Home Blog Page 966

હથિયાર બતાવનારા મહંતને પોલીસનું તેડું, કાયદો કરશે કાયદાનું કામ…?

0
  • સાળંગપુર મંદિરના વિવાદ અંગે આપ સારી રીતે જાણો છો. આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ઘણા સંતો, મહંતોના કામના બફાટ પણ આપે સાંભળ્યા હશે. સાથે જ આ સંતોના મોંઢેથી અભદ્ર વાણી વિલાસ પણ સાંભળવામાં આવ્યો હતો.

સાળંગપુર મંદિરના વિવાદ અંગે આપ સારી રીતે જાણો છો. આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ઘણા સંતો, મહંતોના ના કામના બફાટ પણ આપે સાંભળ્યા હશે. સાથે જ આ સંતોના મોંઢેથી અભદ્ર વાણી વિલાસ પણ સાંભળવામાં આવ્યો હતો. કોઈ લોહી વહેવડાવવાની વાત કરતું હતું તો કોઈ હથિયારોની નુમાઈશ કરતું હતું. એવી ઘણી હરકતો પણ જોવા મળી કે જે આપણે ત્યાં સંતો પર શોભે નહીં.

તેવામાં બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતનો વીડિયો આવ્યો જેમાં તો તે ફિલ્મી સ્ટાઈલમાં મશીનગન જેવું હથિયાર લઈને આવી ગયા હતા. ઘાતક હથિયારો સાથે મીડિયા સમક્ષ બેફામ રીતે ધમકીઓ આપી રહ્યા હતા.

જે તે સમયે ઘણાને થયું હશે કે શું આપણે ત્યાં ધર્મના કાર્ડ પાછળ કોઈ પણ રમત રમી શકાય ? ભલે તે કાયદાકીય રીતે ખોટી હોય તો પણ? ના આ અંગેનો જવાબ હાલમાં જ પોલીસે આપ્યો છે. બોટાદ પોલીસે બતાવ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે જ. તો આવો જાણીએ બોટાદ પોલીસે શું કર્યું છે.

હથિયાર સાથે હનુમાન દાદાને ચાંદીનું તિલક લગાવવાની વાત :

સાળંગપુરના વિવાદીત ભીંતચિત્રોનો વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતે તિલકના એલાન મામલે હથિયાર સાથે નિવેદન આપ્યું હતું જેને લઈને તેમને પોલીસનું તેડું આવ્યું છે અને તેમની પુછપરછ કરવામાં આવી હોવાના મીડિયા અહેવાલો સામે આવ્યા છે.

મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પરમેશ્વર બાપુ દ્વારા સાળંગપુર પહોંચી દાદાને ચાંદીનું તિલક લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે તેની સાથે હથિયારો પણ બતાવામાં આવ્યા હતા.

આ મામલે બોટાદ પોલીસે બાપુને પોલીસ સ્ટેશને બોલાવી પુછપરછ શરૂ કરી છે. હવે જોવું રહ્યું કે પોલીસ આ અંગે કોઈ નક્કર ફરિયાદ કે ગુનો દાખલ કરીને કોઈ પ્રકારે કાર્યવાહી કરી રહી છે કે પછી…

આ પણ વાંચો :-

ભાજપની જન આશીર્વાદ યાત્રા પર પથ્થરમારોના બાદ હંગામો, કોંગ્રેસ પર લગાવ્યા આરોપો

0
  • મધ્યપ્રદેશના નીમચમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈને ઈજા થઈ નથી.

મધ્યપ્રદેશના નીમચમાં આજે ભાજપની જન આશીર્વાદ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈને ઈજા થઈ નથી. આરોપ છે કે ગામલોકોએ રસ્તા પર પથ્થરોનો ઢગલો કરીને યાત્રાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે કૂચ ન અટકી તો તેઓએ પથ્થરમારો શરૂ કર્યો. આ હુમલામાં યાત્રામાં સામેલ વાહનોના કાચ તૂટી ગયા હતા. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય માધવ મારુ હાજર રહ્યા હતા.

