Home Blog Page 969

૪૫ હજારનું બાઈક આપશે ૮૦ની એવરેજ, સામાન રાખવા વિશેષ વ્યવસ્થા, ગજબના બાઈકે માર્કેટમાં મચાવી ધૂમ

0
  • TVS XL100 ટુ-વ્હીલરની કિંમત માત્ર ૪૫,૦૦૦ રૂપિયા છે અને તે ૮૦ કિલોમીટર સુધીની એવરેજ આપી શકે છે.

વિશ્વના સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટમાં ભારતની ગણના ટોચના સ્થાને થાય છે. વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની પણ ભારતની છે. ભારતની આ બજારમાંથી દર મહિને લાખોની કિંમતની બાઈકનું વેચાણ થાય છે. લોકો પર્સનલ પરિવહન માટે આજે પણ બાઈક તથા સ્કુટરને પસંદ કરી રહ્યા છે. ભારતીય આ બાઈક બજારમાં ભાવ વધુ મહત્વ રાખે છે.

જેમાં ખાસ બાઈકની કિંમત અને પેટ્રોલ તથા તેના રેગ્યુલર ખર્ચ સૌપ્રથમ જોવામાં આવે છે. ત્યારે આજે કિંમતમાં અને પેટ્રોલ સહિતની તમામ બાબતે સસ્તી ટુ-વ્હીલર વિશે જાણો આ અહેવાલમાં !

૮૦ કિલોમીટર પ્રતિ લીટરથી વધુની માઈલેજ આપી શકે છે :

અહીં TVS XL100 વિશે વાત કરવામાં આવી રહી છે. આ ટુ-વ્હીલરની કિંમત માત્ર ૪૫,૦૦૦ રૂપિયા છે અને તે ૮૦ કિલોમીટર સુધીની એવરેજ આપી શકે છે. TVS XL100 એક મોપેડ છે. જે તમને સામાન લોડ કર્યા પછી પણ સરળતાથી પરિવહન કરાવી શકે છે.

એન્જિન વાત કરવામાં આવે તો TVS XL100માં 99.7 cc પેટ્રોલ એન્જિન છે. જે 4.4bhp પાવર જનરેટ કરે છે. TVS XL100 વજનમાં એકદમ હલકું છે. જે ૮૯ કિલો વજન ધરાવે છે અને તે ૮૦ કિલોમીટર પ્રતિ લીટરથી વધુની માઈલેજ આપી શકે છે.

આ મોપેડમાં કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ એમ બે પ્રકારની સુવિધા છે. સેલ્ફ સ્ટાર્ટ વેરિઅન્ટ કિંમત ૪૪,૯૯૯ થી ટોપ વેરિઅન્ટની કિંમત ૫૯,૬૯૫ રૂપિયા સુધીની છે. જે ડ્રમ બ્રેક, એનાલોગ સ્ટાઈલ સ્પીડોમીટર, ફ્યુઅલ ગેજ હોય છે સાથે આગળ એક કેરિયર પણ છે. જેના પર તમે સામાન પણ લોડ થઈ શકે છે.

આ પણ વાંચો :-

રોજ સવારે કરશો આ ૫ કામ તો દિવાળી પહેલા જ તમારા ઘરમાં થશે માતા લક્ષ્મીની પધરામણી

  • જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાં સૌથી ઝડપથી ફળ આ ૫ કાર્યોનું મળે છે. જો આ ૫ કાર્યો સવારે કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા લક્ષ્મીની કૃપા તેના પર હંમેશા રહે.  જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ ટકતી નથી. આવા વ્યક્તિના જીવનમાં ધનની ખામી પણ રહેતી નથી. માતા લક્ષ્મીના આગમન સાથે પરિવારમાં સુખ-સંપત્તિ આવે છે. એટલે જ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભક્તો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાં સૌથી ઝડપથી ફળ આ ૫ કાર્યોનું મળે છે. જો આ ૫ કાર્યો સવારે કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે.

સવારે ઉઠયા બાદ કરો આ કામ :

ઘરના મુખ્ય પ્રવેશદ્વારની પૂજા :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દરરોજ સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વારને પાણીથી સાફ કરવું જોઈએ. ત્યારબાદ ત્યાં રંગોળી બનાવો.

એક દીવો પ્રગટાવો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી મુખ્ય દરવાજાથી જ ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં રંગોળી બનાવ્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

તુલસીની પૂજા કરો :

હિંદુ શાસ્ત્રોમાં તુલસીનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આવી સ્થિતિમાં જો તુલસીના છોડની નિયમિત પૂજા કરવામાં આવે અને જળ ચઢાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો :

સવારે જાગીને સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને પ્રણામ કરો અને તેમને અર્ઘ્ય ચઢાવો. એવું કહેવાય છે કે નિયમિત રીતે જળ ચઢાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. ઉપરાંત સમાજમાં માન-સન્માન મળે છે અને કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.

તિલક લગાવો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા કર્યા પછી વ્યક્તિએ માથા પર ચંદનનું તિલક લગાવવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

યુકે નોકરી માટે જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો, નોકરી માટે ગયેલા મીથિલ પટેલની કપરી સ્થિતિ, વીડિયો આંખ ઉઘાડતો

  • યુકે નોકરી માટે જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સામાં આણંદ પંથકનો યુવાન યુકેમાં ફસાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

આજના યુવાઓમાં વિદેશ જવાનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે વર્ક પરમીટ ઉપર યુકે જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આણંદ પંથકનાં યુવાનને યુકે માં નોકરીના અભરખા ભારે પાડયા છે. હાલ આ યુવાન યુકેમાં ફરાયો હોવાનો વીડિયો સામે આવતા વતનમાં પરિજનો મુંજાયા છે. જે પોતાના વતન આવવા માટે દર દર ભટકી રહ્યો છે.

યુવાન યુકેના કિંગ્સબરીમાં ફસાયો :

આ મામલે જાણવા મળતી વિગત એવી છે કે મૂળ નડિયાદનો છે વતની મીથિલ પટેલ ઘણા સમયથી પરિવાર સાથે અમદાવાદમાં સ્થાયી થયો છે. આવી  સ્થિતિ વચ્ચે યુવકને યુકેમાં નોકરીના સપના દેખાયા બાદ એજન્ટનો ભેટો થયો હતો. જેની જરૂરી કાર્યવાહી કર્યા બાદ આ યુવાન બે માસ પહેલા એજન્ટ મારફતે યુકે ગયો હતો. પરંતુ ત્યાં જઈને તેના પગ તળેથી જમીન સરખી જાય તેવી ચોંકાવનારી ઘટના સામેં આવી હતી અને હાલ આ યુવાન યુકેના કિંગ્સબરીમાં ફસાયો છે.

જે કંપની દ્વારા ઓફર લેટરથી યુવકને નોકરી આપવાની વાતો કરી હતી. બાદમાં યુકે ગયો હતો ત્યાં નોકરી જ ન મળતા હેરાન થયો છે. થોડો સમય વીતી ગયા બાદ હવે યુવક પાસે પીજીના પૈસા ખૂટી પડયા છે. જેને લઈને સંચાલક દ્વારા યુવકને પીજીમાંથી કાઢી મુક્યો હતો.

હાલ તે ફૂટપાથ પર દિવસ રાત ગુજારી રહ્યો છે. વધુમાં યુવકના પાસપોર્ટ સહિત તમામ ડોક્યુમેન્ટ પણ ચોરાઈ ગયાનું સામે આવ્યું છે. આ દરમિયાન ત્યાં એક ગુજરાતી યુવાન તેને મળ્યો હતો. જેને મીથિલ પટેલે પોતાની આપવિતી જણાવી હતી. યુવાને સરકાર સમક્ષ રાહતનો ખોળો પાથરી ઘરે પહોંચવા કરુણ અવાજે માંગ ઉઠાવી છે.

આ પણ વાંચો :-

૨૧ સપ્ટેમ્બર / ધન, પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ, પણ લાઈફ પાર્ટનર સાથે વિવાદ, કઈ રાશિના જાતકોનો ગુરુવાર કેવો રહેશે ? જુઓ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનલાભની ઉત્તમ સંભાવના. સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે. અધિકારી વર્ગના આશીર્વાદ મળશે. ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે. પારિવારિક જીવન આનંદમય રહેશે. ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં. અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો. પરિવારના સભ્યોથી પરેશાની જણાશે. લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના. આર્થિક સંકડામણનો અનુભવ થશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘરેલું જીવનમાં શાંતિ જણાશે. કરેલા રોકાણો લાભદાયી નીવડશે. કામકાજ માટે યાત્રા થવાની સંભાવના. ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના. જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે. ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે. નોકરીયાતને સારો સહયોગ મળશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના. પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે. નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે. કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે. ધંધામાં કરેલા આયોજનો સફળ થશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે મજબૂત બનશો. વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે. માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે. તબિયત બાબતે કાળજી રાખવી. મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે. નજીકના સુખનું જ ધ્યાન કરો.

