Home Blog Page 974

સુશાંત રાજપૂત બાદ હવે આ અબજપતિ બિઝનેસમેનને ડેટ કરી રહી છે રિયા ?

  • બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી એકવાર ફરીથી ચર્ચામાં છે. અહેવાલ મુજબ તે અબજપતિ બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે. જે ઈન્ડિયન ફાઈનાનશિયલ કંપની જેરોધાના કો ફાઉન્ડર છે.

અભિનેત્રી રિયા ચક્રવર્તીનું નામ હાલ અબજપતિ બિઝનેસમેન સાથે જોડાઈ રહ્યું છે. શું તમે જાણો છો આ બિઝનેસમેનું આ અગાઉ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સાથે નામ જોડાયું હતું. રિયાનું પણ અગાઉ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સોહેલ ખાનની એક્સવાઈફ સીમાના ભાઈ બંટી સજદેહ સાથે જોડાયું હતું.

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી એકવાર ફરીથી ચર્ચામાં છે. અહેવાલ મુજબ તે અબજપતિ બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે. જે ઈન્ડિયન ફાઈનાનશિયલ કંપની જેરોધાના કો ફાઉન્ડર છે. હાલના દિવસોમાં રિયાલિટી શો રોડીઝમાં જોવા મળેલી રિયાનું નામ આ અગાઉ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની એક્સવાઈફ સીમાના ભાઈ બંટી સજદેહ સાથે જોડાઈ ચૂક્યું છે. જ્યારે નિખિલ અંગે કહેવાય છે કે તેમણે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને ડેટ કરી હતી.

રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું ત્યારે તેની ગર્લફ્રેન્ડ હતી. સુશાંતના પિતા કે કે સિંહે રિયા પર અનેક આરોપ લગાવ્યા હતા અને ફરિયાદ કરી હતી. ત્યારબાદ સુશાંત સંલગ્ન ડ્રગ્સ કેસમાં રિયાએ જેલની હવા પણ ખાવી પડી હતી. આ દરમિયાન તેણે લોકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો હતો. આ ઘટના બાદ હવે રિયાની લાઈફની ગાડી પાટા પર ચડી છે.

એકવાર ફરીથી રિયા ચક્રવર્તી ચર્ચામાં છે. એવું કહેવાય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ હવે તેણે લાઈફમાં મૂવઓન કરી લીધુ છે. લેટેસ્ટ મીડિયા અહેવાલ મુજબ રિયાની જિંદગીમાં પ્રેમે દસ્તક આપી છે. તે નિખિલ કામથ સાથે રિલેશનશીપમાં છે. રિયા હાલ ૩૧ વર્ષની છે જ્યારે નિખિલ ૩૬ વર્ષનો છે. બંનેની ઉંમરમાં ૫ વર્ષનો તફાવત છે.

નિખિલ કામથ બિઝનેસની દુનિયામાં મોટું નામ છે. તેણે ૮ હજાર રૂપિયાની નોકરીથી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ જોબ સાથે તેણે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ પણ શરૂ કરી દીધુ. જ્યારે નફો થવા લાગ્યો તો આ ફિલ્ડમાં તેણે ભાગ્ય અજમાવ્યું. ભાઈ નિતિન કામથ સાથે મળીને જેરોધા કંપનીની શરૂઆત કરી.

આ એક ઈન્ડિયન ફાઈનાન્શિયલ સર્વિસ કંપની છે. જે શેર માર્કેટમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં લેવડદેવડ કરવા માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. નિખિલની નેટવર્થની વાત કરીએ તો નાની ઉંમરમાં જ અબજપતિ બની ગયો છે. તેની અને તેના ભાઈ નિતિનની જોઈન્ટ નેટવર્થ ૩.૪૫ અબજ ડોલર છે. નિખિલ ત્યારે ખુબ ચર્ચામાં રહ્યો જ્યારે તેણે તેની કમાણીનો અડધો ભાગ દાન કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો :-