ભાજપે કર્યા કોંગ્રેસ પર આક્ષેપો :

તે જ સમયે, ભાજપે આની પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસીઓ ઝાડ પાછળ છુપાઈને પથ્થરમારો કરવા લાગ્યા. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ ૭૦ કિલોમીટર દૂર રામપુરા વિસ્તારના રૌલી કુડી ગામમાં મંગળવારે રાત્રે લગભગ ૮ વાગ્યે બની હતી. યાત્રા પર હુમલાનું કારણ ચિત્તા પ્રોજેક્ટનો વિરોધ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

વાસ્તવમાં, કુનો પછી, મંદસૌરના ગાંધીસાગર અભયારણ્યમાં ચિત્તાઓ માટે વધુ એક નવું ઘર પ્રસ્તાવિત છે. આ માટે વન વિભાગ દીપડાઓ માટે બંદોબસ્ત બનાવવા માટે જંગલમાં ફેન્સીંગ કરી રહ્યું છે. જેના કારણે ગ્રામજનોના પશુઓને આવવા-જવા દેવામાં આવતા નથી. આ અંગે ગ્રામજનો રોષે ભરાયા હતા અને વિરોધ પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે નીમચમાં જન આશીર્વાદ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી.

ભાજપે કોંગ્રેસ પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવ્યો :

આ યાત્રાના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય, ઉચ્ચ શિક્ષણ મંત્રી મોહન યાદવ, બંશીલાલ ગુર્જર અને મનસાના ધારાસભ્ય માધવ મારુ પણ યાત્રા સાથે હતા. ભાજપના નેતાઓનો આરોપ છે કે કોંગ્રેસે આ હુમલો કરાવ્યો છે. વીડી શર્માએ કાર્યકરોને યાત્રાને વધુ તાકાતથી આગળ વધારવાની અપીલ કરી છે. કોંગ્રેસ આ યાત્રાને કેવી રીતે રોકવી તે અંગે ષડયંત્ર કરી રહી છે.

આ પણ વાંચો :-

હવે સરળતાથી સિમકાર્ડ નહીં મળે ! ૧ ઓક્ટોબરથી લાગુ થશે આ કડક નિયમ, ફટાફટ આ કામ પૂર્ણ કરી લો

0
  • Sim Card New Rules : જો તમે પણ એકથી વધારે સિમ રાખો છો અથવા તો લિમિટથી વધારે સિમ એક્ટિવ છે તો આ વાત ખાસ જાણી લેજો. ૧ ઓક્ટોબરથી કડક નિયમ લાગુ થવા જઈ રહ્યા છે.

ટેલીકોમ ડિપાર્ટમેન્ટ ભારતમાં સિમ કાર્ડને લઈને ઘણા નવા નિયમ લઈને આવ્યું છે જે લોકોના સિમ કાર્ડ ખરીદવા અને એક્ટિવ કરવાની રીતને વધારે કડક કરવા જઈ રહ્યું છે. ટેલીકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતમાં સિમ કાર્ડના વેચાણ અને ઉપયોગ કરવાનાને લઈને નવા નિયમ જોડયા છે અને જુના નિયમોમાં થોડા વધારે ફેરફાર કર્યો છે.

સિમ કાર્ડને નકલી રીતે વેચાણ કરવા પર રોક માટે બનાવેલા નવા નિયમ ૧ ઓક્ટોબરથી લાગુ થશે. ટેલીકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર પહેલા પોતાના બધા સેલ્સ સેન્ટરનું રજીસ્ટ્રેશન કરવાનું છે. નવા નિયમ લાગુ થયા બાદ સિમ કાર્ડ વેચનાર દુકાનોને સાવધાન રહેવું પડશે. જો દુકાનની તરફથી કોઈ ગડબડ થાય તો તેને ૧૦ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.

એક ઓક્ટોબરથી લાગુ થશે આ નવા નિયમ :

નવા નિયમ અનુસાર મોટી ટેલીકોમ કંપનીઓને પોતાના સિમ કાર્ડ વેચનાર દુકાનોની સારી રીતે તપાસ કરી લેવી પડશે. તેમને એ કન્ફર્મ કરવાનું રહેશે કે દુકાનો બધા નિયમોને ફોલો કરે. તેનાથી બધી વસ્તુઓ સેફ અને સિક્યોર રહેશે.

