ખર્ચો ૫૦ ટકા ઘટશે અને ચાર્જિંગની ચિંતા નહીં બજાજ કંપની લાવી રહી છે CNG થી ચાલતી બાઈક

Share this story
  • બજાજ ઓટો સીએનજી ઇંધણ પર ચાલતી એન્ટ્રી-લેવલ મોટરસાઇકલ લોન્ચ કરી શકે છે. કંપનીના એમડી બજાજે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો નિર્દેશ કર્યો હતો. બજાજે કહ્યું કે સીએનજી મોટરબાઈક ખરીદી અને ઈંધણ બંને રીતે સસ્તી થશે.

રાજીવ બજાજે જણાવ્યું હતું કે CNG બાઈકમાં સેફ્ટી, રેન્જ, ચાર્જિંગ અને બેટરી લાઈફને લઈને ઉત્પાદકોને કોઈ ચિંતા રહેશે નહીં. ગ્રાહકો માટે પણ આવી બાઈક ઘણી સારી રહેશે. આનાથી ઈંધણના ખર્ચમાં ૫૦% સુધીનો ઘટાડો થઈ શકે છે. જો બજાજ આ યોજના અમલમાં મૂકે છે તો તે સંપૂર્ણ રીતે CNG મોટરસાઈકલ બનાવનારી ભારતની પ્રથમ કંપની હશે.

રાજીવ બજાજે જણાવ્યું હતું કે તેઓ આગામી તહેવારોની સિઝનમાં એન્ટ્રી-લેવલ ઈન્ટરનલ કમ્બશન એન્જિન બાઇક (૧૦૦cc)ના વેચાણમાં વધારો થવાની આશા રાખતા નથી. આનું કારણ એ છે કે ખરીદદારો ઈલેક્ટ્રિક વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે. પિરામિડના તળિયેના ખરીદદારો કે જેઓ કોવિડથી પ્રભાવિત હતા. નોકરીની ખોટ અને પેટ્રોલના વધતા ભાવો પાછા આવતા નથી.

બજાજ પાસે ૧૦૦cc સેગમેન્ટમાં બે મોડલ છે :

બજાજ ઓટો ૧૦૦cc અને ૧૨૫cc વચ્ચેના એન્ટ્રી સેગમેન્ટમાં સાત મોટરસાઈકલ મોડલ ધરાવે છે. કંપની ૧૦૦cc સેગમેન્ટમાં બે મોડલ ઓફર કરે છે – Bajaj Platina અને Bajaj CT 100. જોકે તે આ કેટેગરીમાં નેતા નથી.

સરકારે ૨૦૧૬માં CNG પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો :

૨૦૧૬ માં સરકારે CNG પર ટુ-વ્હીલર ચલાવવા માટે નવી દિલ્હીમાં એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો. આ અંતર્ગત કેટલીક ફૂડ ડિલિવરી સેવાઓએ CNG સંચાલિત હોન્ડા એક્ટિવાના મોડલનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો :-