Home Blog Page 936

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવી તેજી, ૮ થી ૧૦ હજાર કરોડનો ફાયદો થવાના અણસાર

0

દિવાળી નજીક આવતા સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રકોની ડિમાન્ડમાં વધારો થયો છે. આ અંગે સુરત ટેક્સટાઇલ ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ જણાવ્યું કે, સુરત એક ટેક્સ્ટાઇલ હબ છે. જેમાં એશિયાની મોટામાં મોટી ટેક્સટાઇલ મંડી આવેલી છે. રક્ષાબંધનના પર્વ પર સુરતથી દરરોજ અંદાજીત ૧૮૦ જેટલી ટ્રકો કાપડ અને સાડીના પાર્સલો લઈ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી. પરંતુ હાલ દિવાળીનો તહેવાર નજીક છે અને ગઈકાલથી સુરતથી અલગ અલગ રાજ્યોમાં અંદાજીત ૨૩૫ જેટલી ટ્રકમાં પાર્સલો મોકલવામાં આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત મળી છે. નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો નજીક છે, ત્યારે બહારગામથી ઓર્ડરો નીકળતા વેપારની નવી આશા જાગી છે. હમણાં સુધી મંદીનો સામનો કરી રહેલા સુરત ટેક્સટાઇલ્સ માર્કેટમાંથી પ્રતિદિવસ માંડ માંડ ૫૦ થી ૬૦ જેટલી ટ્રક માલ ભરી અન્ય રાજ્યમાં જતી હતી, જે ટ્રકોની સંખ્યા વધીને ૨૪૦ થી ૨૫૦ પર પહોચી છે. જેના પગલે દિવાળી સુધીમાં સુરત ટેક્સટાઇલ્સ માર્કેટને અંદાજીત આઠથી દસ હજાર કરોડનો વેપાર મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના મહામંત્રી દિનેશ કટારીયાએ કહ્યું કે, સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ૧૫૦થી વધુ ટેક્સટાઇલ માર્કેટોને આ વખતે પણ દિવાળી ફળે તેવી શક્યતા રહેલી છે. કારણ કે અલગ અલગ રાજ્યમાંથી કાપડની ડિમાન્ડ નીકળતા માર્કેટમાં પણ પાર્સલોના ખડકલા જોવા મળી રહ્યા છે. જે પાર્સલોનું ડિસ્પેચિંગ ઝડપથી થાય તેવા પ્રયત્ન ટ્રાન્સપોર્ટ સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીની માર સહન કરતો આવ્યો છે, પરંતુ દિવાળી સહિતના તહેવારો નજીક આવતા સારા વેપારની આશા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-

 

પુણા ગામમાં ઈ-મોપેડની બેટરી ધડાકા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ચાર વ્યકિત દાઝતા

0

પુણા ગામમાં ગુરુવારે મોડી રાત્રે ચાર્જીંગમાં મુકેલી ઈ-મોપેડની બેટરીમાં ધડાકાભેર વિસ્ફોટ થતાં ઘરમાં આગ ફાટી નીકળી હતી. બાદ આગે ગંભીર સ્વરૃપ ધારણ કરતા ગેસ સિલિન્ડર જારદાર ધડાકા સાથે ફાટયુ હતુ. જોકે આગના લીધે પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર વ્યકિત દાઝતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવના લીધે ત્યાં હાજર લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ પુણાગામ ખાતે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય શિવલાલ રાણપરીયા  ગુરુવારે મોડી રાત્રે પોતાની ઈલેક્ટ્રીક મોપેડ ચાર્જમાં મુકી હતી. બાદ પરિવારજનો ઘરમાં મીઠી નિદ્ર માણી રહ્યા હતા. જોકે, વહેલી સવારે ઈલેક્ટ્રીક મોપેડની બેટરીમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળ્યા બાદ બેટરી પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેથી પરિવારજનો અને આજુ બાજુના લોકો ભર ઉંધમાંથી ઉઠી જઇને ભાગદોડ થઇ ગઇ હતી. જોત જોતામાં આગ ફેલાઇને ઘરમાં સામાનને લપેટમાં લીધો હતો. જોકે આગ બેકાબુ બનતા આગની ઝપેટમાં ગેસના સિલિન્ડર આવતા જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બારીના કાચ ફુટયા, બારણા સહિત વસ્તુઓ નુકશાન થતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે સ્થાનિક લોકો આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.