તેના ઉપરાંત ટેલીકોમ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે અસમ, કાશ્મીર અને ઉત્તર પૂર્વ જેવા અમુક એરિયામાં ટેલીકોમ ઓપરેટરને પહેલા બધી દુકાનોનું પોલીસ વેરિફિકેશન શરૂ કરવાનું રહેશે. વેરિફિકેશન બાદ જ તે તેમને નવા સિમ કાર્ડ વેચવાની પરમિશન આપી શકે છે.

સિમ ગુમ થવા પર કે ડેમેજ થવા પર શું કરવું? 

સિમ કાર્ડ ગુમ થવા પર કે ડેમેજ થવા પર રિપ્લેસમેન્ટ માટે પણ તમારે દરેક પોલીસ વેરિફિકેશનનો સામનો કરવો પડશે. આ પ્રોસેસ એવી હશે જે નવું સિમ કાર્ડ લેવા પર કરવી પડે છે. નવા નિયમ લેવા પાછળનું કારણ સિમ કાર્ડ વધારે સેફ અને સિક્યોર બનાવવું છે અને આ નિર્ણય દેશ અને દેશની સુરક્ષા માટે જરૂરી સ્ટેપ છે.

આ પણ વાંચો :-

૫૩૦ કિલોમીટરની રેન્જ અને બસ ૨૭ મિનિટમાં થઈ જશે ચાર્જ ! વોલ્વોએ લોન્ચ કરી ધાંસૂ ઈલેક્ટ્રિક કાર

0
  • સ્વીડનની પ્રમુખ વાહન નિર્માતા કંપની વોલ્વોએ ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક કાર Volvo C40 Recharge લોન્ચ કરી છે. કંપનીની અધિકૃત વેબસાઈટ અને ડીલરશીપથી આ કાર બુક કરી શકાશે.

સ્વીડનની પ્રમુખ વાહન નિર્માતા કંપની વોલ્વોએ ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક કાર Volvo C40 Recharge લોન્ચ કરી છે. આ કારના આકર્ષક લુક અને દમદાર બેટરી સાથે આ કારની શરૂઆતની કિંમત ૬૧.૨૫ લાખ રૂપિયા (એક્સ શોરૂમ કિંમત) છે. આજથી આ કારનું બુકિંગ શરૂ થયું છે. કંપનીની અધિકૃત વેબરસાઈટ અને ડીલરશીપથી આ કાર બુક કરી શકાશે.

આગામી સપ્તાહહમાં ઈલેક્ટ્રિક કાર Volvo C40 Rechargeની ડિલીવરી શરૂ કરવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે, જાન્યુઆરી-જૂન ૨૦૨૩ સુધીના ફર્સ્ટ હાફમાં કારના કુલ વેચાણમાં SUVએ ૨૫ ટકા યોગદાન આપ્યું છે.

Volvo C40 Recharge :

Volvo C40 Recharge એક ઈલેકટ્રિક કાર છે. આ કાર માત્ર ઈલેક્ટ્રિક વર્ઝનમાં રહેશે. જે SUV મોડલ જેવી જ દેખાય છે. આ કારની પાછળના ભાગ અને રૂફલાઈનને કૂપે સ્ટાઈલ ફીનિશ આપીને અલગ લુક આપવામાં આવ્યો છે. આ કારના ટેલગેટ અને ટેલ લેમ્પ એસેમ્બલીને ફરી ડિઝાઈન કરવામાં આવ્યો છે. ટેલ લેમ્પ ખૂબ જ પતલા છે. જેને રેપરાઉંડ ઈફેક્ટ આપવામાં આવી છે ને તેમાં નવી રિવર્સ લાઈટ છે.

આ કારના હેમર શેપ LED ડે-ટાઈમ રનિંગ લેમ્પની સાથે હેડલેમ્પથી સજ્જ છે. કંપનીએ આ કારમાં ડયુઅલ ટોન ૧૯ ઈંચનું એલોય વ્હીલ આપ્યું છે. આ કારમાં કંપનીએ પિક્સેલ LED હેડલાઈટ આપી છે, ભારતમાં વોલ્વોની કોઈપણ કારમાં આપવામાં આવતું નથી. જેમાં ટો પાર્ટવાળુ સ્પોઈલર આપવામાં આવ્યું છે. આ ૫ સીટર કારની લંબાઈ ૪,૪૪૦ મિમી, પહોળાઈ ૧,૮૭૩ મિમી, ઉંચાઈ ૧,૫૯૧ મિમી છે અને બૂટ સ્પેસ ૪૧૩ લીટર છે.

SUV ઈન્ટીરિયર :

Volvo C40 Recharge સંપૂર્ણપણે લક્ઝરી અને પ્રીમિયમ ફીચર્સથી સજ્જ છે. આ કારની કેબિનમાં ટિપિકલ વોલ્વો ડેશબોર્ડ છે. જેમાં ૯.૦ ઈંચનું પોટ્રેટ સ્ટાઈલ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જેની બંને તરફ વર્ટિકલ સ્ટાઈલમાં AC વેંટસ જોડવામાં આવ્યા છે. સેંટર કંસોલને સિંપલ રાખવાની કોશિશ કરવામાં આવી છે. જેથી સરળતાથી ડ્રાઈવિંગ કરી શકાય.

ફીચર્સ :

ઈલેક્ટ્રિક SUVમાં ૧૨.૩ ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. ઉપરાંત પેનોરમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જર, ૩૬૦ ડિગ્રી કેમેરા, ફુલ સૂટ સેન્સર બેસ્ટ એડવાન્સ ડ્રાઈવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ, કનેક્ટેડ કાર ટેકનોલોજી, પાવર્ડ ફ્રંટ સીટ, ડ્રાઈવર સાઈડ મેમરી ફંક્શન, હીટિંગ અને કૂલિંગ, ડયુઅલ-જોન ક્લાઈમેટ કંટ્રોલ આપવામાં આવ્યું છે. કારમાં ૪૧૩ લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે. જેમાં તમે જરૂરી સામાન મુકી શકો છો. કંપનીએ દાવો કર્યો છે કે આ કારમાં લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

પાવરફુલ ઈલેક્ટ્રિક મોટર :

આ કારને કોમ્પેક્ટ મોડયુલર આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવી છે. જેમાં ડયુઅલ મોટર સેટઅપ આપવામાં આવ્યું છેસ જે તમામ એક્સલ પર લગાવવામાં આવ્યું છે. આ ઈલેક્ટ્રિક મોટર સંયુક્ત રૂપે ૪૦૮ hpનો પાવર અને ૬૬૦NMનો ટાર્ક જનરેટ કરે છે. આ કાર ૪.૭ સેકન્ડમાં ૦ થી ૧૦૦ કિમી/ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ કારમાં ૭૮kwhની ક્ષમતાનું બેટરી પેક આપવામાં આવ્યું છે. જે સિંગલ ચાર્જમાં ૫૩૦ કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

આ પણ વાંચો :-

૦૬ સપ્ટેમ્બર / અશાંતિ ભરડો લેશે, ધાર્યા કામકાજ પાર નહીં પડે, આ રાશિના જાતકોનો બુધવાર અતિ કપરો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે ? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે. વ્યવસાયમાં ધનલાભ થાય.  માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક પરેશાની જણાશે. કામમાં વધારે મહેનત કરવી પડશે.  ધંધામાં સામાન્ય ફાયદો જણાશે. નાણાકીય તંગી અનુભવશો.

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે. મોટા માણસોની ઓળખાણથી લાભ થાય. પરેશાનીઓમાંથી મુક્તિ મળે. ધંધામાં નવી આવક મળે.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજથી લાભ થાય. નજીકના સંબંધીથી સહયોગ મળશે. પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે. ધંધાકીય આવકમાં વધારો જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં વ્યવહારું બનો. ધીરજથી કામની શરૂઆત કરવી. પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે. માનસિક તનાવ જણાય.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે. સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે.  સંતાનોથી સારો લાભ જણાશે. નાના-મોટા રોકાણ માટે સાચવવું.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અગત્યના કામને પ્રાધાન્ય આપો. રોજગાર માટે નવી તકો વિચારો.  બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો. મહેનત કરશો તો સારું ફળ મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે. શેરબજારમાં સારો લાભ થશે.  વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાન વિષયક તકલીફ જણાય. મહત્વના કામમાં વિલંબ સૂચવાય.  સ્વાસ્થ્ય બાબતે સાચવવું. વ્યવસાયમાં નવી તકો મળશે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કામકાજમાં રુચિ વધે. માનસિક બેચેની રહ્યા કરે. નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. ઘરમાં સામાન્ય અશાંતિ જણાય.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવડતના ઉપયોગથી લાભ થાય. આર્થિક બાબતોમાં નવી તકો મળે. ધારેલા કામકાજમાં સફળતા મળે. વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે.

