Home Blog Page 964

ખોડિયાર માતાજીનું અપમાન કરીને રૂમમાં પૂરાઈ જનારા સ્વામિનારાયણ સંતે હવે હાથ જોડીને શું કહ્યું ?

0
  • સાળંગપુરમાં ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત થયો હતો ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંતે ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી આપવા વિવાદ થયો હતો. જે બાદ તેઓ રૂમમાં પૂરાઈ ગયા હતા.

સાળંગપુરમાં ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત થયો હતો ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંતે ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી આપવા વિવાદ થયો હતો. જે બાદ તેઓ રૂમમાં પૂરાઈ ગયા હતા. હવે માતાજી વિશે બફાટ કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ભારે વિરોધ થતા માફી માગી છે અને કહ્યું છે કે, મારો ઉદ્દેશ્ય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો નહોતો.

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે,”શ્રી ખોડીયાર માતાજી અને તેમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા ખોડીયાર માતાજીનાં મંદિરો અને સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો.

છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે, હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું અને ફરી વખત આનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપું છું.”

આ પહેલા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાયછે. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નીચોવ્યું હતું. જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે.

મહારાજ રંગોત્સવમાં ખેતરમાં નાહવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું આ કોણ છે ત્યારે તેમણે કહેલું આ અમારા કુળદેવી છે. ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવીને માતાજી ઉપર છાંટ્યા હતા અને કહ્યું કે તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીના નિવેદનો ખૂબ ચર્ચામાં રહ્યા છે. પહેલા સંતો પર અને પછી ખોડિયાર માતા પર કરવામાં આવેલી ટીપ્પણીઓથી ઘણા લોકો ગુસ્સે થયા હતા અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી બ્રહ્મ સ્વરૂપ સ્વામી પોતાના રૂમમાં બંધ હતા અને ભક્તો, સંતો અને તેઓ ખાસ કરીને મીડિયાથી દુર રહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે આજે તેમનું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

MISS UNIVERSE : હવે કોઈપણ મહિલા બની શકે છે મિસ યુનિવર્સ ! જાણો કોણે કરી જાહેરાત

0
  • મિસ યુનિવર્સ બનવા માટેની વય મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. અત્યાર સુધી મિસ યુનિવર્સમાં માત્ર ૧૮ થી ૨૮ વર્ષની છોકરીઓ જ ભાગ લઈ શકતી હતી.

હવે એ મહિલાઓ પણ ‘મિસ યુનિવર્સ‘ બનવાનું પોતાનું સપનું પૂરું કરી શકે છે જેઓ તેમની ઉંમરના કારણે આ સ્પર્ધામાં ભાગ લઈ શકી ન હતી. ન્યૂયોર્ક ફેશન વીકમાં ટેનર ફ્લેચરના શો દરમિયાન અભૂતપૂર્વ ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. નિયમોમાં આ ફેરફાર સત્તાવાર રીતે ૨૦૨૪માં અમલમાં આવશે. મતલબ કે મિસ યુનિવર્સ સ્પર્ધાના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ વય પ્રતિબંધ નહીં હોય.

મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટેની વય મર્યાદા હટાવી દેવામાં આવી છે. અગાઉ મિસ યુનિવર્સ ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી ૨૮ વર્ષની હતી. જો કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ હજુ પણ આ ઇવેન્ટનો ભાગ બની શકશે નહીં.

આ નિર્ણય અંગે અત્યાર સુધીની સૌથી વૃદ્ધ મિસ યુનિવર્સનો તાજ પહેરાવનાર આર બોની ગેબ્રિયલએ કહ્યું કે આ ખિતાબ જીતનારી તે સૌથી વૃદ્ધ મહિલા છે. તેણીએ ન્યુયોર્ક ફેશન વીકમાં એવું કહીને લોકોને જીતી લીધા હતા કે સ્ત્રીની સ્પર્ધા કરવાની અને મહાનતા પ્રાપ્ત કરવાની ક્ષમતામાં ઉંમર અવરોધ ન હોવી જોઈએ.

