીં પડે. ભૂસેએ કહ્યું કે ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ક્યારેક ડુંગળીની કિંમત ૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોય છે તો ક્યારેક તેની કિંમત ૨૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોય છે. તેમણે કહ્યું કે તેના પર ચર્ચા થઈ શકે છે અને ઉકેલ શોધી શકાય છે.

અગાઉ સોમવારે, વેપારીઓએ લાસલગાંવ સહિત નાશિકની તમામ કૃષિ પેદાશ બજાર સમિતિઓ (APMC) ખાતે ડુંગળીની હરાજી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જે ભારતમાં ડુંગળીનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. સૂત્રોએ જણાવ્યું કે નાસિક ડિસ્ટ્રિક્ટ ઓનિયન ટ્રેડર્સ એસોસિએશને જ્યાં સુધી કેન્દ્ર પોતાનો નિર્ણય પાછો ન ખેંચે ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે ડુંગળીની હરાજીમાં ભાગ ન લેવાનો કોલ આપ્યો હતો. નિકાસ ડયુટી પાછી ખેંચવાની માંગ સાથે જિલ્લાભરમાં ઘણા ખેડૂતો અને વેપારીઓએ વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો :-

PAN Card Misuse : તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરીને કોઈ લોન લઈ શકે છે, તરત કરો આ કામ 

0
  • PAN Card Fraud : જો તમારી પાસે PAN કાર્ડ છે. તો તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતાઓ વધુ છે. તમારા પાન કાર્ડ પર પણ કોઈ લોન લઈ શકે છે.

પાન કાર્ડ સાથે છેતરપિંડીના કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. રાજકુમાર રાવ અને સની લિયોન જેવી ઘણી હસ્તીઓના પાન કાર્ડ પર લોન લેવાનો મામલો સામે આવ્યો છે. આવી સ્થિતિમાં તમારા પાન કાર્ડનો દુરુપયોગ થઈ શકે છે. સાયબર ફ્રોડ દ્વારા કોઈ તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરીને લોન લઈ શકે છે.

આ લોન તમારો CIBIL સ્કોર બગાડી શકે છે. ઉપરાંત જો તમે લોનની ચુકવણી ન કરો તો તમને બેંકમાંથી ડિફોલ્ટર્સની સૂચિમાં પણ મૂકવામાં આવી શકે છે. જેના કારણે જો લોનની જરૂર હોય તો ફરીથી લોન લેવી મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં તમે તમારું પાન કાર્ડ તપાસો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પાન કાર્ડનો દુરુપયોગ કેવી રીતે ઓળખવો :

કોઈ તમારા PAN કાર્ડનો દુરુપયોગ કરી રહ્યું છે કે કેમ તે તપાસવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારો CIBIL સ્કોર તપાસો. જો તમારા પાન કાર્ડ પર આવી કોઈ લોનની માહિતી મળી આવે જે તમે લીધી નથી તો તાત્કાલિક પગલાં લો. તમે તમારો CIBIL સ્કોર કેવી રીતે ચેક કરી શકો તે અહીં છે.

CIBIL સ્કોર કેવી રીતે તપાસો :

તમારો CIBIL સ્કોર તપાસવા માટે તમે Equifax, Experian, Paytm, BankBazaar અથવા CRIF હાઈ માર્ક જેવા પ્લેટફોર્મની મુલાકાત લઈ શકો છો. હવે અહીં તમે “Check Credit Score” નો વિકલ્પ પસંદ કરો. તમે CIBIL સ્કોર મફતમાં ચકાસી શકો છો. હવે તમારે વિગતવાર માહિતી આપવાની રહેશે, ત્યારપછી જે લોન લેવાની છે તેની યાદી દેખાશે.

ફરિયાદ કેવી રીતે કરવી :

સૌ પ્રથમ TIN NSDL ના સત્તાવાર પોર્ટલની મુલાકાત લો. હોમ પેજ પર ગ્રાહક સેવા પર જાઓ. હવે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી ફરિયાદ વિકલ્પ પસંદ કરો. ફરિયાદની સંપૂર્ણ વિગતો દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ પર ક્લિક કરો.

આ પણ વાંચો :-