મણિપુરમાં સોશ્યલ મીડિયા પર ફોટો કે વીડિયો શેર કરવા સામે રોક

Share this story

મણિપુર સરકારે એક આદેશમાં કહ્યું છે કે હવે રાજ્યમાં હિંસા અને સંપત્તિને નુકસાન સાથે સંબંધિત વીડિયોના પ્રસારણને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે અને કાયદા મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે.આવો જ એક વીડિયો દર્શાવે છે કે કેટલાક લોકો બે યુવાનોને ખૂબ જ નજીકથી ગોળી મારી રહ્યા છે અને તેઓ તેમને ખાડામાં દાટી રહ્યા છે. જોકે, વીડિયોમાં ઘટના સ્થળ અને દફન સ્થળ વિશે કોઈ માહિતી નથી. મણિપુરના ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજ્ય સરકાર હિંસક ગતિવિધિઓ, કોઈને નુકસાન પહોંચાડવા, ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ ગંભીરતાથી અને અત્યંત સંવેદનશીલતા સાથે લઈ રહી છે. જે રાજ્યના કાયદાને વધુ ખરાબ કરી શકે છે.

આ મામલાની ઝીણવટભરી તપાસ કર્યા પછી રાજ્ય સરકારે પરિસ્થિતિને સામાન્ય બનાવવાની દિશામાં પગલાં લીધાં છે અને આવા વીડિયોના સર્ક્યુલેશન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.’ જો આવા વીડિયો અથવા ફોટોગ્રાફ્સ હોય તો તમે કોઈપણ ડર વિના નજીકના પોલીસ અધિક્ષકનો સંપર્ક કરો અને યોગ્ય કાર્યવાહી માટે વીડિયો અથવા ફોટોગ્રાફ્સ સબમિટ કરો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કાયદાની જોગવાઈઓ અને ટેક્નોલોજીના દુરુપયોગ હેઠળ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. તેમની સામે ભારતીય દંડ સંહિતા અને ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વોત્તર રાજ્યમાં આ વર્ષે 3 મેથી મેઇતેઈ અને કુકી જાતિઓ વચ્ચે જાતિય હિંસા ચાલી રહી હતી. મેઇતેઇ લોકોએ આદિજાતિનો દરજ્જો આપવાની માંગણી કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી.

આ પણ વાંચો :-