Home Blog Page 970

ફિટનેસ ટ્રેનરને વરસાદમાં પલળતા રોડ પર રીલ્સ બનાવી ભારે પડી, જાહેરમાં માફી માંગી

0
  • નબીરાઓની સાથે સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. પોપ્યુલર થવા અને રીલ્સ બનાવવા માટે હવે યુવતીઓમાં રીતસરની હોડ લાગી છે.

નબીરાઓની સાથે સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. પોપ્યુલર થવા અને રીલ્સ બનાવવા માટે હવે યુવતીઓમાં રીતસરની હોડ લાગી છે. ત્યારે રાજકોટમાં જાહેરમાં રોડ પર રીલ્સ બનાવવી ભારે પડી છે. રીલ્સ બનાવનાર ફિટનેસ ટ્રેનર સામે ગુનો નોંધાયો છે.

ફિટનેસ ટ્રેનર યુવતીએ રસ્તા પર ટ્રાફિક રોકીને યુવતીએ રોડ પર રીલ્સ બનાવી હતી. વરસાદમાં ટ્રાફિકને અડચણરૂપ થઈ રીલ્સ બનાવતા પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે હવે ટ્રેનર યુવતીએ માફી માગતો વીડિયો શેર કર્યો છે.

રાજકોટમાં ફિટનેસ ટ્રેનરને રોડ પર રીલ્સ બનાવવી ભારે પડી. માલવીયા નગર પોલીસે IPC ૨૮૩ મુજબ ગુનો દાખલ કર્યો છે. દીના પરમાર (ઉ.વ. ૪૦) દ્વારા જાહેર રોડ પર રીલ બનાવવામાં આવી હતી. ૧૮ સપ્ટેમ્બર ના રોજ સવારે ૯:૦૦ વાગ્યા આસપાસ રોડ પર રીલ્સ બનાવી હતી. ટ્રાફિકને અડચણ થાય તે પ્રકારની આ રીલ હોવાથી પોલીસે તેના પર કાર્યવાહી કરી છે.

ફિટનેસ ટ્રેનરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહી માફી માંગી છે. નિયમોને નેવે મૂકી જાહેરમાં રીલ્સ બનાવવા બદલ માફી માંગી છે. પોતે ટ્રાફિક નિયમનનું પાલન કરતી હોય તેમ જ માફી માગતી હોય તે પ્રકારનો વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો :-

સુરતમાં પાડોશી મહિલાએ બાળકીને ફંગોળી, ક્રૂરતાપૂર્વક કર્યો લાફાનો વરસાદ, વીડિયો જોઈ કમકમી જશો

0
  • સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં સિલવાસા ટવીન ટાવરનો વીડિયો વાયરલ હોવાની ચર્ચા થઈ રહી છે. આ વીડિયોમાં મહિલા બાળકીને ક્રૂરતા પૂર્વક માર મારી રહી છે. આ સમગ્ર ઘટનાં CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

મોટા વરાછાના સિલવાસા ટવીન ટાવરમાં બાળકીને નિર્દયતાથી માર મારતી મહિલાનો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ કોમલ સોજીત્રા નામની મહિલાએ બાળકીને બેરહેમીથી માર મારી રહી હોવાનું સામે આવ્યું છે.

આખી ઘટના સીસીટીવીમાં થઈ કેદ થઈ જતા લોકોએ મહિલાએ  ફટકાર વરસાવી રોષ વ્યકત કર્યો છે. જોકે બાળક ને જાહેરમાં મારવા પાછળ નું કોઈ કારણ સામે આવ્યું નથી.

રમતી બાળકીને ઉપાડી લિફ્ટ પાસે લઈ જવાયા બાદ મુક્કા મારી લિફ્ટમાં લઈ જવાતી હોવાનું સ્પષ્ટ દેખાય છે.

