Home Blog Page 977

‘વન નેશન-વન ઇલેક્શન’નો રસ્તો સરળ નથી, બંધારણીય સુધારામાં આવશે આ અવરોધો

0
  • દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે સરકાર આગામી વિશેષ સત્રમાં ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ લાવી શકે છે.

દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે સરકાર આગામી વિશેષ સત્રમાં ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ લાવી શકે છે. વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવી ત્યારથી જ મોદી સરકાર દેશમાં ચૂંટણી કરાવવા માંગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના ફાયદા ગણાવ્યા છે. પરંતુ બંધારણના પાંચ અનુચ્છેદમાં સુધારો કરવાનો માર્ગ સરળ નથી. સંભવિત ખરડો માત્ર સંસદના બંને ગૃહોમાં જ નહીં. પરંતુ અડધા રાજ્યોની વિધાનસભાઓમાં હાજર સભ્યોની બે તૃતીયાંશ બહુમતી દ્વારા પસાર કરવો પડશે.

યોજનાની મધ્યમાં વિપક્ષી ગઠબંધન છે :

મોદી સરકારની આ યોજનાની મધ્યમાં વિપક્ષી ગઠબંધન છે. જેમાંથી ઘણી વિધાનસભાની મુદત હજુ બાકી છે. ત્યાં બંધારણમાં સુધારો કરાવવો કેન્દ્ર સરકાર માટે મુશ્કેલ કામ સાબિત થશે. દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે કેન્દ્ર સરકારે કલમ-૮૩, ૮૫, ૧૭૨, ૧૭૪ અને ૩૫૬માં સુધારા કરવા પડશે. આ ઉપરાંત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૫૧માં પણ સુધારો કરવો પડશે. કારણ કે ચૂંટણી તેની જોગવાઈઓ હેઠળ જ યોજાય છે. જ્યારે કલમ ૮૩માં સંસદના ગૃહોની અવધિ નક્કી કરવામાં આવી છે.

રાજ્ય સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવું પડશે :

અનુચ્છેદ ૮૫ સંસદના ગૃહનું સત્ર, સ્થગિત અને વિસર્જન સૂચવે છે. કલમ ૧૭૨ રાજ્ય વિધાનસભાની અવધિ નક્કી કરે છે, અને કલમ 174 રાજ્ય વિધાનસભાનું સત્ર, સમયગાળો અને વિસર્જન નક્કી કરે છે. જ્યારે ૩૫૬ રાજ્યોમાં વૈધાનિક તંત્રની નિષ્ફળતા સાથે સંબંધિત છે.

જે કેન્દ્ર સરકારને વિવિધ નાગરિક વિક્ષેપોના કિસ્સામાં રાજ્ય સરકાર પર તેની સત્તા સ્થાપિત કરવા સક્ષમ બનાવે છે. સાદી ભાષામાં કહીએ તો રાજ્ય સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.

બંધારણવિદ જ્ઞાનંત સિંહના મતે, કલમ ૩૫૬માં સુધારા દ્વારા વન નેશન-વન ઈલેક્શન લાગુ કરી શકાય છે. આવી સ્થિતિમાં દેશમાં તમામ રાજ્યોની વિધાનસભાઓ ભંગ કરીને એક સાથે ચૂંટણી યોજવામાં આવી શકે છે. જ્યારે અન્ય કલમોમાં સુધારા દ્વારા તમામ ગૃહોની મુદત એક નિશ્ચિત સમયગાળા માટે જોડી શકાય છે.

તેમણે વધુમાં કહ્યું કે બંધારણીય સુધારો એટલો સરળ નથી. જ્યારે અન્ય પક્ષો સત્તાધારી પક્ષ સાથે સહમત થાય ત્યારે જ આવું થઈ શકે. એવી પણ શક્યતા છે કે જે વિધાનસભાનો કાર્યકાળ બે-ત્રણ વર્ષ બાકી છે તે તૈયાર ન થાય. આ સ્થિતિ આંતરિક અને બાહ્ય બંને સ્તરે થઈ શકે છે.

ડ્રાફ્ટ બંને ગૃહમાં રજૂ કરવાનો રહેશે :

બંધારણીય સુધારાની પ્રક્રિયામાં સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવનાર ડ્રાફ્ટ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેને લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ પછી તેને બે તૃતીયાંશ બહુમતી સાથે બંને ગૃહોમાં પસાર કરવું પડશે.

