Home Blog Page 937

જીવનમાં બદલાવ લાવતી ફિલ્મોને લઇ અક્ષય કુમારનું મહત્વપૂર્ણ નિવેદન

0

અક્ષય કુમારે સામાજિક વિષયો સાથે જોડાયેલ ફિલ્મ ‘પેડમેન’, ‘ટોયલેટ એક પ્રેમકતા’, સહિત અનેક ફિલ્મો બનાવી છે. અક્ષય કુમારે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ‘સમાજે મને જે કંઈપણ આપ્યું તે પાછી આપવાની મારી એક અલગ રીત છે. મને ખબર છે કે, સિંહ ઈઝ કિંગ, સૂર્યવંશી અથવા રાઉડી રાઠોડ દજેવી ફિલ્મો કરીશ તો તેનીથી બમણી કમાણી કરીશ. પરંતુ આ પૈસાની વાત નથી.

આ અહેસાસ મને પહેલેથી જ થઈ ગયો હતો, પરંતુ તે સમયે મારી પાસે એટલા પૈસા નહોતા કે, હું ફિલ્મો પ્રોડ્યૂસ કરી શકું. જ્યારે મેં મારી પ્રોડક્શન કંપની શરૂ કરી તો, હું આવી ફિલ્મો બનાવવા લાગ્યો. મારા પરિવારનો આવો માહોલ રહ્યો છે, તેથી મને આવી ફિલ્મો બનાવવાનો શોખ છે. મેં મારા મમ્મી પપ્પાને ક્યારેય પણ ઝઘડો કરતા જોયા નથી અને અમારી પાસે બહુ પૈસા નહોતા. અમે મુંબઈમાં ૧૦૦ રૂપિયાના ભાડાવાળા ઘરમાં રહેતા, તેમ છતાં એક દિવસ એવો નહોતો કે, જ્યારે અમ્યે હસ્યા અને રમ્યા ના હોઈએ. હવે એટલા પૈસા છે કે, અમે ક્યારેક ક્યારેક દુખી થઈ જઈએ છીએ.

અક્ષય કુમારે રાજનીતિમાં શામેલ થવા બાબતે જણાવ્યું કે, હું ક્યારેય પણ રાજનીતિમાં જવા માંગતો નથી. હું ફિલ્મો માટે જ બન્યો છું. આગળ શું થશે તેની મને ખબર નથી, પરંતુ હાલમાં હું ફિલ્મો બનાવવા માંગું છું, જેનાથી બદલાવ આવે.

આ પણ વાંચો :-

સુરતના ગરબા શિક્ષકે છેલ્લા ત્રણ મહિનાથી અમેરિકાની ગોરીઓને અવનવા ગરબાના સ્ટેપ શીખવ્યા

0

નવરાત્રીના રંગ હવે દુનિયાના ખૂણે ખૂણે જોવા મળી રહ્યો છે. સુરતમાં ગરબા શીખવનાર શિક્ષક છેલ્લા ત્રણ મહિનાથી અમેરિકા જઈને ગરબા શીખવી રહ્યા છે. અમેરિકામાં ભારતીય નાગરિક સહિત અમેરિકાની ગોરીઓ ગરબાની ઘેલી બની છે. વેસ્ટન ધુન પરથી વિદેશીઓ હાલ ગરબે ઝૂમી રહ્યા છે. સુરતના ગરબા ટીચર પરેશ મોઢાએ અમેરિકાની ગોરીઓને અવનવા ગરબાના સ્ટેપ શીખવ્યા છે. પ્રોફેશનલ બેલેટ ડાન્સર ગ્રુપને ગુજરાતી ગરબા કલ્ચર પસંદ આવતા તેઓએ પણ ગરબા શીખ્યા છે.

