Home Blog Page 963

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

0
  • આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ૧૭થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

છોટા ઉદેપુર, દાહોદ, સુરતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કાલે નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે ૧૬થી ૧૮ સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ બનતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.  આજે વહેલી સવારથી મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી મહીસાગર, છોટાઉદેપુર, તાપી, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સારા એવા વરસાદના કારણે ખેડૂતોના સુકાતા પાકને ફાયદો મળશે.  જો કે હજુ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.

આ પણ વાંચો :-

ઓ માય ગોડ ! ફ્લાઈટમાં આવતો ચોર : કરોડોની કિંમતની ગાડીઓની કોમ્પ્યુટરથી ચોરી, હાઈટેક ગેંગનો પર્દાફાશ

0
  • ગુજરાતની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૫૦૦ કરતા વધારે લક્ઝરી ગાડીઓની ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગના બે લોકોની ધરપકડ કરવાની સાથે જ ૧૦ ગાડીઓને જપ્ત કરી છે.

ગુજરાતની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૫૦૦ કરતા વધારે લક્ઝરી ગાડીઓની ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગના બે લોકોની ધરપકડ કરવાની સાથે જ ૧૦ ગાડીઓને જપ્ત કરી છે. આરોપીઓની ઓળખ મેરઠના રહેવાસી અશરફ સુલ્તાન અને રાંચીના રહેનારા ઈરફાન ઉર્ફે પિંટુ તરીકે થઇ છે.

પોલીસના અનુસાર આરોપીઓએ દિલ્હી, રાજસ્થાન, બંગાળ જેવા રાજ્યોના રહેવાસી લોકોની સાથે મળીને ગેંગ બનાવી. આ ગેંગ જરૂરિયાત અનુસાર લક્ઝરી ગાડીઓની ચોરી કરતો હતો. આ લોકો ગાડીઓની સિક્યોરિટી કોડ લેપટોપથી ડિકોડ કરતા હતા પછી ચોરી કર્યા બાદ એન્જિન અને ચેચિસ નંબર બદલી દેતા હતા અને ગાડીને વેચી દેતા હતા.

ગેંગના સભ્યો આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોની RTO ની મદદથી ચોરી કરાયેલી ગાડીઓનું NOC લઈને પાસિંગ કરાવતા હતા. આરોપી પિંટૂ સ્ક્રેપનો ધંધો કરતો હતો. તે હવાઈ જહાજથી અન્ય રાજ્યમાં જઇને ચોરી કરાયેલી ગાડીઓની ડીલ કરતો હતો. ત્યાર બાદ અશરફ ગાડી બીજા રાજ્ય સુધી પહોંચાડતો હતો. હવાઈ મુસાફરી અને અન્ય રાજ્યમાં રોકાવા સુધીનો તમામ ખર્ચ ગાડીઓ ખરીદનાર વ્યક્તિ પાસેથી વસુલવામાં આવતો હતો.

ગેંગ છેલ્લા ૫ વર્ષોથી કરી રહી હતી ગાડીઓની ચોરી :

અમદાવાદ ક્રાઈમબ્રાંચના ડીસીપી ચૈતન્ય મંડલિકે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપી અને તેની ગેંગ ગત્ત ૫ વર્ષથી ગાડીઓની ચોરી કરી રહ્યો હતો. આ ગેંગ અત્યાર સુધી ૫૦૦ કરતા વધારે ગાડીઓ ચોરી કરી ચુક્યો છે. જપ્ત કરાયેલી ૯ ગાડીઓ દિલ્હી અને એક યુપીમાં રજિસ્ટર હતી. આ ગાડિઓના માલિકોએ એફઆઈઆર પણ દાખલ કરાવી હતી.