ભારત સાથે આ ઈવેન્ટના કનેક્શનની વાત કરીએ તો સુષ્મિતા સેનને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યાને ૨૯ વર્ષ થઈ ગયા છે. આ ખિતાબ મેળવનાર તે પ્રથમ ભારતીય હતી. તેણે આ ખુશી તેના ચાહકો સાથે શેર કરી.

આ વર્ષે આ સ્પર્ધાના આયોજનમાં વિવાદ થયો હતો. ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ૨૯ જુલાઈથી ૩ ઓગસ્ટ વચ્ચે મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેનારી છ છોકરીઓનો આરોપ છે કે સ્પર્ધા દરમિયાન તેમને એક અલગ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા અને ટોપલેસ થવા માટે કહેવામાં આવ્યું હતું.

મિસ યુનિવર્સ સ્પર્ધાના આ ઉમેદવારોએ પોલીસમાં ઈવેન્ટના આયોજકો સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવનાર ઉમેદવારોમાંના એક વકીલે જણાવ્યું હતું કે અંતિમ કાર્યક્રમના બે દિવસ પહેલા, સહભાગીઓને ‘બોડી ચેકિંગ’ અને ‘ફોટોગ્રાફી’ના નામે તેમના ટોપ ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

ગણતરીની મિનિટોમાં તબાહ થઈ ગયું શહેર, ૨૦ હજાર લોકોના મોત : લિબિયામાં ભયંકર આફત

  • લીબિયામાં સુનામીના કારણે ૨૦ હજારથી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ વચ્ચે અથોરિટીઝનું કહેવું છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પણ નથી મળી રહ્યા.

લીબિયામાં સુમુદ્રમાં આવેલી સુનામીના કારણે ૨૦ હજારથી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ વચ્ચે ઓથોરિટીઝનું કહેવું છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવે. લીબિયાના આધુનિક ઈતિહાસની આ સૌથી મોટી સુનામી છે. જેમાં મૃત્યુ પામેલ લોકોના મૃતદેહ પણ નથી મળી રહ્યા.

બચાવ અભિયાનમાં શામેલ લોકોનું કહેવું છે કે સુનામી આવવાના કારણે શહેરમાં પાણી ઘુસી આવ્યું હતું અને તેના પાણીની સાથે ઘણા લોકો પણ વહી ગયા. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમાં મોટાભાગના લોકોના મોત થઈ ગયા છે. પરંતુ મૃતદેહની શોઘ કરવી મુશ્કેલ થઈ રહી છે. લીબિયાના ડેરના શહેરનો લગભગ અડઘો ભાગ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો છે.

૨૦ હજાર સુધી પહોંચી ગયો છે મૃત્યુ પામનાર લોકોનો આંકડો :

ડેરના શહેરના મેયર અબ્દુલમેનામ અલ-ઘાઈઠીએ કહ્યું છે કે શહેરમાં મૃત્યુ પામનાર લોકોના આંકડા ૧૮થી ૨૦ હજાર સુધી પહોંચી ગયા છે. આટલું જ નહીં તેમણે કહ્યું છે કે હવે મોટી બીક એ વાતની છે કે મહામારી ફેલાઈ શકે છે. પાણીમાં મૃતદેહ સડી રહ્યા છે અને રસ્તા પર પાણીની સાથે ગંદકી વહી રહી છે. તેના કારણે બીમારીઓનો ખતરો વધી રહ્યો છે.

આ વચ્ચે વિશ્વ હવામાન સંગઠનનું કહેવું છે કે લીબિયામાં આટલી બધી મોતને ટાળી શકાત. સંગઠનનું કહેવું છે કે લીબિયા ગયા એક દસકથી ગૃહ યુદ્ધની માર સહન કરી રહ્યું છે અને દેશમાં બે અલગ અલગ સરકારોનું શાસન ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે લીબિયામાં હવામાન વિભાગ જ સક્રિય નથી.