કુંભ (ગ.સ.ષ.શ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે. નવા સંબંધોમાં વૃદ્ધિ થશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે. પારિવારિક વૈચારિક મતભેદ રહેશે. ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે.

આ પણ વાંચો :-

વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની લોન્ચ થઈ નવી જર્સી, નવી જર્સી સાથે જોવા મળ્યા આ ખેલાડી

0
  • CWC 2023 : વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને અન્ય ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા.

વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સત્તાવાર કિટ સ્પોન્સર એડિડાસે બુધવારે (20 સપ્ટેમ્બર) એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કેપ્ટન રોહિત શર્માની સાથે દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને અન્ય ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા. ભારતમાં ૫ ઓક્ટોબરથી વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે રમાશે.

જર્સીને જાણીતા ભારતીય સિંગર રફ્તાર દ્વારા ગાવામાં આવેલા ગીત ‘૩ કા ડ્રીમ’ના માધ્યમથી રીલિઝ કરવામાં આવી છે. એડિડાસના મતે જર્સી ભારતીય ટીમ પ્રત્યેના અતૂટ સમર્થનનો પુરાવો છે. ‘3 કા ડ્રીમ’ એ લાખો ચાહકોનું પ્રતીક છે જેઓ તેમની ટીમને ૧૯૮૩ અને ૨૦૧૧ પછી તેમનો ત્રીજો વન-ડે વર્લ્ડ કપ જીતતા જોવાનું સ્વપ્ન જુએ છે.

જર્સી પર બે સ્ટાર અને તિરંગાના ત્રણ રંગો :

એડિડાસે જર્સીમાં ફેરફાર કર્યા છે. તેણે ખભા પરની પોતાના ત્રણ સફેદ પટ્ટાઓને તિરંગાના ત્રણ રંગોથી બદલી નાખી છે. છાતીની ડાબી બાજુએ BCCI લોગોમાં હવે બે સ્ટાર છે. જે ભારતના વન-ડે વર્લ્ડ કપ જીતના પ્રતીક છે

ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે :

ભારતીય ટીમ ૮ ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા ૧૪ ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમશે.

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ: :

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઈશાન કિશન. સૂર્યકુમાર યાદવ

આ પણ વાંચો :-   

તમે પણ લગાવો ફ્રીમાં JIO નું વાઈફાઈ : જાણો શું છે રિલાયન્સની ધમાકેદાર ઓફર

0
  • રિલાયન્સ જિયો JioFiber પોસ્ટપેડ સબ્સ્ક્રિપ્શન લેનારા વપરાશકર્તાઓને મફત વાઈફાઈ ઈન્સ્ટોલેશનનો લાભ આપી રહ્યું છે. એટલે કે યુઝર્સે કોઈ ઈન્સ્ટોલેશન કે સિક્યોરિટી ડિપોઝીટ કરવાની રહેશે નહીં.

દેશની સૌથી મોટી ટેલિકોમ બ્રાન્ડમાંની એક રિલાયન્સ જિયો એ ગણેશ ચતુર્થીના અવસર પર નવી Jio AirFiber સેવા શરૂ કરવા જઈ રહી છે. આ સાથે ભારતમાં લાખો વપરાશકર્તાઓને કોઈપણ કેબલ કનેક્શન વિના હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને વાઈફાઈ કનેક્ટિવિટીનો લાભ મળશે.

જો કે અમે તમારા માટે કંપનીની બીજી ખાસ ઓફર લાવ્યા છીએ, જેની સાથે કંપની JioFiber WiFi ફ્રીમાં ઈન્સ્ટોલ કરી રહી છે. ખાસ JioFiber પોસ્ટપેડ ઓફર સાથે સબ્સ્ક્રાઈબર્સને કોઈ છુપાયેલા ખર્ચ વિના મફત કેબલ-આધારિત WiFi કનેક્શન મળી રહ્યું છે. આ ઓફરને કારણે કોઈપણ સિક્યોરિટી ડિપોઝિટ અથવા ઈન્સ્ટોલેશન ચાર્જ વિના કનેક્શન લઈ શકાય છે. તમે વિચારી રહ્યા હશો કે કોઈ પણ કંપની ફ્રી વાઈફાઈ ઈન્સ્ટોલેશન કેમ કરશે, આવો અમે તમને તેનું કારણ પણ જણાવીએ.

