Gandhinagar : આધાર કાર્ડને લઈને રાજ્ય સરકારે શું લીધો મહત્વનો નિર્ણય, લોકોને શું થશે ફાયદો ?

Share this story
  • ભૂપેન્દ્ર પટેલની સરકારે આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, આધાર કાર્ડ હવે દસ્તાવેજનો ભાગ બનશે નહી.

ભૂપેન્દ્ર પટેલની સરકારે આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, આધાર કાર્ડ હવે દસ્તાવેજનો ભાગ બનશે નહી એટલે કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી સમયે જરૂર જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંકનો જ ઉલ્લેખ કરવો પડશે.

દસ્તાવેજ નોંધણી સમયે અરજદાર ઓળખના પુરાવા તરીકે કચેરીમાં આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. જે ફક્ત કચેરીના રેકોર્ડ પર જ રહેશે. AEPSના દૂરુપયોગને અટકાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દસ્તાવેજ કરતા સમયે આધારકાર્ડ ફક્ત ઓળખના પુરાવા સ્વરુપે રજૂ કરવાનું રહેશે. કચેરીના રેકોર્ડ પર રહેશે પણ દસ્તાવેજનો ભાગ બનશે નહીં.

આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ– AEPSના દૂરઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજમાં પક્ષકારોના આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા સૂચના આપવામાં આવી છે. જેનાથી લોકોને થતા નાણાકીય નુકસાનને અટકાવી શકાશે.

દસ્તાવેજના પક્ષકારો દસ્તાવેજ કરી આપનાર દસ્તાવેજ કરી લેનાર અને ઓળખ આપનારના ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહેલાંની જેમ જ રજૂ કરવાની રહેશે. જ્યારે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને દસ્તાવેજની સાથે જોડીને તેનો ભાગ બનાવવાને બદલે કચેરીના રેકર્ડ ઉપર જ તેની જાળવણી કરવાની રહેશે.

આમ આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે રજૂ કરવાની મનાઈ કરવામાં આવી નથી. પરંતુ જાહેર રેકર્ડનો ભાગ ન બને તે હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલ દસ્તાવેજનો ભાગ ન બનાવવાની સૂચના સંબંધિતોને આપવામાં આવી છે.

આ પણ વાંચો :-