Home Blog Page 957

UPSC ની તૈયારી માટે નોકરી છોડી, ૫ વાર થઈ ફેલ, આવી છે સરકારી ઓફિસર બનવાની કહાની

0
  • UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થવું સરળ નથી. વર્ષોની મહેનત છતાં સફળતા મળતી નથી. આ કારણે ક્યારેક લોકોમાં નિરાશા પણ વધી જાય છે. જો કે કેટલાક લોકો એવા હોય છે જે સતત નિષ્ફળતાના કારણે નિરાશ થતા નથી.

હારને પડકાર તરીકે સ્વીકારી અને પછી તૈયારી શરૂ કરી. આ પછી સફળતા મેળવી. આજની કહાની એવા જ એક વ્યક્તિની છે. દિલ્હીની રહેવાસી નમિતા યુપીએસસીની પરીક્ષામાં એક વખત નહીં પરંતુ પાંચ વખત નાપાસ થઈ પરંતુ તેણે હાર ન માની. અંતે તેણી સફળ રહી.

નમિતા શર્મા દેશની રાજધાની દિલ્હીની છે. તેણે શાળાનું શિક્ષણ અહીંથી જ પૂરું કર્યું છે. આ પછી તેણે અહીંની ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી B.Tech કર્યું.

B.Tech કર્યા પછી નમિતાને એક સોફ્ટવેર કંપનીમાં નોકરી પણ મળી ગઈ. તેણે બે વર્ષ કામ કર્યું પણ આ દરમિયાન તેનું મન બીજે ક્યાંક કેન્દ્રિત હતું.

તેમની અંદર યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષા ક્રેક કરવાનું ઝૂનૂન સાવાર હતું. હવે નમિતાએ નોકરી છોડીને UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરવાનો નિર્ણય કર્યો.

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાની પૂરા દિલથી તૈયારી કરી રહેલી નમિતા શર્મા પહેલીવાર પરીક્ષામાં હાજર રહી ત્યારે નાપાસ થઈ હતી. ત્યારબાદ તેણીએ બીજી, ત્રીજી અને ચોથી વખત પ્રયાસ કરવા છતાં પણ તે પ્રિલિમમાંથી બહાર થઈ ગઈ હતી.

નમિતા શર્માએ તેનો પાંચમો પ્રયાસ કર્યો હતો. આ વખતે પણ તે સફળ ન થઈ શકી. આ પછી પણ તેણે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને ફરીથી પરીક્ષા આપી. આખરે નમિતાની મહેનત ફળી. ૬ઠ્ઠા પ્રયાસમાં તેણે સિવિલ સર્વિસ પરીક્ષાના તમામ તબક્કાઓ – પ્રિલિમ, મુખ્ય અને ઈન્ટરવ્યુ પાસ કરી લીધા હતા. આ વખતે તેનો રેન્ક ૧૪૫ હતો. આ પછી તેમને IRS અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

આ પણ વાંચો :-

ડ્રાઈવરના બેંક ખાતામાં અચાનક આવ્યા ૯૦૦૦ કરોડ, બની ગયો રાતોરાત કરોડપતિ

0
  • એક વ્યક્તિના હોશ ત્યારે ઉડી ગયા જ્યારે તેના ખાતામાં અચાનક પૈસાનો વરસાદ થયો. હકીકતમાં, માત્ર એક-બે નહીં પરંતુ સમગ્ર રૂ. ૯૦૦૦ કરોડ તમિલનાડુમાં રહેતા એક ટેક્સી ડ્રાઈવરના બેન્ક ખાતામાં જમા થયા હતા.

બેંકની એક ભૂલને કારણે તમિલનાડુમાં રહેતા એક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં અચાનક ૯૦૦૦ કરોડ રૂપિયા આવી ગયા. જોકે, બાદમાં બેંક દ્વારા તેને ઉપાડી લેવામાં આવ્યા હતા. પલાની પાસેના નિક્કરપટ્ટી ગામમાં રહેતા રાજકુમારને તેના ખાતામાં કરોડો રૂપિયા આવવાની માહિતી મળતાં તેઓ ચોંકી ગયા હતા. ૯ સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે તેમને મેસેજ દ્વારા માહિતી મળી કે તેમના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે.

