Home Blog Page 917

પાલનપુરમાં ૩૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ, મિલકતો વેચવા પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે

0

ગુજરાતમાં અશાંતધારાને લઈને અનેક વિવાદો સામે આવતાં હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ૩૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકારે જાહેરનામુ બહાર પાડીને અશાંત ધારાનો અમલ શરૂ કરી દીધો છે. આ ૩૫ વિસ્તારોમાં મિલકત વેચવી હશે તો હવે નાગરિકોએ પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે.

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ૩૫ ગામોમાં જો કોઈ નાગરિકે મિલકત વેચવી હશે તો અગાઉથી પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે. સરકારે જાહેર કરેલો અશાંત ધારો ૨૦૨૩થી ૨૦૨૮ સુધી અમલમાં રહેશે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં કોમી રમખાણો થયાં હતાં જેને લઈને સરકારે અશાંત ધારો લગાવવાનો નિર્ણય કર્યો છે.

અશાંત વિસ્તારો એટલે કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સાઓ વારંવાર બનતા હોય તેવા વિસ્તારોમાં શાંતિ સ્થપાઈ રહે અને કોઈ ચોક્કસ સમુદાયના લોકોની વસતી વધી અને જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તો ત્યાં વસતાં લોકોની મિલકત પર તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો અશાંત ધારો છે. આ વિસ્તારોની મિલકત તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વ મંજુરી લેવી જરૂરી બને છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસ નેતાના SITનો રિપોર્ટ પર આરોપ, મોરબી બ્રિજ દુર્ઘટના નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર

0

મોરબીનો ઝૂલતો પૂલ ધરાશાયી થતાં ૧૩૫ જેટલા નિર્દોષ લોકોની જિંદગી હોમાઈ ગઈ હતી. ઓરેવા કંપની દ્વારા આ ઝૂલતા પૂલનું રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. જે સમારકામની કામગીરી એકદમ નબળી કરવામાં આવી હતી તેવું તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ કંપનીના માલિક જયસુખ પટેલ સહિત જવાબદાર તમામ નિર્દોષ લોકોને જેલ હવાલે કરી દેવાયા છે. જે મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ નેતાઓએ ઝૂલતા પૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા છે અને SITની તપાસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

મોરબી દુર્ઘટના મામલે કોંગ્રેસના નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા અને ડૉ.કિરીટ પટેલે પત્રકાર પરિષદ યોજી. જેમાં લલિત કગથરાએ કહ્યું કે, દુર્ઘટનાનો SITનો રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોન્ટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં લલિત કગથરાએ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે અને મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

SITએ મોરબી દુર્ધટના અંગે એકતરફી તપાસ કરી હોવાનો લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર છે. ૧૯૯૫થી ૨૦૦૭ વચ્ચે ૨ વખત કંપનીને સંપૂર્ણ સમારકામનું કામ સોંપાયું હતું. ૨૦૨૩ની ચૂંટણી પહેલા માનવસર્જિત ભયંકર દુર્ઘટના બની ગઈ હતી. દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા, દુર્ઘટનાને લઈ હું દિલથી દિલાસો આપું છું. જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવ્યા આવી રહ્યા છે. કંપનીના કર્મચારીઓને પકડી તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે.

તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કહ્યું કે, હું લલિત ભાઈની વાતને સમર્થન આપું છું, છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના ઉદ્યોગપતિ સામે એક તરફી તપાસ કરવામાં આવી રહી છે. પાટીદાર સમાજના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો સામે એક તરફી તપાસ થાય છે. કોર્ટમાં છેલ્લા દિવસે ચાર્જશીટ કરી હેરાનગતી કરવાની વૃત્તિ કોના ઈશારે ચાલી રહી છે. ખોટી રીતે જેલમાં ધકેલી દેવાય છે. અધિકારીઓને જવાબદારીમાંથી દૂર કરવામાં આવે છે.  ઈરાદા પૂર્વક અવાજ દબાવાય છે. પોલીસે કલેક્ટરની કેમ પૂછપરછ કરી નથી, કલેક્ટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