ચાલુ લિફ્ટમાં પણ મારી માસુમ બાળકીને મારવામાં આવ્યો :

પીડિત બાળકીના પિતા એ કહ્યું હતું કે ઘટના જન્માષ્ટમીના રોજ બની હતી. મારી ૮ વર્ષની દીકરી નીચે રમતી હતી. ત્યાંથી ઉપાડીને પાડોશી મહિલા લિફ્ટ પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ ત્યાં મુક્કા મારી લિફ્ટમાં લઈ ગઈ હતી. ચાલુ લિફ્ટમાં પણ મારી માસુમ બાળકીને મારવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાય છે.

આ પણ વાંચો :-

લોહીથી ભીંજાયો સુરેન્દ્રનગર હાઈવે : મોરબીથી કડી જતા પરિવારની કારને ટ્રકે કચડી, ૪ ના મોત

0
  • Surendranagar Accident : સુરેન્દ્રનગરના દસાડા-પાટડી હાઈવે પર રૂસ્તમગઢ પાસે ગમખ્વાર અકસ્માત. કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત. મૃતક પરિવાર મોરબીનો હોવાનું અનુમાન. પોલીસે હાથ ધરી તપાસ.

સુરેન્દ્રનગરનો દસાડા-પાટડી હાઈવે પર આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ૪ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. રૂસ્તમગઢ ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરિવાર મોરબી કડી તરફ જઈ રહ્યો હતો ત્યારે આ કાળમુખી ટ્રકે તેમની કારને કચડી નાંખી હતી. જેમાં કાર રોડ પાસેના ખેતરમાં પડીકું વળીને ફંગોળાઈ હતી. હાલ મૃતદેહોને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી પાસેના વિરપરાડા ગામના દરબારો સ્વીફ્ટ કારમાં સવાર થઈને કડી તરફ જઈ રહ્યા હતા. કાર દસાડા પાટડી હાઈવે તરફથી પસાર થઈ રહી હતી. ત્યારે સામેથી માતેલા સાંઢની જેમ આવતી એક ટ્રકે સ્વીફ્ટ કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે કાર ફંગોળાઈને પડીકા જેવી થઈ ગઈ હતી. કાર બાજુના ખેતરમા જઈને પટકાઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાજસ્થાન પાસિંગની ટ્રકને કારને ટક્કર મારી હતી. કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો મદદે આવ્યા હતા. તેઓએ પોલીસને જાણ કરી હતી. જેથી દસાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખાણ હજી થઇ શકી નથી પણ આરટીઓમાં આ સ્વિફ્ટ ગાડી કુલદીપસિંહ પરમાર નામે બોલતી હોવાનું ખુલવા પામ્યું છે.

આ પણ વાંચો :-

અંબાણી પરિવારના ગણેશ મહોત્સવમાં દર્શન કરવા પહોંચ્યું બોલીવુડ, જુઓ સિતારાઓની તસવીરો

0
  • મુકેશ અંબાણી અને નીતા અંબાણી ગણેશ ચતુર્થી પર બાપ્પાને ઘરે લાવ્યા હતા. આ સમય દરમિયાન એન્ટિલિયામાં તારાઓનો મેળાવડો હતો.

આ પ્રસંગે જ્હાન્વી કપૂર ટ્રાન્સપરન્ટ વ્હાઈટ કલરની સાડીમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ પ્રસંગે નયનતારા પતિ વિગ્નેશ શિવન સાથે પહોંચી હતી. બંનેએ ઓફ-વ્હાઈટ કલરના કપડા પહેર્યા હતા. સારા તેના ભાઈ ઈબ્રાહિમ સાથે આ કાર્યક્રમમાં પહોંચી હતી. જોકે, તેમના લૂકના લીધે સૌ કોઈ તેમની સામે જોઈ રહ્યાં હતાં.

આ પ્રસંગે અર્જુન કપૂર બ્લેક કલરનો કુર્તો અને બ્લેક પાયજામા પહેરીને જોવા મળ્યો હતો, પરંતુ આ વખતે તેની સાથે મલાઈકા અરોરા જોવા મળી ન હતી. આ વર્ષે લગ્ન કરનાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ ખાસ અવસર પર સાથે ખૂબ જ સારા દેખાતા હતા. કિયારા હળવા મહેંદી રંગની સાડીમાં જોવા મળી હતી જ્યારે સિદ્ધાર્થ પીકોક કલરના કુર્તા અને પાયજામામાં જોવા મળ્યો હતો.