એક વ્યક્તિના હોશ ત્યારે ઉડી ગયા જ્યારે તેના ખાતામાં અચાનક પૈસાનો વરસાદ થયો. હકીકતમાં માત્ર એક-બે નહીં પરંતુ સમગ્ર રૂ. ૯૦૦૦ કરોડ તમિલનાડુમાં રહેતા એક ટેક્સી ડ્રાઈવરના બેન્ક ખાતામાં જમા થયા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, રાજકુમારે કહ્યું, ‘આખો દિવસ કામ કર્યા પછી, બપોરે (9 સપ્ટેમ્બરે) ટૂંકી નિદ્રા લીધી. લગભગ ૩ વાગ્યે મને મારી બેંક (તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક) તરફથી મેસેજ મળ્યો કે મારા ખાતામાં પૈસા જમા થઈ ગયા છે. પ્રથમ નજરમાં હું રકમ પણ ગણી શક્યો નહીં કારણ કે તેમાં ઘણા શૂન્ય હતા. જોકે, બાદમાં ટેક્સી ડ્રાઈવર રાજકુમારના ખાતામાં જમા થયેલા પૈસા બેંક દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા.

મની કંટ્રોલ અનુસાર, જમા કરાયેલી રકમ બેંક દ્વારા ઉપાડી લેવામાં આવી હતી, જેમાં બેંકે કહ્યું હતું કે રાજકુમાર રખાતના ખાતામાં નાણાં જમા કરાવવામાં ભૂલ થઈ હતી. પૈસા જમા થયા પછી, રાજકુમારે ૨૧,૦૦૦ રૂપિયા એક મિત્રના ખાતામાં ટ્રાન્સફર કર્યા અને ૩૦ મિનિટથી ઓછા સમય પછી બેંકને તેની ભૂલનો અહેસાસ થયો અને બાકીની રકમ તેના ખાતામાંથી ઉપાડી લેવામાં આવી હતી.

બેંક અધિકારીઓએ ૧૦ સપ્ટેમ્બરે આ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને તેને વધુ પૈસા ન ઉપાડવા માટે વિનંતી કરી હતી. તેના ખાતામાં ૯ હજાર કરોડ રૂપિયા જમા થયા તે પહેલાં રાજકુમારના ખાતામાં માત્ર ૧૦૫ રૂપિયા હતા. તેણે વધુમાં કહ્યું કે બેંકે તેને કાર લોન આપવાનો નિર્ણય કર્યો છે. રાજકુમારના જણાવ્યા મુજબ, બેંકે કહ્યું કે મેં અત્યાર સુધી ઉપાડેલી રકમ પરત કરવાની જરૂર નથી અને મને કાર લોનની ઓફર કરી છે.

આ પણ વાંચો :-

હવે તમે સીધી જ ફરિયાદ કરી શકશો, તમામ જાહેર પરિવહનના વાહનો પર લાગી જશે ક્યુઆર કોડ

0
  • પોલીસ કર્મીઓ દ્વારા તોડકાંડ મામલા બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તમામ જાહેર પરિવહનના વાહનો પર QR કોડ લગાવાશે. QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ નોંધાવી શકાશે.

થોડા સમય પહેલા અમદાવાદનાં એક દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ તેમજ એક ટીઆરબી જવાન કરેલ તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જાહેર પરિવહનનાં વાહનો પર QR કોડ લગાવાશે. જેથી પોલીસ દ્વારા થતી હેરાનગતિ કે પરેશાનીનાં સંજોગોમાં QR કોડ સ્કેન કરી સીધી ફરિયાદ નોંધાવી શકાશે.

