અફઘાનિસ્તાનની જમાન મસ્જિદમાં નમાઝ વખતે જ થયેલા બોમ્બ ધડાકામાં 15 લોકોના મોત

Share this story

લોકો મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યા હતા. આતંકીએ મસ્જિદમાં પ્રવે્શીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. ધરતીકંપના કારણે કફોડી સ્થિતિમાં મુકાયેલા અફઘાનિસ્તાનમાં આવા સંજોગોમાં પણ આતંકી હુમલા રોકાઈ રહ્યા નથી. ભૂકંપથી મચેલી તબાહી વચ્ચે અફઘાનિસ્તાનની જમાન મસ્જિદમાં થયેલા બોમ્બ ધડાકામાં ૧૫ લોકોના મોત થયા છે અને બીજા ઘણા ઘાયલ થયા છે.  બોમ્બ વિસ્ફોટ બાદ ચારે તરફ અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

આતંકીએ મસ્જિદમાં પ્રવે્શીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ મસ્જિદ અફગાનિસ્તાનની બગલાન પ્રાંતની રાજધાનીમાં આવેલી છે અને તે શિયા સમુદાયની મસ્જિદ ગણવામાં આવે છે. આત્મઘાતી હુમલા પાછળનો ઈરાદો શિયા મુસલમાનોને ટાર્ગેટ કરવાનો હોવાનુ મનાઈ રહ્યુ છે.

મસ્જિદની આસપાસના વિસ્તારોમાં પણ ધડાકાના કારણે ભારે નુકસાન થયુ છે. અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી પણ આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટનો હાથ હોવાનુ મનાઈ રહ્યુ છે. આ પહેલા પણ ઈસ્લામિક સ્ટેટે શિયા મુસ્લિમો પર આતંકી હુમલા કરેલા છે.

શનિવારે આવેલા ભૂકંપમાં મરનારા લોકોની સંખ્યા ૨૫૦૦ પર પહોંચી ચુકી છે અને હજારો ઘર ખંડેર બની ગયા છે

આ પણ વાંચો :-