આ પણ વાંચો :-

શું સંજય દત્ત અને અરશદ વારસી ‘મુન્નાભાઈ ૩’ નું શૂટિંગ શરૂ કર્યું ? રાજકુમાર હિરાની સેટ પર સાથે જોવા મળ્યા

  • સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંજય દત્ત મુન્નાભાઈ અને અરશદ વારસી સર્કિટના ગેટઅપમાં ફિલ્મના સેટ પર જોવા મળ્યા હતા.

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS‘એ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને અરશદ વારસીએ મુન્નાભાઈ અને સર્કિટની ભૂમિકામાં પોતાની કોમેડી સ્ટાઈલથી લોકોને ઘણા હસાવ્યા હતા.

‘મુન્નાભાઈ MBBS‘ એક બ્લોકબસ્ટર કોમેડી-ડ્રામા ફિલ્મ હતી અને હાલ ફેન્સ આ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

વાત એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંજય દત્ત મુન્નાભાઈ અને અરશદ વારસી સર્કિટના ગેટઅપમાં ફિલ્મના સેટ પર જોવા મળ્યા હતા. એટલું જ નહીં રાજકુમાર હિરાની પણ આ બંને સાથે જોવા મળી રહ્યા છે.

આ વાયરલ થયેલ વીડિયોમાં સંજય દત્ત મુન્નાભાઈના ગેટઅપમાં રાજકુમાર હિરાની સાથે હોસ્પિટલના સેટ પર એન્ટ્રી કરતા જોઈ શકાય છે. અરશદ વારસી પણ તેની પાછળથી સર્કિટ લુકમાં આવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સંજય દત્ત અને અરશદ વારસી એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.

તે હસીને કહે છે કે અમે પાછા આવી ગયા છીએ. આ વીડિયો જોઈને એવું માનવામાં આવે છે કે કદાચ ફિલ્મ ‘મુન્નાભાઈ ૩‘ બની રહી છે. જેના શૂટિંગનો આ વીડિયો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ પણ ઘણા ખુશ થયા છે.

ઉલ્લેખનીય છે કે ‘મુન્નાભાઈ MBBS’ વર્ષ ૨૦૦૩માં રિલીઝ થઈ હતી. વર્ષ ૨૦૦૬માં ફિલ્મ ‘મુન્નાભાઈ‘ની સિક્વલ રિલીઝ થઈ હતી. જે બાદ હવે ફેન્સ ‘મુન્નાભાઈ ૩’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

પીએમ મોદીના જન્મદિવસ પર તૈયાર કરાયું ભવ્ય રેત શિલ્પ, પાટણથી ૫૦ ટન રેતી મંગાવાઈ

0
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તેમનું ભવ્ય રેત શિલ્પ બનાવાયું છે. કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા આ રેતશિલ્પ તૈયાર કરાયું છે.

કચ્છના કલાકારને ગાંધીનગર લાવી આ રેત શિલ્પ તૈયાર કરાયું છે. ગાંધીનગર સેક્ટર ૨૧ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અનુસંધાને રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે પાટણથી ૫૦ ટન રેતી મંગાવવામાં આવી હતી.

માંડવીના કલાકાર અનિલ જોશીએ આ રેત શિલ્પને આકાર આપ્યો હતો. પ્રધાનમંત્રીના જન્મ દિવસની શુભેચ્છાની સાથે G20 અને ચંદ્રયાન ની સફળતાનો સંદેશ આ રેત શિલ્પ દ્વારા આપવામાં આવ્યો. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નરેન્દ્ર મોદીના રેત શિલ્પને ખુલ્લુ મુક્યુ. જેથી અન્ય લોકો તેને જોઈ શકે.

આ પણ વાંચો :-

આ ૨ ભારતીય ખેલાડીઓએ વિદેશી ટીમો માટે કર્યું ડેબ્યૂ, પહેલી જ મેચમાં લીધી ૫-૫ વિકેટ

0
  • Indian Cricket : ભારતીય ક્રિકેટ ટીમના બે સ્ટાર ખેલાડીઓએ કાઉન્ટી ક્રિકેટમાં પોતાની ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે જ યુઝવેન્દ્ર ચહલ પણ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ ૨૦૨૩માં રમી રહી છે. ટીમ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પણ પહોંચી ગઈ છે. બીજી તરફ ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા બે સ્ટાર ખેલાડીઓએ વિદેશી ટીમો માટે ડેબ્યુ કર્યું છે.