ગુજરાતની ઓળખ સમાન ગરબા આજે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ખૂબ જ પ્રચલિત જોવા મળી રહ્યા છે. માં અંબાના આરાધના સાથેના નવરાત્રી પર્વની ઉજવણીનો રંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે છવાઈ રહ્યો છે. આજે ભારતીયો જ નહીં પરંતુ વિદેશના નાગરિકો પણ ભારતીય ગુજરાતી ગરબા કલ્ચરને શીખવાનું પસંદ કરી રહ્યા છે. જેના જીવંત સાક્ષી સુરતના ગરબા ટીચર બની રહ્યા છે. સુરતમાં ૨૨ વર્ષથી ગોલ્ડન રંગીલા ગ્રુપથી ગરબા ક્લાસ ચલાવનાર પરેશ મોઢા હાલ અમેરિકા જઈને ગરબા શિખાવી રહ્યા છે. પરેશ મોઢા અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો ઉપરાંત ત્યાંની ગોરી યુવતીઓને પણ ગરબા શીખવી રહ્યા છે.

અમેરિકાની પ્રોફેશનલ ડાન્સર ગોરીઓ પણ ગુજરાતી ગરબાની ગજબની ઘેલી બની છે. હર હંમેશ વેસ્ટર્ન ધુન પર થીરકતી ગોરીઓ આજે ગરબે ઝૂમવા લાગી છે.જે અંગે ગરબા ટીચર પરેશ મોઢાએ વધુમાં જણાવ્યું હતું કે આ બધાની વચ્ચે પ્રોફેશનલ બેલેટ ડાન્સર ગ્રુપ પણ મારી પાસે ગરબા શીખવા આવે છે. આ અમેરિકાના શિકાગોનું ૧૩ સભ્યોનું સિનિયર પ્રોફેશનલ બેલેટ ડાન્સરનું ગ્રુપ છે. તેઓ શિકાગોમાં અનેક સ્ટુડન્ટને બેલેટ ડાન્સ શીખવે છે. આ ગ્રુપ ગુજરાતી ગરબા કલ્ચરને ખુબજ પસંદ કરે છે અને આજે તેઓ મારી પાસે ગુજરાતી ગરબા શીખ્યા બાદ બેલેટ ડાન્સની સાથે ગુજરાતી ગરબા પણ તેમના સ્ટુડન્ટ્સને શીખવાડશે. જે થકી આપણી ગુજરાતની ગરબા સંસ્કૃતિ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહી છે.

આ પણ વાંચો :-

ઈઝરાઇલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે ભારતમાં લોકોને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે

0

ઈઝરાઇલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં ઝડપથી વધારો થવાથી અને ઈરાન અને લેબલાન જેવા દેશો આ યુદ્ધમાં જોડાય તેવી શક્યતાને કારણે ભારતમાં લોકોને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. વાત જાણે એમ છે કે, અગાઉ રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઘઉં, ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલનો પુરવઠો લોકોના ઘરનું બજેટ બગાડી શકે છે. આનાથી સંબંધિત ઉત્પાદનોના ભાવમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. ગત સપ્તાહ દરમિયાન ક્રૂડ ઓઈલના સપ્લાયને અસર થઈ હતી અને તેની કિંમતમાં વધારો થયો હતો. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ૨ ડોલર વધીને પ્રતિ બેરલ ૮૭ ડોલરની નજીક પહોંચી ગયું હતું.

એવી આશંકા છે કે ઈરાન પણ આ હુમલામાં ભાગ લઈ શકે છે. ઈરાન ક્રૂડ ઓઈલનો મુખ્ય ઉત્પાદક છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં કાચા તેલની કિંમતો વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં કાચા તેલ પર નિર્ભર ઉત્પાદનોની કિંમતો વધી શકે છે.

 યુદ્ધ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે તો અશ્મિભૂત ઇંધણ પર નિર્ભર ચીજવસ્તુઓના ભાવ ઝડપથી વધશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્માર્ટ ટેલિવિઝન, વોશિંગ મશીન અને અન્ય વસ્તુઓની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે. તહેવારોની સિઝનમાં ભારતીય બજારમાં આ વસ્તુઓનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેના કારણે તેની કિંમતો સ્થિર રહેશે. જો કે આ પછી સામાનના ભાવમાં વધારો જોવા મળી શકે છે. કાચા માલના સપ્લાય પર અસરને કારણે પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓના ભાવ વધી શકે છે.