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ અનુભવશો. ધન સંબંધી ચિંતા અનુભવશો.  ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું. કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે.

આ પણ વાંચો :-

કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના તિલકનો વિવાદ વકર્યો, સનાતન ધર્મનું તિલક લગાવવા માંગ ઉઠી

0
  • કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા પરના તિલકનો વિવાદ વધુ વકર્યો. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત તિલક બદલવા મક્કમ, સનાતન ધર્મનું તિલક લઈને સાળંગપુર પહોંચશે મહંત પરમેશ્વર મહારાજ.

સનાતન ધર્મના સાધુ-સંતોના ઉગ્ર વિરોધ બાદ હવે વિવાદિત ભીંતચિત્રો અને મૂર્તિઓ હટાવવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી પહેલાં કિંગ ઓફ સાળંગપુરની હનુમાનજીની પ્રતિમાની નીચેના વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં આવ્યા. ત્યાર બાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદિત મૂર્તિ દૂર કરવામાં આવી. મંદિર પરિસારમાં નિલકંઠ વર્ણીને ફળાહાર કરાવતા હનુમાનજીની વિવાદિત મૂર્તિને હાલ હટાવી દેવામાં આવી છે.

ત્યારે હવે કિંગ ઓફ સાળંગપુરની વિરાટ હનુમાનજીની પ્રતિમા પર સ્વામીનારાયણ પંથકના તિલકનો વિવાદ ઉઠ્યો છે. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતે પ્રતિમા પરથી તિલક બદલવાની માંગ કરી છે. આ માટે તેઓ સનાતન ધર્મનું તિલક લઈને સાળંગપુર પહોંચશે.

કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને સ્વામિનારાયણ તિલકનો વિવાદ ઉઠ્યો છે. મહંત પરમેશ્વર મહારાજ તિલક બદલવા સાળંગપુર જશે. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત પરમેશ્વર મહારાજે આ વિશે કહ્યું કે, હનુમાનજીને સનાતન ધર્મનું તિલક લગાવવામાં આવશે. રોકડીયા હનુમાનના મહંતે ચાંદીનું તિલક બનાવડાવી આજે સાંજે ચાંદીનું તિલક લગાવવામાં આવશે.

ગઈકાલે મોરબીમાં રામાનંદી સાધુ સમાજ તથા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા કલેક્ટર કચેરીના પટાંગણમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા ઉપર જે તિલક બનાવવામાં આવ્યું છે તે તિલક બદલાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

આ પણ વાંચો :-

‘Jawan’ ફિલ્મના રીલિઝ અગાઉ શાહરૂખ ખાને દીકરી સાથે શ્રી વેંકટેશ્વર સ્વામીના કર્યા દર્શન

  • Shah Rukh Khan Visits Tirupati : બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે.

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે. માત્ર એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે ફિલ્મ જવાન શાનદાર કલેક્શન કરવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાન અને નયનતારા સાથે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મંદિરમાંથી શાહરૂખ ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દર્શન કર્યા બાદ પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. જવાન રીલીઝ પહેલા શાહરૂખ ભગવાનના દર્શન કરી ફિલ્મ માટે પ્રાર્થના કરી રહ્યો છે.

શાહરૂખ ખાનના લુકની વાત કરીએ તો તેણે સફેદ રંગના કપડા પહેર્યા હતા. સુહાના ખાન અને નયનતારા પણ સફેદ આઉટફિટમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં તેઓ દર્શન કરતા જોવા મળે છે.