એટલા માટે તમને ફ્રીમાં WiFi નો લાભ મળશે :

જો તમે Jio અથવા અન્ય કોઈ કંપનીની પ્રીપેડ WiFi સેવા પસંદ કરો છો. તો તમારે ઈન્સ્ટોલેશન માટે ચૂકવણી કરવી પડશે. આ રકમ તમારા ઘરમાં ઈન્સ્ટોલ થઈ રહેલા બ્રોડબેન્ડ કેબલ અને વાઈફાઈ રાઉટર જેવા સાધનોના બદલામાં લેવામાં આવે છે. Jioની પ્રીપેડ બ્રોડબેન્ડ સેવામાં સબ્સ્ક્રાઈબ કરવા પર 1500 રૂપિયાની ઈન્સ્ટોલેશન અને સિક્યોરિટી ડિપોઝિટ કરવી પડશે. જ્યારે જો પોસ્ટપેડ બ્રોડબેન્ડ પસંદ કરવામાં આવે તો કંપની આ રકમ વસૂલતી નથી. બદલામાં વપરાશકર્તાઓને એક સમયે ઓછામાં ઓછા છ મહિના માટે સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાનું કહેવામાં આવે છે.

આ રીતે કંપની નક્કી કરે છે કે તમે તેની વાઈફાઈ સેવાનો ઉપયોગ ઓછામાં ઓછા આગામી છ મહિના સુધી ચોક્કસ કરશો. પોસ્ટપેડ યોજનાઓ સાથે વપરાશકર્તાઓ લાંબા સમય સુધી તેમની સાથે રહે છે અને પ્રીપેડ સેવાઓથી વિપરીત તે તેમના પર રિચાર્જ કરવા અથવા ન કરવા પર નિર્ભર નથી. આ જ કારણ છે કે Jio ફ્રી ઈન્સ્ટોલેશન સાથે વધુ યુઝર્સને ઉમેરવા માંગે છે.

સૌથી સસ્તો પ્લાન ૩૯૯ રૂપિયાનો છે :

Reliance JioFiber સર્વિસનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન ૩૯૯ રૂપિયાનો છે. આ પ્લાનમાં ૩૦Mbpsની સ્પીડ પર અમર્યાદિત ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે, તમારે એક સાથે ૬ મહિના માટે રિચાર્જ કરવાનું રહેશે અને તમારા ઘરમાં WiFi ઈન્સ્ટોલ કરવાનું કામ મફતમાં કરવામાં આવશે. છ મહિનાના અમર્યાદિત ડેટા માટે રિચાર્જ કરવા માટે તમારે ૨૩૯૪ રૂપિયા અને 18% GST અલગથી ચૂકવવા પડશે. તમને ૫૦૦ રૂપિયાથી ઓછી કિંમતે દર મહિને અમર્યાદિત હાઈ-સ્પીડ ડેટા મળશે.

આ પણ વાંચો :-

બ્રેકઅપનું દર્દ સહન કર્યું, સગાઈ તૂટી, હવે ૪૦ વર્ષની વયે લગ્ન કરશે સાઉથ ફિલ્મોની ‘સુંદરી’

  • Trisha Krihshnan Marriage : સાઉથ ઈન્ડિયન બ્યૂટી તૂષા કૃષ્ણન લગ્ન કરવા જઈ રહી છે. ૪૦ વર્ષીય એક્ટ્રેસને પોતાના સપનાનો રાજકુમાર મળી ગયો છે. તે એક મલયાલમ પ્રોડ્યુસર સાથે લગ્ન કરશે.

સાઉથ ઈન્ડિયન બ્યૂટી તૃષા કૃષ્ણનને લઈને ગુડન્યૂઝ સામે આવી રહી છે. ૪૦ વર્ષની એક્ટ્રેસ હવે લગ્ન કરવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર તૃષા ટૂંક સમયમાં જ પોતાના સપનાના રાજકુમાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. ચર્ચા છે કે એક્ટ્રેસ એક મલયાલમ પ્રોડ્યુસરના પ્રેમમાં છે.