દિલ્હી પોલીસને સોંપાશે બંન્ને આરોપી :

ગેંગ જરૂરિયાત અનુસાર ગ્રાહકો સુધી ગાડીની તસ્વીરો વ્હોટ્સએપ કરતો હતો. એડવાન્સ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી. ક્રાઈમબ્રાંચને અન્ય ચોરી થયેલી ગાડીઓ અંગે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

જે પૈકી કેટલીક ગાડીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પહોંચી ગઈ. હવે આગળની તપાસ માટે બંન્ને આરોપીઓને અમદાવાદ ક્રાઈમબ્રાંચ દિલ્હી પોલીસને સોંપશે. આગામી દિવસોમાં દિલ્હી પોલીસની તપાસમાં અન્ય ચોરી થયેલી ગાડીઓ અને રાજ્યોના આરટીઓની મિલીભગતના ખુલાસા થવાના આસાર જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

 સુરતમાં બાઈક ચોરીની ફરિયાદ કરવા આવેલા ASI પોતે જ જેલ ભેગા થઈ ગયા ?

0
  • સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત મરીન પોલીસ સ્ટેશનના ASIએ ભારે હોબાળો મચાવ્યો હતો. દોઢ કલાક સુધી દારૂ પીને હંગામો મચાવતા પોલીસ કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા હતા.

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત મરીન પોલીસ સ્ટેશનના ASIએ ભારે હોબાળો મચાવ્યો હતો. દોઢ કલાક સુધી દારૂ પીને હંગામો મચાવતા પોલીસ કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા હતા. દીકરાના મિત્રની બાઈક ચોરીની ફરિયાદ ન લેવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં ધમાલ કરનારા ASI સામે આખરે પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

વિગતો મુજબ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુરુવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ૩ યુવાનો પહોંચ્યા હતા. જેમાંથી એક યુવકે તેના પિતા પોલીસમાં હોવાનું જણાવીને મિત્રની બાઈક ચોરીની ફરિયાદ કેમ નથી લેતા? કહીને મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. આ રેકોર્ડિંગ રોકતા યુવકે પોતાના પિતાને મરીન પોલીસ સ્ટેશનના ASI સુરેશ ચૌહાણને બોલાવી લીધા હતા.

જોકે ASI સુરેશ ચૌહાણ પોલીસ સ્ટેશનમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને હંગામો મચાવ્યો હતો. આખરે કંટાળીને પોલીસે PI અને સર્વેલન્સ સ્ટાફના સબ ઈન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશનમાં બોલાવવા પડયા.

જેમણે આવીને આ જમાદારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને તેઓ દારૂના નશામાં છે કે કેમ તેમ પૂછતા તુકારાથી કહી દીધું, તારાથી થાય તે કેસ કરી લે.જે બાદ પોલીસે તેમને લોકઅપનો રસ્તો બતાવા પ્રોહીબિશનની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો :-

ફેમસ ઈન્સ્ટા સ્ટાર બન્યા વડોદરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ, ૭.૧૪ લાખ છે ફોલોઅર્સ

0
  • વડોદરા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો નિમાયા. જેમાં પ્રમુખ પદે અંકિતા પરમારની વરણી કરાઈ. વડોદરા માટે હાલ આ નામ બહુ ચર્ચામાં આવ્યું છે.

વડોદરા તાલુકા પંચાયતમા અઢી વર્ષ માટે હોદ્દેદારો નિમાયા છે. જેમાં અંકિતા પરમાર પર પસંદગીનો કળશ ઢોળાયો છે. અંકિતા પરમાર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કારણ કે તે ભાજપનો યુવા ચહેરો બન્યા છે. તેઓ કોઈ હિરોઈનથી ઓછા નથી લાગતા.

અંકિતા પરમાર સતત પોતાની રીલ્સ સોશિયલ મીડિયા પર મૂકતા રહે છે. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના ડાયલોગ ‘ઈજ્જત સે જીનેકા.. કિસી સે ડરના નહિ… ન MLA સે ન મંત્રી સે… ન કિસી કે બાપ સે નહીં ડરને કા…’ ફોલોઅર્સમાં વધુ પોપ્યુલર બની હતી.

તેમની રીલ સ્ટારથી તાલુકા પંચાયતના પ્રમુખ સુધીની સફર રસપ્રદ છે. તેઓ માને છે કે, હાલ મારું એકમાત્ર લક્ષ્ય વડોદરા તાલુકાના છેવાડાના લોકોની સેવા કરવાનું છે. સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની છે.