બંધારણ સુધારણા વિધેયક પસાર કરતી વખતે ગૃહના કુલ સભ્યપદની બહુમતી એટલે કે ૫૦ ટકાથી વધુ સભ્યોની હાજરી અને બે તૃતીયાંશ બહુમતી હાજર હોય તે પસાર થવો જોઈએ. સંસદના બંને ગૃહોમાં બિલ પસાર થયા પછી, તે અડધા રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિની સંમતિ બાદ બંધારણીય સુધારો કાયદો બનાવવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 

આબુ-અંબાજી રોડ ખાતે બસ પર પથ્થરમારો : સદનસીબે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે દુર્ઘટના ટળી

0
  • ગત મોડી રાત્રે આબુ-અંબાજી હાઈવે પર બસ પર પથ્થરમારો થતા ખળભળાટ મચી ગયો હતો. જોકે સદનશીને કોઈને મોટી ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કરોડો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન મા અંબાના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે. અમુક ખાનગી વાહન લઈને તો ઘણા સાર્વજનિક વાહનોમાં મુસાફરી કરીને અંબાજી પહોંચે છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પથ્થરમારાની ચકચારી ઘટના સામે આવી હતી. આબુ રોડ પર રાજસ્થાન તરફથી આવતી ગુજરાત ટ્રાવલેસની ખાનગી બસ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.

ડ્રાઈવરને નાનીમોટી ઈજા પહોંચી :

મુસાફર ભરેલી બસ અંબાજી આબુરોડ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહી હતી. જેને નિશાન બનાવી પથ્થરમારો કરતા બસના આગળના કાચનો કડુસલો બોલી ગયો હતો. જોકે ડ્રાઈવરની સૂઝબૂજના લીધે તમામ મુસાફરોને સહી સલામત અંબાજી લવાયા હતા. ત્યાર બાદ બસ આગળના સફર માટે પ્રસ્થાન કરી હતી. જોકે આ પથ્થરમારા દરમિયાન ઘા લાગતા ડ્રાઈવરને નાનીમોટી ઈજા પહોંચી હતી.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/stone-pelting-on-bus' title='Stone pelting on bus'>Stone pelting on bus</a> at Abu-Ambaji road

મુસાફરોને વધુ ઈજા ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો :

આ ઘટનાને લઈને બસમાં સવાર મોટી સંખ્યામાં મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. વધુમાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ અજાણ્યા લોકોએ છુટ્ટા પથ્થરોના ઘા ઝીંકતા બસને નુકસાન પહોંચ્યું હતું. જોકે ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે  મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી હતી. બીજી બાજુ કોઈ મુસાફરોને વધુ ઈજા ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો :-

બુર્જ ખલીફા પર છવાયું “જવાન”નું ટ્રેલર : ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને કરી આશ્ચર્યજનક વાત

  • બુર્જ ખલીફા ખાતે ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને ખૂબ જ આશ્ચર્યજનક વાત કરી છે. તેણે કહ્યું કે આ કદાચ પહેલી અને છેલ્લી વાર છે કે તેણે ટાલ કરાવી છે. હવે એવી શક્યતા ઓછી છે કે તે આગળની કોઈ ફિલ્મમાં તે ટાલ કરાવે.

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટ્રેલર ગઈકાલે ગુરુવારે રીલીઝ કરવામાં આવ્યું. અને ગુરુવારે શાહરુખ ખાન દુબઈના બુર્જ ખલીફા પર આ ટ્રેલર રીલીઝની ઈવેન્ટ હતી. જેમાં તેને એક ચોંકાવનારી વાત કરી છે. જે જાણી તમે પણ ચોંકી જશો. ખરેખર નિર્માતાઓએ ગુરુવારે યુટ્યુબ પર ‘જવાન’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર રિલીઝ કર્યું હતું.