અહેવાલ અનુસાર ટૂંક સમયમાં જ તૃષા પોતાના લગ્નની અનાઉન્સમેન્ટ કરી શકે છે. જોકે હજુ સુધી એક્ટ્રેસની તરફથી લગ્નની ન્યૂઝ કન્ફર્મ નથી કરવામાં આવી. ફિલ્મ પોન્નિયન સેલ્વન ૨ના પ્રમોશન વખતે લગ્ન પર તૃષાએ કહ્યું હતું કે જેની સાથે તે લગ્ન કરશે તેની સાથે આખુ જીવન પસાર કરવા માંગશે. તે એવા લગ્ન નથી ઈચ્છતી જેમાં બાદમાં તેને ડિવોર્સ લેવા પડે.

હંમેશા ચર્ચામાં રહી છે એક્ટ્રેસની લવલાઈફ :

એક્ટ્રેસની લવ લાઈફ હંમેશાથી લાઈમલાઈટમાં રહી છે. જાન્યુઆરી ૨૦૧૫માં તેમની ચેન્નાઈના બિઝનેસમેન વરૂણ સાથે સગાઈ થઈ હતી. જે થોડા મહિનાઓ બાદ તૂટી ગઈ હતી.

જાણકારી અનુસાર તૃષાના એક્સ ફિયાન્સને તેમનું ફિલ્મોમાં કામ કરવું પસંદ ન હતું. ઘણા અહેવાલમાં સામે આવ્યું છે કે વરૂણને તૃષા અને ધનુષની બોન્ડિંગ પસંદ ન હતી.

આ એક્ટર્સ સાથે જોડાયેલું હતું નામ  :

એક્ટ્રેસનું એક સમયે રાણા દગ્ગુબાતી સાથે રિલેશન હતું. બન્નેના કિસિંગ ફોટો લીક થયા હતા. તે ફોટોએ તેમના રિલેશનને કન્ફર્મ કર્યું હતું.

જીમમાં વર્કઆઉટ કે ડાંસ કરતી વખતે શા માટે થાય છે મૃત્યુ ? જાણો કેવી રીતે કરવો બચાવ

  • સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેકથી અલગ હોય છે અને તે અનેક ગણો વધારે ખતરનાક છે. હોસ્પિટલની બહાર કાર્ડિયાક અરેસ્ટના ૯૦ ટકા કેસોમાં દર્દીનું મૃત્યુ થાય છે. આ સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. મોટાભાગના કેસમાં તેના કોઈ લક્ષણો દેખાતા નથી.

છેલ્લા ઘણા સમય દરમિયાન એવા કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં કોઈ વ્યક્તિ જિમમાં વર્કઆઉટ કરતી વખતે કે પછી ડાન્સ કરતી વખતે અચાનક બેભાન થઈ જાય અને તેનું મૃત્યુ થઈ જાય. હાલમાં જ ગાઝિયાબાદમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે જીમમાં ટ્રેડમિલ પર ચાલતા ચાલતા એક યુવક અચાનક બેભાન થઈ જાય છે અને તેનું પછી તેનું મોત નીપજે છે.

જો કે આ પહેલો કિસ્સો નથી આ પહેલા પણ જીમમાં એક્સરસાઈઝ કરતી વખતે અનેક સેલિબ્રિટીના પણ મોત થયા હતા. ડોક્ટરો આ રીતે અચાનક મૃત્યુ થવાનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવે છે. કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક અલગ હોય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેકથી અલગ હોય છે અને તે અનેક ગણો વધારે ખતરનાક છે. હોસ્પિટલની બહાર કાર્ડિયાક અરેસ્ટના ૯૦ ટકા કેસોમાં દર્દીનું મૃત્યુ થાય છે. આ સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. મોટાભાગના કેસમાં તેના કોઈ લક્ષણો દેખાતા નથી.

કાર્ડિયાક અરેસ્ટ શું છે ?

નિષ્ણાંતોના મતે કાર્ડિયાક અરેસ્ટના કારણે હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે શરીરના અંગોને યોગ્ય રીતે લોહી મળતું નથી અને મગજ સુધી ઓક્સિજન ન પહોંચે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ જ કારણ છે કે લોકો ડાન્સ કરતી વખતે અથવા જીમમાં મૃત્યુ પામે છે. નિષ્ણાંતોના મતે જ્યારે કાર્ડિયાક અરેસ્ટ થાય છે ત્યારે શરૂઆતમાં છાતીમાં તીવ્ર દુખાવો થાય છે અને પરસેવો થાય છે. આ હાર્ટ એટેકનું લક્ષણ છે અને થોડીવારમાં તે કાર્ડિયાક અરેસ્ટ તરફ દોરી જાય છે.

કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં દર્દીનો જીવ બચાવવો ખૂબ મુશ્કેલ બની જાય છે. એક અંદાજ મુજબ ૧૦૦ માંથી માત્ર ૩ દર્દીઓને બચવાની તક મળે છે. આ સ્થિતિમાં સીપીઆર દ્વારા દર્દીનો જીવ બચાવી શકાય છે. જો કે મોટાભાગના લોકો સીપીઆર વિશે જાણતા નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

પ્રિયંકા હોય કે પછી દિપીકા, શાહરુખની પત્ની ગૌરી ખાનની નેટવર્થ આગળ બધા પાણી ભરે

  • શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન કમાણી અને બિઝનેસનાં મામલામાં બોલીવુડની મોટી-મોટી એક્ટ્રેસને પાછળ મૂકે છે. ગૌરી શાનદાર ડિઝાઈનર, પ્રોડ્યૂસર અને રેસ્ટોરેન્ટની માલકિન છે.

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક સુપરસ્ટારની પત્ની જ નહીં પરંતુ એક સફળ બિઝનેસ વુમન પણ છે. ગૌરી ખાનનાં ૧-૨ નહીં પણ અનેક મોટા બિઝનેસ છે. કમાણીનાં મામલામાં તે બોલીવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાને પણ પાછળ મૂકે છે.

ગૌરી ખાન શું બિઝનેસ કરે છે?

દિલ્હીની રહેનારી ગૌરી ખાને LSR કોલેજથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એ બાદ ગૌરીએ NIFTથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો. ૧૯૯૧માં ગૌરીએ શાહરૂખ સાથે લગ્ન કર્યાં અને મુંબઈ શિફ્ટ થઈ ગઈ. લાઈફસ્ટાઈલ એશિયાની એક રિપોર્ટ અનુસાર ગૌરી ખાન આજે ૧૬૦૦ કરોડની માલકિન છે. ગૌરી ખાનનું નામ બિઝનેસની દુનિયામાં સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટમાં શામેલ છે.

ડિઝાઈનર ગૌરી ખાન :

ગૌરીએ ઈંટીરિયર ડિઝાઈનિંગની દુનિયામાં પણ પગ મૂક્યો. મુંબઈનાં જૂહુમાં પોતાનો પહેલો સ્ટોર ‘ગૌરી ખાન ડિઝાઈન્ઝ’ શરૂ કર્યો. આ સ્ટૂડિયોની કિંમત આશરે ૧૫૦ કરોડ છે. ગૌરી ખાને દુનિયાનાં ટોપ લોકોનાં ઘર ડિઝાઈન કર્યાં છે જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, રોબર્ટો કેવલ્લી, રાલ્ફ લોરેન અને બોલીવુડની અનેક ફેમસ સેલિબ્રિટઝ શામેલ છે.

૨૦૦ કરોડનો બંગલો :

ગૌરી ખાને પોતાનો બંગલો મન્નત પણ ડિઝાઈન કર્યો છે.જેમાં શાહીથી લઈને દરેક મોર્ડન ચીજો જોવા મળે છે. ૬ ફ્લોરના મન્નતને ગૌરી ખાને શાનદાર લૂક આપ્યો છે. આ બંગલાની કિંમત ૨૦૦ કરોડથી વધારેની છે. આ સિવાય ગૌરી ખાને કરણ જોહરનો પેન્ટ હાઉસ ટેરેસ, આલિયા ભટ્ટનું ઘર, સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર અને શાહિદ કપૂરનું ઘર પણ ડિઝાઈન કર્યું છે.

