Home Blog Page 959

શિલ્પા શેટ્ટીએ ધૂમધામથી કર્યું ગણપતિ દાદાનું વિસર્જન, ઢોલના તાલે નાચતી જોવા મળી અભિનેત્રી

  • શિલ્પા શેટ્ટીએ માત્ર ઢોલના તાલે ડાન્સ કર્યો જ નહીં પરંતુ પોતે પણ ઢોલ વગાડ્યો. તે તેના પતિ રાજ કુન્દ્રા સાથે જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી હતી.

ગણેશ ઉત્સવ દેશભરમાં ઉજવવામાં આવે છે અને તે બોલીવુડ જગતમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ગણપતિ બાપ્પા ઘણા સ્ટાર્સના ઘરે હાજર છે, જેમાંથી એક છે શિલ્પા શેટ્ટી. અભિનેત્રી દર વર્ષે ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને દોઢ દિવસ પછી સંપૂર્ણ વિધિ સાથે તેનું વિસર્જન કરે છે. આ વખતે પણ શિલ્પા શેટ્ટીએ આવું જ કર્યું.

શિલ્પા શેટ્ટીએ ઢોલના તાલે નાચીને ગણપતિનું વિસર્જન કર્યું. અભિનેત્રી તેના ઘરની બહાર ગણપતિ વિસર્જન દરમિયાન ઢોલના તાલે ડાન્સ કરતી જોવા મળી હતી. આ દરમિયાન શિલ્પા હળવા ગુલાબી રંગની પરંપરાગત મરાઠી સાડી અને પીળા રંગનો બ્લાઉઝ પહેર્યો હતો. આ દરમિયાન તેની સાથે તેના પતિ રાજ કુન્દ્રા અને તેની નાની બહેન શમિતા શેટ્ટી પણ હાજર હતા.

અભિનેત્રીએ તેની પુત્રીને તેડીને કર્યો શાનદાર ડાન્સ :

શિલ્પા શેટ્ટીએ માત્ર ઢોલના તાલે ડાન્સ કર્યો જ નહીં પરંતુ પોતે પણ ઢોલ વગાડ્યો. તે તેના પતિ રાજ કુન્દ્રા સાથે જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી હતી. આ સિવાય તે દીકરીને ખોળામાં લઈને ઝૂલતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીની આસપાસ ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટીના ઘરની બહાર ગણપતિ વિસર્જન દરમિયાન તેની આગામી ફિલ્મ ‘સુખી‘ની આખી ટીમ પણ હાજર હતી. શિલ્પાએ તેની સાડી સાથે કસ્ટમાઈઝડ બ્લાઉઝ પહેર્યું હતું જેના પર ‘સુખી’ લખેલું હતું. તેના પતિ રાજ કુન્દ્રા પણ કસ્ટમાઈઝડ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

જેના પર ‘સુખી’ લખેલું હતું. શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘સુખી‘નું ટ્રેલર આવી ગયું છે અને તેની ફિલ્મ ૨૨ સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેમની સાથે અમિત સાધ અને કુશા કપિલા સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે.

આ પણ વાંચો :-

 

 રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

0
  • કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક મહિનામાં સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકોને ચોંકાવી દીધા છે.

કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક મહિનામાં સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકોને ચોંકાવી દીધા છે. કોંગ્રેસના નેતાએ આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને કુલીઓ સાથે વાત કરી હતી.

 In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક મહિનામાં સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકોને ચોંકાવી દીધા છે. આવી સ્થિતિમાં ફરી એક વખત કોંગ્રેસના નેતાએ આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને કુલીઓ સાથે વાત કરી હતી.

In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. અહીં કોંગ્રેસના નેતાએ કુલીઓ સાથે વાત કરી અને તેમની ચિંતાઓ અને સમસ્યાઓ જાણી હતી.

અગાઉ કેટલાક કુલીઓએ તેમની સમસ્યાઓને સમજાવવા અને તેમના કામ કરવા માટે રાહુલ ગાંધીને મળવાની વિનંતી કરી હતી.

In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

છેલ્લા કેટલાક મહિનામાં રાહુલ ગાંધીએ સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકોને ચોંકાવી દીધા છે. અગાઉ રાહુલ ગાંધીએ ભોજન લેવા માટે બંગાળી માર્કેટ, જામા મસ્જિદ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ યુપીએસસી ઉમેદવારો સાથે વાતચીત કરવા મુખર્જી નગર વિસ્તારની મુલાકાત લીધી હતી.

In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

રાહુલ ગાંધીએ ડાંગરની રોપણી સીઝન દરમિયાન ખેતરમાં ગયા હતા. હરિયાણાના સોનીપતમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ સાથે તેમણે દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં બાઈક મિકેનિકની દુકાનોની મુલાકાત લીધી.

In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પણ અલગથી સોનીપતના ખેડૂતો અને શાકભાજી વેચનાર રામેશ્વરને તેમના નિવાસસ્થાને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. તાજેતરમાં તેમણે લોકો સાથે વાતચીત કરવા માટે લદ્દાખ, લેહ અને કારગિલ પ્રદેશની મોટરસાઈકલ ટ્રીપ પણ લીધી હતી.

આ પણ વાંચો :-

અંબાલાલની આગાહી ! વાવાઝોડું આવશે, ૧૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, સેવિયર સ્ટ્રોમથી થશે ૨૦૧૮ જેવા હાલ

0
  • ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ડરામણી આગાહી કરી છે. તેમણે કહ્યું કે ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા થશે શરૂ. ગુજરાતમાં આ સિસ્ટમ વરસાદ લાવી શકે છે. ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો આવું થયું તો આ સ્થિતિ ગુજરાત માટે મહાવિનાશક સાબિત થઈ શકે છે.

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ ૩૦ સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા ૨જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. ૧૨ ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે.

૨૦૧૮ જેવું વાવાઝોડું આવશે :

વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોને ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે. ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય. બંગાળાનું ચક્રવાત પ્રતિકલાક ૧૫૦ kmphની ઝડપે ફૂંકવાની શક્યતા છે.

આ વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જયારે અરબસાગરમાં ૨૧ સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે ૪ થી ૧૨ ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે.

મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ પડશે. બંગાળાના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે ૨૭-૨૮-૨૯ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. ૧૨ થી ૨૦ ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમાં ઊભું થશે.

આ પણ વાંચો :-

શું ભારતીય વિદ્યાર્થીના વિઝા કેન્સલ કરશે કેનેડા ? ૦૨ લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં

  • કેનેડા અને ભારત વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન કેનેડામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ચિંતિત થવા લાગ્યા છે. પંજાબમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જાય છે.

ભારત અને કેનેડા વચ્ચે ૦૯ અને ૧૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલી જી-૨૦ સમિટ દરમિયાન વિવાદ શરૂ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦ સમિટમાં ભાગ લેવા આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે કેનેડામાં વધી રહેલી ખાલિસ્તાની પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર કેનેડાના વડાપ્રધાને કહ્યું કે ભારતે કેનેડાના ઘરેલુ મામલામાં દખલ ન કરવી જોઈએ. ટ્રુડોએ નિજ્જરના મૃત્યુનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને તેને કેનેડિયન નાગરિક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેની હત્યા કરવામાં આવી છે.

ત્યારબાદ કેનેડા અને ભારતની સરકારો વચ્ચે તણાવ વધવા લાગ્યો હતો. વધેલા તણાવ વચ્ચે પંજાબથી કેનેડા સ્ટડી વિઝા પર જઈ રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત થવા લાગ્યા છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલો આ વિવાદ માત્ર વેપારને જ નહીં પરંતુ કેનેડાના મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને પંજાબીઓને પણ અસર કરશે. કેનેડા જવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને હવે ડર છે કે આગામી દિવસોમાં કેનેડા તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી શકે છે.

હાલમાં પંજાબના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા (Punjab Students In Canada) પર કેનેડા ગયા છે. ધ્યાનમાં રાખો કે પંજાબમાંથી દર વર્ષે સેંકડો યુવાનો અભ્યાસ માટે કેનેડા જાય છે. વિદ્યાર્થી દીઠ ફી પાછળ અંદાજે રૂ. ૨૫ લાખનો ખર્ચ થાય છે. જો કે જો બંને દેશો વચ્ચે તણાવ વધતો રહેશે તો કેનેડા દેશમાં પ્રવેશ માટેના નિયમો કડક કરી શકે છે. આમાં તેમના વિઝા રદ કરવા અને તેમને દેશનિકાલ કરવાનો પણ સમાવેશ થાય છે.

કેનેડામાં પંજાબીઓનું વર્ચસ્વ  :

પંજાબના લોકો કેનેડામાં કામ કરે છે. વેપારી સમુદાયમાં પણ તેમનો પ્રભાવ છે. ખેતીથી લઈને ડેરી ફાર્મિંગ પણ પંજાબીઓ કરે છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

કોણ હતા હરદીપ સિંહ નિજ્જર?

હરદીપ સિંહ નિજ્જર જેમને કેનેડા સરકાર પોતાનો નાગરિક કહી રહી છે. તે ૧૦ લાખ રૂપિયાના ઈનામી આતંકવાદી હતો. તે ૧૯૯૨માં પંજાબથી ભાગી ગયો હતો. તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. KTFએ પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યા કરી હતી. નિજ્જર પર સરહદ પારથી હથિયારોની ગેરકાયદેસર દાણચોરી, માદક દ્રવ્યોના વેપાર અને લક્ષ્યોની હત્યામાં સામેલ હોવાનો આરોપ હતો. નિજ્જરને ૨૦૨૦માં આતંકીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

ઘરે માત્ર ૨૦ રૂપિયામાં તૈયાર કરો મચ્છર ભગાડતું લિક્વિડ, ૧૦ મિનિટમાં મચ્છરનો થશે ખાતમો

  • દિવસે અને રાત્રે મચ્છરથી બચીને રહેવું હોય તો ઘરના દરેક રૂમમાં લિક્વિડ મશીનનો ઉપયોગ કરવો પડે છે. આમ કરવાથી ખર્ચ પણ વધી જાય છે. તેના બદલે તમે માત્ર ૧૫ થી ૨૦ રૂપિયામાં ઘરે જ મચ્છર ભગાડતું રિફિલ તૈયાર કરી શકો છો. તેના માટે ઘરમાં ઉપલબ્ધ ૨ જ વસ્તુનો ઉપયોગ થાય છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધતો જાય છે. તેવામાં રાત હોય કે દિવસ મચ્છરનો ત્રાસ સતત રહે છે. તેવામાં દિવસે પણ મચ્છર ભગાડવાના ઉપાય કરવા પડે છે. મચ્છર ભગાડવા માર્કેટમાં અનેક પ્રકારના લિક્વિડ, કોઈલ જેવા સાધનો મળે છે.

તેમાં લિક્વિડ રિફિલનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેનાથી મચ્છર ઝડપથી દુર થાય છે. પરંતુ આમ કરવાથી રિફિલ વારંવાર બદલવું પડે છે અને તેને ખરીદવા માટે ખર્ચ પણ થાય છે. પરંતુ જો તમારે આ ખર્ચથી બચવું હોય તો તમે ઘરે માત્ર ૨૦ રૂપિયામાં લિક્વિડ તૈયાર કરી શકો છો.

દિવસે અને રાત્રે મચ્છરથી બચીને રહેવું હોય તો ઘરના દરેક રૂમમાં લિક્વિડ મશીનનો ઉપયોગ કરવો પડે છે. આમ કરવાથી ખર્ચ પણ વધી જાય છે. તેના બદલે તમે માત્ર ૧૫ થી ૨૦ રૂપિયામાં ઘરે જ મચ્છર ભગાડતું રિફિલ તૈયાર કરી શકો છો. તેના માટે ઘરમાં ઉપલબ્ધ ૨ જ વસ્તુનો ઉપયોગ થાય છે.

પહેલી રીત :

સૌથી પહેલા ખાલી લિક્વિડ રિફિલ બોટલમાં ૨ ચમચી લીમડાનું તેલ અને કપૂરના થોડા ટુકડાને પીસીને મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તેમાં થોડું નારિયેળ તેલ પણ મિક્સ કરી શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરો અને તેનો ઉપયોગ મશીનમાં કરો.

બીજી રીત :

બીજી રીતમાં ટર્પેન્ટાઈન તેલમાં કપૂરના ટુકડાને પીસીને ઉમેરો. હવે આ બે વસ્તુઓને રિફિલ બોટલમાં સારી રીતે મિક્સ કરીને ભરો. તેને મચ્છર ભગાડનાર મશીનમાં ભરો અને ઉપયોગ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

કુદરતી આફત કે માનવીય ભૂલ ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

0
  • નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે મોટી સંખ્યામાં પશુઓના પણ મોત થયા છે. જ્યારે હજારો એકર ખેતીની જમીન ખરાબ થઈ ગઈ છે.

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે મોટી ખુવારી સર્જાઈ છે. વડોદરાના શિનોર નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ માંડવા ગામના ખેડૂતો અને પશુપાલકો બરબાદ થઈ ગયા છે.

માંડવા ગામ તરફથી નર્મદા નદી વિસ્તાર સુધીનો અંદાજિત ૩ કિલોમીટર સુધીનો ખેતીપાક નિષ્ફળ ગયો છે. આ વિસ્તારમાં અંદાજિત ૩૦૦ એકર જમીનથી વધુમાં ખેતીપાકના વાવેતરમાં ખેતી બરબાદ થઈ ગઈ છે.

Photo:કુદરતી આફત કે માનવીય ભૂલ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

નર્મદા નદીના પ્રવાહમાં એટલો કરંટ હતો કે નદીના પ્રવાહમાં ટ્રેક્ટરો, ટ્રોલી સહિતના ખેતીમાં વપરાતા સાધનો તણાયા હતા.

Photo:કુદરતી આફત કે માનવીય ભૂલ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

ખેડૂતો પોતાનો જીવ બચાવવા ટ્રેક્ટર, ટ્રોલી સહિતના ખેતી કામે વપરાતા તમામ સામગ્રી ખેતરમાં મૂકી પોતાનો જીવ બચાવવા ગામ તરફ ભાગી જઇ પોતાનો જીવ બચાવ્યો હતો.

Photo:કુદરતી આફત કે માનવીય ભૂલ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

શિનોરના માંડવા ગામ વિસ્તારમાં આવેલ પોલિટ્રી ફાર્મમાં દાનની ગુણીઓ, પાણીના ફિલ્ટર સહિત નર્મદા નદીના વહેણમાં તણાઈ ગયા હતા. આ વિસ્તારમાં આવેલ મચ્છી ઉછેર કેન્દ્ર કુત્રિમ તળાવમાંથી અંદાજિત ૫૦,૦૦૦થી વધુ મચ્છી નર્મદા નદીના પ્રવાહમાં તણાઈ છે. ત્યારે ખેડૂતોના કુવાની ઓરડીઓમાં પડેલ અંદાજિત ૧૦૦૦થી વધુ ખાતરની ગુણી તણાઈ ગઈ છે.

Photo:કુદરતી આફત કે માનવીય ભૂલ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

પશુપાલકો પોતાના પરિવારની જેમ મૂંગા પશુઓ રાખતા હતા જેઓના પશુઓ નર્મદા નદીના વહેણમાં તણાઈ ગયા, અડધા પશુઓ મૃત્યુ પામતા કાળજું કંપાવે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ શિનોર તાલુકાના માંડવા ગામ સહિતના નર્મદા કિનારા પર આવેલ તમામ ગામના ખેડૂતો પશુપાલકોની હાલત દયનિય બની છે.

આ પણ વાંચો :-

Gandhinagar : આધાર કાર્ડને લઈને રાજ્ય સરકારે શું લીધો મહત્વનો નિર્ણય, લોકોને શું થશે ફાયદો ?

0
  • ભૂપેન્દ્ર પટેલની સરકારે આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, આધાર કાર્ડ હવે દસ્તાવેજનો ભાગ બનશે નહી.

ભૂપેન્દ્ર પટેલની સરકારે આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, આધાર કાર્ડ હવે દસ્તાવેજનો ભાગ બનશે નહી એટલે કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી સમયે જરૂર જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંકનો જ ઉલ્લેખ કરવો પડશે.

દસ્તાવેજ નોંધણી સમયે અરજદાર ઓળખના પુરાવા તરીકે કચેરીમાં આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. જે ફક્ત કચેરીના રેકોર્ડ પર જ રહેશે. AEPSના દૂરુપયોગને અટકાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દસ્તાવેજ કરતા સમયે આધારકાર્ડ ફક્ત ઓળખના પુરાવા સ્વરુપે રજૂ કરવાનું રહેશે. કચેરીના રેકોર્ડ પર રહેશે પણ દસ્તાવેજનો ભાગ બનશે નહીં.

આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ– AEPSના દૂરઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજમાં પક્ષકારોના આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા સૂચના આપવામાં આવી છે. જેનાથી લોકોને થતા નાણાકીય નુકસાનને અટકાવી શકાશે.

દસ્તાવેજના પક્ષકારો દસ્તાવેજ કરી આપનાર દસ્તાવેજ કરી લેનાર અને ઓળખ આપનારના ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહેલાંની જેમ જ રજૂ કરવાની રહેશે. જ્યારે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને દસ્તાવેજની સાથે જોડીને તેનો ભાગ બનાવવાને બદલે કચેરીના રેકર્ડ ઉપર જ તેની જાળવણી કરવાની રહેશે.

આમ આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે રજૂ કરવાની મનાઈ કરવામાં આવી નથી. પરંતુ જાહેર રેકર્ડનો ભાગ ન બને તે હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલ દસ્તાવેજનો ભાગ ન બનાવવાની સૂચના સંબંધિતોને આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

‘હિન્દુઓ કેનેડા છોડો અને ભારત…….’, India-Canada ના તણાવ વચ્ચે ભારતીયોને મળી ધમકી

  • ૨૦૧૯માં ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં રહેતા હિંદુઓને ધમકી આપી છે.

૨૦૧૯માં ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં રહેતા હિંદુઓને ધમકી આપી છે અને તેમને ભારતને સમર્થન આપવા માટે દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં SFJ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ કેનેડિયન શીખોને ૨૯ ઓક્ટોબરે વાનકુવરમાં કહેવાતા જનમત માટે મત આપવાનું આહ્વાન કરતો જોવા મળે છે. સાથે જ વેનકુવર, ઓટાવા અને ટોરંટોમાં ભારતીય દૂતાવાસ બંધ કરાવવાની ધમકી આપી છે.

ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા પન્નુએ કહ્યું, ‘ભારત-હિંદુ… કેનેડા છોડો, ભારત ચાલ્યા જાઓ.’ તેણે દાવો કર્યો હતો કે ખાલિસ્તાન તરફી શીખ ‘હંમેશા કેનેડાને વફાદાર રહ્યા છે અને હંમેશા કેનેડાનો પક્ષ લીધો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દાવાના બે દિવસ બાદ આ વીડિયો સામે આવ્યો છે.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તિરાડ :

તમને જણાવી દઈએ કે જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે, જૂનમાં ભારત સરકારના એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચે ‘સંભવિત કનેક્શન’ હતું. આ ગંભીર આરોપોને કારણે બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓને હાંકી કાઢવાનો સામનો કરવો પડયો હતો. એક સખત શબ્દોમાં નિવેદનમાં વિદેશ મંત્રાલય (MEA) એ તેમના દાવાને ‘વાહિયાત અને પ્રેરિત’ ગણાવીને નકારી કાઢ્યો.

વિદેશ મંત્રાલયે કહ્યું, ‘આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન ભટકાવે છે, જેમને કેનેડામાં આશ્રય પૂરો પાડવામાં આવ્યો છે અને જેઓ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. આ મુદ્દા પર કેનેડાની સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી અને સતત ચિંતાનો વિષય છે.’

આ પણ વાંચો :-

૪૫ હજારનું બાઈક આપશે ૮૦ની એવરેજ, સામાન રાખવા વિશેષ વ્યવસ્થા, ગજબના બાઈકે માર્કેટમાં મચાવી ધૂમ

0
  • TVS XL100 ટુ-વ્હીલરની કિંમત માત્ર ૪૫,૦૦૦ રૂપિયા છે અને તે ૮૦ કિલોમીટર સુધીની એવરેજ આપી શકે છે.

વિશ્વના સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટમાં ભારતની ગણના ટોચના સ્થાને થાય છે. વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની પણ ભારતની છે. ભારતની આ બજારમાંથી દર મહિને લાખોની કિંમતની બાઈકનું વેચાણ થાય છે. લોકો પર્સનલ પરિવહન માટે આજે પણ બાઈક તથા સ્કુટરને પસંદ કરી રહ્યા છે. ભારતીય આ બાઈક બજારમાં ભાવ વધુ મહત્વ રાખે છે.