શાહરુખ ખાને વૈષ્ણોદેવીમાં માતાજીના શરણે : જવાન ફિલ્મની સફળતા માટે કરી પ્રાર્થના

  • શાહરૂખ વૈષ્ણો દેવીના દરબારમાં ગયા હતા અને પોતાની ફિલ્મ ‘જવાન’ની સફળતા માટે પ્રાર્થના કરી હતી, જવાન ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થવાના આડે હવે થોડોક જ દિવસો બાકી રહ્યા છે. ફિલ્મ સ્ક્રીન પર આવે તે પહેલા કિંગ ખાનએ મા વૈષ્ણો દેવીના દરબારમાં શિશ જુકાવ્યું છે. શાહરૂખ ખાન વૈષ્ણો દેવીના દરબારમાં ગયા અને પોતાની ફિલ્મ જવાનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

વૈષ્ણો દેવી મંદિરે પહોંચ્યા શાહરૂખ ખાન :

વૈષ્ણો દેવીના મંદિરે જતાનો શાહરૂખ ખાનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કિંગ ખાન કડક સુરક્ષા વચ્ચે ચહેરો ઢાંકીને ચાલતો જોવા મળ્યો હતો. શાહરૂખે સફેદ ટી-શર્ટ, ડેનિમ, સ્કાય બ્લુ જેકેટ અને ફેસ માસ્ક પહેર્યો છે. શાહરૂખ વૈષ્ણો દેવીના દરબારમાં ગયા હતા અને પોતાની ફિલ્મ ‘જવાન‘ની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જવાન ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. અટલીને ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. જેમાં કિંગ ખાનની જોડી નયનતારા સાથે છે.

ફિલ્મમાં અભિનેતાનો ડબલ રોલ :

જવાનનું ટ્રેલર હજુ આવ્યું નથી. પરંતુ તેના ગીતો અને પ્રિવ્યુ આવી ગયા છે. જેમાં કિંગ ખાનના ધમાકેદાર રોલને લઈ ચાહકોના દિલ જીતી લીધા છે. વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં શાહરૂખની ફિલ્મ પઠાણથી ધમાકેદાર શરૂઆત થઈ હતી. અભિનેતાની કમબેક ફિલ્મે ઘણી કમાણી કરી છે.

હવે વર્ષના અંત પહેલા શાહરૂખ તેની બીજી ફિલ્મ સાથે જોવા મળવાનો છે. જવાન ફિલ્મમાં અભિનેતાનો ડબલ રોલ હશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત ‘નોટ રમૈયા વસ્તાવૈયા‘ રિલીઝ થયું છે. જેમાં નયનતારા સાથે શાહરૂખની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.

આ પણ વાંચો :-

 

એકસમયે ૩૦૦ રન ઠોકીને દેશભરમાં છવાયો હતો આ ક્રિકેટર, ૬ વર્ષ સુધી ટીમ ઈન્ડિયામાં ન મળી જગ્યા…

0
  • કરુણ નાયરે ટેસ્ટ ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો. તેમણે વર્ષ ૨૦૧૬માં ઈંગ્લેન્ડ સામે ૩૦૩ નોટઆઉટની ઈનિંગ રમી હતી. કરુણ નાયરે ભારતીય ટીમ તરફથી ૬ ટેસ્ટ મેચમાં ૩૭૪ રન ફટકાર્યા છે.