વૈષ્ણોદેવી પણ ગયો હતો :

જવાનનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા શાહરૂખ ખાન જમ્મુ-કાશ્મીરમા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયો હતો. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેણે પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો જેથી કોઈ તેને ઓળખી ન શકે. શાહરૂખે ડેનિમ અને ટી-શર્ટ સાથે હૂડી પહેરી હતી.

ફિલ્મ ‘જવાન’ની વાત કરીએ તો આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ જોવા મળશે. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો :-

World Cup ૨૦૨૩ : ODI વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત, આ ૧૫ ખેલાડીઓ બનાવશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન !

0
  • આઈસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ની શરૂઆત ૫ ઓક્ટોબરથી થશે. જ્યારે ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપ માટે અજીત આગરકર અને કેપ્ટન રોહિત શર્માએ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમમાં કયા કયા ખેલાડીઓનો સમાવેશ થયો અને કોને પડતા મૂકાયા તે વિગતવાર જાણો.

ભારતીય ક્રિકેટ ટીમને લઈને જો અને તોનો વિવાદ પૂરો થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સીનિયર પસંદગી સમિતિએ ODI વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ૫ ઓક્ટોબરથી ઘરઆંગણે રમનારી ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા મોટા નામ છે. જો કે આ સ્ક્વોડમાં યુજવેન્દ્ર ચહલનો સમાવેશ થયો નથી. જ્યારે એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજૂ સેમસન પણ લિસ્ટમાંથી બાકાત છે.

કેએલ રાહુલ પર ઘણા સવાલો ઉઠ્યા હતા. પરંતુ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને આ વિકેટકીપર બેટસમેન પર વિશ્વાસ છે. ઈજાના કારણે એશિયા કપની પ્રથમ બે મેચમાંથી બહાર રહેલા રાહુલને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

શ્રેયસ અય્યર પણ ટીમમાં સામેલ છે અને વિકેટકીપર ઈશાન કિશનનું નામ પણ છે. શ્રીલંકામાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં ભારતીય ટીમ પાકિસ્તાન દ્વારા આયોજિત ટુર્નામેન્ટ રમી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકર હાજર હતા.

ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ :

  1. રોહિત શર્મા (કેપ્ટન)
  2. શુભમન ગિલ
  3. વિરાટ કોહલી
  4. સૂર્યકુમાર યાદવ
  5. શ્રેયસ અય્યર
  6. કેએલ રાહુલ (વિકેટકીપર)
  7. ઈશાન કિશન (વિકેટકીપર)
  8. અક્ષર પટેલ
  9. હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન)
  10. રવિન્દ્ર જાડેજા
  11. મોહમ્મદ સિરાજ
  12. કુલદીપ યાદવ
  13. જસપ્રીત બુમરાહ
  14. મોહમ્મદ શમી
  15. શાર્દુલ ઠાકુર

આ પણ વાંચો :-

 

 

વિવાદ વકરે તે પહેલા બોટાદમાં હનુમાનજીની વધુ એક વિવાદિત મૂર્તિ હટાવી લેવાઈ

0
  • ભારે વિવાદ બાદ આખરે સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રોને હટાવ્યા. સૂર્યોદય થાય તે પહેલાં જ હટાવી દીધા વિવાદિત ભીંતચિત્રો. તો હવે આજે બોટાદમાં જ આવેલ કુંડળ સ્વામીનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ.

સનાતન ધર્મના સાધુ-સંતોના ઉગ્ર વિરોધ બાદ હવે વિવાદિત ભીંતચિત્રો અને મૂર્તિઓ હટાવવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી પહેલાં કિંગ ઓફ સાળંગપુરની હનુમાનજીની પ્રતિમાની નીચેના વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં આવ્યા. ત્યાર બાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદિત મૂર્તિ દૂર કરવામાં આવી છે. મંદિર પરિસદમાં નિલકંઠ વર્ણીને ફળાહાર કરાવતાની વિવાદિત મૂર્તિને હાલ હટાવી દેવામાં આવી છે.

સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આખરે અંત આવ્યો છે. ગઈકાલે સરકાર સાથેની બેઠકમાં નિર્ણય બાદ રાતોરાત વિવાદિત ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરમાં મધરાતે પડદા ઢાંકી વિવાદિત ભીંતચિત્રો દૂર કરવા આખી રાત કામગીરી ચાલી હતી. રાત્રે કષ્ટભંજન મંદિર પરિસારની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. ઘોર અંધારમાં મીડિયાને દૂર રાખી વિવાદિત ચિત્રો દૂર કરવા વડતાલ ગાંદીના મહંતોએ કામગીરી કરી હતી.

બોટાદ સહિત બહારના જિલ્લાની પોલીસ ખડકી દઈ મીડિયાને આ વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાનું કવરેજ કરવાથી રોકવામાં આવ્યું હતું. પોલીસ અને મંદિર પ્રશાસન એકબીજા પર આક્ષેપ કરવાની સાથે પોતાની ભૂલ છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો અને પડદા બાંધીને મધરાતે વિવાદિત ભીંતચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી.

ત્યારે આજે બોટાદમાં જ આવેલ કુંડળ સ્વામીનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામ ખાતે કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવા બેનર સાથેની હનુમાનજીની મૂર્તિ હતી. ત્યારે વિવાદ વકરે તે પહેલા આ મંદિરમાંથી મૂર્તિ હટાવી દેવાઈ છે.

આજ રોજ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા ભીંત ચિત્રો હટાવવામાં આવ્યા. જેના બાદ તાત્કાલિક અસરથી કુંડળ મંદિર દ્વારા પણ વિવાદાસ્પદ મૂર્તિ હટાવી દેવાઈ છે. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર હતી. તેથી હવે અહીંથી હનુમાનજીની મૂર્તિ હટાવાઈ છે.

આ પણ વાંચો :-

પોલીસ સ્ટેશનમાં પણ મહિલા સુરક્ષિત નહીં. પતિની ફરિયાદ લઈને આવેલી મહિલા સાથે…

0
  • હરિયાણાના પલવલમાંથી એક હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલા પર પોલીસ સબ ઈન્સ્પેક્ટરના મિત્રોએ ગેંગરેપ કર્યો હતો.

હરિયાણાના પલવલમાંથી એક હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલા પર પોલીસ સબ ઈન્સ્પેક્ટરના મિત્રોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે એક પરિણીત મહિલા જે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં તૈનાત સબ-ઈન્સ્પેક્ટરના સાથીઓએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાએ કહ્યું કે આરોપીએ તેને ત્રણ દિવસ સુધી એક ઘરમાં ગોંધી રાખી, જ્યાં તેની સાથે વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો બાદમાં આરોપીએ તેને અન્ય વ્યક્તિને વેચી દીધી જેણે તેની સાથે યૌન શોષણ પણ કર્યું. આ મામલામાં હસનપુર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર સહિત સાત લોકો વિરુદ્ધ રવિવારે એફઆરઆઈ નોંધવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે એક આરોપીનો ફોન મળ્યા બાદ મહિલાએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેને બચાવી લેવામાં આવી હતી. પોલીસે મહિલાને તેના પરિવારજનોને સોંપી દીધી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા ૨૩ જુલાઈના રોજ હસનપુર પોલીસ સ્ટેશન આવી હતી જ્યાં તે આરોપી સબ ઈન્સ્પેક્ટર શિવ ચરણને મળી હતી. જેણે તેની ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો.

શિવચરણે તેને તેના સાથી બલ્લી સાથે નજીકના ખેતરમાં જવા દબાણ કર્યું. જ્યાં નિરંજન અને ભીમ નામના વ્યક્તિ પણ હાજર હતા. ત્રણેયએ તેની સાથે બળાત્કાર કર્યો અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ત્રણેય તેને પલવલમાં શાંતિ નામની મહિલાના ઘરે લઈ ગયા. જ્યાં તેઓએ તેને રાતભર રાખી અને તેના પર બળાત્કાર કર્યો.’ બાદમાં તેને બિજેન્દ્ર નામના વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. જેણે તેના સાળા ગજેન્દ્ર સાથે મળીને સબ-ઈન્સ્પેક્ટર શિવચરણની હાજરીમાં તેના પર બળાત્કાર કર્યો હતો.

આ પણ વાંચો :-