આ અવસર પર આલિયા લાલ રંગની સાદી સાડી અને કામદાર બ્લાઉઝ પહેરેલી જોવા મળી હતી. આ સાદી સાડીમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ અયાન મુખર્જી સાથે જોરદાર પોઝ આપ્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચન આરાધ્યા સાથે પહોંચી હતી. ખાસ વાત એ છે કે બંને સૂટની સ્ટાઈલ અને પ્રિન્ટ એક જ હતી, માત્ર રંગ અલગ હતો.

અજય દેવગન અને રોહિત શેટ્ટીએ પણ જોરદાર પોઝ આપ્યા હતા. અજય સફેદ કલરમાં જ્યારે રોહિત શેટ્ટી બ્લેક કુર્તામાં જોવા મળ્યો હતો. સૌથી પહેલા નીતા અંબાણીની તેમની બે પુત્રવધૂ સાથેનો ફોટો જુઓ. આ પ્રસંગે નીતા અંબાણી લીલા રંગની સાડીમાં જોવા મળી હતી જ્યારે તેમની મોટી વહુ શ્લોકા હળવા ગોલ્ડન રંગની ફ્લોરલ પ્રિન્ટની સાડી પહેરેલી જોવા મળી હતી. જ્યારે ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સ્ટાર્સથી શણગારેલી ચમકદાર સાડીમાં જોવા મળી હતી.

આ પણ વાંચો :-

ખર્ચો ૫૦ ટકા ઘટશે અને ચાર્જિંગની ચિંતા નહીં બજાજ કંપની લાવી રહી છે CNG થી ચાલતી બાઈક

0
  • બજાજ ઓટો સીએનજી ઇંધણ પર ચાલતી એન્ટ્રી-લેવલ મોટરસાઇકલ લોન્ચ કરી શકે છે. કંપનીના એમડી બજાજે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો નિર્દેશ કર્યો હતો. બજાજે કહ્યું કે સીએનજી મોટરબાઈક ખરીદી અને ઈંધણ બંને રીતે સસ્તી થશે.

રાજીવ બજાજે જણાવ્યું હતું કે CNG બાઈકમાં સેફ્ટી, રેન્જ, ચાર્જિંગ અને બેટરી લાઈફને લઈને ઉત્પાદકોને કોઈ ચિંતા રહેશે નહીં. ગ્રાહકો માટે પણ આવી બાઈક ઘણી સારી રહેશે. આનાથી ઈંધણના ખર્ચમાં ૫૦% સુધીનો ઘટાડો થઈ શકે છે. જો બજાજ આ યોજના અમલમાં મૂકે છે તો તે સંપૂર્ણ રીતે CNG મોટરસાઈકલ બનાવનારી ભારતની પ્રથમ કંપની હશે.

રાજીવ બજાજે જણાવ્યું હતું કે તેઓ આગામી તહેવારોની સિઝનમાં એન્ટ્રી-લેવલ ઈન્ટરનલ કમ્બશન એન્જિન બાઇક (૧૦૦cc)ના વેચાણમાં વધારો થવાની આશા રાખતા નથી. આનું કારણ એ છે કે ખરીદદારો ઈલેક્ટ્રિક વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે. પિરામિડના તળિયેના ખરીદદારો કે જેઓ કોવિડથી પ્રભાવિત હતા. નોકરીની ખોટ અને પેટ્રોલના વધતા ભાવો પાછા આવતા નથી.

બજાજ પાસે ૧૦૦cc સેગમેન્ટમાં બે મોડલ છે :

બજાજ ઓટો ૧૦૦cc અને ૧૨૫cc વચ્ચેના એન્ટ્રી સેગમેન્ટમાં સાત મોટરસાઈકલ મોડલ ધરાવે છે. કંપની ૧૦૦cc સેગમેન્ટમાં બે મોડલ ઓફર કરે છે – Bajaj Platina અને Bajaj CT 100. જોકે તે આ કેટેગરીમાં નેતા નથી.