આ પણ વાંચો :-

૧૪,ઓક્ટોબર/માનસિક ચિંતા, વૈચારિક મતભેદ, આ રાશિના જાતકોનો શનિવાર રહેશે તકલીફથી ભરપૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
શારિરીક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.
વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.
મિથુનઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે-ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.
કર્કઃ
ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીયક્ષેત્રે વિશ્વાસઘાત ન થાય એની સાવધાની રાખવી.
સિંહઃ
સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.
કન્યાઃ
મન ચંચળ રહે. વિચારો વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રી વર્ગથી લાભ. આરોગ્ય સાચવવું. ખેંચ-વાઇના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.
તુલાઃ
ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી કામ લેવું. અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.
વૃશ્ચિકઃ
લક્ષ્મીજીની કૃપા સમયસર મે‍ળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.
ધનઃ
કાર્યક્ષેત્રે સફળતા. યશ-પ્રતિષ્‍ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ. પત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.
મકરઃ
ભાગ્ય બળવાન છે આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રાપ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્યક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. હાડકા, કમરના દુઃખાવાથી સાચવવું.
કુંભઃ
ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની કિંમત સમજવી જરૂરી છે. શેરબજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ. સંતાન સાથે વાદવિવાદ ટાળવા હિતાવહ. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ટાળવા. સાંજ પછી સુધારો જણાય.
મીનઃ
મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટરક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ સફળતા. આરોગ્ય જળવાશે.

આ પણ વાંચો :-

મણિપુરમાં સોશ્યલ મીડિયા પર ફોટો કે વીડિયો શેર કરવા સામે રોક

0

મણિપુર સરકારે એક આદેશમાં કહ્યું છે કે હવે રાજ્યમાં હિંસા અને સંપત્તિને નુકસાન સાથે સંબંધિત વીડિયોના પ્રસારણને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે અને કાયદા મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે.આવો જ એક વીડિયો દર્શાવે છે કે કેટલાક લોકો બે યુવાનોને ખૂબ જ નજીકથી ગોળી મારી રહ્યા છે અને તેઓ તેમને ખાડામાં દાટી રહ્યા છે. જોકે, વીડિયોમાં ઘટના સ્થળ અને દફન સ્થળ વિશે કોઈ માહિતી નથી. મણિપુરના ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજ્ય સરકાર હિંસક ગતિવિધિઓ, કોઈને નુકસાન પહોંચાડવા, ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ ગંભીરતાથી અને અત્યંત સંવેદનશીલતા સાથે લઈ રહી છે. જે રાજ્યના કાયદાને વધુ ખરાબ કરી શકે છે.

આ મામલાની ઝીણવટભરી તપાસ કર્યા પછી રાજ્ય સરકારે પરિસ્થિતિને સામાન્ય બનાવવાની દિશામાં પગલાં લીધાં છે અને આવા વીડિયોના સર્ક્યુલેશન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.’ જો આવા વીડિયો અથવા ફોટોગ્રાફ્સ હોય તો તમે કોઈપણ ડર વિના નજીકના પોલીસ અધિક્ષકનો સંપર્ક કરો અને યોગ્ય કાર્યવાહી માટે વીડિયો અથવા ફોટોગ્રાફ્સ સબમિટ કરો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કાયદાની જોગવાઈઓ અને ટેક્નોલોજીના દુરુપયોગ હેઠળ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. તેમની સામે ભારતીય દંડ સંહિતા અને ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વોત્તર રાજ્યમાં આ વર્ષે 3 મેથી મેઇતેઈ અને કુકી જાતિઓ વચ્ચે જાતિય હિંસા ચાલી રહી હતી. મેઇતેઇ લોકોએ આદિજાતિનો દરજ્જો આપવાની માંગણી કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી.

