ભારત-પાકિસ્તાન મેચ પહેલા રઉફ શેખએ બનાવી વિશ્વની સૌથી નાની ગોલ્ડ ટ્રોફી

Share this story

ગુજરાતના અમદાવાદમાં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની સૌથી રોમાંચક મેચ રમાશે. પોતાના આ ઉત્સાહને દર્શાવવા માટે અમદાવાદના એક ઝવેરીએ અનોખું કામ કર્યું છે આ ઝવેરીએ 0.9 ગ્રામ વજનની ગોલ્ડ વર્લ્ડ કપની ટ્રોફી બનાવી છે. આ ગોલ્ડ ટ્રોફી બનાવનાર જ્વેલરનું નામ રઉફ શેખ છે. શેખે આ ટ્રોફી વિશે કહ્યું હતું કે, ૨૦૧૪માં મેં૧.૨૦૦ ગ્રામ વજનની વર્લ્ડ કપ ટ્રોફી બનાવી હતી અને ૨૦૧૯માં મેં ૧ ગ્રામ વજનની ટ્રોફી બનાવીને મારો જ રેકોર્ડ તોડ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘હવે ૨૦૨૩માં મેં ૦.૯૦૦ ગ્રામ વજનની ટ્રોફી બનાવી છે. જો મને આગામી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તક મળશે તો હું આ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને આપીશ.

સૌથી ઓછા વજન વાળી ટ્રોફી તૈયાર કરવા માટે ૨ મહિનાનો સમય લાગ્યો હતો. એટલું જ નહીં રઉફ઼ શેખે એમ પણ જણાવ્યું છે કે જો તેમને આગામી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તક મળશે તો તેઓ આ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત અર્પણ કરશે. આ સાથે જ તમને એ જાણવું પણ ગમશે કે આ ઝવેરીને સોના-ચાંદીમાંથી નાની-નાની વસ્તુઓ બનાવવાનો પણ જબરો શોખ છે. જેમાં અત્યાર સુધી તેઓ ચાંદીનો રથ, સોનાની રાખડી, સોનાની ગણપતિની મૂર્તિ વગેરે બનાવી ચૂક્યા છે

આ પણ વાંચો :-