સરકારે ૨૦૧૬માં CNG પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો :

૨૦૧૬ માં સરકારે CNG પર ટુ-વ્હીલર ચલાવવા માટે નવી દિલ્હીમાં એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો. આ અંતર્ગત કેટલીક ફૂડ ડિલિવરી સેવાઓએ CNG સંચાલિત હોન્ડા એક્ટિવાના મોડલનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો :-

ઘરવાળી જોડે માથાકૂટના લીધે કોર્ટના ધક્કા ખાતો થઈ ગયો ટીમ ઈન્ડિયાનો આ વર્લ્ડ ક્લાસ ખેલાડી

0
  • Team India : ODI વર્લ્ડ કપ પહેલા ભારતના સ્ટાર ફાસ્ટ બોલરને મોટી રાહત મળી છે. પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસા કેસમાં નીચલી અદાલતે આ ખેલાડીને જામીન આપી દીધા છે.

ભારતીય ક્રિકેટ ટીમ ૨૨મી સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની ODI શ્રેણી રમવાની છે. આ સીરીઝ માટે બંને ટીમોએ પોતાની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ કોટના ચક્કર લગાવવા પડયા હતા. આ ખેલાડી સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે. જો કે આ ખેલાડીને કોટથી મોટી રાહત મળી છે. પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસા કેસમાં નીચલી અદાલતે આ ખેલાડીને જામીન આપી દીધા છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી કોર્ટમાં હાજર થયો હતો :

ODI વર્લ્ડ કપ પહેલા ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મોટી રાહત મળી છે. કોલકાતાની નીચલી અદાલતે તેની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસા કેસમાં તેને જામીન આપી દીધા છે. શમીના મોટા ભાઈ મોહમ્મદ હસીબને પણ એ જ કોર્ટે મંગળવારે જામીન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે મંગળવારે બંને ભાઈઓ નીચલી કોર્ટમાં હાજર થયા હતા જ્યાં તેમના વકીલે જામીન અરજી દાખલ કરી હતી. જેને મંજૂર કરવામાં આવી હતી.

શમી તેની પત્નીને માસિક ભરણપોષણ આપે છે :

આ વર્ષે જાન્યુઆરીમાં કોર્ટે મોહમ્મદ શમીને તેની પત્ની હસીન જહાંને ૧.૩૦ લાખ રૂપિયાનું માસિક ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેમાં ૫૦,૦૦૦ રૂપિયા વ્યક્તિગત ભરણપોષણ તરીકે અને બાકીના ૮૦,૦૦૦ રૂપિયા તેમની પુત્રીના ભરણપોષણ માટે હતા. તેમની સાથે રહે છે.

આ પણ વાંચો :-

મૂક સમાજસેવી સુરતનાં ગોપાલ પટેલે બહુચરાજીને ૩૦૦ ગ્રામનો હીરાજડીત મુગટ ચઢાવ્યો

  • એક હજાર કન્યાઓનું કન્યાદાન કરનાર ગોપાલ પટેલ ઉર્ફે ગોપાલ ચમારડી અનેક લોકોનો સહારો બન્યા હશે, કોરોના કાળમાં સેંકડો પરિવારોને રાશન પહોંચાડયું હતું.
  • ગોપાલ પટેલ માને છે, ઈશ્વરે આપ્યું છે અને આપણે આગળ આપવાનું છે, ઈશ્વરની ઈચ્છા હશે ત્યાં સુધી આપતા રહીશું.
  • ગરીબો, જરૂરિયાતમંદ લોકોને જોઈને જ ગોપાલ પટેલનો આત્મા સળવળી ઉઠે છે. શિક્ષણ, આરોગ્ય માટે કોઈની મદદે જવું એ કદાચ ઈશ્વરનો સંકેત હશે.