ગુજરાતમાં વધુ એક અનુસૂચિત સમાજના યુવા આગેવાનની હ*ત્યા ; 4 વર્ષ પહેલાના કેસમાં સાક્ષી હતા

0
  • બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ બગડ ગામ કે જ્યાં ૬ સપ્ટેમ્બરના રોજ બગડથી રાણપુર જતા રોડ પર આવેલ અક્ષરવાડી પાસે બગડ ગામના અનુસૂચિત સમાજના યુવા આગેવાન રાજેશ મકવાણા પર હુમલો કરવામાં આવ્યો હતો.

બગડ ગામે અનુસૂચિત સમાજના આશાસ્પદ યુવાનનું હુમલા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના પરિવારોની એક જ માંગ હતી કે મૃતકને ન્યાય મળે તેમ જ એસપીને બદલી કરવામાં આવે ત્યારબાદ સ્વીકારવામાં આવશે. મૃતક પરિવારના ઘર આસપાસ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ બગડ ગામ કે જ્યાં ૬ સપ્ટેમ્બરના રોજ બગડથી રાણપુર જતા રોડ પર આવેલ અક્ષરવાડી પાસે બગડ ગામના અનુસૂચિત સમાજના યુવા આગેવાન રાજેશ મકવાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ રાજેશ મકવાણાને પ્રથમ સારવાર માટે બોટાદ તેમજ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજેશભાઈનું ગત મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું.

બીજી બાજુ આ ઘટનામાં ૩૦૭ની કલમ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ કુલ સાત આરોપી વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલો હવે હત્યામાં પરિણમે છે ત્યારે બગડ ગામ ખાતે થયેલ હત્યાને લઇ હાલ તો પરિવાર શોકમગ્ન માહોલમાં છે. રાજેશભાઈના પરિવારમાં પિતા-પત્ની સહિત બે દીકરાઓ છે.

ત્યારે બંને દીકરાઓએ આજે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક સાથે આરોપીને કડકમાં કડક સજા સાથે બોટાદ એસપીને બદલી કરવામાં આવે તેવી માંગ સાથે ન્યાયની અપેક્ષા તો જ ડેડ બોડી સ્વીકારવામાં આવશે. તેવું મૃતક પરિવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.

સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો રાણપુર તાલુકાનું જ ગામ કે જ્યાં આશરે ચાર વર્ષ પહેલા અનુસૂચિત સમાજના આગેવાન એવા મનજીભાઈ સોલંકી પર હુમલો થયો હતો. જેમાં તેમનું મોત નિપજેલ હતું. રાજેશભાઈ મકવાણા સાક્ષી પંચ તરીકે હોય જેની દાઝ રાખી અને આ હુમલો કરવામાં આવેલ તેવું પ્રાથમિક અહીંથી જાણવા મળેલ છે.

હાલ તો જૂની અદાવતના કારણે મોતને લઈ પરિવાર શોક મગ્નમહોલમાં છે તો પરિવારની પણ માંગ છે કે તાત્કાલિક ધોરણે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે. હાલ તો કુલ સાતમાંથી ૩ આરોપીઓની બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ બાદ ૮ તારીખના રોજ ધરપકડ કરવામાં આવેલ તેમજ અન્ય આરોપીઓ હાલ ફરાર હોય પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાની કામગીરી હાથ શરૂ છે.

આ પણ વાંચો :-

 

ઠાસરામાં શિવજીની યાત્રા પર પથ્થરમારાની ઘટનામાં ૧૫ની અટકાયત, પોલીસે ૩ અલગ ફરિયાદ દાખલ કરી

0
  • ખેડાના ઠાસરા તાલુકામાં શ્રાવણ મહિનાની અમાસે શિવજીની સવારી દરમિયાન બે જુથો વચ્ચે પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. તોફાની તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા પોલીસ સક્રિય થઈ હતી.