ભારતીય ક્રિકેટમાં કરુણ નાયરને સૌથી બદકિસ્મત ખેલાડી કહેવામાં આવે તો તેને અતિશયોક્તિ ના ગણાય. કરુણ નાયરે ટેસ્ટ ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો, તેમણે વર્ષ ૨૦૧૬માં ઈંગ્લેન્ડ સામે ૩૦૩ નોટઆઉટની ઈનિંગ રમી હતી. ત્યારપછી કરૂણ નાયર ટેસ્ટ ટીમમાં કંઈ ખાસ બેટીંગ કરી શક્યા નહોતા. જેથી તેમને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

કરુણ નાયરે ભારતીય ટીમ તરફથી ૬ ટેસ્ટ મેચમાં ૩૭૪ રન ફટકાર્યા છે અને ૮૫ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૫,૯૯૨ રન ફટકાર્યા છે. કરુણ નાયરે ભારત તરફથી બે વન ડે મેચ રમી છે. પરંતુ ક્યારેય પણ બેટીંગ કરવાની તક આપવામાં આવી નથી. કરુણ નાયરે મહારાજ T૨૦ ટ્રોફીમાં ૪૨ બોલ પર ૧૦૭ રનની ઈનિંગ રમી હતી ને ૪૦ બોલ પર સદી ફટકારી હતી.

કરુણ નાયરે મૈસૂર વોરિયર્સ તરફથી રમ્યા હતા અને ગુલબર્ગ માઈસ્ટિક ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કરુણ નાયરે વર્ષ 2017માં છેલ્લી ટેસ્ટ મેચમાં ભારત તરફથી ટેસ્ટ મેચ રમી હતી. જૂન 2016માં ઝિમ્બાબ્વે સામે વન ડે મેચ રમી હતી.

કરુણ નાયરે ૭૬ IPL મેચ રમી હતી. ૨૩.૭૫ની એવરેજ અને ૧૨૭.૭૫ના સ્ટ્રાઈક રેટથી ૧,૪૯૬ રન ફટકાર્યા છે. આ દરમિયાન ૧૦ અડધી સદી પણ ફટકારી છે. ગયા વર્ષે કરુણ નાયર રાજસ્થાન રોયલ્સ તરફથી મેચ રમી રહ્યા હતા. ટેસ્ટ મેચમાં ઓપનર વિરેન્દ્ર સેહવાગ પછી ત્રેવડી સદી ફટકારનાર બીજા નંબરના પ્લેયર છે. વર્ષ ૨૦૧૬માં ટેસ્ટ મેચમાં ત્રણ સદી ફટકારીને ચર્ચાનો વિષય બની ગયા હતા. વર્ષ ૨૦૨૩ની IPL સીઝનમાં એકપણ મેચ રમવાની તક મળી નથી.

આ પણ વાંચો :-

 

 

દુલ્હનોનું બજાર, જ્યાં થાય છે મનગમતી પત્નીની ખરીદી, જાણો ક્યાં ભરાય છે આ બજાર ?

  • મોંઘાદાટ લગ્નોનાં જમાનામાં એ પરિવારોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમને પોતાની પુત્રીના લગ્ન કરવાના હોય છે. પણ આ દેશમાં આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ પરંપરા ચાલતી આવી છે.

મોંઘાદાટ લગ્નોનાં જમાનામાં એ પરિવારોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમને પોતાની પુત્રીના લગ્ન કરવાના હોય છે. પણ આ દેશમાં આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ પરંપરા ચાલતી આવી છે. જો કરોઈ વિદેશી પર્યટક શનિવારે અહીંના સ્ટારા જગોરા શહેરની મુલાકાત લે તો તેઓ સમગ્ર શહેરને મોજ મસ્તીમાં વ્યસ્ત જોઈને દંગ રહી જશે. હકીકતમાં અહીં દુલ્હનોનું બજાર ભરાય છે.

બલ્ગેરિયાના આ બજારમાં છોકરીઓ પોતાના ભાવિ પતિને આકર્ષવા માટે એકદમ તૈયાર થઈને આવે છે. તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ હોય છે. લોકો અહીં નાચવા, દારૂ પીવા અને ખાણી પીણીની સાથે સાથે વાતચીત કરવા માટે ભેગા થાય છે. આ જગ્યાને જિપ્સી બ્રાઈડ માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડેઈલી મેલના એક રિપોર્ટ મુજબ વસંત અને ઉનાળા દરમિયાન વિવિધ ધાર્મિક રજાઓ પર દુલ્હન બજાર વર્ષમાં ચાર વખત આયોજિત કરવામાં આવે છે.