સામાન્ય રીતે જીવનમાં મુશ્કેલીના દિવસોમાં વ્યક્તિ દૈવી શક્તિઓ, આસ્થાનાં કેન્દ્રો, મંદિરો અને સાધુ-મહાત્માઓ તરફ દોટ મૂકતો હોય છે. સાચી ભક્તિ હોય તો ઈશ્વરકૃપા પણ થાય છે અને સંકટનાં વાદળો પણ વિખેરાઈ જાય છે, પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે, જે દરિદ્રનારાયણ એટલે કે ગરીબોની સેવા સાથે સમાજનાં જરૂરિયાતમંદ લોકોની પડખે હરહંમેશ ઊભા રહેતા હોય છે. આવી સમાજસેવા કરીને બદલામાં કંઈક મેળવવાની પણ અપેક્ષા હોતી નથી. પરંતુ જરૂરિયાતમંદની કરેલી સેવા ક્યારેય પણ એળે જતી નથી. કુદરત ક્યાંક ને ક્યાંક બદલો આપતો આવ્યો છે.

જાહેર જીવનમાં અનેક લોકો મૂક  રહીને અને બંધ મુઠ્ઠીમાં આવી સમાજ સેવા કરતા હશે. આ એવા લોકો છે કે, તેમની સેવાની સમાજ નોંધ લેશે એવી ખેવના પણ રાખતા નથી. સુરત અને સૌરાષ્ટ્ર પંથકનાં આવા જ એક આગેવાન અને ગોપાલ ચમારડીથી ઓળખાતા ગોપાલ પટેલ (વસ્તરપરા) પાછલાં ઘણાં વર્ષોથી સમાજસેવા માટે હંમેશા આગ્રહી રહેતા આવ્યા છે.

મૂળ ખેડૂત પરિવારનો જીવ એટલે ગામડુ છૂટે નહીં અને એટલે જ ગોપાલભાઈએ વતન અમરેલી જિલ્લાનું ચમારડી ગામ અને સુરત શહેર બંનેને જાળવી રાખ્યા છે. વતનમાં ખેતીવાડી ઉપરાંત સુરતમાં જમીન અને  બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલ ચમારડી પહેલેથી જ સુખી જીવ છે. પરંતુ તેમને દાન, પુણ્ય અને મદદ કરવાનો અંતરમનથી શોખ છે. કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય તો માંગ્યા વગર પણ બંધ મુઠ્ઠીમાં કંઈકને કંઈક આપતા રહે છે. વળી ભાઈબંધ-મિત્રો કે સમાજમાંથી એક રૂપિયો ઉઘરાવ્યા વગર પોતાના પરસેવાની કમાણીમાંથી લોકોને મદદરૂપ બનતા રહ્યા છે. તાજેતરમાં કોરોનાનાં કપરાકાળ વખતે ગોપાલભાઈને પોતાની કારમાં સામાન લઈને ફરતા ઘણાંએ જોયા હશે, પરંતુ ગોપાલ ચમારડી ક્યારેય પણ સસ્તી પ્રસિદ્ધિમાં પડયા નથી. કોરોના સમયે સેંકડો પરિવારનાં પેટની આગ ગોપાલ ચમારડીએ ઠારી હશે. આ એક કુદરતી મહામારી હતી. પરંતુ આવા કપરા દિવસો સિવાય પણ ગોપાલભાઈનો માનવસેવાનો યજ્ઞ કાયમ માટે ચાલતો રહે છે.