એશિયન પેરા ગેમ્સમાં T૪૭ હાઈ જંપ કેટેગરીમાં ભારતના નિષાદ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો

0

એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩ચીનના હોંગઝોઉમાં શરુ થઈ ગઈ છે. ભારતે તેમાં પહેલો ગોલ્ડ મેડલ પણ જીતી લીધો છે. T૪૭ હાઈ જંપ કેટેગરીમાં નિષાદ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો છે. જીત સાથે ભારતે પેરા એશિયન ગેમ્સની શાનદાર શરૂઆત કરી છે. નિષાદ કુમારે ૨.૦૨Mનો કૂદકો લગાવ્યો હતો. ચાઈનાનો પ્લેયર હોન્ગજી ૧.૯૪Mના કૂદકા સાથે બીજા સ્થાને રહ્યો.

ભારતના શૈલેશ કુમારે પણ હાઈ જમ્પમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય મેડલ ભારતના નામે રહ્યા. શૈલેશ કુમારે ગોલ્ડ, મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર અને રામ સિંહ પાધિયારે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો. આ ઈવેન્ટમાં ગોલ્ડ કુલ ૩૦૯ ભારતીય એથલીટે આ મોટી ઈવેન્ટમાં ભાગ લીધો છે.

PM નરેન્દ્ર મોદીએ પેરા એશિયન ગેમ્સ શરુ થતા પહેલા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવતા કહ્યું- એશિયન પેરા ગેમ્સ શરૂ થતાં, હું અકલ્પનીય ભારતીય ટીમને શુભેચ્છા પાઠવું છું! ભારતનું પ્રતિનિધિત્વ કરતા દરેક એથ્લેટની જીવન યાત્રા પ્રેરણાદાયી હોય છે. મને વિશ્વાસ છે કે તેઓ ભારતીય ખેલ ભાવનાના સાચા સારને પ્રતિબિંબિત કરશે.

આ પણ વાંચો :-

RBI શાખાની સામે ૨ હજારની નોટો બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ, બે મહિલાઓને ધરપકડ

0

અમદાવાદની RBI બેંકની બહાર મળતિયાઓ દ્વારા બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. શહેરમાં ૧૦ ટકાના કમિશન પર ૨ હજારની નોટો બદલાવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. પોલીસના નાક નીચે કાળા બજારીનો ખેલ ચાલી રહ્યો છે. એજન્ટો ૨ હજારની નોટો શ્રમિક મહિલાઓને લાઇનમાં ઉભી રાખીને બેંકમાં બદલાવી રહ્યા છે.  જેના બદલામાં મહિલાઓને ૧૦ ટકા કમિશન પણ આપવામાં આવી રહ્યું છે. મહિલાઓને નાની રકમ આપી એજન્ટો લાખો-કરોડોના સોદા કરી રહ્યા છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ૨ હજારની નોટ બદલવા માટે ૭ ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી હતી. આ તારીખ પૂર્ણ થયા બાદ અમદાવાદમાં RBI બેંકની બહાર રૂપિયા ૨ હજારની નોટ બદલવા લોકોની લાંબી લાઈનો લાગી હતી. આ લાઈનને જોતા કેટલાક સવાલો પણ થયા હતા કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નોટ બદલવા આટલી લાંબી લાઈન કેમ લાગી? સરકારે ૨ હજારની નોટ બદલવા માટે ૭ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો, તેમ છતાં લાઈનમાં ઉભેલા આ લોકો નોટ બદલવા કેમ નાં ગયા? આટલી મોટી સંખ્યામાં લોકોને પોતાની પાસે રહેલી ૨ હજારની નોટ બદલવાનું યાદ ન આવ્યું? કે પછી આ લોકો અન્ય કોઈના પૈસા જમા કરાવવા પહોંચ્યા હતા?

લોકો ૨૦ હજાર રૂપિયાની ૨-૨ હજારની નોટો બદલાવવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ૫૦ ટકાથી વધુ લોકો કમિશન વાળા છે, આ લોકોને જોઈને લાગશે પણ નહીં કે આમના ઘરમાંથી ૨-૨ હજારની ૧૦ નોટો નીકળે. આમના લીધે જેન્યુન લોકો જેમના ઘરેથી એકાદ બે નોટ નીકળી છે, તેમને હેરાન થવું પડે છે. સામે બધા એજન્ટ દ્વારા કમિશન પર નોટ બદલવાનું જ કામ ચાલે છે. હમણા જ એક ભાઈ આવ્યા હતા તેમને એજન્ટો લઈ ગયા અને તેમનું સેટિંગ કરાવી દીધું.

અમદાવાદની RBI બેંકની બહાર મળતિયાઓ દ્વારા બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. RBI શાખાની સામેના રોડ પર જ ખેલ ખેલાઈ રહ્યો છે. ૧૦ ટકા કમિશન પર ૨ હજારની નોટો બદલાવનું કૌભાંડ ચાલી રહ્યું છે. એજન્ટો ગ્વારા મહિલાઓને લાઈનમાં ઉભી રાખીને ૨ હજારની નોટો બદલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. શ્રમિક મહિલાઓને કતારમાં ઉભી રાખી ૨ હજારની નોટો બદલાવી રહ્યા છે. મહિલાઓને નાની-નાની રકમ આપી એજન્ટો લાખો-કરોડોના સોદા કરી રહ્યા છે. રૂ.૨ હજારની ૧ લાખની કિંમતની રકમ બદલવા રૂ.૮ હજારનું કમિશન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતની પ્રખ્યાત વાઘ- બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઈનું નિધન

0

ગુજરાતની પ્રખ્યાત વાઘ બકરી ટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને માલિક પરાગ દેસાઈનું નિધન થયું છે. તેઓ ૪૯ વર્ષના હતા. ૧૫ ઓક્ટોબરના રોજ તેમના નિવાસસ્થાન નજીક ઈસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે તેઓ પડી ગયા હતા. ત્યારબાદ તેમને બ્રેઈન હેમરેજ થયું હતું, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ એક અઠવાડિયાથી હૉસ્પિટલમાં દાખલ હતા.

પરાગ દેસાઈએ ન્યૂ યોર્ક, યુએસએની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું. તેઓ પ્રીમિયમ ટી જૂથના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. ગ્રૂપના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગનું નેતૃત્વ કરવા અને બ્રાન્ડને નવી ઊંચાઈઓ પર લઈ જવા ઉપરાંત, દેસાઈ ચાના રસિયા અને મૂલ્યાંકનકાર પણ હતા. તેને પ્રવાસ અને વન્યજીવનમાં ઊંડો રસ હતો.

વાઘ બકરી ટી ગ્રુપ તેની પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત છે. આ કંપની વર્ષ ૧૮૯૨થી અસ્તિત્વમાં છે. કંપનીનું ટર્નઓવર બે હજાર કરોડ રૂપિયાથી વધુ છે અને ચાનું વિતરણ લગભગ ૫૦ મિલિયન કિલોગ્રામ છે. કંપનીનું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, ચંદીગઢ, હિમાચલ, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સારું બજાર છે. તાજેતરમાં જ તેમણે બિહાર, ઝારખંડ અને ઓડિશામાં બિઝનેસ શરૂ કર્યો હતો.

વાઘ બકરી ટી ભારતની ત્રીજી સૌથી મોટી ચા કંપની છે. ભારતની સૌથી મોટી ચા કંપની ટાટા ટી છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ બીજા સ્થાને છે. વર્ષ ૨૦૦૯મા પનીનો હિસ્સો 3 ટકા હતો, પરંતુ ૨૦૨૦માં તે વધીને ૧૦ ટકા થઈ ગયો. આ બ્રાન્ડ ગુજરાતમાં ૫૦ ટકા માર્કેટ પર કબજો કરે છે. કંપનીએ વર્ષ ૧૯૯૨માં વિદેશમાં ચા વેચવાનું શરૂ કર્યું હતું અને આજે કંપની લગભગ ૪૦ દેશોમાં બિઝનેસ કરે છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં હવામાં પ્રદુષણ વધ્યુ, એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૨૩૯ પૉઇન્ટે પહોંચ્યો

0

રાજ્યમાં સતત હવા પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે, રાજ્યના મોટા શહેરોમાં હવા પ્રદુષણના આંકડાઓ ચોંકાવનારા રહ્યાં છે, હવે આ લિસ્ટમાં અમદાવાદમાં ચિંતા ખુબ વધી ગઇ છે. શહેરના પીરાણા વિસ્તારમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે, હાલમાં સામે આવેલા આંકડા પ્રમાણે પીરાણા વિસ્તારમાં હવાનું પ્રદુષણ ૨૩૯ પૉઇન્ટથી ઉપર નીકળ્યુ છે. જે શહેરીજનો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

અમદાવાદ શહેરમાં એર પૉલ્યૂશનમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદના પીરાણા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યુ છે. પીરાણા વિસ્તારમાં અત્યારે એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૨૩૯ પૉઇન્ટ જોવા મળ્યો છે. આ  એર ઇન્ડેક્સ ક્વૉલિટી પ્રમાણે પીરાણામાં હવાની ગુણવત્તા નબળી થઇ ગઇ છે. ખાસ વાત છે કે, પીરાણા ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સની સાથે સાથે ખાવાની ગુણવત્તા પણ નબળી રહી છે, જેમાં નવરંગપુરા, એરપોર્ટ, રખિયાલ, રાયખડ સેટેલાઈટ, બોપલ વિસ્તારમાં ખાવાની ગુણવત્તા મધ્યમ સ્તરની નોંધાઇ છે. અમદાવાદમાં ઓવરોલ એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૧૩૨ પૉઇન્ટનો રહ્યો છે. નવરંગપુરા અને રખિયાલ વિસ્તારમાં ૧૭૬, એરપોર્ટ વિસ્તારમાં ૧૩૦ એર ક્વૉલિટી ઇન્ડેક્સ નોંધાયો છે.

આ પણ વાંચો :-

 

ગાંધીધામમાં રૂ.૮૦૦ કરોડના કોકેઈનની હેરાફેરી, ગુજરાત ATSની તપાસ પાકિસ્તાનનું કરાંચી કનેક્શન સામે આવ્યું

0

ગાંધીધામમાં રૂ.૮૦૦ કરોડના કોકેઈનની હેરાફેરીના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલતા ગુજરાત ATSની ટીમ દોડતી થઈ છે. ગુજરાત ATSની ટીમ તપાસ માટે કચ્છ જવા રવાના થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ATSની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે તો અનેક આરોપીઓના નામ પણ બહાર આવી શકે છે.

ગાંધીધામમાં ૮૦૦ કરોડના કોકેઈનની હેરાફેરીના કેસમમાં ગુજરાત ATSની તપાસ પાકિસ્તાનનું કરાંચી કનેક્શન સામે આવ્યું છે. આ મામલે કરાંચીના હાજી સલીમનું નામ ખુલતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ડ્રગ્સના નેટવર્કની તપાસ માટે ગુજરાત ATSની ટીમ કચ્છ જવા રવાના થઈ છે.

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો છે. રાજ્ય અને દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સ તસ્કરો આ દરિયા કિનારાનો ઉપયોગ કરે છે. જેમાં પણ કચ્છના દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. તાજેતરમાં જ ગાંધીધામમાંથી પોલીસે બાતમીના આધારે અંદાજે ૮૦૦ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

આ મોટી સફળતાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવી હતી. તેઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગુજરાત પોલીસની સતર્કતાથી કચ્છના દરિયાકાંઠેથી રૂ.૮૦૦ કરોડની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું છે. કચ્છ પૂર્વ LCBને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવેગ કરે તે પહેલા જ પોલીસ દરોડો પાડીને ૮૦ કિલો કોકેઈન કબજે કરે છે. જેની કિંમત રૂ.૮૦૦ કરોડ થાય છે. પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન.