સમુદાયની પરંપરા :

કલાઈદઝિસ સમુદાય જે પરંપરાગત રીતે તાંબાના કારીગરો તરીકે પોતાનું જીવન જીવતા હોય છે તેઓ આ પરંપરાને વર્ષોથી નિભાવતા આવ્યા છે. આ સમુદાય લગભગ ૧૨મી ૧૪મી સદીમાં બલ્ગેરિયા અને પૂર્વ યુરોપના અન્ય રાજ્યોમાં જઈને રહેવા લાગ્યો છે.

સમુદાયમાં છોકરીઓને કોઈ પુરુષ સાથે વાત કરવાની પરવાનગી નહીં :

આ સમુદાયમાં છોકરીઓ અને મહિલાઓને કોઈ પણ અન્ય પુરુષ સભ્યને મળવાની કે પછી ડેટ કરવાની મંજૂરી નથી. સમૂહ બહાર વિવાહ મનાઈ છે કારણ કે તેમનું માનવું છે કે આ સમુદાયના વિકાસમાં બાધા બનશે. સમુદાયમાં તેમની પુત્રીના લગ્ન ૧૬થી ૨૦ વર્ષની ઉંમર વચ્ચે કરવાની પરંપરા છે. છોકરીઓને ૮માં ધોરણમાં એ વિશ્વાસ સાથે શાળામાંથી ઉઠાડી દેવામાં આવે છે કે જો તેઓ આમ નહીં કરે તો તેમના પ્રેમી તેમની ચોરી કરી લેશે.

આટલામાં મળે દુલ્હન :

સૌદાબાજીના દોર બાદ પુરુષ લગ ભગભગ ૭૫૦૦ ડોલરથી લઈને ૧૧૩૦૦ ડોલર આપીને પોતાના માટે દુલ્હન પસંદ કરે છે. આ રકમ અહીં થતા લગ્નના ખર્ચના કુલ ખર્ચ કરતા ઘણી ઓછી હોય છે. જો કે એવું કહેવાય છે કે સુંદર અને આકર્ષક મહિલાઓ કે જેના ચાહનારા એક કરતા વધુ હોય તેની કિંમત વધી પણ જાય છે.

આ પણ વાંચો :-

 

ચંદ્ર પર જલદી બનવાનું છે આવું ? રોવરે મેસેજ મોકલીને જાણ કરતાં ખુશીથી ઝૂમી ઉઠયો દેશ

  • ચંદ્રયાન-૩ મિશનમાં શામેલ પ્રજ્ઞાન રોવરે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી પૃથ્વીવાસીઓને જણાવી છે. વાંચો..

ભારતનાં ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-૩‘નાં પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી સંદેશો મોકલ્યો છે. જેમાં તેણે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી છે. આ સાથે જ પૃથ્વીવાસીઓને પણ તેમના હાલચાલ પૂછ્યાં છે. રોવરે જણાવ્યું કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેનું સ્વાસ્થ્ય સારું છે. આ સાથે જ સંદેશામાં એવું પણ જણાવ્યું કે ટૂંક જ સમયમાં સૌથી સારું પરિણામ આવવાનું છે.

ઈસરોએ ટ્વીટ કરી આપી જાણકારી :

ઈસરોએ પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ હેલો પૃથ્વીવાસીઓ ! હું ચંદ્રયાન-૩નો પ્રજ્ઞાન રોવર. આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો. હું સૌને જણાવવા ઈચ્છું છું કે હું ચંદ્રનાં રહસ્યો ઉજાગર કરવાનાં પોતાના લક્ષ્ય પર છું અને હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં પણ છીએ. સૌથી સારું પરિણામ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે…’

લેન્ડિંગ બાદ અડધો દિવસ પસાર થયો :