ગોપાલ ચમારડી પરિવારે આજે બહુચરાજી તીર્થધામ ખાતે બહુચર માતાજીને ૩૦૦ ગ્રામ સોનાનો ૭૬ કેરેટનાં ૬૧૫૫ હીરાજ‌ડિત હાર ચઢાવ્યો એટલે અચાનક ગોપાલ ચમારડી ચર્ચાનો વિષય બન્યા હતા. દેશમાં છાશવારે શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરોમાં કરોડોનું દાન, સોના, ચાંદીના દાગીના અર્પણ કરતાં રહે છે, પરંતુ ગોપાલ ચમારડીએ સહપરિવાર માતાજીને હીરાજ‌ડિત મુગટ અને કુંડળ અર્પણ કરતાં તેમની સમાજસેવાની ઘટનાઓ તાજી થઈ આવી હતી. માતાજીને અર્પણ કરેલ મુગટ, કુંડળ કરતાં તેમની માતાજી પ્રત્યેની શ્રદ્ધાનું વધુ મહત્ત્વ હતું. ગોપાલ ચમારડી ખોડલધામ મંદિરનાં ટ્રસ્ટી પણ છે. પરંતુ ૨૦ વર્ષ પૂર્વે કરેલો કોઈ સંકલ્પ સાકાર થયો હોવાથી ગોપાલ ચમારડી સહપરિવાર બહુચરાજી માતાનાં મંદિરે દર્શન કરવા પહોંચી ગયા હતા. આ પૂર્વે તેમણે ઉમિયા માતાનાં મંદિરથી બહુચર માતાનાં મંદિર સુધી પદયાત્રા કરીને ધ્વજારોહણ પણ કર્યું હતું.

ગોપાલ ચમારડી

તેમની સેવાકીય પ્રવૃ‌ત્તિઓને કારણે જાહેર જીવનમાં ઉભરી આવેલા ગોપાલ ચમારડી તાજેતરમાં ચૂંટણી પણ લડયા હતા. પરંતુ ચૂંટણી લડવાની તેમણે સૌથી મોટી ભૂલ કરી હોવાનું તેમને લાગી રહ્યું છે, પરંતુ કોઈ અફસોસ નથી. આ પૂર્વે તેમણે ૧૦૦૦ દીકરીઓનાં કન્યાદાન કરીને એક કીર્તિમાન સ્થાપ્યો હતો. કોઈ સમાજ, ન્યાત-જાતનાં વાડા વગર તેમણે દીકરીઓને સાસરે વળાવી હતી. ગોપાલ ચમારડી પરિવારે અનેક શૈક્ષણિક સંકુલોમાં પણ કોઈપણ પ્રકારની જાહેરાત કર્યા વગર દાન આપ્યા હતાં.

ગોપાલભાઈનાં કહેવા મુજબ તેમને કોઈકને મદદ કરવામાં મજા આવે છે. કુદરતે આપ્યું છે તો આપું છુંને? વળી કોઈને ખુશ થતા જોઈને તેમનો આનંદ બેવડાઈ જાય છે.

ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ગોપાલ ચમારડીનાં માનવા મુજબ કરેલી મદદ ક્યારેય પણ એળે જતી નથી. આપણે માત્ર ઈશ્વરનાં પ્રતિનિધિ છીએ, તેમણે આપેલું આપણે બીજા કોઈ જરૂરિયાતમંદને આપીએ છીએ અને કદાચ એટલે જ ઈશ્વરે આપણને શક્તિ, સંપત્તિ અને તંદુરસ્તી આપ્યા હશે.

માતાજીનાં માથા ઉપર શોભતો હાર વધુ માનવસેવા કરવા માટે પ્રેરણા આપતો રહેશે. માતાજીને અર્પણ કરવામાં આવેલો હીરાજ‌ડિત મુગટ અને કુંડળ સુરતનાં જ શીતલ ડાયમંડ જ્વેલર્સમાં બનાવવામાં આવ્યો હતો તથા નીલેશ કાકડિયા દ્વારા અદભૂત ડિઝાઈન બનાવીને બારીક નકશીકામ કરી મુગટ અને કુંડળ તૈયાર કરવામાં આવ્યાં હતાં.

બહુચરા માતાજી (1)

બહુચરાજી માતાને મુગટ અને કુંડળ અર્પણ કરતી વખતે માતાજીનાં જયઘોષથી મંદિર ગુંજી ઊઠયું હતું. આ પ્રસંગે ખોડલધામનાં ટ્રસ્ટી અને પાટણનાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત, બહુચરાજી ખેતીવાડી માર્કેટ APMCનાં ચેરમેન વિજય પટેલ, શંખલપુરનાં સરપંચ પરેશ પટેલ, બહુચરાજી પાટીદાર સમાજનાં અગ્રણી હર્ષદ પાટીદાર, જીમીત પટેલ સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

ગાંધીનગરના દશેલા ગામમાં કાર પાણીમાં ડૂબી, ૪ યુવકોના થયા મોત, એકની શોધખોળ શરુ 

0
  • ગાંધીનગરના દશેલા ગામમાં પાણીમાં કાર ગરકાવ થઈ છે. કારમાં સવાર ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. ૪ યુવકો અમદાવાદના નરોડા વિસ્તારના હોવાની વિગતો સામે આવી છે.