આ પણ વાંચો :-

સુરતમાં ૨૪ કલાકમાં હાર્ટએટેકથી ૨ લોકોના મોત, હાર્ટએટેક કેસમાં મૃત્યુનું પ્રમાણ વધું

0

ડાયમંડ નગરી સુરતમાં હાર્ટએટેકની ઘટના યથાવત છે. વધુ  ૨ લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. સચિન જીઆઇડીસી માં ૩૬ વર્ષીય આબીદાખાતુંન નામની મહિલા અને કામરેજના ૪૦ વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. બંને લોકો કોઈને પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નિપજતાં પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોનાકાળ બાદ સતત નાની વયે હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતની સંખ્યા વધી રહી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નાની વયે હાર્ટ અટેકથી જીવ ગુમારની સંખ્યા ૧૧એ પહોંચી છે. નવરાત્રિ દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ગરબે ઘૂમતા ૪ લોકના મોત થયા છે તો અન્ય ૭ યુવકોના હાર્ટ અટેકથી મોત થયા છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતની વધતી જતી સંખ્યાએ ચિંતા જગાડી છે.

આઠ મહિનામાં અમદાવાદની શારદાબેન અને LG હોસ્પિટલમાં હૃદયરોગના ચાર હજાર ૩૭૭ દર્દી નોંધાયા.જેમાં ૧૫૬ લોકોએ જીવ ગુમાવ્યો છે.માર્ચ અને એપ્રિલ મહિનામાં વધુ કેસ નોંધાયા હતા. મૃત્યુની વાત કરીએ તો  જૂન અને જુલાઈ મહિનામાં નોંધાયેલા હાર્ટ અટેકના કેસમાં મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળ્યું.

આ પણ વાંચો :-

૨૦૨૪માં ચૂંટણી કમિશન માટે ‘One Nation One election’ છે પડકારજનક, નવી સિસ્ટમ લાગુ કરવા માટે વધારે સમયની માંગ

0

વન નેશન વન ઈલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીને લઈને કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં કાયદા પંચ રિપોર્ટ તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન એવા અહેવાલ છે કે ભારતના ચૂંટણી પંચ એટલે કે ECIએ નવી સિસ્ટમ લાગુ કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો છે. આ માટે પંચે પર્યાપ્ત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બનાવવા જેવા ઘણા કારણો દર્શાવ્યા છે.

૨૦૨૪ અને ૨૦૨૯માં એકસાથે ચૂંટણી યોજાય તો ચૂંટણી પંચે કાયદા પંચને મશીનોની સંખ્યા અંગે જાણ કરી છે. અંહિયા મહત્વનું છે કે વોટિંગ મશીનમાં ત્રણ ભાગો હોય છે, જેમાં કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPATનો સમાવેશ થાય છે. ૨૦૨૪ સુધીમાં વધુ ૧૧.૪૯ લાખ કંટ્રોલ યુનિટ, ૧૫.૯૭ લાખ બેલેટ યુનિટ અને ૧૨.૩૭ લાખ VVPATની જરૂર પડશે અને આ બધા માટે ૫૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે જ વન નેશન વન ઈલેક્શન  માટે ૨૦૨૯માં ECIને ૫૩.૭૬ લાખ બેલેટ યુનિટ, ૩૮.૬૭ લાખ કંટ્રોલ યુનિટ અને ૪૧.૬૫ લાખ VVPATની જરૂર પડશે. તેનું મુખ્ય કારણ મતદાન મથકો અને મતદારોની વધતી સંખ્યા છે.