આ પણ વાંચો :-

ભારત-પાકિસ્તાન મેચને લઈને મુંબઈ સેન્ટ્રલ ટ્રેનનું ટાઈમ ટેબલ જાહેર કરાયુ

0

૧૪ ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ લઈને અમદાવાદ સહિત ગુજરાત રાજ્ય બહાર અને અન્ય દેશોમાંથી લોકો આવવાના છે. ત્યારે આ ક્રિકેટ રસીકોને હાલાકી ન પડે માટે રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ ટ્રેન દોડાવાનું આયોજન કરાયું છે. રેલવે દ્વારા તે મુંબઈ સેન્ટ્રલ ટ્રેનનું ટાઈમ ટેબલ જાહેર કરાયુ છે. ૧૩ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબરનું ટાઈમ ટેબલ જાહેર કરાયું. જેમાં ટ્રેન મુંબઈ સેન્ટ્રલ, દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા અને અમદાવાદ પર સ્ટોપેજ કરશે. તો મેચને લઈને રેલવે દ્વારા જરૂર જણાય તે વ્યવસ્થા કરવા પણ તૈયારી દર્શાવી છે.

મેચ દરમિયાન હવાઈ મુસાફરીમાં ટ્રાફિક વધુ રહેવાનો છે. કારણ કે એરપોર્ટ પર VVIP મુવમેન્ટ વધવાની છે. તેમજ મુસાફરોની સંખ્યાઓ પણ વધવાની છે. આ સમય દરમિયાન મુસાફરોને હાલાકી ન પડે માટે એરપોર્ટ દ્વારા એક ગાઈડ લાઈન બહાર પડાઈ છે. એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક રહેવાના કારણે આ ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં એરપોર્ટ દ્વારા મુસાફરોને ફ્લાઈટના સમય પહેલા જ એરપોર્ટ પહોંચવા અપીલ કરાઈ છે.

જેથી સમયથી વહેલા પહોંચવાના કારણે સિક્યોરિટી ચેકિંગ અને ફ્લાઈટ પકડવામાં તકલીફ ન પડે અને મુસાફરોને હાલાકી ન પડે. એટલું જ નહીં પણ આવતી કાલે એરપોર્ટ પર ૬૦ થી વધુ ફ્લાઈટમાં VIP મહેમાનોની અવર જવર પણ રહેશે. જેના કારણે હવાઈ ટ્રાફિક તો વધશે જ સાથે અમદાવાદ એરપોર્ટ ફૂલ હોવાને લઈને અન્ય એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન પાર્ક કરાઈ શકે છે. જેમાં સુરત. રાજકોટ. વડોદરા એરપોર્ટ પર પ્લેન પાર્ક થઈ શકે છે. જેમાં પણ મેચની અસર જોવા મળશે.

આ પણ વાંચો :-

ઈઝરાઇલ-હમાસ યુદ્ધના કારણે ઉત્તર પ્રદેશમાં હાઇઍલર્ટ, CM યોગીએ આપ્યા કડક આદેશ

0

ઉત્તરપ્રદેશમાં ઈઝરાઇલ-હમાસ યુદ્ધ પર ભારત સરકારનાં સ્ટેન્ડની વિરોધમાં બોલનારા લોકોને ટાર્ગેટ કરતાં CM આદિત્યનાથ યોગીએ ઓફિસરોને સ્પષ્ટ આદેશો આપ્યાં કે ઈઝરાઇલ યુદ્ધમાં ભારત સરકારનાં વિચારોનાં વિરોધની કોઈપણ પ્રકારની ગતિવિધિ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા હોય કે ધાર્મિક સ્થળ, ક્યાંયથી પણ કોઈપણ પ્રકારનાં ઉન્માદપૂર્ણ નિવેદનો જાહેર ન થવા જોઈએ. જો કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેની સામે તાત્કાલિક કડક પગલાંઓ લેવામાં આવશે.

હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી ભારતે સતત પોતાનું સમર્થન ઈઝરાઇલને આપ્યું છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલા બાદ નિવેદન આપતાં કહ્યું હતું કે આ દુ:ખની ઘડીમાં ભારત સંપૂર્ણપણે ઈઝરાયલની સાથે છે. તો મંગળવારે ઈઝરાઇલનાં PM નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો હતો અને હાલની સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

ઈઝરાઇલ અને હમાસનાં યુદ્ધની વચ્ચે ભારતમાં આ ઘટના સંબંધિત પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. શુક્રવારે જમ્મૂ-કાશ્મીરનાં બડગામમાં ઈઝરાઇલ અને અમેરિકા વિરોધી નારાઓ લાગ્યાં હતાં. આ નારેબાજી જુમાની નમાજ બાદ લગાડવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં અને પોતાના હાથમાં પોસ્ટર્સ પકડીને નારેબાજી કરવા લાગ્યાં હતાં. ઈઝરાઇલ-અમેરિકા વિરોધી નારાઓ સિવાય ધાર્મિક નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં. આ ઘટના બાદ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને કાશ્મીર સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

પુણામાં ૭૪ લાખ લિટરની ટાંકી બનાવીને નવા વિસ્તારમાં પાણી પહોંચાડવાનું આયોજન

0

સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ થયા બાદ નવા વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડવા માટે પાલિકા આયોજન કરી રહી છે. પુણા વિસ્તારમાં ૭૪ લાખ લીટરની ભુર્ગભ ટાંકી બનાવી વરાછા-લિંબાયતની છ લાખની વસ્તીને પાણી પુરવઠો પૂરો પાડવા માટે આયોજન કરવામા આવ્યું છે. ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવવા માટે આયોજન કરાયું છે તેના માટે પાણી સમિતિની કમિટિમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેના પર આગામી દિવસોમાં નિર્ણય કરવામા આવશે.

સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં સમયાંતરે પાણીની અછતની ફરિયાદ થઈ રહી છે. પાલિકા દ્વારા આપવામા આવતા પાણી પુરવઠામાં વધુ સુવિધા માટે પાલિકા દ્વારા સતત આયોજન કરવામા આવી રહ્યું છે. હદ વિસ્તરણ બાદ વરાછા અને લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ થયેલા વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડવા માટે કવાયત શરૂ થઈ છે. પુણા અને લિંબાયતની છ લાખની વસ્તીને અવિરત પાણી પુરવઠો મળે તે માટે પુણા ખાતે બનાવવામા આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં આગામી દિવસેમાં ૭૪ લાખ લીટર પાણીનો સંગ્રહ થાય તે માટેની ભુગર્ભ પાણીની ટાંકી બનાવવા આયોજન કરવામા આવ્યું છે.

વરાછા ઝોનમાં આવેલા પુણા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે બનનારી ૭૪ લાખ લીટરની ભૂગર્ભ ટાંકીને કારણે ભવિષ્યમાં આ વિસ્તારમાં ૨૪ કલાક યોજના હેઠળ પણ શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો પુરો પાડવામાં સરળતા રહેશે. પાણી સમિતિની બેઠકમાં પાણીની ટાંકી બનાવવા માટેના અંદાજ પર નિર્ણય કરવામાં આવશે. આ ટાંકી બની ગયા બાદ પુણા અને લિંબાયતની છ લાખની પ્રજાને પાણી પુરવઠો અવિરત મળે તેવી ગણતરી થઈ રહી છે.