કોલ મળતા બે ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયરજવાનો ત્યાં પહોચની પાણી છંટાવ કરીને એક કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગના લીધે ટી.વી, ફિઝ, વોસીંગ મશીન, ફનચર, ઘરવકરી, વયારીંગ સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ. જયારે આગની જ્વાળ લાગતા ૪૫ વર્ષીય શિવલાલ રાણપરિયા, તેમનો ૨૩ વર્ષીય પુત્ર જતીન અને ૨૦ વર્ષીય ભત્રીજો મિત અને પડોશમાં રહેતા ૩૫ વર્ષીય જયેશ લિંબાણી દાઝી ગયા હતા. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ચારેય તુરંત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ દાખલ કર્યા હતા.

આ પણ વાંચો :-

 

 

અફઘાનિસ્તાનની જમાન મસ્જિદમાં નમાઝ વખતે જ થયેલા બોમ્બ ધડાકામાં 15 લોકોના મોત

0

લોકો મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યા હતા. આતંકીએ મસ્જિદમાં પ્રવે્શીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. ધરતીકંપના કારણે કફોડી સ્થિતિમાં મુકાયેલા અફઘાનિસ્તાનમાં આવા સંજોગોમાં પણ આતંકી હુમલા રોકાઈ રહ્યા નથી. ભૂકંપથી મચેલી તબાહી વચ્ચે અફઘાનિસ્તાનની જમાન મસ્જિદમાં થયેલા બોમ્બ ધડાકામાં ૧૫ લોકોના મોત થયા છે અને બીજા ઘણા ઘાયલ થયા છે.  બોમ્બ વિસ્ફોટ બાદ ચારે તરફ અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

આતંકીએ મસ્જિદમાં પ્રવે્શીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ મસ્જિદ અફગાનિસ્તાનની બગલાન પ્રાંતની રાજધાનીમાં આવેલી છે અને તે શિયા સમુદાયની મસ્જિદ ગણવામાં આવે છે. આત્મઘાતી હુમલા પાછળનો ઈરાદો શિયા મુસલમાનોને ટાર્ગેટ કરવાનો હોવાનુ મનાઈ રહ્યુ છે.

મસ્જિદની આસપાસના વિસ્તારોમાં પણ ધડાકાના કારણે ભારે નુકસાન થયુ છે. અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી પણ આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટનો હાથ હોવાનુ મનાઈ રહ્યુ છે. આ પહેલા પણ ઈસ્લામિક સ્ટેટે શિયા મુસ્લિમો પર આતંકી હુમલા કરેલા છે.

શનિવારે આવેલા ભૂકંપમાં મરનારા લોકોની સંખ્યા ૨૫૦૦ પર પહોંચી ચુકી છે અને હજારો ઘર ખંડેર બની ગયા છે

આ પણ વાંચો :-

ઓપરેશન અજયમાં 235 ભારતીય નાગરિકોને લઈને ઇઝરાઇલથી બીજી ફ્લાઈટ ભારત પહોંચી

0

ઈઝરાઇલ હમાસ યુદ્ધ થોભવાનું નામ નથી લઈ રહ્યું. હમાસના હુમલા બાદ હવે ઈઝરાઇલ આક્રમક બન્યું છે અને ગાઝા પટ્ટી પર સતત અટેક કરી રહ્યું છે. ઈઝરાઇલની તરફથી સતત ગાઝા પટ્ટી પર બોમ્બ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આશરે ૧૧ લાખ લોકોને ઘર છોડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. પશ્ચિમી દેશો ઈઝરાઇલનું સમર્થન કરી રહ્યાં છે. આ યુદ્ધને કારણે ઈઝરાઇલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને હેમખેમ સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય આદર્યું છે.

ઓપરેશન અજયની બીજી ફ્લાઇટ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. આ વિમાનમાં ૨૩૫ ભારતીય નાગરિકો સવાર હતા, જેઓએને ઈઝરાઇલથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ઓપરેશન અજય અંતર્ગત અત્યાર સુધીમાં :૪૪૭ ભારતીયોને પરત લવાયા છે.

ઓપરેશન અજય અંતર્ગત બીજી ફ્લાઇટે સ્થાનિક સમય મુજબ (ઈઝરાયલ) શુક્રવારે રાતે ૧૧:૨૦ વાગ્યે ઉડાન ભરી હતી. ઈઝરાઇલમાંથી ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન હજુ ચાલુ રહેશે. ઈઝરાઇલમાં લગભગ 18,000થી વધુ ભારતીય નાગરિકો રહે છે.