આ બંને ખેલાડીઓ પોતાની ડેબ્યુ મેચમાં જ બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા છે. આમાંથી એક ખેલાડી છેલ્લા કેટલાક સમયથી સતત ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ છે.

આ ૨ ખેલાડીઓએ પહેલી જ મેચમાં ૫-૫ વિકેટ લીધી :

ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને સ્પિનર ​​જયંત યાદવે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેમની ટીમો સસેક્સ અને મિડલસેક્સ માટે અનુક્રમે પાંચ-પાંચ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર ઉનડકટે લેસ્ટરશાયર સામે બીજી ઇનિંગમાં ૩૨.૪ ઓવરમાં ૯૪ રન આપીને છ વિકેટ ઝડપી હતી અને ટીમને ૧૫ રનથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે મેચની પ્રથમ ઈનિંગમાં ત્રણ વિકેટ પણ લીધી હતી.

પુજારા :

સસેક્સના કેપ્ટન અને અનુભવી ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આ મેચની બંને ઈનિંગ્સમાં ૨૬ અને ૨૩ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે લેસ્ટરશાયરના ઓપનર ઋષિ પટેલનો શાનદાર કેચ પણ લીધો હતો. આ જીત સાથે ટીમની ડિવિઝન વનમાં ક્વોલિફાય થવાની આશા મજબૂત બની છે.

જયંત યાદવ :

જયંતે માન્ચેસ્ટરમાં ડિવિઝન વન મેચમાં લેન્કેશાયર સામે ૩૩ ઓવરમાં ૧૩૧ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. મિડલસેક્સ અને લેન્કેશાયર વચ્ચેની આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે, કાઉન્ટી ક્રિકેટમાં પદાર્પણ કરી રહેલા અન્ય એક ભારતીય ખેલાડીએ મેચમાં પાંચ વિકેટ લીધી હતી. કેન્ટનું પ્રતિનિધિત્વ કરતા આ ખેલાડીએ ડિવિઝન વન મેચમાં નોટિંગહામશાયર સામે બે ઈનિંગ્સમાં ૬૩ રનમાં ત્રણ અને ૪૩ રનમાં બે વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો :-

સુરતમાં વધુ એક ગ્રીષ્મા હત્યા*કાંડ જેવી ઘટના, પ્રેમિકાની સગાઈ અન્ય સાથે નક્કી થતા પ્રેમીએ….

0
  • સુરતમાં દોઢ વર્ષ પહેલા ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા જેવો વધુ એક કાંડ ગુરુવારે સચિન જીઆઈડીસીમાં બન્યો છે. પ્રેમીએ પેચિયાથી પ્રેમિકાના મોઢા પર ઘા કર્યો અને પથ્થરથી આખું માથું છૂંદી નાખ્યું હતું.

સુરતમાં દોઢ વર્ષ પહેલા ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા જેવો વધુ એક કાંડ ગુરુવારે સચિન જીઆઈડીસીમાં બન્યો છે. પ્રેમીએ પેચિયાથી પ્રેમિકાના મોઢા પર ઘા કર્યો અને પથ્થરથી આખું માથું છૂંદી નાખ્યું હતું. પ્રેમિકાની હત્યા બાદ યુવક ૧૦ મિનિટ સુધી લાશની બાજુમાં જ બેસી રહ્યો. આજુબાજુમાં લોકોનું ટોળું પણ હજું પરંતુ કોઈએ યુવતીને બચાવી નહીં અને બધા મોતનો તમાશો જોતા રહ્યા. આરોપીને યુવતી સાથે ૩ વર્ષથી પ્રેમ સંબંધ હતા. જોકે સગપણની વાત ચાલતી હોવાથી યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યા હતા.