ત્યારબાદ ચેન્નાઈમાં એક ઈવેન્ટ દરમિયાન ઓડિયો લોન્ચ કર્યો. આ પછી શાહરૂખ ખાન તેની ટીમ સાથે દુબઈ જવા રવાના થયો અને ત્યાં તેણે બુર્જ ખલીફા ખાતે તેની આગામી ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર લોન્ચ કર્યું. આ બધું કર્યા પછી તેણે એક મોટી વાત કરી. ચાલો જાણીએ અભિનેતાની આ ચોંકાવનારી વાત વિશે.

શાહરૂખ ખાને તેના ચાહકોને આ વાત કહી :

આ વાત કહેતા પહેલા ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને પોતાની ફિલ્મના ગીત ‘જિંદા બંદા’ પર ડાન્સ કર્યો હતો. ત્યારબાદ ‘ચલેયા ગીત‘નું અરબી વર્ઝન લોન્ચ કર્યું. તેણે તેના ચાહકોને તેના પાંચ અલગ-અલગ અવતાર વિશે જણાવ્યું અને અંતે વાત કરી કે આ પહેલી અને છેલ્લી વખત છે જ્યારે તે કોઈ ફિલ્મમાં આ ટાલ અવતારમાં જોવા મળશે.

તમારા માટે ટાલ… – શાહરૂખ ખાન

તેણે કહ્યું, “મે ટાલ પડી ગયો છું, અને આ એવું જે મેં મારા જીવનમાં પહેલાં ક્યારેય કર્યું નથી. આ પહેલી અને છેલ્લી વખત છે જ્યારે મે ટાલ કરી છે. જુઓ, હું તમારા માટે ટાલ વાળો થઈ ગયો છું. તો એની ઇજ્જત માટે ફિલ્મ જોવા જજો કેમ ખબર પછી મને આ અવતારમાં જોવા મળે કે ના મળે.

બોક્સ ઓફિસની આગાહી :

ફિલ્મના ક્રેઝને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘જવાન’ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ કરતા પણ મોટી ઓપનિંગ લેશે. આ ફિલ્મ પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર ૮૫ કરોડ રૂપિયાની કમાણી કરશે. જોકે, ફિલ્મ ખરેખર આવું કરી શકશે કે નહીં તે તો ૮ સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો :-

આ તારીખથી ગુજરાતમાં હવામાનમાં આવશે પલટો, મેઘરાજા ફરીથી તોફાની બેટિંગ માટે તૈયાર

0
  • જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા ગુજરાતમાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. આ સાથે જ જગતના તાત પણ ચિંતાતૂર થઈ ગયા છે.

જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા ગુજરાતમાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. આ સાથે જ જગતના તાત પણ ચિંતાતૂર થઈ ગયા છે. ઓગસ્ટમાં વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો હોય તેવું લાગ્યુ.

પરંતુ સપ્ટેમ્બર મહિનો કોરો નહિ જાય. સપ્ટેમ્બર મહિનાની આગાહી આવી ગઈ છે. હવામાનશાસ્ત્રી અંબાલાલની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. બે સિસ્ટમ એવી બનશે જે ગુજરાતમાં સારો એવો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યાર પછી ૧૦ સપ્ટેમ્બરની આજુબાજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

બંગાળના ઉપસાગર પર સિસ્ટમ !

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે બંગાળના ઉપસાગર પર ગજબની ભારે સિસ્ટમ બની રહી છે. તારીખ ૪થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન આ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે સપ્ટેમ્બરમાં ૪ થી ૬-૭ સપ્ટેમ્બર દરમિયાન દેશના અન્ય ભાગો જેમ કે ઓરિસા, ઝારખંડ સહિત પૂર્વ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂરની પણ શક્યતા હોવાની આગાહી કરાઈ છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં આવી શકે છે પલટો 

અંબાલાલ પટેલના કહેવા મુજબ આ સિસ્ટમના કારણે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ હવામાનમાં પલટો આવી શકે છે. આમ સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યારબાદ ૭ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો :-

શીતલ.. શીતલની બૂમો લગાવતા જ જીવા ભગત સામે આવી જાય છે મગર, ગીર સોમનાથના વીડિયોએ સૌ કોઈને ચોંકાવ્યા

0
  • ગીર સોમનાથમાં મગરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જણાતી વિગત અનુસાર જીવા ભગત નામના વ્યક્તિ નદીમાં રહેતી મગરને “શીતલ” નામથી સંબોધે છે.