આ પણ વાંચો :-

IND-PAKની આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે, જાણો પ્લેઈંગ-11

0

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ૧૨મી મેચ રમાનાર છે. બંને ટીમો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ભારત એન પાકિસ્તાનની આ ત્રીજી મેચ છે. બંને ટીમોને તેમની છેલ્લી મેચમાં જીત મળી હતી. ભારતે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન જયારે પાકિસ્તાને નેધરલેન્ડ્સ અને શ્રીલંકાને હરાવ્યું હતું. ભારત-પાકિસ્તાન વચ્ચેના આ મહામુકાબલા પર દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે. આ ઉપરાંત બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

ભારતીય ટીમના રોહિત શર્મા સાથે પાકિસ્તાન સામે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ તેની ODI વર્લ્ડ કપમાં પ્રથમ મેચ હશે. ગિલની વાપસીથી ઇશાન કિશન બહાર બેસી શકે છે. ઈશાન ઓસ્ટ્રેલિયા સામે શૂન્ય પર આઉટ થયો હતો અને અફઘાનિસ્તાન સામે તેણે ૪૭ રનની ઇનિંગ રમી હતી.

  • ભારત

:- રોહિત શર્મા, ઇશાન કિશન/શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

  • પાકિસ્તાન

:- બાબર આઝમ, અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, મોહમ્મદ રિઝવાન , સઉદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી/મોહમ્મદ વસીમ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ

આ પણ વાંચો :-

મિશન ૨૦૨૪ની ચૂંટણી માટે રણનીતિ તૈયાર, મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન

0

લોકસભા ચૂંટણીની પહેલા હવે દેશના ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. મહત્વનું છે કે, ભાજપ દરેક ચૂંટણીને ગંભીરતાથી લે છે. દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પાર્ટી માટે મહત્વની હોય છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ઉમેદવાર બનાવવાના પ્રશ્ન પર કહ્યું કે,  પાર્ટી જીતવા માટે ચૂંટણી લડે છે.

મહત્વનું છે કે, આગામી લોકસભા ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવાની યોજનાના ભાગરૂપે ભાજપના નેતાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરવા હાલ અનુરાગ ઠાકુર મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, દરેક ચૂંટણી એ લોકોની સેવા કરવા માટે ફરીથી ચૂંટાવાની તક છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપણે પક્ષને પાયાના સ્તરે મજબૂત કરવાની જરૂર છે. અમે NDAને પણ મજબૂત કરવા માંગીએ છીએ. ભાજપ સંગઠનાત્મક બેઠકો યોજી રહી છે અને ૨૦૨૪ની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી રહી છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, અમે પૂરી તાકાતથી ચૂંટણી લડીએ છીએ. જો તમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન પર નજર નાખો તો ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે. આ દર્શાવે છે કે, અમે કેટલી ગંભીરતા સાથે ચૂંટણી લડીએ છીએ. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધી જાહેર કરાયેલા ઉમેદવારોમાં ભાજપે ચાર કેન્દ્રીય મંત્રીઓ સહિત ૧૮સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સાત-સાત ઉમેદવારો અને છત્તીસગઢના ચાર ઉમેદવારોનો સમાવેશ થાય છે.  વિધાનસભા ચૂંટણીના તાજેતરના રાઉન્ડ માટે અત્યાર સુધી જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં ભાજપે ચાર કેન્દ્રીય મંત્રીઓ સહિત ૧૮ સાંસદોને નોમિનેટ કર્યા છે, જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સાત-સાત અને છત્તીસગઢના ચાર સાંસદોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

સુરતમાં ગુનાખોરી નિયંત્રણમાં કેમ છે? કારણ લોકો અને પોલીસ એક પરિવાર જેવા છેઃ પો.કમિ. તોમર

0
  • સુરત પોલીસે કાયદાથી બહાર મળીને લોકો સાથે દોસ્તીનો હાથ ફેલાવ્યો અને ચમત્કારિક પરિણામો આવ્યાં
  • બીમારને દવા આપવી, ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવી – પરપ્રાંતીયોના દુઃખમાં ભાગીદાર બનવું, રક્તદાન શિબિરો યોજવી આ બધું પોલીસનું કામ નથી, પરંતુ આવા સદ્‍કાર્યોને કારણે સુરત પોલીસ સમાજજીવનનો એક ભાગ બની ગઇ છે
  • સુરત પોલીસે ગુનેગારોને ક્યારેય માફ કર્યા નથીઃ બાળકો, મહિલાઓનું શોષણ કરનારા નરાધમોને ગણતરીના સમયમાં જ ફાંસીની સજા કરાવીને પોલીસે ખાખીવર્દીની ખુમારી પણ બતાવી હતી
  • વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરાવી પોલીસે આગળ ચાલીને બેંકો સાથે સમન્વય સાધીને લોકોને લગભગ ૬૦ કરોડ જેવી લોન અપાવી; આ કામ પણ પોલીસનું નહોતું છતાં સમાજસેવાના અક ભાગ તરીકે કર્યું
  • કોરોના કાળમાં અનેક લોકોને પોલીસે રાશન સાથે જમવાનું પહોચાડ્યું હતું, સ્વજનના મૃતદેહને વતન લઈ જવા શબવા‌િહનીથી શરૂ કરીને રસ્તામાં ખાવા-પીવાની વ્યવસ્થા પોલીસે કરી હતી