ચંદ્રયાન-૩ મિશનની લાઈફ એક ચંદ્ર દિવસ બરાબરની જ છે. પૃથ્વીનાં ૧૪ દિવસો = ૧ ચંદ્રનો દિવસ. ચંદ્રમાનાં દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩એ ૨૩ ઓગસ્ટનાં લેન્ડિંગ કર્યું હતું. એટલે કે લેન્ડિંગને ૭ દિવસ ચંદ્ર પરનો અડધો દિવસ વ્યતિત થઈ ગયો છે. હવે બસ અડધો જ દિવસ બચ્યો છે. આ દરમિયાન ISRO લેન્ડર અને રોવરની મદદથી ચંદ્ર પરનાં રહસ્યો વિશે માહિતી એકત્રીત કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

Apple ની મોટી જાહેરાત, આ તારીખે હશે Special Event, લોન્ચ કરાશે iPhone ૧૫ સીરિઝ

  • એપલ સ્પેશિયલ ઈવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઈવેન્ટ ૧૨ સપ્ટેમ્બરે યોજાશે. અમેરિકન ટેક કંપનીએ લોન્ચ ઈવેન્ટની તારીખ જાહેર કરી છે.

એપલ સ્પેશિયલ ઈવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઈવેન્ટ ૧૨ સપ્ટેમ્બરે યોજાશે. અમેરિકન ટેક કંપનીએ લોન્ચ ઈવેન્ટની તારીખ જાહેર કરી છે. હંમેશાની જેમ આ વખતે પણ કંપનીએ એ નથી જણાવ્યું કે આ દિવસે શું લોન્ચ થશે, પરંતુ એ સ્પષ્ટ છે કે નવી iPhone સીરિઝ ૧૨ સપ્ટેમ્બરે જ લોન્ચ થશે.

નોંધનીય છે કે આ વખતે આઈફોન ૧૫ સીરિઝના તમામ મોડલમાં ડાયનેમિક આઈલેન્ડનું ફીચર આપવામાં આવશે, જે વર્તમાન આઇફોન એટલે કે આઈફોન ૧૫ સીરીઝના પ્રો મોડલ્સમાં આપવામાં આવ્યું છે. આ સિવાય ઘણા નાના-મોટા ફેરફાર જોવા મળશે. જોકે ડિઝાઈન સમાન હશે અને તેમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં.

આ વખતે એલર્ટ સ્લાઈડરને બદલે એક બટન આપવામાં આવી શકે છે. આ સિવાય એવા પણ સમાચાર છે કે હવે iPhone ૧૫ સીરિઝ સાથે કંપની ચાર્જિંગ માટે USB Type C પોર્ટ આપશે. અગાઉ, કંપનીનું પ્રોપ્રાઈટી ચાર્જર ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું પરંતુ હવે તે કોઈપણ Android ફોનના ચાર્જરથી ચાર્જ કરી શકાશે જે USB Type C ને સપોર્ટ કરે છે.

ડિઝાઈનમાં કોઈ મોટા ફેરફારો કરવામાં આવશે નહીં :

જો તમે વિચારી રહ્યા છો કે iPhone ૧૫ સાથે ડિઝાઈનમાં મોટો ફેરફાર થશે તો એવું નથી. આ વખતે પણ તમને જૂની ડિઝાઈન જોવા મળશે જે iPhone ૧૨ થી ચાલી રહી છે.