સોશિયલ મીડિયાના આ જમાનામાં પક્ષી,પ્રાણી પ્રેમીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના એક વ્યક્તિના મગર પ્રેમનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે આ વીડિયોએ જોનારા લોકોને ચોંકાવી દીધા છે.  આમ તો મગર જોઈને જ લોકોનો પરશેવો છૂટી જાય છે પણ આ વીડિયો કદાચ કલ્પી પણ ન શકાય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

મગરના માથામાં હાથ પણ ફેરવે છે  :

આ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક વૃદ્ધ એક પરિવાર સાથે મગરને બોલાવે છે અને તેને ખોરાકના રૂપમાં ગાંઠિયા ખવડાવે છે. બાદમાં મગરને શિતલ જય ખોડિયાર મા બોલી માથા પર હાથ પણ ફેરવે છે. આ વીડિયો વેરાવળ નજીક આવેલા સવની ગામ નજીક ખોડીયાર મંદિરના ગાગડીયા ધોધનો હોવાનું માનવામાં આવે છે. ત્યાં પાણીમાં એક મગર વસવાટ કરે છે.

શીતલ બૂમ પાડતા દોડી આવે છે મગર :

જ્યાં જીવા ભગત નામના વ્યક્તિ ઘૂનામાં રહેતી મગરને “શીતલ” નામથી સંબોધે છે અને મગર પણ ગમે તેટલી ઊંડા પાણીમાં દૂર હોય, પરંતુ જીવા ભગત શીતલ…શીતલ…નામથી બોલાવતા જ મગર તેમની પાસે આવી પહોંચે છે. જીવા ભગત તેને ખાવાનો ખોરાક આપે છે. ત્યાર બાદ તેમના માથા પર હાથ ફેરવે છે. જે બાદ મગર ઉંડા પાણીમાં જતી રહે છે.

આ પણ વાંચો :-

ફેસબુક Messenger App વપરાશકર્તાને સૌથી મોટો ઝટકો, આવતા મહિને થઈ જશે બંધ, મેટાએ શું કારણે લીધો નિર્ણય ?

0
  • Facebook મેસેંજરનું લાઈટ વર્ઝન Messenger Lite App આવતા મહિને બંધ થઈ જશે. નવા યૂઝર્સ માટે ગૂગલ પ્લે પરથી એપ હટાવી દેવામાં આવી છે.

ફેસબુકનું એન્ડ્રોઈડ પર મેસેંજરનું લાઈટ વર્ઝન આવતા મહિને બંધ થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર એપનાં યૂઝર્સને એક મેસેજ મળી રહ્યો છે જે તેમને ચેટિંગ ચાલુ રાખવા માટે મેસેંજરનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે. Facebook Messenger Lite App ૧૮ સપ્ટેમ્બરનાં રોજ બંધ થઈ જશે. નવા યૂઝર્સ માટે આ એપ ગૂગલ પ્લે પરથી પણ હટાવી દેવામાં આવી છે.

યૂઝર્સને નોટિફિકેશન આપવામાં આવશે :

મેટાનાં પ્રવક્તાએ જણાવ્યું કે ૨૧ ઓગસ્ટથી એન્ડ્રોઈડ માટે મેસેંજર લાઈટ એપનો ઉપયોગ કરનારા લોકોને મેસેંજર પર મેસેજ મોકલવા અને મેળવવા માટે મેસેંજર અથવા તો FB Lite પર સૂચિત કરવામાં આવશે.

૨૦૧૬માં મેટાએ આ એપ લોન્ચ કરી હતી :

૨૦૧૬માં મેટાએ ઓછા પાવરવાળા એન્ડ્રોઈડ ડિવાઈઝવાળા યૂઝર્સ માટે એન્ડ્રોઈડ લાઈટ એપ લોન્ચ કર્યું હતું જે ઓછી સ્પેસ અને પ્રોસેસિંગ પાવરની ખપત માટે ઈંસ્ટેંટ મેસેજિંગ એપની માત્ર જરૂરી સુવિધાઓ જ ફાળવતું હતું. મેટાએ iOS માટે મેસેંજર લાઈટ જારી કર્યું હતું પરંતુ ૨૦૨૦માં તેને પણ બંધ કરી દીધું.

આ પણ વાંચો :-

 

૦૧ સપ્ટેમ્બર / વ્યર્થ દોડાદોડી મુશ્કેલી લાવશે, વાદ-વિવાદ ઘર કરશે, આ રાશિના જાતકોનો શુક્રવાર જશે પરેશાની ભર્યો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. નોકરી-ધંધામાં સારી તકો મળશે.  કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું. સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે.

વૃષભ (બ.વ.ઉ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે. બચત કરી નાણાંકીય વ્યય રોકશો. કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી.

મિથુન (ક.છ.ઘ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શારીરિક અને માનસિક થાક અનુભવશો. આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો. નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો. ખાવાપીવામાં કાળજી રાખવી.

કર્ક (ડ.હ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અસંતોષની લાગણી રહ્યા કરશે. આર્થિક પાસુ મજબૂત બનશે. સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે. ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે.

સિંહ (મ.ટ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય. વિદેશથી મોટા લાભની સંભાવના. ભાગીદારો સાથે મતભેદ જણાય. ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો.

કન્યા (પ.ઠ.ણ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે. આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે. તણાવ અને ટેન્શનથી દૂર રહેવું.

તુલા (ર.ત)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ હરિફાઈવાળા કામમાં વિજય થશે. કરેલી મહેનત ફળદાયી બનશે. સાસરાપક્ષથી લાભ મળશે. વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું.

વૃશ્ચિક (ન.ય)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો. કામકાજમાં વૃદ્ધિ થશે. આવકના નવા સાધનો પ્રાપ્ત થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોજગારીની નવી તકો મળશે. કામમાં આનંદની અનુભૂતિ થશે. ધાર્મિક કામમાં મન લાગશે. મોસાળ પક્ષે લાભ મળશે.

મકર (ખ.જ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ સફળ બનશે. મોટા ભાઈથી સહયોગ મળશે. કારણ વગરના વાદ-વિવાદથી બચવું. આર્થિક લાભ સામાન્ય જણાશે.

કુંભ (ગ.શ.ષ.સ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક સાધારણ પરેશાની રહેશે. કામકાજમાં નિષ્ફળતાથી બચવું. ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે. આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે.

મીન (દ.ચ.ઝ.થ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે. નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે. નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે. તબિયત બાબતે અનુકૂળતા જણાશે.

આ પણ વાંચો :-

પાટણમાં એન્જિનિયર-કોન્ટ્રાક્ટરની જોડીની કમાલ, વીજપોલ હટાવ્યા વગર જ…

0
  • પાટણના રાધનપુરમાં રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. જેમાં રોડની કામગીરીમાં વચ્ચે વીજપોલ આવતા તેને હટાવ્યા વગર જ રોડ બનાવી નાખવામાં આવ્યો છે.

પાટણના રાધનપુરમાં રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. જેમાં રોડની કામગીરીમાં વચ્ચે વીજપોલ આવતા તેને હટાવ્યા વગર જ રોડ બનાવી નાખવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે આ રોડ બનીને તૈયાર પણ થઈ ગયો છે. જોકે રોડની વચ્ચો વચ જ વીજપોલ હોવાથી ગંભીર અકસ્માતની ઘટના કોઈપણ સમયે ઘટી શકવાની શક્યતા છે.

રાધનપુરમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં શહેરના ઘાંચી વાસ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી સમગ્ર શહેરમાં હાસ્યનો વિષય બની ગઈ છે. અહીં રસ્તાની વચ્ચે વીજપોલ આવતો હોવા છતાં રોડ બની ગયો હતો. ત્યારે રોડનો પ્લાન બનાવનાર એન્જિનિયર અને આ પ્લાનના આધારે રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર બંનેની મૂર્ખામી પર લોકો પર લોકો હસી રહ્યા છે.

ખાસ વાત એ છે કે, રોડની વચ્ચે જ વીજપોલ આવી રહ્યો છે, એવામાં રાતના અંધારામાં અકસ્માત થાય તો જવાબદાર કોણ રહેશે. વીજપોલના કારણે રોડ પરથી ફોર વ્હીલ પણ કેવી રીતે નીકળશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે.