ચૂંટણી પંચ વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર અને ચિપ્સની અછતથી ચિંતિત છે. સાથે જ કાયદા પંચ સાથેની બેઠકમાં ECIએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. મુખ્યત્વે EVM અને VVPAT એટલે કે વેરીફાઈબલ, પેપર ઓડિટ ટ્રેઈલ મશીનોમાં વપરાય છે. હવે ખાસ વાત એ છે કે ૨૦૨૪ માં થનારીલોકસભા ચૂંટણીમાટે ECને લગભગ ૪ લાખ મશીનની જરૂર છે. મશીનોની વર્તમાન જરૂરિયાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને  વિધાનસભાની ચૂંટણીઓ કરાય છે પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે. એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણની પાંચ કલમોમાં સુધારો કરવાની જરૃર પડશે. આ પાંચ કલમોમાં સંસદના ગૃહના સમયગાળાને લગતી કલમ ૮૩, રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાની કલમ ૮૪, રાજ્યોની વિાધાનસભાના સમયગાળા સાથે સંકળાયેલી કલમ ૧૭૨, રાજ્ય વિધાનસભા ભંગ કરવા સાથે સંકળાયેલી કલમ ૧૭૪, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંકળાયેલી કલમ ૩૫૬માં સુધારો કરવાની જરૃર પડશે.

આ પણ વાંચો :-

ઈઝરાઇલમાં સોમવારે હિઝ્બુલ્લાના બે ઠેકાણાઓ પર હુમલો કર્યો. હુમલામાં ૩૦ લોકોના મોત

0

હમાસ બાદ હવે ઈઝરાઇલે લેબનનમાં હિઝ્બુલ્લાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈઝરાઇલે ગાઝામાં હમાસ અને દક્ષિણી લેબનાનમાં હિઝ્બુલ્લાના ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલામાં લેબનનમાં હિઝ્બુલ્લા કમાંન્ડરનું મોત થઈ ગયું. હિઝ્બુલ્લા સાથે સંબંધિક એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છો. આ પહેલા ઈઝરાઇલે હમાસના તોપચી ડિપ્ટી કમાન્ડર મુહમ્મદ કટમશને માર્યા હતા.

ઈઝરાઇલી સેનાએ જણાવ્યું કે તેણે સોમવારે હિઝ્બુલ્લાના બે ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ ઠેકાણાઓમાંથી હિઝ્બુલ્લાના આતંકી ઈઝરાયલ પર એન્ટી-ટેન્ક મિસાઈલ અને રોકેટ લોન્ચ કરવાનું ક્ષડયંત્ર રચી રહ્યા હતા. ઈઝરાઇલ અને હમાસની વચ્ચે ૭  ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાઇલ પર હજારો રોકેટ છોડ્યા હતા. આટલું જ નહીં હમાસના યુવકોએ બોર્ડર વિસ્તારમાં ઘુસીને ઈઝરાઇલી સૈનિકો અને સામાન્ય લોકો પર હુમલો પણ કર્યો હતો.

ઈઝરાઇલે સોમવારે ગાઝામાં ઘણી જગ્યાઓ પર હુમલો કર્યો. પેલેસ્ટાઈનની મીડિયા અનુસાર આ હુમલામાં ૩૦ લોકોના મોત થયા છે. ઈઝરાઇલે ત્રણ હોસ્પિટલોની પાસે બોમ્બ ફેંક્યા હતા. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ હુમલામાં હોસ્પિટલોને નુકસાન પહોંચ્યું કે નહીં. હોસ્પિટલની પાસે હુમલાની ખબરો પર ઈઝરાઇલી સેનાએ કોઈ નિવેદન નથી આપ્યું.

આ હુમલામાં અત્યાર સુધી ૧૪૦૦ લોકોના મોત થયા છે. ત્યાં જ આ હુમલાના જવાબમાં ઈઝરાઇલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર બોમ્બર ફેંકી રહ્યા છે. આ હુમલામાં અત્યાર સુધી ૪૬૦૦ લોકોના મોત થયા હોવાની જાણકારી છે. ત્યાં જ ૧૦ હજારથી વધારે લોકો ઘાયલ થયા છે. ઈઝરાઇલ અને હમાસમાં યુદ્ધનો આજે ૧૭મોં દિવસ છે. ઈઝરાઇલના હુમલાથી ગાઝામાં અત્યાર સુધી ૪૬૫૧ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે ચરમપંથી સંગઠન હમાસના હુમલાથી ઈઝરાઇલના ૧૪૦૫ લોકોના મોત થવાની પુષ્ટિ કરી ચુક્યા છે.

આ પણ વાંચો :-

• ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