ગાંધીનગરના દશેલા ગામમાં પાણીમાં કાર ગરકાવ થઈ છે. કારમાં સવાર ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. ૪ યુવકો અમદાવાદના નરોડા વિસ્તારના હોવાની વિગતો સામે આવી છે. એક વ્યક્તિની શોધખોળ શરુ કરવામાં આવી છે. ચિલોડા હિંમતનગર હાઈવે પર દશેલા ગામમાં ગાડી તળાવમાં ખાબકી હતી.

દશેલા ગામમાં ગાડીમાં સવાર પાંચ લોકો સાથે તળાવમાં ગાડી પડતા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક વિગતોમાં ગાડીમાં સવાર ચાર લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે અન્ય એક વ્યક્તિની પ્રશાસન દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે.

૪ યુવાનો નરોડા અમદાવાદના રહેવાસી :

૫ યુવાન મિત્રો રાજસ્થાન ફરવા ગયા હતા. ૪ યુવાનો નરોડા અમદાવાદના રેહવાસી છે. જ્યારે ૧ યુવાન દશેલા ગામનો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ગઈકાલે રાત્રે પરત ફરતા સમયે સમગ્ર ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો છે. યુવાનોનો ટેલીફોનિક સંપર્ક નહિ થતા લોકેશન ચેક કરતા દશેલા ગામનું આવતા શોધખોળ શરૂ કરાઈ હતી. પાંચેય યુવકોની શોધખોળમાં હાલ ૪ યુવાનોની લાશ મળી આવી છે. જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો :-

 

મિડલ ક્લાસ માટે ખાસ ! ૬ લાખની કારમાં જ SUV જેવી મજા, માઈલેજ અને સેફટી પણ દમદાર

0
  • હ્યુન્ડાઈએ તાજેતરમાં એક કાર લોન્ચ કરી છે જે હેચબેકની કિંમતે લોન્ચ કરવામાં આવી છે પરંતુ તેમાં એસયુવીની તમામ સુવિધાઓ છે.

છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય બજારમાં SUV વાહનોની માંગ ઝડપથી વધી છે. હવે લોકો હેચબેકનું બજેટ વધારીને SUV ખરીદી રહ્યા છે. અહેવાલો અનુસાર દેશમાં ૭-૧૨ લાખ રૂપિયાના વાહનોની સૌથી વધુ માંગ છે. આ જ કારણ છે કે બ્રેઝા, બલેનો અને સ્વિફ્ટ જેવા મોડલ્સનું વેચાણ સતત વધી રહ્યું છે.

જો કે, બલેનો અને સ્વિફ્ટ જેવી કાર ઘણા લોકોના બજેટની બહાર છે. ત્યારે હવે માર્કેટમાં ૭ લાખ રૂપિયાથી ઓછી કિંમતની SUVના વિકલ્પો બહુ ઓછા છે. ઓછા બજેટમાં એસયુવી ઈચ્છતા લોકોની આ સમસ્યાને સમજીને હ્યુન્ડાઈએ હાલમાં જ એક કાર લોન્ચ કરી છે.

જે હેચબેકની કિંમતમાં લોન્ચ કરવામાં આવી છે પરંતુ તેમાં એસયુવીની તમામ સુવિધાઓ છે. કંપનીએ ગ્રાહકોની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે અને નીચલા વેરિઅન્ટમાં પણ સ્ટાન્ડર્ડ તરીકે ઘણી સુવિધાઓ આપી છે.

કેવી છે આ SUV?

