વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની લોન્ચ થઈ નવી જર્સી, નવી જર્સી સાથે જોવા મળ્યા આ ખેલાડી

Share this story
  • CWC 2023 : વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને અન્ય ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા.

વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સત્તાવાર કિટ સ્પોન્સર એડિડાસે બુધવારે (20 સપ્ટેમ્બર) એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કેપ્ટન રોહિત શર્માની સાથે દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને અન્ય ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા. ભારતમાં ૫ ઓક્ટોબરથી વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે રમાશે.

જર્સીને જાણીતા ભારતીય સિંગર રફ્તાર દ્વારા ગાવામાં આવેલા ગીત ‘૩ કા ડ્રીમ’ના માધ્યમથી રીલિઝ કરવામાં આવી છે. એડિડાસના મતે જર્સી ભારતીય ટીમ પ્રત્યેના અતૂટ સમર્થનનો પુરાવો છે. ‘3 કા ડ્રીમ’ એ લાખો ચાહકોનું પ્રતીક છે જેઓ તેમની ટીમને ૧૯૮૩ અને ૨૦૧૧ પછી તેમનો ત્રીજો વન-ડે વર્લ્ડ કપ જીતતા જોવાનું સ્વપ્ન જુએ છે.

જર્સી પર બે સ્ટાર અને તિરંગાના ત્રણ રંગો :

એડિડાસે જર્સીમાં ફેરફાર કર્યા છે. તેણે ખભા પરની પોતાના ત્રણ સફેદ પટ્ટાઓને તિરંગાના ત્રણ રંગોથી બદલી નાખી છે. છાતીની ડાબી બાજુએ BCCI લોગોમાં હવે બે સ્ટાર છે. જે ભારતના વન-ડે વર્લ્ડ કપ જીતના પ્રતીક છે

ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે :

ભારતીય ટીમ ૮ ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા ૧૪ ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમશે.

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ: :

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઈશાન કિશન. સૂર્યકુમાર યાદવ

આ પણ વાંચો :-