તમે પણ લગાવો ફ્રીમાં JIO નું વાઈફાઈ : જાણો શું છે રિલાયન્સની ધમાકેદાર ઓફર

Share this story
  • રિલાયન્સ જિયો JioFiber પોસ્ટપેડ સબ્સ્ક્રિપ્શન લેનારા વપરાશકર્તાઓને મફત વાઈફાઈ ઈન્સ્ટોલેશનનો લાભ આપી રહ્યું છે. એટલે કે યુઝર્સે કોઈ ઈન્સ્ટોલેશન કે સિક્યોરિટી ડિપોઝીટ કરવાની રહેશે નહીં.

દેશની સૌથી મોટી ટેલિકોમ બ્રાન્ડમાંની એક રિલાયન્સ જિયો એ ગણેશ ચતુર્થીના અવસર પર નવી Jio AirFiber સેવા શરૂ કરવા જઈ રહી છે. આ સાથે ભારતમાં લાખો વપરાશકર્તાઓને કોઈપણ કેબલ કનેક્શન વિના હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને વાઈફાઈ કનેક્ટિવિટીનો લાભ મળશે.

જો કે અમે તમારા માટે કંપનીની બીજી ખાસ ઓફર લાવ્યા છીએ, જેની સાથે કંપની JioFiber WiFi ફ્રીમાં ઈન્સ્ટોલ કરી રહી છે. ખાસ JioFiber પોસ્ટપેડ ઓફર સાથે સબ્સ્ક્રાઈબર્સને કોઈ છુપાયેલા ખર્ચ વિના મફત કેબલ-આધારિત WiFi કનેક્શન મળી રહ્યું છે. આ ઓફરને કારણે કોઈપણ સિક્યોરિટી ડિપોઝિટ અથવા ઈન્સ્ટોલેશન ચાર્જ વિના કનેક્શન લઈ શકાય છે. તમે વિચારી રહ્યા હશો કે કોઈ પણ કંપની ફ્રી વાઈફાઈ ઈન્સ્ટોલેશન કેમ કરશે, આવો અમે તમને તેનું કારણ પણ જણાવીએ.

એટલા માટે તમને ફ્રીમાં WiFi નો લાભ મળશે :

જો તમે Jio અથવા અન્ય કોઈ કંપનીની પ્રીપેડ WiFi સેવા પસંદ કરો છો. તો તમારે ઈન્સ્ટોલેશન માટે ચૂકવણી કરવી પડશે. આ રકમ તમારા ઘરમાં ઈન્સ્ટોલ થઈ રહેલા બ્રોડબેન્ડ કેબલ અને વાઈફાઈ રાઉટર જેવા સાધનોના બદલામાં લેવામાં આવે છે. Jioની પ્રીપેડ બ્રોડબેન્ડ સેવામાં સબ્સ્ક્રાઈબ કરવા પર 1500 રૂપિયાની ઈન્સ્ટોલેશન અને સિક્યોરિટી ડિપોઝિટ કરવી પડશે. જ્યારે જો પોસ્ટપેડ બ્રોડબેન્ડ પસંદ કરવામાં આવે તો કંપની આ રકમ વસૂલતી નથી. બદલામાં વપરાશકર્તાઓને એક સમયે ઓછામાં ઓછા છ મહિના માટે સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાનું કહેવામાં આવે છે.

આ રીતે કંપની નક્કી કરે છે કે તમે તેની વાઈફાઈ સેવાનો ઉપયોગ ઓછામાં ઓછા આગામી છ મહિના સુધી ચોક્કસ કરશો. પોસ્ટપેડ યોજનાઓ સાથે વપરાશકર્તાઓ લાંબા સમય સુધી તેમની સાથે રહે છે અને પ્રીપેડ સેવાઓથી વિપરીત તે તેમના પર રિચાર્જ કરવા અથવા ન કરવા પર નિર્ભર નથી. આ જ કારણ છે કે Jio ફ્રી ઈન્સ્ટોલેશન સાથે વધુ યુઝર્સને ઉમેરવા માંગે છે.

સૌથી સસ્તો પ્લાન ૩૯૯ રૂપિયાનો છે :

Reliance JioFiber સર્વિસનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન ૩૯૯ રૂપિયાનો છે. આ પ્લાનમાં ૩૦Mbpsની સ્પીડ પર અમર્યાદિત ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે, તમારે એક સાથે ૬ મહિના માટે રિચાર્જ કરવાનું રહેશે અને તમારા ઘરમાં WiFi ઈન્સ્ટોલ કરવાનું કામ મફતમાં કરવામાં આવશે. છ મહિનાના અમર્યાદિત ડેટા માટે રિચાર્જ કરવા માટે તમારે ૨૩૯૪ રૂપિયા અને 18% GST અલગથી ચૂકવવા પડશે. તમને ૫૦૦ રૂપિયાથી ઓછી કિંમતે દર મહિને અમર્યાદિત હાઈ-સ્પીડ ડેટા મળશે.

આ પણ વાંચો :-