ખેડાના ઠાસરા તાલુકામાં શ્રાવણ મહિનાની અમાસે શિવજીની સવારી દરમિયાન બે જુથો વચ્ચે પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. તોફાની તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા પોલીસ સક્રિય થઈ હતી. આ મામલે અત્યાર સુધીમાં અલગ અલગ ૩ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૫ જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.

જેમાં એક ફરિયાદ હિન્દુ પક્ષ દ્વારા ૧૭ જેટલા વ્યક્તિઓ સામે દાખલ કરવામાં આવી છે. તો અન્ય એક ફરિયાદ મુસ્લિમ પક્ષ દ્વારા ૧૦૦૦થી ૧૫૦૦ લોકોના ટોળા સામે દાખલ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પણ કરવામાં આવી છે જેમાં ચાર વ્યક્તિઓ વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો સમગ્ર ઠાસરા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શુક્રવારે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાથી શિવજીની યાત્રાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જો કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાના ઇરાદે યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ સ્થિતિ વણસતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

આ અંગે ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે કહ્યું કે, ઠાસરામાં થયેલી ઘટના અંગે માહિતી મળી છે. આ અંગે એસપી અને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. આ કૃત્ય કરનારા એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉદાહરણીય કાર્યવાહી કરાશે કે ભવિષ્યમાં ફરી કોઈ આ પ્રકારનું કૃત્ય ન કરે. હાલ સ્થિતિ કાબુમાં છે. પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 

સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં ! ગણેશ મહોત્સવનું સ્ટેજ તોડી પાડયું, ઉત્સવ ન યોજવા દબાણ

0
  • સ્વામિનારાયણ સંપ્રદાયે ફરી વિવાદમાં સર્જાયો છે. કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ સર્જ્યો છે. ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું હોવા છતાં આયોજન ન કરવા દેવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

સાળંગપુરનો વિવાદ હજું શમ્યો નથી, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવને લઇને ફરી વિવાદ સર્જ્યો છે. રાજકોટમાં એક એવી ઘટના બની કે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં આવ્યો છે.

કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ સર્જ્યો છે. ગજાનંદ ધામ મંડળને ગણેશ ઉત્સવ ન યોજવા દબાણ કરવામાં આવ્યું છે. ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું હોવા છતાં આયોજન ન કરવા દેવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે ગઈકાલે (ગુરુવાર) તૈયાર કરેલું સ્ટેજ વિવેક સાગર સ્વામીના ચાર માણસોએ તોડી પાડયું હતું. જેના કારણે આ વિવાદ ઉભો થયો છે. જેમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આજે ૧૧ વાગ્યે ગજાનંદ ધામ મંડળ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી. બાલાજી મંદિરનું ગેરકાયદેસર બાંધકામને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. આ સાથે જ સાળંગપુર મંદિર વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવ ન કરવા દઈ નવો જ વિવાદ સર્જ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અહીં બાલાજી મંદિરના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્રારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે સ્વામીનારાયણ સંપ્રદાયના વિવેક સાગર સ્વામીએ આ જગ્યા માટે ગજાનંદ ધામ મંડળ દ્વારા આયોજન ન કરવા માટે દબાણ કર્યું છે. ગ્રાઉન્ડનું ભાડું ભર્યું છતાં આયોજન ન કરવા દેવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

આટલું જ નહિ વિવેક સાગર સ્વામીના માણસોએ આ સ્ટેજ તોડી પાડયું હતું. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, અહીં બાલાજી મંદિરનું ગેરકાયદેસર બાંધકામને લઈને પણ એક વિવાદ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો :-

૨૧૦માં ૬૦,૦૦૦નું પેન્શન ! ઘડપણમાં છોકરા સામું ન જોવે ત્યારે ‘જીવાડી જશે’ આ સરકારી યોજના

0
  • ઘડપણ નિરાંતે ગાળવા માટે કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના ખૂબ કારગર છે અને તેમાં રોકાણ દ્વારા તમને એકસામટી મોટી રકમ મળી જાય છે.

શરીર નબળું હોવાથી કંઈ કામ પણ થઈ શકતું નથી આવી સ્થિતિમાં કોણ પૈસા આપે? તેથી જવાનીમાં બચત કરી લેવી ખૂબ હિતાવહ છે જેથી જવાનીની બચત ઘડપણમાં કામ આવે પછી ભલેને છોકરા સામું પણ ન જોવે પરંતુ બચતના પૈસાથી જીવનનું ગાડું ચાલ્યું જાય છે. ઘડપણમાં કામ લાગતી સરકારની આવી જ એક યોજના છે જેનું નામ અટલ પેન્શન યોજના છે. તમે ૪૨ વર્ષ સુધી દર મહિને ૨૧૦ રૂપિયાનું રોકાણ અથવા બે દાયકા સુધી દર મહિને ૧૪૫૪ રુપિયાનું રોકાણ કરી શકો છો.

અટલ પેન્શન યોજના (એપીવાય) સરકાર દ્વારા સંચાલિત યોજના છે. જે મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક વ્યક્તિ ૧૮ થી ૪૯ વર્ષની વય વચ્ચે પેન્શન યોજનામાં રોકાણ શરૂ કરી શકે છે, જેનાથી તે વ્યક્તિના યોગદાન અને ઉંમરના આધારે ૧૦૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીની નિશ્ચિત ન્યૂનતમ માસિક પેન્શન મેળવી શકે છે.

એપીવાય ભારતના તમામ નાગરિકો માટે ખુલ્લું છે. એટલે કે જો ગ્રાહકો દર મહિને ૨૧૦ રૂપિયાનું રોકાણ કરે છે તો તેમને કુલ ૬૦ હજાર રૂપિયા મળશે. તેઓએ ફક્ત બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવાનું છે.

અટલ પેન્શન યોજનામાં કોણ કરી શકે છે રોકાણ ?

અસંગઠિત ક્ષેત્રના તમામ નાગરિકો આ યોજનામાં રોકાણ કરી શકે છે. અટલ પેન્શન યોજના એવા લોકો માટે સારું છે જેઓ ઓછી આવક જૂથના છે અથવા એવા વ્યક્તિઓ કે જેમની પાસે કોઈ નિશ્ચિત રોજગાર નથી. અટલ પેન્શન યોજના હેઠળ દર મહિને ૫૦૦૦ રૂપિયા મેળવો. જો કોઈ વ્યક્તિ ૧૮ વર્ષની ઉંમરે મહિને ૨૧૦ રુપિયાનું રોકાણ શરુ કરે તો તે કુલ ૧,૦૫,૮૪૦ રુપિયાનું રોકાણ કરે છે. આ રીતે તે ૪૦ વર્ષની ઉંમરમાં ૧૪૫૪ રુપિયાનું રોકાણ કરે તો તે ૩,૪૮,૯૬૦ રુપિયાનું રોકાણ કરે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દે છે તો તે ૨,૪૩,૧૨૦ રૂપિયાની બચત કરી શકશે.

આ પણ વાંચો :-

 

એક નાનકડી ભૂલ અને મોબાઈલની બેટરી થશે બ્લાસ્ટ, આજે જ બદલી નાખો તમારી આ ૩ આદતો

0
  • જો તમે પણ ફોનનો ઉપયોગ કરો છો અને તેને આખી રાત ચાર્જિંગ છોડી દો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી કેટલીક ભૂલોને કારણે તમારો ફોન બોમ્બની જેમ ફૂટી શકે છે.

હાલમાં ગરમીએ માત્ર માણસોને જ નહીં પરંતુ તમારા ફોનને પણ પરેશાન કર્યા છે. આવા હવામાનમાં તમારી સાથે-સાથે તમારા ફોનનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલો તમને મોંઘી પડી શકે છે? આ ભૂલોને કારણે ફોનમાં આગ લાગી શકે છે અને તમારો ફોન વિસ્ફોટ પણ થઈ શકે છે.

તમારામાંથી મોટાભાગના લોકો નથી જાણતા કે જો ફોનને ચાર્જ કરતી વખતે કાળજી લેવામાં ન આવે તો તે તમને ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. હા, આજે અમે તમને જણાવીશું કે તમારી કઈ ભૂલો તમારા ફોનને બ્લાસ્ટ કરી શકે છે.

ઘણા અહેવાલો અનુસાર ફક્ત માણસો જ નહીં પરંતુ ફોન પણ હીટ વેવનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં વપરાશકર્તાઓએ ફોનનો ઉપયોગ કરતી વખતે હંમેશા સાવચેત રહેવાની જરૂર છે. અન્યથા તમારા ફોનની બેટરી બોમ્બની જેમ ફૂટી શકે છે.

ફોનનો ઉપયોગ કરતી વખતે આ ભૂલો કરવાથી બચો

  • ઘણા ફોન હીટ વેવને કારણે ક્ષતિગ્રસ્ત થાય છે. જેના પછી વિસ્ફોટનું જોખમ વધી જાય છે. તમારી સાથે આવું ન થાય તે માટે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે તમારા ફોનને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળવું પડશે. જો ફોન સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે તો તે વધુ ગરમ થઈ શકે છે. ફોન વધુ ગરમ થવાનો અર્થ છે વિસ્ફોટનું જોખમ વધી જાય છે.
  • ફોનને આખી રાત ચાર્જ કરવાનું ટાળો. હકીકતમાં ફોનને આખી રાત ચાર્જ કરવાથી તમારો ફોન વધુ ગરમ થઈ શકે છે. આ તમારા ઉપકરણને નુકસાન પહોંચાડી શકે છે. જો કે હાલમાં માર્કેટમાં આવતા તમામ સ્માર્ટફોનમાં સંપૂર્ણ ચાર્જ થવા પર ઓટો-કટની સુવિધા છે. પરંતુ જૂના ફોનમાં હજુ પણ આ સુવિધાનો અભાવ છે. આવી સ્થિતિમાં, તમારે સાવચેત રહેવું જોઈએ અને ફોનને લાંબા સમય સુધી ચાર્જ કરવાનું ટાળવું જોઈએ.
  • તમારા ફોનના પ્રોસેસરને ઓવરલોડ કરવું પણ તમારા પર બોજ બની શકે છે. તમારે તમારા ફોનમાં હેવી એપ્સ અને ગેમ્સને લિમિટથી વધુ ઈન્સ્ટોલ કરવાનું ટાળવું જોઈએ, આનાથી માત્ર ફોન હેંગ થવાની સમસ્યા જ નથી થતી પરંતુ તે પ્રોસેસર પર પણ ભાર મૂકે છે. તમારા ફોનનો ઉપયોગ કર્યા પછી થોડો આરામ કરો.

આ પણ વાંચો :-

૧૬ સપ્ટેમ્બર / દર્દ મળશે, લોભ લાલચમાં આવ્યા તો હાથમાં આવેલું ગુમાવશો, આ રાશિના જાતકોનો શનિવાર અપશુકનિયાળ, જુઓ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે. મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો. ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે. આર્થિક લાભની સારી તકો મળશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે. રોજગારીની ઉત્તમ તકો મળશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્થાન પરિવર્તનના યોગો જણાય છે. લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે. રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના. શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું. ખાનપાનમાં કાળજી રાખવી. પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી. પગ અને કમરના દર્દમાં સંભાળવું. વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે. પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે. દામ્પત્ય સુખમાં સહયોગ મળશે. તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું. કામકાજમાં વિરોધીઓથી સાચવવું.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાધારણ થાક અનુભવશો. ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું. ધંધામાં સારી અનુકૂળતા જણાશે. ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતમાં લાભ થશે. નોકરી-ધંધામાં સારો લાભ જણાશે. જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે. માનસિક તણાવથી પરેશાની વધશે. સહકર્મચારીનો સારો સહયોગ મળશે. લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે. આવકમાં વધારો થશે. સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો. નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે. પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે. ધંધાને અને પરિવારને સાથે ના રાખો. યાત્રા-પ્રવાસના યોગ બનશે. પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.

આ પણ વાંચો :-