અહીં અમે હાલમાં જ લોન્ચ થયેલી Hyundai Exter SUV વિશે વાત કરી રહ્યા છીએ. જે ૬ લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. જ્યારે તેના ટોપ મોડલની કિંમત ૧૦ લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. ચાલો જાણીએ કે શા માટે આ SUVને મધ્યમ વર્ગના પરિવારો માટે હેચબેક કરતાં વધુ સારી કહેવામાં આવે છે.

બેઝ વેરિઅન્ટ પણ ઘણી સુવિધાઓથી સજ્જ

Hyundai Xeter ૭ વેરિયન્ટ EX, EX(O), S, S(O), SX, SX(O) અને SX(O) માં લોન્ચ કરવામાં આવી છે. કંપની આ SUV પર ૩ વર્ષની અનલિમિટેડ કિલોમીટર વોરંટી આપી રહી છે. ૭ વર્ષની વિસ્તૃત વોરંટીનો વિકલ્પ પણ છે. આ માઈક્રો એસયુવી ૬ મોનોટોન અને 3 ડયુએલ ટોન એક્સટીરિયર પેઈન્ટમાં ઉપલબ્ધ છે.

શાનદાર ફિચર્સ

Hyundai Exeterમાં ૮-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે ૪.૨-ઈંચ ડ્રાઈવર ડિસ્પ્લે છે. તેના સેગમેન્ટમાં આ પહેલી કાર છે જેને વોઈસ સક્ષમ ઈલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવી છે. કારના સ્ટાન્ડર્ડ ફીચર્સમાં ડ્યુઅલ કેમેરા ડેશકેમ, ૬ એરબેગ્સ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જર, TPMS, થ્રી પોઈન્ટ સીટબેલ્ટ જેવા ફીચર્સ સામેલ છે જે તમામ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ કાર ૬૦ થી વધુ કનેક્ટેડ કાર સુવિધાઓથી સજ્જ છે.

પેટ્રોલની ઘણી બચત થશે

Hyundai Exeterમાં 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 6000 rpm પર 81 bhpનો પાવર અને 4000 rpm પર 114 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ તેને CNG વર્ઝનમાં પણ રજૂ કર્યું છે. CNGમાં આ એન્જિન 68 BHPનો પાવર અને 95 Nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. પેટ્રોલ વેરિઅન્ટમાં Exeterનું માઈલેજ 19.4kmpl છે, જ્યારે CNGમાં આ SUV 27.1 km/kg ની માઈલેજ આપી શકે છે.

આ પણ વાંચો :-

૨૦ સપ્ટેમ્બર / કઈ રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે ? આ રાશિવાળાઓ બુધવારનો દિવસ સાચવી લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય. કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે.

વૃષભ (બ.વ.ઉ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય. આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે. માનસિક ચિંતાઓ રહેશે. પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે.

મિથુન (ક.છ.ઘ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય. માનસિક શ્રમમાંથી મુક્ત બનો. કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે.

કર્ક (ડ.હ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય. બહારગામના કામકાજથી લાભ જણાય. સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય. કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય. મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય. કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું. માનસિક અશાંતિમાં રાહત અનુભવશો.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને. વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે. ઉત્તમ આનંદ મેળવી શકશો. ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે. હિસાબી કામકાજમાં સાવધાની રાખવી. આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય. નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય. વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું. ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય. આરોગ્યની ખાસ કાળજી લેવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો. અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા-સંબંધીઓમાં તણાવ જણાશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે. જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે. થોડી બેચેની અને કામની ચિંતા રહેશે. કામકાજ સામાન્ય સંભાળીને કરવું.

કુંભ ( ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે. વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું. વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે. માનસિક અસ્વસ્થતા અનુભવશો.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિલંબમાં પડેલા કામો પૂરાં થશે. ધર્મ કાર્યમાં યાત્રા-પ્રવાસ થાય. કામની હળવાશ અનુભવશો. દૈનિક વ્યવસાયથી લાભ થશે.

આ પણ વાંચો :-