વિગતો મુજબ, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શૈલેષ વિશ્વકર્મા અને નિલુકુમારી વિશ્વકર્મા બંનેનો 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને પાડોશી હતા. જોકે શૈલેષના સ્વભાવમાં બદલાવ આવતા તે માનસિક રીતે ત્રાસ આપતા આથી નિલુકુમારીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો અને અન્ય યુવત સાથે સગાઈ નક્કી કરી હતી. જે વાત સહન ન થતા શૈલેષે બદલો લેવાનું વિચાર્યું. ગુરુવારે સચિને શિલુના મોઢા પર પેચિયું માર્યું અને બાદમાં પથ્થરથી માથું છૂંદી નાખીને હત્યા કરી નાખી.

નિલુકુમારીના પિતાના જણાવ્યા મુજબ, આરોપીના પિતાએ પણ અગાઉ હત્યાની ઘમકી આપી હતી. નવરાત્રી પર જ નિલુની સગાઈ હતી. ઘટના સમયે ઘરમાં તેમની વહુ અને દીકરી એકલા હતા. એવામાં તકનો લાભ લઈને પાડોશમાં જ રહેતો શૈલેષ આવ્યો અને નિલુ પર હુમલો કરી દીધો. તેને બચાવવા માટે ભાભી આવતા શૈલેષ તેમને પણ મારવા માટે પાછળ દોડયો હતો.

નિલુના ચહેરા પર પથ્થર મારી મારીને ચહેરો વિકૃત કરી નાખ્યા બાદ આરોપી ૧૦ મિનિટ સુધી લાશની બાજુમાં બેસી રહ્યો. આ બાદ ત્યાંથી નાસી ગયો હતો. યુવતીના મોતની જાણ થતા જ પોલીસે હત્યારા શૈલેષને ઝડપી લીધો હતો અને અટકાયત બાદ તેની પૂછપરછ હાથ ધરવાામાં આવી હતી.

આ પણ વાંચો :-

આ તો ઉંધુ થયું, ભાજપના બળવાખોરોને કારણે કોંગ્રેસને મળી સત્તા, સોજિત્રામાં થયું કાંઈક આવું

0
  • સોજિત્રા નગરપાલિકામાં ભાજપના ૫ સભ્યોના બળવાને કારણે ભાજપને સોજિત્રા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી હતી. મહાનગરપાલિકામાં ભાજપના ૧૫ અને કોંગ્રેસના ૯ સભ્યો ચૂંટાયા હતા.

સોજિત્રા નગરપાલિકામાં ભાજપના ૫ સભ્યોના બળવાને કારણે ભાજપને સોજિત્રા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી હતી. મહાનગરપાલિકામાં ભાજપના ૧૫ અને કોંગ્રેસના ૯ સભ્યો ચૂંટાયા હતા. આજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ૨-૨ સભ્યો વિદેશ હોવાથી તેઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ભાજપના જશોદાબેન ભોઈ ચૂંટણીમાં ગેરહાજર રહ્યા હતા.

ભાજપ શાસિત મહાનગરપાલિકા હોવાથી ભાજપે પ્રમુખ પદ માટે હેતલ સંજય પટેલને જ્યારે ઉપપ્રમુખ પદ માટે દીપિકા ભટ્ટને મેન્ડેટ આપ્યો હતો. જ્યારે ભાજપના ૫ અસંતુષ્ટ સભ્યોએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ૮ સભ્યો અને ભાજપના ૫ અસંતુષ્ટ સભ્યોના ટેકાથી કોંગ્રેસે નગરપાલિકા કબજે કરી હતી. આણંદ ભાજપના પૂર્વ પ્રમુખ અને સોજિત્રાના વર્તમાન ધારાસભ્ય વિપુલ પટેલની કડી મહેનત છતાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે.