છેલ્લા ચાર વર્ષમાં કંપનીએ ડિઝાઈનમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી. ગત વખતે આઈફોન ૧૪ની ડિઝાઈન માટે કંપનીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડયો હતો કે દરેક વખતે કંપની એક જ પ્રકારના ફોન લોન્ચ કરી રહી છે. કેટલાક મોડલમાં પણ છેલ્લી વખત પ્રોસેસર પણ જૂનું આપવામાં આવ્યું હતું. સ્ક્રીનની ચારેતરફ બેઝલ્સ ઓછા થશે અને સ્કીન એરિયા વધશે. રિઝોલ્યુશન પહેલા કરતા વધુ સારું રહેશે અને આ વખતે પણ ફેસ આઈડી સપોર્ટ કરશે.

iPhone ૧૫ સીરિઝમાં નવું પ્રોસેસર અને નવો કેમેરા સેટઅપ આપવામાં આવશે અને iOSનું નવું વર્ઝન પણ આપવામાં આવશે. જોકે ૧૨ સપ્ટેમ્બરે જૂના iPhoneમાં iOSનું નવું વર્ઝન પણ આપવામાં આવી શકે છે. ઘણી વખત કંપની લોન્ચ ડેટ સાથે બીજા જૂના iPhoneમાં નવા સોફ્ટવેરને અપડેટ આપી દે છે.

આ પણ વાંચો :-

 

 

વડોદરામાં બુલેટ ટ્રેનનો પીલ્લર અચાનક નમી પડયો તંત્ર દોડતું..

0
  • અમદાવાદ-મુંબઈ (Ahmedabad-Mumbai) વચ્ચે બની રહેલા હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (hi-speed rail project)ની દેશ ભરમાં ચર્ચા થઈ રહી છે. બુલેટ ટ્રેન (bullet train) પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે.

અમદાવાદ-મુંબઈ (Ahmedabad-Mumbai) વચ્ચે બની રહેલા હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (hi-speed rail project)ની દેશ ભરમાં ચર્ચા થઈ રહી છે. બુલેટ ટ્રેન (bullet train) પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના ૮ સ્ટેશન છે. જેમાં એક વડોદરા સ્ટેશન પણ છે.

ત્યારે બુલેટ ટ્રેનની પૂરજોશમાં ચાલી રહેલી કામગીરી વચ્ચે અચાનક વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે બની નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો એક પીલ્લર અચાનક નમી પડતા તંત્ર દોડતું થયું છે. પીલ્લર એક તરફ નમી પડતા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.

વડોદરા સ્થિત વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી બુલેટ મુંબઈથી આવતી બુલેટ ટ્રેન પસાર થશે. ત્યારે આ હાઈ સ્પીડ રેલ વિશ્વામિત્રી બ્રીજની ઉપરથી પસાર થનાર હોય. તેની માટે પીલ્લર ઉભા કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય તે માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

પરંતુ શહેરમાં ના આજે વાવાઝૂડું આવ્યું છે કે ના પછી વરસાદી માહોલ છે. છતાંય વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો પીલ્લર અચાનક એક તરફ નમી પડતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ અંગેની જાણ હાઈ સ્પીડ રેલ તંત્રને થતાં તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી પહોંચ્યાં છે. નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો એક પીલ્લર અચાનક નમી પડતાં તેની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે હવે જોવાનુ રહ્યું કે, આ અંગે હાઈ સ્પીડ રેલ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

રક્ષાબંધન મુહૂર્ત : રાત્રે રાખડી ન બાંધવી હોય તો આટલા વાગ્યે ૧ કલાક ૧૨ મિનિટ માટે છે મુહૂર્ત

  • આજે ૩૦ ઓગસ્ટે ભદ્રા આખો દિવસ રહેશે જેના કારણે આ ભાઈ-બહેનના તહેવારને બે તારીખોમાં વહેંચવામાં આવ્યો છે. રક્ષાબંધન ૩૦ ઓગસ્ટની રાત્રે અને ૩૧ ઓગસ્ટની સવારે ઉજવવામાં આવશે.

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાના  પડછાયા વચ્ચે ઉજવવામાં આવશે. આજે ૩૦ ઓગસ્ટે ભદ્રા આખો દિવસ રહેશે. જેના કારણે આ ભાઈ-બહેનના તહેવારને બે તારીખોમાં વહેંચવામાં આવ્યો છે. રક્ષાબંધન ૩૦ ઓગસ્ટની રાત્રે અને ૩૧ ઓગસ્ટની સવારે ઉજવવામાં આવશે.