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની ૨૬ ઓગસ્ટનાં રાત્રીનાં સુમારે  ઉબેર કારમાં એરપોર્ટથી ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન ઓગણજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસે તેમની ટેક્સીને રોકી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે ઉબેર કારમાં બેઠેલા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની પાસેથી પૈસાની માંગણી કરી હતી.

ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી આવતી ટેક્સીને રોકી ટ્રાફિક પોલીસકર્મીએ કારમાં બેસેલા પેસેન્જર પાસેથી ૨ લાખની માંગણી કરી હતી અને તેમને ધમકી આપી હતી. જે બાદ તેઓએ મિલનભાઈ પાસેથી ૪૦ હજાર રોકડા પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીના પત્નીના ફોનમાંથી ઉબેરના ડ્રાઈવરના ફોનમાં ૨૦ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.

સરકારે કહ્યું છે કે, ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહી. રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન અને કમિશનરની હકુમતમાં આવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હોવાની સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઈકોર્ટે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં આ માર્ગદર્શિકા જાહેર કરવાની ટકોર કરી છે.

આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથી. જાહેર પરિવહનના વાહનમાં હેલ્પલાઈન નંબર ડિસ્પ્લે થવા જોઈએ. હેલ્પલાઈન નંબર મુસાફરોને યોગ્ય રીતે દેખાવવા જોઈએ. નાગરિકોના અધિકારોનું હનન થતા સરકારે વળતર ચૂકવવું જોઈએ.

આ પણ વાંચો :-

૨૨ સપ્ટેમ્બર /  વાહન ચલાવવામાં વિધ્ન, રોકાણમાં રૂપિયા ડૂબવાના સંકેત, આ રાશિના જાતકો શનિવાર ઘા નહીં ભૂલી શકે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક સેવામાં રૂચિ વધશે. વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું. સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે. વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના. પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે. નાના-મોટા રોકાણમાં લાભ થાય. માનસિક ચિંતાથી દૂર રહેવું.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે. કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. લે-વેચના કામકાજમાં લાભની સંભાવના.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ. મશીનરીને લગતા કામકાજમાં ફાયદો. ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને. સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવા કામ મળે. સાથી કર્મચારી અને સહયોગીથી લાભ. મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થાય. તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં. લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું. મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે. નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી. ચંચળ સ્વભાવને સરળ બનાવો. કારણ વગરની યાત્રાથી બચવું. આપના કરેલા સારા કામની સરાહના થાય.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું. સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો. સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે. તબિયત બાબતે કાળજી રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જવાબદારીવાળા કામમાં યશ મળશે. લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે. જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે. કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી. સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે. પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે. નોકરી-ધંધામાં લાભ થશે. ભાગીદારીથી મનમુટાવ જણાશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન ચલાવવામાં કાળજી રાખવી. વેપાર-ધંધામાં મહેનત વધશે. અંગત માણસો સાથે ઉધારીથી બચવું. માનસિક અશાંતિનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

હવે બધા પાસે હશે iPhone ! પહેલીવાર આટલા સસ્તા થયા આ ચાર પોપ્યુલર મોડલ, ફટાફટ થઈ રહ્યું છે વેચાણ

0
  • અનેક લોકો નવો આઈફોન લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી જૂના આઈફોનની કિંમતમાં ઘટાડો થાય અને તે ખરીદી શકાય. જો તમે પણ ઓછી કિંમતે આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારા માટે સારા સમાચાર છે.

જો તમે આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારા માટે સારા સમાચાર છે. આઈફોનની કિંમતમાં ખૂબ જ ધટાડો થયો છે. આઈફોનની નવી કિંમતો વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે.

આઈફોનની કિંમત વધુ હોવાને કારણે કોઈપણ વ્યક્તિ આ ફોન ખરીદી શકતું નથી. અનેક લોકો નવો આઈફોન લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી જૂના આઈફોનની કિંમતમાં ઘટાડો થાય અને તે ખરીદી શકાય. જો તમે પણ ઓછી કિંમતે આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારા માટે સારા સમાચાર છે. નવા આઈફોનના લોન્ચિંગ પછી અનેક આઈફોનની કિંમતમાં ઘટાડો થઈ ગયો છે.

Appleએ iPhone 15 સીરિઝ લોન્ચ કર્યા પછી iPhone 13, iPhone 14 અને iPhone 14 Plus સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરે છે. iPhone 14 લોન્ચ થયા પછી બીજી વાર iPhone 13ની કિંમતમાં ઘટાડો થયો છે.

iPhone 14 Plus :

આ આઈફોનમાં 6.7 ઈંચની મોટી ડિસપ્લે છે. એપલે આ આઈફોનની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ આઈફોનની કિંમત 79,900 રૂપિયા છે. એમેઝોન પર આ આઈફોનની કિંમતમાં 2,910 રૂપિયાની વધારાની છૂટ આપવામાં આવી છે. જેથી આ ફોન 76,990 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. ઉપરાંત એક્સચેન્જ પર 40,750 રૂપિયાની છૂટ મળી શકે છે.

iPhone 14 :

એપલે આ આઈફોનની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ આઈફોનની કિંમતમાં ઘટાડો થતા તેની કિંમત 69,900 રૂપિયા થઈ ગઈ છે. એમેઝોન પર આ આઈફોનની કિંમતમાં 3,901 રૂપિયાની વધારાની છૂટ આપવામાં આવી છે. જેથી આ ફોન 65,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. ઉપરાંત એક્સચેન્જ પર 40,750 રૂપિયાની છૂટ મળી શકે છે. એમેઝોન પે ICICI ક્રેડિટકાર્ડધારકોને નો-કોસ્ટ EMI ઓપ્શન આપે છે.

iPhone 13 :

આ આઈફોનની કિંમતમાં બીજી વાર ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી આ ફોન 59,900 રૂપિયામાં ઉપલબ્ધ છે. એમેઝોન પર આ આઈફોનની કિંમતમાં 3,901 રૂપિયાની વધારાની છૂટ આપવામાં આવી છે, જેથી આ ફોન 55,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. એક્સચેન્જ પર 40,750 રૂપિયાની છૂટ મળી શકે છે.

એપલે ભારતમાં iPhone 14 Pro અને iPhone 14 Pro Max સ્માર્ટફોન બંધ કરી દીધા છે. આ ડિવીસ એમેઝોનપર સેલ માટે ઉપલબ્ધ છે. Apple iPhone 14 Pro પર 9,901 રૂપિયાની છૂટ આપવામાં આવી છે. ગ્રાહકો HDFC બેન્ક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વધારાનું 3,000 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે.

આ પણ વાંચો :-

 

સલમાન ખાને ધૂમ-ધામથી કર્યું ગણપતી વિસર્જન, વિડીયોમાં શાનદાર ડાન્સ કરતો જોવા મળ્યો દબંગ ખાન

  • બોલિવુડ અભિનેતા સલમાન ખાને ગુરૂવારે ખૂબ જ ધૂમ-ધામથી બાપ્પાનું વિસર્જન કર્યું. વિસર્જન પહેલા તેમણે પોતાની બહેન અર્પિતાની સાથે જોરદાર ડાન્સ પણ કર્યો.

બોલિવુડ અભિનેતા સલમાન ખાને ઢોલ નગાડાની સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપી. તેમણે જેટલી શાનદાર રીતે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. તેટલી જ ધૂમધામથી તેમણે તેમનું વિસર્જન પણ કર્યું. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં સલમાન ખાન પોતાની બહેન અર્પિતા સાથે નાચતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તે પોતાના પિતા સલીમ ખાન સાથે બાપ્પાની આરતી કરતા પણ જોવા મળી રહ્યા છે.