આ પણ વાંચો :-

ઈઝરાઇલે કર્યું live ઓપરેશન, હમાસ માથી 60 આતંકીઓને માર્યા,250 લોકોને બચાવ્યા

ઇઝરાઇલી  ડિફેન્સ ફોર્સના જવાનો એક પરિસરમાં ઘુસતા જોવા મળી રહ્યા છે. અહીં આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલ લોકોને સેના છોડાવી રહી છે. ૭ ઓક્ટોબરના આ ઓપરેશનનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સેનાએ લખ્યું છે કે, ઇઝરાઇલી  સેનાએ ગાઝા સરહદ નજીક એક મોટું લાઈવ ઓપરેશન પાર પાડ્યું. આ દરમિયાન આતંકવાદીઓએ બંધક બનાવેલ ૨૫૦ લોકોને સુરક્ષિત છોડાવ્યા અને હમાસના 60 આતંકવાદીઓ પણ ઠાર કર્યા.

ઘર્ષણ દરમિયાન સૈનિકોએ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ 60થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા અને લગભગ ૨૫૦ બંધકોનો સુરક્ષિત બચાવ્યા. આઈડીએફએ વધુમાં કહ્યું કે, હમાસના દક્ષિણી નૌસેનિક બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડર મુહમ્મદ અબૂ અલી સહિત ૨૬ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી.

દરમિયાન ઇઝરાઇલી  સેનાએ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ગાઝાના ૧૫૩૭ લોકોને મોતને ઘાટ ઉતારી દીધાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ઈઝરાયલમાં ૧૩૦૦થી વધુ લોકોના મોતના અહેવાલ છે, જેમાં ૨૨૨ જેટલાં ઈઝરાયલી સૈનિકો સામેલ છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે તેની માહિતીમાં જણાવ્યું કે, ઈઝરાઇલી હવાઈ હુમલામાં ૫૦૦ બાળકો અને ૨૭૬ મહિલાઓ સહિત ૧૫૩૭ પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા અને ૬૬૧૨ ઘવાયા હતા.

આ પણ વાંચો :-

 

ભારત-પાકિસ્તાન મેચ પહેલા રઉફ શેખએ બનાવી વિશ્વની સૌથી નાની ગોલ્ડ ટ્રોફી

0

ગુજરાતના અમદાવાદમાં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની સૌથી રોમાંચક મેચ રમાશે. પોતાના આ ઉત્સાહને દર્શાવવા માટે અમદાવાદના એક ઝવેરીએ અનોખું કામ કર્યું છે આ ઝવેરીએ 0.9 ગ્રામ વજનની ગોલ્ડ વર્લ્ડ કપની ટ્રોફી બનાવી છે. આ ગોલ્ડ ટ્રોફી બનાવનાર જ્વેલરનું નામ રઉફ શેખ છે. શેખે આ ટ્રોફી વિશે કહ્યું હતું કે, ૨૦૧૪માં મેં૧.૨૦૦ ગ્રામ વજનની વર્લ્ડ કપ ટ્રોફી બનાવી હતી અને ૨૦૧૯માં મેં ૧ ગ્રામ વજનની ટ્રોફી બનાવીને મારો જ રેકોર્ડ તોડ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘હવે ૨૦૨૩માં મેં ૦.૯૦૦ ગ્રામ વજનની ટ્રોફી બનાવી છે. જો મને આગામી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તક મળશે તો હું આ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને આપીશ.

સૌથી ઓછા વજન વાળી ટ્રોફી તૈયાર કરવા માટે ૨ મહિનાનો સમય લાગ્યો હતો. એટલું જ નહીં રઉફ઼ શેખે એમ પણ જણાવ્યું છે કે જો તેમને આગામી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તક મળશે તો તેઓ આ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત અર્પણ કરશે. આ સાથે જ તમને એ જાણવું પણ ગમશે કે આ ઝવેરીને સોના-ચાંદીમાંથી નાની-નાની વસ્તુઓ બનાવવાનો પણ જબરો શોખ છે. જેમાં અત્યાર સુધી તેઓ ચાંદીનો રથ, સોનાની રાખડી, સોનાની ગણપતિની મૂર્તિ વગેરે બનાવી ચૂક્યા છે

આ પણ વાંચો :-