શાસ્ત્રો અનુસાર ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધવી અયોગ્ય માનવામાં આવે છે. એક લોકપ્રિય દંતકથા અનુસાર, શૂર્પણખાએ રાવણને રાખડી બાંધી હતી જે ભદ્રાનો સમયગાળામાં હતો. લંકેશનું સમગ્ર રાજ્ય બરબાદ થઈ ગયું હતું. તમે જાણો છો કે ભદ્રા કાળમાં એક એવો સમય હોય છે જેમાં ભાઈને રાખડી બાંધી શકાય છે

સૂર્યોદય પછી ભદ્રા પૂછ કાળમાં શરૂ થાય :

જ્યોતિષી ચાર્યએ ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધવાનો સમય અને નિયમો જણાવ્યું છે. જ્યોતિષના મતે ભદ્રાની છેલ્લા સમયગાળા દરમિયાન ભાઈને રાખડી બાંધી શકાય છે. આ સમયગાળા દરમિયાન ભદ્રાની અસર ઓછી થાય છે અને જેઓ રક્ષાબંધન ઉજવે છે તેમના પર તેની અસર થતી નથી. સૂર્યોદય પછી ભદ્રા પૂછ કાળમાં શરૂ થાય છે.

ભદ્રા પુછ કેટલા વાગે છે :

જ્યોતિષના જણાવ્યા અનુસાર કે ૩૦ ઓગસ્ટના રોજ સાંજે ૫.૧૯ વાગ્યાથી ભદ્રા પુચ્છ શરૂ થાય છે અને સાંજે ૬.૩૧ વાગ્યે સમાપ્ત થશે. ખાસ પરિસ્થિતિમાં જેઓ રક્ષાબંધન ઉજવે છે તેઓ ભદ્રા પુચ્છ સમયગાળા દરમિયાન તેમના ભાઈને રાખડી બાંધી શકે છે. જે લોકો આ સમયગાળો ચૂકી જાય છે તેમને રાખડી બાંધવાનો શુભ મૂહુર્ત ત્યારે જ મળશે જ્યારે ભદ્રા ૯.૨ મિનિટ પછી સમાપ્ત થશે.

રાખડી બાંધતી વખતે આ મંત્રનો જાપ કરો રક્ષાબંધન :

રક્ષાબંધનનો રક્ષા સૂત્ર લાલ, પીળા અને સફેદ રંગનું હોવું જોઈએ. રક્ષાસૂત્ર એટલે કે રાખડી મંત્રનો જાપ કરતા હંમેશા બાંધવી જોઈએ. આ દિવસે જ્યારે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે. ત્યારે येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबलः। तेन त्वाम रक्ष बध्नामि, रक्षे माचल माचल:। આ મંત્રનો જાપ કરવો જોઈએ.

૩૦ ઓગસ્ટના રોજ ભદ્રા કાળ :

શ્રાવણ પૂર્ણિમા ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૧૦.૫૯ કલાકે શરૂ થશે. આ સાથે જ ભદ્રાનો સમયગાળો શરૂ થશે. જે રાત્રે ૯.૨૦ વાગ્યા સુધી ચાલશે એટલે કે ૩૦ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળના લગભગ ૧૦ કલાક રહેશે.

આ પણ વાંચો :-

સેમસંગનો આ રૂ.૮૬,૦૦૦ નો મોબાઈલ મળી રહ્યો છે માત્ર રૂ.૫૪,૦૦૦ માં, iPhone જેવા જ શાનદાર ફિચર્સ

0
  • સેમસંગ ગેલેક્સી ઓફર : આ સ્માર્ટફોનનો ક્રેઝ એટલો વધારે છે કે તેની અપડેટેડ સિરીઝ હોવા છતાં ગ્રાહકો તેને ઉગ્રતાથી ખરીદી રહ્યા છે. તમે તેની ખરીદી પર ઓફરનો લાભ પણ લઈ શકો છો.