ગૌરી ખાનનો રેસ્ટોરેન્ટ :

મુંબઈમાં ‘અર્થ’ નામક શાનદાર રેસ્ટોરેન્ટ પણ ગૌરી ખાનનો છે. તેણે જ આ રેસ્ટોરેન્ટ ડિઝાઈન કર્યો હતો. આ રેસ્ટોરેન્ટમાં બોલીવુડની સેલિબ્રિટિઝ સિવાય મોટા બિઝનેસમેન પણ જાય છે. હાલમાં ગૌરી ખાનની પાસે આશરે ૧૬૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

વિદેશોમાં પ્રોપર્ટી :

ગૌરી અને શાહરૂખ ખાનને ડેવલોપર નિખિલે એક સુંદર વિલા ગિફ્ટ કર્યો છે. દુબઈનાં પામ જુમેરાહમાં ૭૦૦૦ વર્ગ ફુટમાં ફેલાયેલી આ પ્રોપર્ટીની કિંમત ૨૪ કરોડ છે. તો મુંબઈનાં અલીબાગમાં ૧૫ કરોડ રૂપિયાનો હોલિડે હોમ અને લોસ એંજિલ્સમાં એક હવેલી પણ છે. લંડનમાં શાહરૂખ અને ગૌરી પાસે એક શાનદાર ઘર પણ છે.

ગૌરી પાસે ૨.૫ કરોડની કાર

ગૌરી અને શાહરૂખની પાસે અનેક શાનદાર સ્પોર્ટસ કાર છે. ગૌરીની પાસે એક બેંટલે કોન્ટિનેંટલ GT કાર છે જેની કિંમત ૨.૫ કરોડ છે. ગૌરી ખાન મુંબઈમાં એક શાનદાર લક્ઝરી લાઈફ જીવે છે.

આ પણ વાંચો :-

 

Ganesh Chaturthi : સુરતમાં ગણેશજી બન્યા સાયબર પોલીસ, મૂષક રાજે પણ સંભાળી આ જવાબદારી

0
  • વિઘ્નહર્તા આવી ગયા છે અને હવે પોતે લોકોને સાયબર ફ્રોડ જેવી ઘટનાથી બચવા માટે જાગૃત કરી રહ્યા છે. સાંભળીને થશે કે ગણપતિ દાદા કઈ રીતે સાયબર સેફ બનવા માટે સલાહ આપશે. તો તમને જણાવી દઈએ કે સુરત શહેરના સાયબર સેલ દ્વારા જ ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુજરાતના પ્રથમ વક્તા સાયબર ગણેશની સ્થાપના કરવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરમાં સાયબર વક્તા ગણેશજીની સ્થાપના સાથે જ શહેરના લોકોને જાગૃતિ સ્વરૂપે સાયબર ક્રાઈમને લગતી માહિતીના દર્શન અને માહિતી મળશે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે પૂજા અર્ચના સાથે સાયબર વક્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે શ્રી ગણેશ લોકોને સાયબર ક્રાઈમ સંબંધિત માહિતી આપશે. જેમાં તેમને જણાવવામાં આવશે કે સાયબર ફ્રોડથી બચવા માટે તેમણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. દર્શન પછી તેમને એક સંદેશ પણ મળશે.

પ્રસાદનું સ્વરૂપ જેમાં લખવામાં આવશે કે કઈ વસ્તુઓથી બચવું જોઈએ. ગણેશજી સાયબર પોલીસ તરીકે જોવા મળશે. તેમના અસ્ત્રોની વાત કરવામાં આવે તો એક અસ્ત્રમાં વાઈફાઈ લખવામાં આવ્યું છે. તેમના મૂષક રાજ પણ લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે જાણકારી આપી રહ્યા છે.

સાયબર વક્તા ગણેશજીને લોકો સાંભળવા અને જોવા આવે આ માટે સાયબર સેલ દ્વારા ખાસ વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગણેશજી કહે છે કે , “તમે મને શહેરના અલગ-અલગ પંડાલમાં બેસતો જોયો છે પરંતુ શું તમે ક્યારેય મારો અવાજ સાંભળ્યો છે?” આ વખતે લોકોને આ તક આપવામાં આવી છે જ્યારે તેઓ સુરત શહેર સાયબર સેલમાં શ્રી ગણેશનો અવાજ સાંભળી શકશે.

સ્થાપના બાદ ૧૦૦થી વધુ લોકોએ આવીને દર્શન કર્યા હતા. તેમાં સોશિયલ મીડિયાના પ્રભાવકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રસ્તા પરથી પસાર થતા લોકોએ પણ દર્શન કર્યા બાદ દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તેઓ દર્શન માટે ગયા હતા. આયોજનમાં તમામ પ્રકારે સાયબર પ્લોટ થી બચવા માટેના નંબર પણ આપવામાં આવ્યા છે અને જે પણ પોસ્ટર બેનર છે તેમાં શું કરવું અને શું નહીં કરવું તે અંગેની તમામ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો :-