યુકે નોકરી માટે જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો, નોકરી માટે ગયેલા મીથિલ પટેલની કપરી સ્થિતિ, વીડિયો આંખ ઉઘાડતો

Share this story
  • યુકે નોકરી માટે જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સામાં આણંદ પંથકનો યુવાન યુકેમાં ફસાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

આજના યુવાઓમાં વિદેશ જવાનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે વર્ક પરમીટ ઉપર યુકે જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આણંદ પંથકનાં યુવાનને યુકે માં નોકરીના અભરખા ભારે પાડયા છે. હાલ આ યુવાન યુકેમાં ફરાયો હોવાનો વીડિયો સામે આવતા વતનમાં પરિજનો મુંજાયા છે. જે પોતાના વતન આવવા માટે દર દર ભટકી રહ્યો છે.

યુવાન યુકેના કિંગ્સબરીમાં ફસાયો :

આ મામલે જાણવા મળતી વિગત એવી છે કે મૂળ નડિયાદનો છે વતની મીથિલ પટેલ ઘણા સમયથી પરિવાર સાથે અમદાવાદમાં સ્થાયી થયો છે. આવી  સ્થિતિ વચ્ચે યુવકને યુકેમાં નોકરીના સપના દેખાયા બાદ એજન્ટનો ભેટો થયો હતો. જેની જરૂરી કાર્યવાહી કર્યા બાદ આ યુવાન બે માસ પહેલા એજન્ટ મારફતે યુકે ગયો હતો. પરંતુ ત્યાં જઈને તેના પગ તળેથી જમીન સરખી જાય તેવી ચોંકાવનારી ઘટના સામેં આવી હતી અને હાલ આ યુવાન યુકેના કિંગ્સબરીમાં ફસાયો છે.

જે કંપની દ્વારા ઓફર લેટરથી યુવકને નોકરી આપવાની વાતો કરી હતી. બાદમાં યુકે ગયો હતો ત્યાં નોકરી જ ન મળતા હેરાન થયો છે. થોડો સમય વીતી ગયા બાદ હવે યુવક પાસે પીજીના પૈસા ખૂટી પડયા છે. જેને લઈને સંચાલક દ્વારા યુવકને પીજીમાંથી કાઢી મુક્યો હતો.

હાલ તે ફૂટપાથ પર દિવસ રાત ગુજારી રહ્યો છે. વધુમાં યુવકના પાસપોર્ટ સહિત તમામ ડોક્યુમેન્ટ પણ ચોરાઈ ગયાનું સામે આવ્યું છે. આ દરમિયાન ત્યાં એક ગુજરાતી યુવાન તેને મળ્યો હતો. જેને મીથિલ પટેલે પોતાની આપવિતી જણાવી હતી. યુવાને સરકાર સમક્ષ રાહતનો ખોળો પાથરી ઘરે પહોંચવા કરુણ અવાજે માંગ ઉઠાવી છે.

આ પણ વાંચો :-