સેમસંગ ગેલેક્સી S22 ભારતમાં વર્ષ ૨૦૨૨ માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી ઘણો સમય વીતી ગયો છે. આટલો સમય હોવા છતાં પણ ભારતીયોમાં આ સ્માર્ટફોનને લઈને ઘણો ક્રેઝ છે. હવે આ સ્માર્ટફોનની ખરીદી પર જોરદાર ઓફર આપવામાં આવી રહી છે જે ફ્લિપકાર્ટ પર એક્ટિવ છે.

આજે અમે તમને આ ઓફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઓફર તમને સ્માર્ટફોનની ખરીદી પર જંગી ડીલ મેળવી શકે છે.

શાનદાર ઓફર :

Samsung Galaxy S22 5G પર ઉપલબ્ધ ઓફર વિશે જાણતા પહેલા તેની કિંમત વિશે જાણી લેવું જોઈએ. જો કે આ સ્માર્ટફોનની વાસ્તવિક કિંમત ₹૮૫,૯૯૯ છે. પરંતુ ગ્રાહકો તેને માત્ર ₹૫૪,૩૯૯માં ખરીદી શકે છે કારણ કે તેના પર ૩૬ ટકાનું ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ભારે ડિસ્કાઉન્ટ પછી ગ્રાહકો સ્માર્ટફોન ખૂબ જ વાજબી કિંમતે ખરીદી શકે છે.

ફીચર્સ :

સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં આ સ્માર્ટફોન 120 Hz રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે સાથે આવે છે.જે એક ડાયનેમિક AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે સાથે વપરાશકર્તાઓને નક્કર અનુભવ મળે છે જે કદાચ આ શ્રેણીના અન્ય સ્માર્ટફોનમાં ઓફર કરવામાં આવતો નથી.

જો તમે પણ આ ઓફરનો લાભ લેવા માગો છો. તો તે તમારા માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે. આ સ્માર્ટફોન માત્ર સ્ટાઈલિશ રિયર ગ્લાસ પેનલ ઓફર કરે છે. પરંતુ તેમાં પ્રીમિયમ ડિઝાઈન કરેલ કેમેરા સેટઅપ પણ મળે છે. જે પાવરફુલ લાગે છે અને ગ્રાહકોને તે ખૂબ જ ગમે છે.

આ પણ વાંચો :-

૩૦ ઓગસ્ટ / ઓચિંતા મુશ્કેલી આવશે, માનસિક અશાંતિ ભરડો લેશે, આ રાશિના જાતકોના જીવનમાં અમંગળના એંધાણ, જુઓ રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે ? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે. શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે. મકાન વાહન ખરીદવાનો અવસર મળશે. તબિયતની બાબતમાં કાળજી રાખવી. વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે. માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો. યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના. વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય. પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય. વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું. ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે. કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે. ધંધામાં પ્રગતિના યોગ જણાય છે. વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનોની ચિંતામાં સમાધાન મળશે. અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું. ખેડૂતો માટે સારો સમય જણાય છે. બદલી, બઢતી કે સ્થળાંતરના યોગ બને છે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે સંકડામણ અનુભવશો. ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું. સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે. સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે. નવી ઓળખાણો દ્વારા લાભ થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે. ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આપના મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરશે. માનસિક અશાંતિનો અનુભવ થશે. દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે. નોકરીયાતને સમય અનુકૂળ જણાશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે. આર્થિક સંકડામણ ઓછી થશે. વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે. રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારોથી સારો લાભ થશે. વેપાર-ધંધામાં સારો લાભ જણાશે. મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે. નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે. પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે. દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના. પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય.

આ પણ વાંચો :-