આણંદ જિલ્લાની સોજીત્રા નગરપાલિકાની વર્ષ ૨૦૨૧માં યોજાયેલ ચૂંટણીમાં ૨૪ બેઠકો પૈકી માત્ર ૯ બેઠક જ કોંગ્રેસને મળી હતી. જ્યારે ભાજપે ૧૫ બેઠકો મેળવી પાલિકા ઉપર કબ્જો જમાવ્યો હતો. તે વખતે ભાજપના રજનીકાંત પટેલ પ્રમુખ તરીકે અને કલ્પનાબેન મકવાણા ઉપપ્રમુખ તરીકે ભાજપાએ નિયુક્ત કર્યા હતા. તેમના આ કાર્યકાળ દરમિયાન ભાજપના કાઉન્સિલરોમાં ભારે આંતરિક વિખવાદો સર્જાયા હોવા છતાં જ્યાં ત્યાં પ્રમુખ-ઉપપ્રમુખ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

જે બાદ બાકીના અઢી વર્ષની બીજી ટર્મ માટે પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ભાજપના ચાર કાઉન્સિલરો ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ ગેરહાજર રહ્યાં હતાં. જેથી રાજકારણ ગરમાયું હતું. ભાજપે સત્તા જાળવી રાખવા માટે અસંતુષ્ટ કાઉન્સિલરોને મનાવવા માટે અનેક પ્રયત્નો કર્યાં હતાં.

પરંતુ નારાજ ભાજપી કાઉન્સિલરો માન્યાં ન હતાં અને વાંકે પાલિકાના બીજા ટર્મ માટે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપી કાઉન્સિલરોએ બળવો કર્યો હતો. તો ભાજપના જશોદાબેન ભોઈ ચૂંટણીમાં ગેરહાજર રહ્યાં હતાં. જેને લઇને હવે આંતરિક વિખવાદને કારણે ભાજપે સોજિત્રા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી . આજે અઢી વર્ષ પૂર્ણ થતા નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં સોજીત્રા નગરપાલિકાના બોર્ડની રચના સોજીત્રા શહેર કોંગ્રેસના પ્રમુખ યોગેશભાઈ જનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

જેમાં કોંગ્રેસના આઠ સભ્યો અને ભાજપના પાંચ સભ્યો સાથે સોજિત્રા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની રચના કરવામાં આવી હતી. જેમાં ભાજપના બળવાખોર સભ્ય ઉન્નતિ રાણા પ્રમુખ અને જીમિત ભટ્ટ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

જો કે હવે ભાજપ સોજિત્રા નગરપાલિકામાં ફરી પોતાની સત્તા મેળવવા માટે બાકીના સભ્યોને હાંકી કાઢીને આગળની કાર્યવાહી પણ કરી શકે છે.આગામી દિવસોમાં સોજિત્રા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું રાજકારણ ક્યાં સુધી જાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.

આ પણ વાંચો :-

 

VIDEO : લાઈવ રિપોર્ટિંગમાં લેડી રિપોર્ટરના નિતંબ પકડયા, આખા દેશે જોઈ યુવાનની અશ્લિલ હરકત

  • સ્પેનની રાજધાની મેડ્રિડમાં લાઈવ રિપોર્ટિંગ કરી રહેલી લેડી રિપોર્ટરની સાથે યૌન શૌષણની એક ઘટના બની છે જેનો વીડિયો વાયરલ થયો છે.

યુરોપિય દેશ સ્પેનની રાજધાની મેડ્રિડમાં એક મહિલા રિપોર્ટરને લાઈવ રિપોર્ટિંગમાં બેડ ટચનો સામનો કરવો પડયો. આ ઘટના બની ત્યારે તે લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી અને પાછળથી એક વ્યક્તિએ આવીને તેના નિતંબ પર હાથ રાખી દીધો હતો અને તેના વાળનો સ્પર્શ કરીને ચાલ્યો ગયો હતો.

પત્રકાર ઈસા બાલાડો મેડ્રિડમાં ચેનલ કુઆટ્રો માટે લૂંટ પર લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો. તેણે પાછળથી મહિલાના શરીર પર હાથ મૂક્યો અને તેને પૂછ્યું કે તે કઈ ચેનલમાં કામ કરે છે. યુવાનના આવા વર્તનથી જરા પણ વિચલિત થયા વગર લેડી પત્રકારે રિપોર્ટિગ ચાલું રાખ્યું હતું.

