સુરતના ગરબા શિક્ષકે છેલ્લા ત્રણ મહિનાથી અમેરિકાની ગોરીઓને અવનવા ગરબાના સ્ટેપ શીખવ્યા

Share this story

નવરાત્રીના રંગ હવે દુનિયાના ખૂણે ખૂણે જોવા મળી રહ્યો છે. સુરતમાં ગરબા શીખવનાર શિક્ષક છેલ્લા ત્રણ મહિનાથી અમેરિકા જઈને ગરબા શીખવી રહ્યા છે. અમેરિકામાં ભારતીય નાગરિક સહિત અમેરિકાની ગોરીઓ ગરબાની ઘેલી બની છે. વેસ્ટન ધુન પરથી વિદેશીઓ હાલ ગરબે ઝૂમી રહ્યા છે. સુરતના ગરબા ટીચર પરેશ મોઢાએ અમેરિકાની ગોરીઓને અવનવા ગરબાના સ્ટેપ શીખવ્યા છે. પ્રોફેશનલ બેલેટ ડાન્સર ગ્રુપને ગુજરાતી ગરબા કલ્ચર પસંદ આવતા તેઓએ પણ ગરબા શીખ્યા છે.

ગુજરાતની ઓળખ સમાન ગરબા આજે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ખૂબ જ પ્રચલિત જોવા મળી રહ્યા છે. માં અંબાના આરાધના સાથેના નવરાત્રી પર્વની ઉજવણીનો રંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે છવાઈ રહ્યો છે. આજે ભારતીયો જ નહીં પરંતુ વિદેશના નાગરિકો પણ ભારતીય ગુજરાતી ગરબા કલ્ચરને શીખવાનું પસંદ કરી રહ્યા છે. જેના જીવંત સાક્ષી સુરતના ગરબા ટીચર બની રહ્યા છે. સુરતમાં ૨૨ વર્ષથી ગોલ્ડન રંગીલા ગ્રુપથી ગરબા ક્લાસ ચલાવનાર પરેશ મોઢા હાલ અમેરિકા જઈને ગરબા શિખાવી રહ્યા છે. પરેશ મોઢા અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો ઉપરાંત ત્યાંની ગોરી યુવતીઓને પણ ગરબા શીખવી રહ્યા છે.

અમેરિકાની પ્રોફેશનલ ડાન્સર ગોરીઓ પણ ગુજરાતી ગરબાની ગજબની ઘેલી બની છે. હર હંમેશ વેસ્ટર્ન ધુન પર થીરકતી ગોરીઓ આજે ગરબે ઝૂમવા લાગી છે.જે અંગે ગરબા ટીચર પરેશ મોઢાએ વધુમાં જણાવ્યું હતું કે આ બધાની વચ્ચે પ્રોફેશનલ બેલેટ ડાન્સર ગ્રુપ પણ મારી પાસે ગરબા શીખવા આવે છે. આ અમેરિકાના શિકાગોનું ૧૩ સભ્યોનું સિનિયર પ્રોફેશનલ બેલેટ ડાન્સરનું ગ્રુપ છે. તેઓ શિકાગોમાં અનેક સ્ટુડન્ટને બેલેટ ડાન્સ શીખવે છે. આ ગ્રુપ ગુજરાતી ગરબા કલ્ચરને ખુબજ પસંદ કરે છે અને આજે તેઓ મારી પાસે ગુજરાતી ગરબા શીખ્યા બાદ બેલેટ ડાન્સની સાથે ગુજરાતી ગરબા પણ તેમના સ્ટુડન્ટ્સને શીખવાડશે. જે થકી આપણી ગુજરાતની ગરબા સંસ્કૃતિ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહી છે.

આ પણ વાંચો :-