આજે શુક્રવારના નમતા પોરે સુરતમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો, સુરત શહેર પોલીસની કામગીરીને બિરદાવવા માટે યોજવામાં આવેલા કાર્યક્રમમાં શહેર પોલીસદળના છેક છેવાડાના પોલીસ કોન્સ્ટેબલ, લોકરક્ષકદળના જવાનોથી શરૂ કરીને પોલીસ કમિશનર સુધીના વરિષ્‍ઠ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, પ્રત્યેક કર્મચારી, અધિકારીઓની ફરજનિષ્‍ઠા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી સાથે લોકોનું રક્ષણ કરવાની ભાવનાને બિરદાવવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે સુરત શહેર દેશમા પ્રથમ ક્રમે હોવાનું પોલીસદળે ગૌરવ અનુભવ્યુ હતું અને સુરતમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પો.કમિ. અજયકુમાર તોમરે કોઈ એક કર્મચારી કે અધિકારીને નહીં પરંતુ સમગ્ર પોલીસને યશના હકદાર ગણાવ્યા હતા. લગભગ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતાં સુરતમાં કુલ વસ્તીના લગભગ ૭૦ ટકા હિસ્સો પરપ્રાંતીય અથવા ગુજરાતનાં જ અન્ય ભાગનાં લોકો વસવાટ કરે છે. આ પૈકી ગુજરાત બહારથી એટલે કે બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દ‌િક્ષણ ભારતના રાજ્યોમાંથી રોજગારી માટે આવતા લોકો, યુવાનો પૈકી મોટા ભાગનાં એકલા કે સમૂહમાં રહેતા હોય છે. આ ‌િસ્થતિ કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ખૂબ જ કપરી હોય છે, વળી સુરત નેશનલ હાઇ-વે, રેલ્વે સહિત અન્ય માર્ગોથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું હોવાથી ગુનેગારોને ભાગી છૂટવા માટે તત્કાળ રસ્તાઓ મળી જતા હોય છે. પરંતુ આવી સ્થિતિ વચ્ચે પણ સુરત પોલીસે શહેરમાં કોઇ મોટી ગુનાખોરી એટલે કે ઓર્ગેનાઇઝ્ડ-ક્રાઇમ, ષડ્‍યંત્ર સાથે આચરવામાં આવતી ગુનાખોરીને અંજામ આપવા દીધો નથી અને કદાચ કોઈ ઘટના બનવા પામી હોય તો પણ ગણતરીના દિવસોમાં પોલીસે ઉકેલી નાંખીને ગુનેગારોને ગરદનમાંથી પકડીને જેલના હવાલે કરી દીધા હશે.
ગુનાખોરી ઉપર નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં સુરત શહેર પોલીસને જ સફળતા શા માટે? ગુજરાતમાં સુરત છોડીને અન્ય મહાનગરો પણ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતના મહાનગરો અને નગરોમાં રોજેરોજ ગુનાખોરીની ઘટનાઓ બનતી રહે છે અને દિવસો સુધી ઉકેલાતી નથી, પરંતુ સુરતમાં આવું કેમ થતું નથી? પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરત પોલીસની સફળતાનું રહસ્ય સમજાવતા કહ્યું હતું કે, સૌપ્રથમ તો સમગ્ર સુરત શહેર પોલીસદળ એક પરિવારની ભાવનાથી કામ કરે છે, સુરત પોલીસદળમાં બદલાની ક્યાંય પણ વૃતિ નથી અને આવી કોઈ એકલ-દોકલ ઘટના ધ્યાનમાં આવે તો સુપરવાઇઝરી અધિકારીઓ દ્વારા વ્યક્તિગત રસ લઇને આવી ઘટનાઓનું નિરાકરણ કરવામાં આવે છે, ખરેખર તો આવી બાબતોને ઘટના કહી શકાય નહીં.
આ ઉપરાંત સુરત પોલીસ માત્ર કાયદાની પરિભાષામાં વર્તવાને બદલે જાહેર જીવનનો એક ભાગ બની જાય છે. શહેરના લોકોને પોલીસ દ્વારા આવકારવામાં આવે છે. પરિણામે લોકો પોતાના પારિવા‌િરક, સામાજિક કિસ્સાઓ લઈને પોલીસ અધિકારીઓ સમક્ષ આવતા થવાથી પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટી જવાથી પોલીસને પણ સમાજમાં આકાર લઈ રહેલી ઘટનાઓ અંગે ખ્યાલ આવતો રહે છે. મતલબ કોઈપણ સમસ્યાને ઉકેલવામાં વિલંબ કરવામાં આવે એટલે તેમાંથી ગુનાખોરીને આકાર મળે છે અને ઘણી વખત ગંભીર પ્રકારના ગુનાને પણ સ્થાન મળે છે.
બદલાયેલા સમય અને સંજોગો સામે હવે પોલીસ માત્ર દંડાના જોરે કાયદો-વ્યવસ્થાની જાળવણી કરી શકે નહીં. દંડાનાં જોરથી કદાચ થોડા દિવસ શાંતિ જાળવી શકાય, પરંતુ લાંબાગાળાની શાંતિની કોઇ જ શક્યતા નથી અને એટલે જ સુરત પોલીસે સામાજિક વ્યવસ્થામાં ભળી જઇને સમાજનો જ એક હિસ્સો બનીને કામ કરવાની શરૂઆત કરતાં અપેક્ષા બહારનાં પરિણામો મળી રહ્યાં છે. મતલબ ગુનાખોરીનું નિર્મૂલન કરવાનું શક્ય નથી, પરંતુ ગુનાખોરી રોકવા માટે સમાજનો સહયોગ જડીબુટ્ટી જેવો પુરવાર થઈ રહ્યો છે. આના કારણે લોકો પોતાનાં પ્રશ્નો, સમસ્યા અને સાથે સુઝાવ લઈને પોલીસ મથકમાં આવતા થવાથી પોલીસ માટે કાયદો-વ્યવસ્થાની જાળવણીનું કામ આસાન થઈ ગયું છે.