આ ઘટનાથી શો હોસ્ટ પણ આશ્ચર્યચકિત થયા અને તેમને પૂછ્યું કે શું તેણે તમારા બટ (નિતંબ)નો સ્પર્શ કર્યો. આ પછી, ટીવી રિપોર્ટર મહિલાએ હામાં જવાબ આપ્યો, જે પછી હોસ્ટે કહ્યું કે તે તે વ્યક્તિને કેમેરાની સામે લાવે. “શું તમે કૃપા કરીને તે માણસને મારી સામે મૂકી શકો?” આ મૂર્ખ માણસને મારી સામે બેસાડો. આ પછી રિપોર્ટરે આરોપીને કહ્યું કે તમે પૂછવા માગો છો કે અમે કઈ ચેનલના છીએ? તમે મારા નિતંબને સ્પર્શ કર્યો? હું લાઈવ શો કરી રહ્યો છું અને કામ કરું છું.

જો કે, તે વ્યક્તિએ સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો કે તેણે કંઈપણ ખોટું કર્યું છે અને આ વખતે તે તેના વાળને સ્પર્શ કરીને ચાલ્યો ગયો હતો. થોડીક સેકંડ પછી જ્યારે તે લાઈવ રિપોર્ટીંગ કરી રહી હતી ત્યારે તે ફરી આવ્યો હતો અને મહિલા રિપોર્ટરને કહ્યું કે તમારે સાચી વાત કહેવી જોઈએ. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

મેડિડ્ર પોલીસે આરોપીની ધરપકડ કરી :

મેડ્રિડ પોલીસે લાઈવ ઓન એર રિપોર્ટર પર જાતીય શોષણ કરવાના આરોપમાં આ વ્યક્તિની ધરપકડ કરી હતી. ટ્વિટર પર શેર કરાયેલા વીડિયોમાં બે પોલીસ અધિકારીઓ તેને હાથકડી પહેરાવીને લઈ જતા જોઈ શકાય છે. ટીવી ચેનલે પણ આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે તે કોઈપણ પ્રકારની ઉત્પીડન અથવા આક્રમકતાને નકારી કાઢે છે અને રિપોર્ટર માટે પોતાનું સમર્થન વ્યક્ત કરે છે.

આ પણ વાંચો :-

સુરતના નેશનલ હાઈવે નં : ૪૮ પર એક સાથે ૧૦ વાહનોની ટક્કર અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત

0
  • સુરતના કીમ ચાર રસ્તા પર એક પછી એક ૧૦ જેટલા વાહનો વચ્ચે ટક્કર થતા ક્ષણિક અફરાતફરી મચી ગઈ હતી. જેમાં અનેક વાહનચાલકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યુ છે.

સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે અકસ્માતનું ‘ઘર’ બની ગયો હોય તેમ છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર ૪૮ પર ગત મોડી રાત્રે મોટા અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કોસંબા તરફના માર્ગ પર સુરતના કીમ ચાર રસ્તા એક પછી એક ૧૦ જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સુરત પંથકમાં પેસેન્જર્સ ભરવાની લ્હાઈમાં હાઈવે પર અડચણરૂપ, જોખમી રીતે લકઝરી બસો થોભાવી ચાલકો આડેધડ પેસેન્જર ભરતા હોવાની ભૂતકાળમાં અનેક વખત રાવ ઉઠી હતી. ત્યારે હાઈવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો ભટકાયા હતા.

૪ જેટલી લકઝરી બસ, ૪ જેટલી કાર, ૨ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટનાને પગલે ક્ષણિક અફરાટફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે પર પેસેન્જ ભરવા વાહનો થોભાવી દેવામાં આવે છે.જેને લઈને નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા હોવાથી તેને અંકુશમાં રાખવા માટે નિયમ અને ચેકીંગ કરવામાં સહિતની કાર્યવાહીની માંગ ઉઠી છે.

આ પણ વાંચો :-