આ સેલેબ્સ પણ રહ્યા હાજર :

સલમાન ઉપરાંત આયુષ શર્મા, અરબાઝ ખાન, સોહેલ ખાન, જેનેલિયા ડિસૂઝા, રિતેશ દેશમુખ, પુલકિત સમ્રાટ, યુલિયા વંતૂર સહિત ઘણા અન્ય સેલેબ્સ પણ ગણપતિ બાપ્પાની વિદાયના કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યાં અન્ય સેલેબ્સ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા ત્યાં જ સલમાન ખાન બ્લૂ રંગની ટી-શર્ટ અને બ્લેક કલરના પેન્ટમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

સુરતના બીઆરટીએસ રૂટ પર પ્રજાના ટેક્સના પૈસાએ લગાવેલ કરોડના સ્વિંગ ગેટ ભંગાર થઈ ગયાં

0
  • સુરતના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોને રોકવા માટે ૪.૪૨ કરોડના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યાં હતાં.

આમ તો સુરતને સ્માર્ટ સિટી તરીકે ખ્યાતિ મળેલ છે. પરંતુ સુરતના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોને રોકવા માટે ૪.૪૨ કરોડના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યાં હતાં. આ સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીની બેદરકારીના કારણે તમામ ગેટ ભંગાર થઈ ગયાં છે. જેથી આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.

પાલિકા દ્વારા બીઆરટીએસમાં સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યાં છે. કોરિડોરમાં લગાવેલા ૨૭૮ પૈકી ફક્ત ૫૦ ગેટ જ કાર્યરત છે. સ્વિંગ ગેટ પાછળ રૂપિયા ૪.૪૨ કરોડનો ખર્ચ માથે પડ્યો હોય તેવું સામે આવ્યું છે.

ખર્ચ કરવા છતાં સ્વિંગ ગેટ કામ ન કરતા પાલિકાના ભાજપ શાસકોએ ગંભીર નોંધ લીધી છે. શાસકોએ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સ્થાયી સમિતિની બેઠકમાં તાકીદ કરી છે. બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો ઘૂસી જતા હોવાથી બસ સ્ટેન્ડ પાસે સ્વિંગ ગેટ મુકાવ્યા હતા. જેના કારણે ખાનગી વાહનો આગળ વધી શકતા નહોતા.

બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોના પ્રવેશ અટકાવવા વર્ષ ૨૦૧૮માં ૨૭૬ સ્વિંગગ ગેટ લગાવ્યા હતા. એક સ્વિંગ ગેટ પાછળ સવા લાખનો ખર્ચ કરાયો હતો. એજન્સીને ૩.૭૩ કરોડની સામે ૩.૩૭ કરોડની ચુકવણી થઈ ચૂકી છે. હાલમાં માત્ર ૫૦ સ્વિંગ ગેટ ચાલુ હાલતમાં છે.

બાકીના તમામ ગેટ માથે પડતા ભાજપ શાસકોએ ગંભીર નોંધ લીધી હતી. જાહેર પરિવહન સમિતિના ચેરમેન તરીકે હેમાલી બોઘાવાળાએ અગાઉ કોરિડોરમાં જ ઉપવાસ પણ શરૂ કર્યા હતા. ત્યારબાદ સ્વિંગ ગેટ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ પરિણામ નહીં આવતા અંતે નિર્ણય લેવાયો છે

આ પણ વાંચો :-

લાલ બાગ ચા રાજાના આશીર્વાદ લેવા પહોંચ્યો શાહરુખ ખાન, દીકરા અબરામે પણ લીધા બાપ્પાના આશીર્વાદ, જવાનની કમાણી ૯૦૦ કરોડને પાર

  • બોલિવુડના ‘જવાન’ શાહરૂખ ખાન ગુરૂવારે લાલ બાગ કે રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે દિકરો અબરામ પણ દર્શન કરવા પહોંચ્યો હતો.

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ હાલ પોતાની ફિલ્મ ‘જવાન’ની સફળતાને એન્જોય કરી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી તે કામમાં વ્યસ્ત રહ્યા હતા. ત્યાં જ ૩ દિવસથી SRK ગણપતિ બાપ્પાની સેવામાં જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાન ગુરૂવારે મુંબઈના પ્રસિદ્ધ લાલ બાગના રાજાના દરબારમાં પોતાના નાના દિકરા અબરામ સાથે પહોંચ્યા હતા.

શાહરૂખ દર વર્ષે જાય છે દર્શન માટે  :

શાહરૂખ અને અબરામે બાપ્પાના ચરણોમાં નમન કરી તેમના આશીર્વાદ લીધા. શાહરૂખ આ વખતે જ્યારે અબરામને લઈને પહોંચ્યા હતા તેમના ફેંસ પણ તેમને જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા. જણાવી દઈએ કે શાહરૂખ ખાન દર વર્ષે બાપ્પાના દર્શન માટે જાય છે.

મહત્વનું છે કે ગયા વર્ષે આર્યન ખાન લાલબાગના રાજાના આશીર્વાદ માટે પહોંચ્યો હતો અને શાહરૂખ ન હતા જઈ શક્યા. અને આ વર્ષે તે પોતાના નાના દિકરા અબરામ સાથે અને મેનેજર પૂજા દદલાનીની સાથે બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-

મુનમુન દત્તાને “બબીતા જી”ને જેઠાલાલને કારણે રોલ મળ્યો, જાણો એપિસોડના કેટલા રૂપિયા વસૂલે છે ?

મુનમુન દત્તાને “બબીતા જી”ને જેઠાલાલને કારણે રોલ મળ્યો, જાણો એપિસોડના કેટલા રૂપિયા વસૂલે છે ?

  • Taarak Mehta Ka Ooltah Chashmah ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. જેના દરેક પાત્ર પર દર્શકો ભરપૂર પ્રેમ વરસાવે છે.

Taarak Mehta Ka Ooltah Chashmah ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. જેના દરેક પાત્ર પર દર્શકો ભરપૂર પ્રેમ વરસાવે છે. આજે અમે તમને શોના સૌથી ગ્લેમરસ પાત્ર એટલે કે ‘બબીતા ​​જી‘ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ૧૫ વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે એટલું જ નહીં પરંતુ મોટાભાગે ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર પણ રહે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને આ શો ગમે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને શોના સૌથી લોકપ્રિય પાત્ર એટલે કે ‘બબીતા ​​જી‘ વિશે વાત કરવાના છીએ.

આ શોમાં સુંદર અભિનેત્રી મુનમુન દત્તા બબીતા ​​જીનું પાત્ર ભજવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે મુનમુનને આ રોલ અભિનેતા દિલીપ જોશીના કારણે મળ્યો છે, જેમણે શોમાં ‘જેઠાલાલ‘નો રોલ કર્યો હતો.

બહુ ઓછા લોકો જાણે છે કે આ શો પહેલા દિલીપ અને મુનમુન બીજા શોમાં પણ સાથે જોવા મળ્યા હતા. બંનેએ ૨૦૦૪માં આવેલા શો ‘હમ સબ બારાતી’માં કામ કર્યું હતું. તેથી ‘તારક મહેતા‘ની શરૂઆત પહેલા જ બંને મિત્રો બની ગયા હતા.

'જેઠાલાલ'ના કારણે મુનમુન દત્તાને મળ્યો હતો 'બબીતા જી' નો રોલ, જાણો એપિસોડના કેટલા રૂપિયા વસૂલે છે?

આવી સ્થિતિમાં જ્યારે ‘તારક મહેતા‘ના નિર્માતાઓ બબીતાના રોલ માટે અભિનેત્રીની શોધમાં હતા. ત્યારે દિલીપે મુનમુનનું નામ સૂચવ્યું અને નિર્માતાએ તેમના સૂચનને માન આપી અને મુનમુનને કાસ્ટ કરી હતી.