કદાચ લોકોને જાણીને નવાઈ લાગશે કે જે કામ સમાજસેવી સ્વૈચ્છિક સંસ્થાઓએ કરવાનું હોય છે એ કામ સુરત પોલીસ કરી રહી છે, બીમાર લોકોની લોહીની જરૂરિયાત પૂરી કરવા માટે પોલીસ મથકોમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરો યોજવામાં આવે છે. શાળામાં ભણતાં બાળકો માટે શિક્ષણ, પુસ્તકની સહાય વગેરે કામ પણ પોલીસ કરે છે. આનાથી પણ આગળ વધીને નાના, ગરીબ લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા સુરત પોલીસે બેંક અધિકારીઓ સાથે સમન્વય સાધીને જરૂરિયાતમંદ લોકોને વિવિધ બેંકોમાંથી અત્યાર સુધીમાં લગભગ ૬૦ કરોડની લોન અપાવી હતી! ખરેખર તો આ કામ પોલીસનું નથી, પરંતુ બદલાતા સમય અને સંજોગો વચ્ચે પોલીસ કાયદાની પરિભાષામાંથી નીકળીને બહાર આવે તો ઘણાં સારાં પરિણામો મેળવી શકાય.
ગત કોરોનાની મહામારી વખતે પણ સુરત પોલીસે અપનાવેલો માનવીય અભિગમ હજુ પણ લોકો ભુલી શક્યા નહીં હોય, લોકોને હોસ્પિટલ પહોંચાડવા, ગરીબ, નિરાધાર લોકોને રાશન અને જમવાનું પહોંચાડવું. આવું ઘણું-બધું કામ પોલીસે કર્યું હતું અને એટલે જ લોકો અને પોલીસ વચ્ચેની અવિશ્વાસની દીવાલ ક્રમશઃ તોડવામાં સફળતા મળી હતી. ઘણી વખત તો પરપ્રાંતીય ગરીબ પરિવારમાં મૃત્યુ થાય અને સુરતમાં તેમનું કોઈ જ ન હોય એવા સમયે સુરત પોલીસે મૃતકને વતન પહોંચાડવા શબવાહિનીથી માંડીને રસ્તામાં ખાવા-પીવા માટે પણ વ્યવસ્થા અને હજુ પણ કરે છે. આવા અનેક કારણોને લઈને સુરત પોલીસને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે અદ્‍ભુત સફળતા મળી રહી છે.
હિંદી નેશનલ ચેનલ ‘ભારત-૨૪’ દ્વારા આયો‌િજત પોલીસને સન્માનવાનાં ‘શૂરવીર’ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અજય તોમરનો સુરત અને સુરત શહેર પોલીસ માટેનો પ્રેમ, અહોભાવ, અસ્ખલિત બનીને વહી રહ્યો હતો. તેઓ એક-એક સવાલના જવાબમાં સુરત પોલીની સફળતા માટે સમગ્ર યશ સુરત શહેરનાં લોકો અને સુરત પોલીસને આપી રહ્યા હતા. તેમણે સુરત પોલીસની સફળતાનાં અનેક રહસ્યો કહ્યા હતા. તેમણે યુવાધનને નશાખોરીનાં રવાડેથી પાછુ વાળવા માટે ખાસ કરીને વાલીઓને કેટલાંક સૂચનો કર્યાં હતાં. તેમણે યુવાનો નશાખોરી તરફ શા માટે આકર્ષાય છે તેના કારણો જાળવા અને મૂળમાં જવા અનુરોધ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યુવાનોનાં મનમાં આકાર લઈ રહેલી ઘટનાઓ, સોબત અને ટીવીનાં પડદે મનોરંજનની સાથે પીરસવામાં આવતી ગંદકી તરફ પણ અગું‌િલનિર્દેશ કર્યો હતો. પો.કમિ. અજયકુમાર તોમરે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા કહ્યું હતું કે, સંતાનોને પરિવારની વાસ્તવિક સ્થિતિથી હંમેશા વાકેફ રાખવા જોઈએ જેથી તેના મિત્રવર્તુળોમાં કોઈ માલેતુજારનો બગડી ગયેલો નબીરો હોય તોપણ પોતાની જાતને તેની સાથે સરખામણી કરવાથી દૂર રહે.
સુરત પોલીસનાં લોખંડી પાસા તરફ પણ ધ્યાન દોરતા પો.કમિ. તોમરે ઉમેર્યું હતું કે, નાના બાળકોનું શોષણ અને બળાત્કાર જેવી ઘટના કે હત્યાનાં બનાવોને પોલીસે ક્યારે પણ માફ કર્યા નથી. ગુનેગારોની તત્કાળ ધરપકડ, ગુનો પુરવાર કરવા માટેના સજ્‍જડ પુરાવા અને ગુનેગારને ફાંસીની સજા કરાવવા સુધીના પોલીસના પ્રયાસો સફળ રહ્યા છે. વળી ગણતરીનાં દિવસોમાં સંપૂર્ણ તપાસ પૂરી કરીને અને કોર્ટ સાથે પણ સમન્વય સાધીને બળાત્કાર, હત્યા અને માસૂમ ભુલકાઓનાં શોષણની ઘટનાઓમાં પોલીસે ટુંકાગાળામા સાત ગુનેગારોને ફાંસીની સજા કરાવી હતી. તત્કાળ ન્યાય ઉપરાંત ફાંસી જેવી સજાને ગુનાખોરી આચરવાનું વિચારતા ગુનેગારોમાં માનસિક ભય ઊભો થવાથી પણ બળાત્કાર, હત્યા, બાળકોનું શોષણ જેવી ઘટનાઓ ઉપર નિયંત્રણ આવી રહ્યું છે.
અને છેલ્લે મહિલાઓની સલામતીને લઈને સુરત પોલીસે કરેલી વ્યવસ્થાની વાત કરીને પો.કમિ. તોમરે મહિલા વર્ગને સલામતીનો અહેસાસ કરાવ્યો હતો. સુરત પોલીસના તમામ પોલીસ મથકોમાં ‘શી ટીમ’ એટલે મહિલા પોલીસની ૨૪ કલાક હાજરી, જાહેર માર્ગો ઉપર પણ મહિલા પોલીસની સતત હાજરીને પગલે હવે મહિલાઓ, યુવતીઓ પણ બેધડક પોતાની સમસ્યા, ફરિયાદ લઈને પોલીસ મથકમાં આવતી-જતી હોવાથી મહિલાઓના મનમાં પોલીસ માટેનો કાલ્પનિક ભય દૂર થવા ઉપરાંત સલામતીનો વિશ્વાસ પેદા થઈ રહ્યો છે. ઘણી વખત મહિલાએ પારિવારીક સંગત સમસ્યાઓ માટે પણ પોલીસનુ માર્ગદર્શન મેળવે છે.
સરેરાશ જોવા જઈએ તો પો.કમિ. અજય તોમરે સુરત શહેર પોલીસને પ્રજાભિમુખ બનાવીને કાયદો-વ્યવસ્થાની જાળવણી પાછળનું રહસ્ય ઉજાગર કર્યું હતું.

આ પણ વાંચો :-

ભારત-પાકિસ્તાન મેચને લઈને અમદાવાદમાં અલર્ટ, ૬૦૦૦થી વધું પોલીસકર્મીઓ તૈનાત

0

ગુજરાતના પોલીસ વડાઓને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન અસામાજિક તત્વો અને સંવેદનશીલ વિસ્તારો પર ચાંપતી નજર રાખીને ‘એલર્ટ મોડ’ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, રેપિડ એક્શન ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ૬૦૦૦ પોલીસકર્મીઓ અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સુરક્ષાના પાંચ પાસાં હશે, સ્ટેડિયમ અને દર્શકોની સુરક્ષા, ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા, ક્રિકેટ ટીમોની સુરક્ષા, અસામાજિક તત્વો પર નજર રાખવી અને સમગ્ર રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને તેની ખાતરી કરવી.

સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં ૪ IG-DIG, ૨૧ DCP, ૪૭ ACP બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત ૧૩૧ PI, ૩૬૯ PSI સહિત ૬૦૦૦ હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે.

ડીજીપી વિકાસ સહાયે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ‘રાજ્યના વિવિધ ભાગોમાં તેમના મુખ્ય મથક પર તૈનાત તમામ સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) એકમોને પણ કોઈપણ કટોકટીના કિસ્સામાં ઝડપી તૈનાત માટે ‘એલર્ટ મોડ’ પર મૂકવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘મેચ દરમિયાન અથવા પછી કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે રાજ્યભરના તમામ પોલીસ અધિક્ષકો, પોલીસ કમિશનરો અને રેન્જ આઈજીને સંવેદનશીલ વિસ્તારો તેમજ અસામાજિક તત્વો પર કડક નજર રાખવા સૂચના આપવામાં આવી છે. ડીજીપી તરીકે હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે પૂરતા પગલા લીધા છે.

આ પણ વાંચો :-

 

ઈઝરાઇલ હવે ગાઝા પર સૌથી ભયાનક હુમલા, ૬૦૦ વિમાન,૩૦૦ ટેન્ક સાથે તૈયાર

0

ઇઝરાઇલ હવે ગાઝા પર સૌથી ભયાનક હુમલાની તૈયારીમાં છે. વાત જાણે એમ છે કે, 600 વિમાન, 300 ટેન્ક સાથે ઇઝરાઇલ હુમલા માટે તૈયાર છે. આ તરફ ઇઝરાઇલે ગાઝાપટ્ટીને ૨૪ કલાકમાં ખાલી કરવા આદેશ આપ્યો હતો. જેને લઈ હવે ઇઝરાઇલી સેના પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટીમાં ઘુસી છે. ઇઝરાઇલના ખૌફમાં ગાઝાપટ્ટીના ૧૧ લાખ લોકોના જીવ અધ્ધર છે. મહત્વનું છે કે, પેલેસ્ટાઇનમાંથી અનેક લોકોએ પલાયન કર્યું છે.

પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટી પર હુમલો કરવા માટે ઇઝરાઇલની જંગી તૈયારી જોવા મળી રહી છે. વિગતો મુજબ ૬૦૦ વિમાન, ૩૦૦ ટેન્ક સાથે ઇઝરાઇલ હુમલા માટે તૈયાર છે. આ સાથે ઇઝરાઇલે 3 લાખ રિઝર્વ સૈનિકોને તૈયાર રહેવા આદેશ આપ્યો છે. મહત્વનું છે કે, ઇઝરાઇલના જમીન પર ૧.૭૩ લાખ સૈનિકો હમાસનો સફાયો કરી રહ્યા છે. આ પહેલા ઇઝરાઇલે ગાઝાપટ્ટીને ૨૪ કલાકમાં ખાલી કરવા આપ્યો આદેશ હતો. આ તરફ હવે આક્રમક રીતે આગળ વધી રહેલા ઇઝરાઇલને લઇ મિડલ ઇસ્ટમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઇઝરાઇલની સેનાં જંગી તૈયારી સાથે હવે પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટીમાં ઘુસી છે. આ તરફ ઇઝરાઇલના ખૌફમાં ગાઝાપટ્ટીના ૧૧ લાખ લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. જેને લઈ અત્યાર સુધી પેલેસ્ટાઇનમાંથી અનેક લોકોએ પલાયન કર્યું છે. નોંધનીય છે કે, ગમે ત્યારે ગાઝાપટ્ટી પર ઇઝરાઇલનો ભીષણ હુમલો થવાની શક્યતા છે. આ અગાઉ ઇઝરાયેલે ગાઝાપટ્ટી ખાલી કરવા માટે ૨૪ કલાકનો સમય આપ્યો હતો. જેને લઈ હજી પણ ગાઝાપટ્ટીના અનેક રહેવાસીઓ કાર-ટ્રકમાં સામાન લઇ પલાયન કરી રહ્યા છે. નોંધનીય છે કે, હમાસના આતંકીઓને સાફ કરી દેવા ઇઝરાઇલની સેનાની કાર્યવાહી વચ્ચે હવે હમાસે ઇઝરાઇલની ચેતવણીને ધ્યાને ન લેવા અપીલ કરી છે.

આ પણ વાંચો :-

ભારત પાકિસ્તાનની મેચના સટ્ટાબજારમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભારતની ટીમ હોટ ફેવરીટ

0

વર્લ્ડકપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલો રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી મેચને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાનની મેચને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓએ સાથે સટ્ટો રમતા સટ્ટોડિયા અને બુકીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત પાકિસ્તાનની મેચના સટ્ટાબજારમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભારતની ટીમ હોટ ફેવરીટ છે. આ મેચમાં સટ્ટાનો આંક પાંચ હજાર કરોડને પાર થવાની શક્યતા પણ વધી છે.  સૌથી વધારે સટ્ટો ડીસા અને ભાભરની લાઇનથી બુક કરવામાં આવી રહ્યો છે.  આ ઉપરાંત, નાના સટ્ટોડિયાઓ પાસેથી સટ્ટો બુક કરાવવા માટે મોબાઇલ ફોનથી સટ્ટો રમાડતા યુવકોની સંખ્યા પણ વધી છે. ભારત પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ સટ્ટા પર પણ સૌ કોઇની નજર છે.

સટ્ટાબજારમાં ભારતની ટીમ જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. જેમાં હારજીત પર શરૂ થયેલા સટ્ટામાં ભારત તરફે સૌથી વધારે ૭૫  ટકાથી વધારે સટ્ટો છે. જ્યારે પાકિસ્તાનની જીતની શક્યતા ૨૫  ટકા જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે મેચના ટોટલ સ્કોર, ૩૦૦ થી વધારે સ્કોર અને પાવર પ્લેમાં સૌથી વધારે રન તેમજ અલગ અલગ સેશન પર પણ સટ્ટો ભારતની તરફેણમાં છે.  સામાન્ય રીતે જ્યારે ભારતની હોમગ્રાઉન્ડ પર મેચ હોય ત્યારે  મેચ ફીક્સ કરીને જીતની તક વધારવામાં આવે છે.  તેમાં પણ પાકિસ્તાન સામેની મેચમાં ભારત પર જીતનુ દબાણ હોય છે તે માટે  અને કરોડો રૂપિયા કમાવવા માટે બુકીઓ દ્વારા ઉપરથી  જ મેચ ફીક્સ કરી દેવામાં આવી હોવાથી પણ ભારતને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે.

દર્શકોને સવારે ૧૦ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં ૪ IG-DIG, ૨૧ DCP, ૪૭ ACP બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત ૧૩૧ PI, ૩૬૯ PSI સહિત ૭ હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે.  મોદી સ્ટેડિયમમાં ૨ હજાર જેટલા CCTVથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ૧ હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે. સ્ટેડિયમ ખાતે BDDS વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો :-