મિશન ૨૦૨૪ની ચૂંટણી માટે રણનીતિ તૈયાર, મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન

Share this story

લોકસભા ચૂંટણીની પહેલા હવે દેશના ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. મહત્વનું છે કે, ભાજપ દરેક ચૂંટણીને ગંભીરતાથી લે છે. દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પાર્ટી માટે મહત્વની હોય છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ઉમેદવાર બનાવવાના પ્રશ્ન પર કહ્યું કે,  પાર્ટી જીતવા માટે ચૂંટણી લડે છે.

મહત્વનું છે કે, આગામી લોકસભા ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવાની યોજનાના ભાગરૂપે ભાજપના નેતાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરવા હાલ અનુરાગ ઠાકુર મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, દરેક ચૂંટણી એ લોકોની સેવા કરવા માટે ફરીથી ચૂંટાવાની તક છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપણે પક્ષને પાયાના સ્તરે મજબૂત કરવાની જરૂર છે. અમે NDAને પણ મજબૂત કરવા માંગીએ છીએ. ભાજપ સંગઠનાત્મક બેઠકો યોજી રહી છે અને ૨૦૨૪ની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી રહી છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, અમે પૂરી તાકાતથી ચૂંટણી લડીએ છીએ. જો તમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન પર નજર નાખો તો ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે. આ દર્શાવે છે કે, અમે કેટલી ગંભીરતા સાથે ચૂંટણી લડીએ છીએ. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધી જાહેર કરાયેલા ઉમેદવારોમાં ભાજપે ચાર કેન્દ્રીય મંત્રીઓ સહિત ૧૮સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સાત-સાત ઉમેદવારો અને છત્તીસગઢના ચાર ઉમેદવારોનો સમાવેશ થાય છે.  વિધાનસભા ચૂંટણીના તાજેતરના રાઉન્ડ માટે અત્યાર સુધી જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં ભાજપે ચાર કેન્દ્રીય મંત્રીઓ સહિત ૧૮ સાંસદોને નોમિનેટ કર્યા છે, જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સાત-સાત અને છત્તીસગઢના ચાર સાંસદોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-