વિગતો મુજબ આ રોડની કામગીરી રાજ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહી છે. એવામાં લોકોએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. સાથે જ લોકો કહી રહ્યા છે કે, જો બેદરકારી કોન્ટ્રાક્ટરની હોય તો પછી ભણેલા એન્જિનિયર શું કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

‘કભી લગતા હૈ તુમ ગયે હી નહીં’, રક્ષાબંધન પર સુશાંત સિંહને યાદ કરતા બહેન શ્વેતા થઈ ઈમોશનલ

  • દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેને તેના ભાઈને યાદ કરતો એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા પછી દરેકની આંખો ભીની થઈ ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી અભિનેતાની ચાર બહેનોની રાખડી કોઈના હાથ પર બાંધવામાં આવી રહી નથી.

આજે એટલે કે ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ફિલ્મ સ્ટાર્સથી લઈને સામાન્ય લોકો સોશિયલ મીડિયા પર બહેનો અને ભાઈઓની તસવીરો શેર કરી રહ્યા છે. આ દરમિયાન દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેને તેના ભાઈને યાદ કરતો એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ છે.

સુશાંત સિંહ રાજપૂતને આ દુનિયા છોડીને ૩ વર્ષ થઈ ગયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન અભિનેતાનો પરિવાર દિવસ-રાત તેને યાદ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી અભિનેતાની ચાર બહેનોની રાખડી કોઈના હાથ પર બાંધવામાં આવી રહી નથી. દર વર્ષે રક્ષાબંધન પર સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ તેના ભાઈ સાથે વિતાવેલી પળોની યાદો શેર કરે છે. આ વખતે પણ એવું જ થયું છે.

શ્વેતાએ વીડિયો શેર કર્યો છે :

શ્વેતા સિંહ કીર્તિએ પણ એક વીડિયો શેર કરીને પ્રેમભર્યો સંદેશ લખ્યો છે. આ વીડિયોમાં બહેન અને ભાઈની દરેક ખાસ પળો બતાવવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે, ક્યારેક એવું લાગે છે કે તમે ક્યાંય ગયા નથી, તમે અહીં જ છો. ક્યારેક મને લાગે છે કે હવે હું તમને ક્યારેય જોઈ શકીશ નહીં, હું તમારી સાથે ક્યારેય વાત કરી શકીશ નહીં. હું તમારું હાસ્ય, તમારો અવાજ ક્યારેય સાંભળી શકીશ નહીં.

તને ગુમાવવાનું દુઃખ હું કોઈની સાથે વહેંચવા ઈચ્છું તો પણ નહિ કરી શકું. તે મારા હૃદયની ખૂબ જ નજીક છે અને તે એવી વસ્તુ છે જે એટલી નજીક છે કે તેને વ્યક્ત કરવા માટે તમે ભાગ્યે જ શબ્દો શોધી શકશો. શ્વેતાએ આગળ લખ્યું, દરેક વીતતા દિવસ સાથે દર્દ વધુ ઊંડું થતું જાય છે, આ ભૌતિક જગતની ક્ષણિક પ્રકૃતિને ઉજાગર કરી રહી છે, જેનો એકમાત્ર ઉપાય ભગવાન છે.

ભાઈ, હું તમને ટૂંક સમયમાં બીજી બાજુ જોઈશ, સિવાય કે હું પણ મજાક કરવા, મનોરંજન કરવા અથવા પ્રેરણા આપવા માટેની વાર્તા બની જાઉં. હું મારા કાંડા પર રાખડી બાંધું છું અને પ્રાર્થના કરું છું કે તમે જ્યાં પણ હોવ તમે શાંતિ અને આનંદમાં રહો. ઘણો સમય થયો છે. મારો બહુ બધો પ્રેમ, ગુડિયા.

સુશાંતનું મૃત્યુ વર્ષ ૨૦૨૦માં થયું હતું :

રવિવાર, જૂન ૧૪, ૨૦૨૦એ ફિલ્મ ઉદ્યોગ માટે એક એવો દિવસ હતો જેને ભાગ્યે જ કોઈ ભૂલી શકે. આજે બપોરે દરેક ટીવી ચેનલ પર સમાચાર હતા કે સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના બાંદ્રા સ્થિત ઘરે પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. તેમના મૃત્યુના સમાચારે સૌને હચમચાવી દીધા હતા.

આ પણ વાંચો :-

શું વધારે પડતું પાણી પીવાથી મોટાપો દૂર થઈ જશે ? શું કહે છે વિજ્ઞાન, જાણો નિષ્ણાંતના મતે

  • અમુક એક્સપર્ટનું કહેવું છે કે વધારે પાણી પીવાથી સ્થૂળતા દૂર થાય છે. અમુક સ્ટડીમાં પણ આ વાત સામે આવી છે. પરંતુ હકીકત શું છે આવો જાણીએ..

વજન ઓછુ કરવું એક મોટો પડકાર છે. વજન ઓછુ કરવા માટે સૌથી પહેલા ભુખ પર કંટ્રોલ કરવો પડે છે. જો તમે પહેલાની જેમ જ ભોજન લેશો તો વજન ઓછુ નહીં કરી શકો. ઘણા લોકોનું માનવું છે કે ભૂખ પર કંટ્રોલ કરવા માટે વધારે પાણી પીવું ખૂબ જ બેસ્ટ આઈડિયા છે.

વધારે પાણી પીને વધારે કેલેરીને બર્ન કરી શકાય છે અને તેનાથી ભૂખ પણ નથી લાગતી. અમુક અભ્યાસમાં પણ આ વાત સામે આવી છે કે વધારે પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ શું વધારે પાણી પીને આપણે વજનને ઘટાડી શકીએ છીએ ?

વધારે પાણી પીવાથી ઘટે છે વજન ?

એક્સપર્ટ અનુસાર અમુક લોકો વજન ઓછુ કરવા માટે વોટર ફાસ્ટિંગ કરે છે. તેમાં પાણી સિવાય કંઈ નથી લેતા. તેનાથી વજન ઓછુ થઈ શકે છે પરંતુ અન્ય ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. અચાનક શરીરમાં વધારે પાણી આવવાથી સોડિયમ ઘટી શકે છે. તેનાથી સડેન ડેથ પણ થઈ શકે છે. થોડા સમય પહેલા એક સેલીબ્રિટીનું મોત આ કારણે થયું હતું.

માટે વોટર ફાસ્ટિંગ કરવું વધારે સારો વિકલ્પ નથી. જો આ કોઈ નિષ્ણાંતની દેખરેખ હેઠળ કરવામાં આવે તો તેનાથી અપેક્ષિત પરિણામ મળી શકે છે. જો ભોજનની સાથે વધારે પાણી પીવામાં આવે તો એક હદ સુધી સ્થૂળતા ઓછી થઈ શકે છે. પરંતુ કોઈ પણ વસ્તુથી એકી ઝાટકે વજન ઓછુ નથ થઈ જતું. વજન ઘટતા વાર લાગે છે.

અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરવી જરૂરી :

સ્થૂળતા માટે ભોજન, ફિઝિકલ એક્ટિવિટી ન કરવી, પુરતી ઉંઘ ન લેવી અને સ્ટ્રીસ વધારે જવાબદાર છે. માટે આ બધી વસ્તુઓ પર એક સાથે ધ્યાન આપીને સ્થૂળતા ઘટાડી શકાય છે. જ્યાં સુધી વધારે પાણી પીવાની વાત છે તો એ તો સોચ્ચસ વાત છે કે જ્યારે આપણે વધારે પાણી પીએ છીએ તો ખાવાની ઈચ્છા ઓછુ થઈ જાય છે અને જ્યારે આપણે ઓછુ ખાઈએ છીએ તો વજન પણ ઓછુ થાય છે.

શરીરની અંદર પોષણ ન જાય તો કેલેરી વધારે નથી મળતી. તેનાથી વજન ઓછુ થાય છે. તે રીતે જોઈએ તો એક હદ સુધી તેનાથી થોડુ વજન પણ ઓછુ થઈ શકે છે પરંતુ ફક્ત આજ એક વસ્તુથી સ્થૂળતાને ઓછી ન કરી શકાય. માટે બેસ્ટ ઓપ્શન એ છે કે સ્થૂળતા ઓછી કરવા માટે ઘણી વસ્તુઓ પર કામ કરવું જરૂરી છે.

આ પણ વાંચો :-