ઓપરેશન અજયમાં 235 ભારતીય નાગરિકોને લઈને ઇઝરાઇલથી બીજી ફ્લાઈટ ભારત પહોંચી

Share this story

ઈઝરાઇલ હમાસ યુદ્ધ થોભવાનું નામ નથી લઈ રહ્યું. હમાસના હુમલા બાદ હવે ઈઝરાઇલ આક્રમક બન્યું છે અને ગાઝા પટ્ટી પર સતત અટેક કરી રહ્યું છે. ઈઝરાઇલની તરફથી સતત ગાઝા પટ્ટી પર બોમ્બ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આશરે ૧૧ લાખ લોકોને ઘર છોડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. પશ્ચિમી દેશો ઈઝરાઇલનું સમર્થન કરી રહ્યાં છે. આ યુદ્ધને કારણે ઈઝરાઇલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને હેમખેમ સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય આદર્યું છે.

ઓપરેશન અજયની બીજી ફ્લાઇટ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. આ વિમાનમાં ૨૩૫ ભારતીય નાગરિકો સવાર હતા, જેઓએને ઈઝરાઇલથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ઓપરેશન અજય અંતર્ગત અત્યાર સુધીમાં :૪૪૭ ભારતીયોને પરત લવાયા છે.

ઓપરેશન અજય અંતર્ગત બીજી ફ્લાઇટે સ્થાનિક સમય મુજબ (ઈઝરાયલ) શુક્રવારે રાતે ૧૧:૨૦ વાગ્યે ઉડાન ભરી હતી. ઈઝરાઇલમાંથી ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન હજુ ચાલુ રહેશે. ઈઝરાઇલમાં લગભગ 18,000થી વધુ ભારતીય નાગરિકો રહે છે.

આ પણ વાંચો :-