જેમાં ખાસ બાઈકની કિંમત અને પેટ્રોલ તથા તેના રેગ્યુલર ખર્ચ સૌપ્રથમ જોવામાં આવે છે. ત્યારે આજે કિંમતમાં અને પેટ્રોલ સહિતની તમામ બાબતે સસ્તી ટુ-વ્હીલર વિશે જાણો આ અહેવાલમાં !

૮૦ કિલોમીટર પ્રતિ લીટરથી વધુની માઈલેજ આપી શકે છે :

અહીં TVS XL100 વિશે વાત કરવામાં આવી રહી છે. આ ટુ-વ્હીલરની કિંમત માત્ર ૪૫,૦૦૦ રૂપિયા છે અને તે ૮૦ કિલોમીટર સુધીની એવરેજ આપી શકે છે. TVS XL100 એક મોપેડ છે. જે તમને સામાન લોડ કર્યા પછી પણ સરળતાથી પરિવહન કરાવી શકે છે.

એન્જિન વાત કરવામાં આવે તો TVS XL100માં 99.7 cc પેટ્રોલ એન્જિન છે. જે 4.4bhp પાવર જનરેટ કરે છે. TVS XL100 વજનમાં એકદમ હલકું છે. જે ૮૯ કિલો વજન ધરાવે છે અને તે ૮૦ કિલોમીટર પ્રતિ લીટરથી વધુની માઈલેજ આપી શકે છે.

આ મોપેડમાં કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ એમ બે પ્રકારની સુવિધા છે. સેલ્ફ સ્ટાર્ટ વેરિઅન્ટ કિંમત ૪૪,૯૯૯ થી ટોપ વેરિઅન્ટની કિંમત ૫૯,૬૯૫ રૂપિયા સુધીની છે. જે ડ્રમ બ્રેક, એનાલોગ સ્ટાઈલ સ્પીડોમીટર, ફ્યુઅલ ગેજ હોય છે સાથે આગળ એક કેરિયર પણ છે. જેના પર તમે સામાન પણ લોડ થઈ શકે છે.

આ પણ વાંચો :-

રોજ સવારે કરશો આ ૫ કામ તો દિવાળી પહેલા જ તમારા ઘરમાં થશે માતા લક્ષ્મીની પધરામણી

  • જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાં સૌથી ઝડપથી ફળ આ ૫ કાર્યોનું મળે છે. જો આ ૫ કાર્યો સવારે કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા લક્ષ્મીની કૃપા તેના પર હંમેશા રહે.  જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ ટકતી નથી. આવા વ્યક્તિના જીવનમાં ધનની ખામી પણ રહેતી નથી. માતા લક્ષ્મીના આગમન સાથે પરિવારમાં સુખ-સંપત્તિ આવે છે. એટલે જ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભક્તો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાં સૌથી ઝડપથી ફળ આ ૫ કાર્યોનું મળે છે. જો આ ૫ કાર્યો સવારે કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે.

સવારે ઉઠયા બાદ કરો આ કામ :

ઘરના મુખ્ય પ્રવેશદ્વારની પૂજા :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દરરોજ સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વારને પાણીથી સાફ કરવું જોઈએ. ત્યારબાદ ત્યાં રંગોળી બનાવો.

એક દીવો પ્રગટાવો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી મુખ્ય દરવાજાથી જ ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં રંગોળી બનાવ્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

તુલસીની પૂજા કરો :

હિંદુ શાસ્ત્રોમાં તુલસીનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આવી સ્થિતિમાં જો તુલસીના છોડની નિયમિત પૂજા કરવામાં આવે અને જળ ચઢાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો :

સવારે જાગીને સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને પ્રણામ કરો અને તેમને અર્ઘ્ય ચઢાવો. એવું કહેવાય છે કે નિયમિત રીતે જળ ચઢાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. ઉપરાંત સમાજમાં માન-સન્માન મળે છે અને કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.

તિલક લગાવો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા કર્યા પછી વ્યક્તિએ માથા પર ચંદનનું તિલક લગાવવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-