મુનમુન માત્ર ટીવી પર જ નહીં પરંતુ  બોલિવૂડમાં પણ જોવા મળી છે. અભિનેત્રીએ ‘મુંબઈ એક્સપ્રેસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે અભિનેત્રીને લોકપ્રિયતા ‘તારક મહેતા‘થી જ મળી હતી. અભિનેત્રી હવે એક એપિસોડ માટે ૩૦ થી ૫૦ હજાર રૂપિયા ચાર્જ કરે છે.

મુનમુન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તે અવારનવાર શોના સેટ અને તેના જીવન સાથે જોડાયેલ દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે.

આ પણ વાંચો :-

હોટલમાં સેક્સ પાર્ટી ! ૨૫ યુવાન-યુવતીઓ શરીરસુખ માણતા ઝડપાયા, નજારો જોઈને પોલીસે બંધ કરી આંખો

0
  • ચંદીગઢ અને લખનઉ બાદ હવે ત્રીજા દિવસે બિહારના પટણામાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

દેશમાં વધુ એક સેક્સ રેકેટ ઝડપાતાં ચકચાર મચી છે. સતત ત્રીજા દિવસે એક મોટું સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પહેલા ચંદીગઢ અને પછી લખનઉ તથા હવે બિહારના પટણાની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી મોટું દેહ વ્યાપાર કરતી કેટલીક છોકરીઓ અને છોકરાઓ ઝડપાયા છે.

પટના પોલીસે પટનાના બિહાટાની ખાનગી હોટલ ઓયોમાં ચાલતું  સેક્સ રેકેટ ખુલ્લું પાડ્યું છે. પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિના સંબંધમાં એક ડઝનથી વધુ યુવતીઓ અને એક ડઝનથી વધુ પુરુષોને પકડ્યા છે.

સ્થાનિક ગ્રામજનો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે દરોડાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) ડો.અનુ કુમારીએ આ કેસ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઘણા દિવસોથી પોલીસને ગ્રામજનો પાસેથી માહિતી મળી રહી હતી કે બિહાટામાં “હોટેલ પ્રિન્સ આઈએનએન” નામની સંસ્થા સેક્સ રેકેટ ચલાવવામાં સંડોવાયેલી છે.

સ્થાનિક લોકોએ હોટેલ પરિસરમાં અવારનવાર યુવાનો-યુવતીઓ આવતા હોવાનું પણ જણાવ્યું હતું. સંદિગ્ધ હરકતોને કારણે તેમને શંકા પડી અને પોલીસને જાણ કરતા જે પછી તરત પોલીસે દરોડા પાડ્યા જેમાં ૨૫ યુવાન-યુવતીઓ કઢંગી હાલતમા ઝડપાયા હતા.

બાતમીના પગલે પટના પોલીસની ખાસ ટીમને એકઠી કરવામાં આવી હતી અને એક ખાનગી હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ ઘણા યુવાન પુરુષો અને સ્ત્રીઓ હોટલના ઓરડાઓની અંદર કઢંગી હાલતમાં જોવા મળ્યાં હતા. પોલીસની કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી.

ગ્રાહકોની ડિમાન્ડ પર હોટલવાળા છોકરીઓ બોલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ત્યાંના માહોલ જોઈને તે ચકરાવો ખાઈ ગઈ હતી અને તેને પણ શરમ આવી ગઈ હતી. હાલ તો આ સેક્સ પાર્ટીમાં સંડાવાયેલા તમામ આરોપીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

હોટલવાળા ચલાવતા હતા સેક્સ રેકેટ : ડીએસપી

સેક્સ રેકેટના સૂત્રધારને લઈને પણ ડીએસપીએ ખુલાસો કર્યો છે. ડીએસપીએ કહ્યું કે આ સેક્સ રેકેટ હોટલ મેનેજમેન્ટ જ ચલાવતું હતું. આ કેસોમાં સામેલ યુવતીઓ કોણ હતી તેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :-