મિડલ ક્લાસ માટે ખાસ ! ૬ લાખની કારમાં જ SUV જેવી મજા, માઈલેજ અને સેફટી પણ દમદાર

Share this story
  • હ્યુન્ડાઈએ તાજેતરમાં એક કાર લોન્ચ કરી છે જે હેચબેકની કિંમતે લોન્ચ કરવામાં આવી છે પરંતુ તેમાં એસયુવીની તમામ સુવિધાઓ છે.

છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય બજારમાં SUV વાહનોની માંગ ઝડપથી વધી છે. હવે લોકો હેચબેકનું બજેટ વધારીને SUV ખરીદી રહ્યા છે. અહેવાલો અનુસાર દેશમાં ૭-૧૨ લાખ રૂપિયાના વાહનોની સૌથી વધુ માંગ છે. આ જ કારણ છે કે બ્રેઝા, બલેનો અને સ્વિફ્ટ જેવા મોડલ્સનું વેચાણ સતત વધી રહ્યું છે.

જો કે, બલેનો અને સ્વિફ્ટ જેવી કાર ઘણા લોકોના બજેટની બહાર છે. ત્યારે હવે માર્કેટમાં ૭ લાખ રૂપિયાથી ઓછી કિંમતની SUVના વિકલ્પો બહુ ઓછા છે. ઓછા બજેટમાં એસયુવી ઈચ્છતા લોકોની આ સમસ્યાને સમજીને હ્યુન્ડાઈએ હાલમાં જ એક કાર લોન્ચ કરી છે.

જે હેચબેકની કિંમતમાં લોન્ચ કરવામાં આવી છે પરંતુ તેમાં એસયુવીની તમામ સુવિધાઓ છે. કંપનીએ ગ્રાહકોની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે અને નીચલા વેરિઅન્ટમાં પણ સ્ટાન્ડર્ડ તરીકે ઘણી સુવિધાઓ આપી છે.

કેવી છે આ SUV?

અહીં અમે હાલમાં જ લોન્ચ થયેલી Hyundai Exter SUV વિશે વાત કરી રહ્યા છીએ. જે ૬ લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. જ્યારે તેના ટોપ મોડલની કિંમત ૧૦ લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. ચાલો જાણીએ કે શા માટે આ SUVને મધ્યમ વર્ગના પરિવારો માટે હેચબેક કરતાં વધુ સારી કહેવામાં આવે છે.

બેઝ વેરિઅન્ટ પણ ઘણી સુવિધાઓથી સજ્જ

Hyundai Xeter ૭ વેરિયન્ટ EX, EX(O), S, S(O), SX, SX(O) અને SX(O) માં લોન્ચ કરવામાં આવી છે. કંપની આ SUV પર ૩ વર્ષની અનલિમિટેડ કિલોમીટર વોરંટી આપી રહી છે. ૭ વર્ષની વિસ્તૃત વોરંટીનો વિકલ્પ પણ છે. આ માઈક્રો એસયુવી ૬ મોનોટોન અને 3 ડયુએલ ટોન એક્સટીરિયર પેઈન્ટમાં ઉપલબ્ધ છે.

શાનદાર ફિચર્સ

Hyundai Exeterમાં ૮-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે ૪.૨-ઈંચ ડ્રાઈવર ડિસ્પ્લે છે. તેના સેગમેન્ટમાં આ પહેલી કાર છે જેને વોઈસ સક્ષમ ઈલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવી છે. કારના સ્ટાન્ડર્ડ ફીચર્સમાં ડ્યુઅલ કેમેરા ડેશકેમ, ૬ એરબેગ્સ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જર, TPMS, થ્રી પોઈન્ટ સીટબેલ્ટ જેવા ફીચર્સ સામેલ છે જે તમામ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ કાર ૬૦ થી વધુ કનેક્ટેડ કાર સુવિધાઓથી સજ્જ છે.

પેટ્રોલની ઘણી બચત થશે

Hyundai Exeterમાં 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 6000 rpm પર 81 bhpનો પાવર અને 4000 rpm પર 114 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ તેને CNG વર્ઝનમાં પણ રજૂ કર્યું છે. CNGમાં આ એન્જિન 68 BHPનો પાવર અને 95 Nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. પેટ્રોલ વેરિઅન્ટમાં Exeterનું માઈલેજ 19.4kmpl છે, જ્યારે CNGમાં આ SUV 27.1 km/kg ની માઈલેજ આપી શકે છે.

આ પણ વાંચો :-