Home Blog Page 918

ઈઝરાઇલ-હમાસ યુદ્ધમાં ૧૪૩થી વધું ભારતીય નાગરિકોને લઈને ફ્લાઈટ દિલ્હી પહોંચી

0

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે બીજી તરફ ઈઝરાઇલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના દેશમાં પરત લાવવા માટે ચલાવવામાં આવેલા ‘ઓપરેશન અજય’ હેઠળની છઠ્ઠી ફ્લાઇટ નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. જેમાં બે નેપાળી નાગરિકો સમેત કુલ ૧૪૩ મુસાફરો સલામત ભારત પહોંચ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતી વખતે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે-‘ઓપરેશન અજયા’ની છઠ્ઠી ફ્લાઇટ નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેએ એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું. જણાવી દઈએ કે આ પહેલા પણ નેપાળના ૧૮ નાગરિકો સાથે ૨૮૬ ભારતીયોને લઈને 5મી ફ્લાઈટ મંગળવારે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચી હતી.

ઑક્ટોબર ૭ ના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલના શહેરો પર હુમલો કર્યો ત્યારથી ઇઝરાઇલ પણ ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતીયોની વાપસી માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૨ ઓક્ટોબરે ‘ઓપરેશન અજય‘ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ લોકો ભારત પરત ફર્યા છે. દરમિયાન ઈઝરાઇલમાં માર્યા ગયેલા ૪ નેપાળી વિદ્યાર્થીઓના મૃતદેહ કાઠમંડુ લાવવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠન હમાસના હુમલામાં નેપાળના ૧૦ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. હજુ સુધી છ મૃતદેહોની ઓળખ થઈ નથી.

આ પણ વાંચો :-

• ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ

23, ઓક્ટોબર ૨૦૨૩ / ધંધામાં મહત્વના કાર્યો થાય, સંતાન વિષયક ચિંતા દૂર થશે, આ રાશિના જાતકોનો સોમવાર શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. આવકમાં વધારો થાય. પરિવારમાં થોડો મતભેદ જણાય. મિલકતમાં કરેલા રોકાણોથી ફાયદો થાય. નોકરી-ધંધામાં રાહતનો અનુભવ થાય. અગ્નિથી સાચવવું.
વૃષભઃ
દિવસની શરૂઆત મોજ શોખથી થાય. ભાગ્ય સાથ આપતું જણાય. આવકમાં વધારો થાય. માન સન્માન વધે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગથી સાચવવું.
‌મિથુનઃ
જક્કી અને જડ વલણનો ત્યાગ કરવો. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. સંતાન સાથે મતભેદ રહે. ફસાયેલા નાણાં છુટા થાય. અશક્તિનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.
કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. આવક આવતી અનુભવી શકાય. પરિવારમાં મતભેદની શક્યતા છે. શેરબજારથી લાભ મળે. જીવનસાથી સાથે આનંદથી દિવસ વ્યતિત થાય. દગા-ફટકાનો ભોગ બની શકાય.
‌સિંહઃ
પ્રભાવમાં વધારો થાય. માન-સન્માન વધે. સફેદ વસ્તુની ખરીદી થાય. આર્થિક ઉપાર્જન સારૂં થાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. સંતાનની ચિંતા રહે. શરદી,ખાંસી, કફનો ઉપદ્રવ રહે. ડાયાબીટીસના દર્દીઓએ સાચવવું.
કન્યાઃ
વાણી ઉપરનો પ્રભાવ વધે. આનંદથી દિવસ વ્યતિત થાય. નાણાંની વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં શાંતિ મનમેળ રહે. સંતાન તરફથી આનંદના સમાચાર મળે. ભાગ્યમાં વૃધ્ધિ થાય. આદ્યાત્મિક પ્રગતિ થાય.
તુલાઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. ખોટું લાગે એવા પ્રસંગો બને. પ્રોપર્ટીથી લાભ મેળવી શકાય. કુટુંબમાં શાંતિ અને સંપ રહે. તંદુરસ્તી જળવાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે.
વૃ‌શ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં સુખ-શાંતિ જળવાય. મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય સુખમાં આનંદ અનુભવી શકાય. પડવા-વાગવાથી સાચવવું.
ધનઃ
માનસિક રીતે અજંપો રહે. આવક માટે દિવસ સામાન્ય છે. પરિવારમાં મનમેળ રહે. માતૃસુખ સારૂ મળે. ખોટા વિચારોથી દૂર રહેવું. શરદી-કફના રોગોથી સાવચેતી રાખવી. એકંદરે સામાન્ય દિવસ વ્યતિત થાય.
મકરઃ
ખૂબ જ સુંદર રીતે દિવસ વ્યતિત થાય. આવક આવતી જણાય. પરિવારમાં આનંદ. સંતાનોની પ્રગતિથી મન હરખાય. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય.
કુંભઃ
મક્કમ મનોબળની અનુભૂતિ થાય. સ્થાવર ‌જંગમ મિલકતથી લાભ. પરિવારમાં આનંદ. સંતાનોથી ચિંતા રહે. આંખના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય. ધાર્મિક કાર્ય કરી શકાય. નોકરી-ધંધામાં સારૂં.
મીનઃ
મિલનસાર સ્વભાવ રહે. નાણાંની આવક વધતી જણાય. પરિવારમાં ખુશી. સ્થાવર-જંગમ મિલકત, શેરબજારમાં રોકાણ ટાળવું. માતાની તબિયતનું ધ્યાન રાખવું. સંતાનો તરફથી આનંદ. નોકરી-ધંધા બાબતે અસંતોષ રહે.

આ પણ વાંચો :-

• અમદાવાદમાં ચાલુ ગરબા રમતા રમતા ૨૮ વર્ષના રવિ પંચાલને હાર્ટઅટેક થી મોત

• ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ

હમાસ વિરુદ્ધ ઈઝરાઇલની મોટી કાર્યવાહી અલ અંસાર મસ્જિદ પર એર સ્ટ્રાઈક, હથિયારો પણ ઝડપાયા

0

ઈઝરાઇલે જેનિનની અલ અંસાર મસ્જિદ પર એર સ્ટ્રાઈક (હવાઈ હુમલો) કરી છે. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે, આ મસ્જિદને હમાસ દ્વારા કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. અહીંથી હુમલા માટે પ્લાન બનાવવામાં આવી રહ્યા હતા. અત્યાર સુધીમાં ઈઝરાઇલઅને હમાસ વચ્ચેના યુદ્ધમાં ૪૫૦૦ થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

અંસાર મસ્જિદ પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ઈઝરાયલે દાવો કર્યો છે કે આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. હમાસ સાથેના યુદ્ધ બાદ ઈઝરાઇલે પશ્ચિમ કાંઠે બીજી વખત એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાઇલે હુમલા બાદ તસવીરો પણ જાહેર કરી છે.

મસ્જિદમાં મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો એકઠા કરવામાં આવ્યા હતા. મસ્જિદમાં બંકરો પણ બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયલના હુમલામાં મસ્જિદનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. નજીકમાં એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે. લોકો કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે પછી લગભગ બે અઠવાડિયાથી યથાવત ઇઝરાયલની ઘેરાબંધીના કારણે ખોરાક, દવા અને પાણીની અછતનો સામનો કરી રહેલા પેલેસ્ટાઇનીઓને સહાય પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ માત્ર ૨૦ ટ્રકોને ગાઝા જવા માટે મંજૂરી આપવામાં આવી છે

ગાઝા જવા માટે ૨૦૦થી વધુ ટ્રક લગભગ ૩૦૦૦ ટન સહાયતા સામગ્રી સાથે ઘણા દિવસોથી સરહદ પર ઊભી હતી. ગાઝાના ૨૩ લાખ પેલેસ્ટાની, જેમાંથી અડધા તેમના ઘર છોડીને ભાગી ગયા છે, તેઓ ગંદા પાણી પીવા મજબૂર છે અને તેઓ એક ટંક ખાવા માટે પણ ફાફા મારી રહ્યા છે. હોસ્પિટલોનું કહેવું છે કે સમગ્ર ક્ષેત્રમાં પાવર આઉટેજને કારણે તેમની પાસે તબીબી પુરવઠો અને ઇમરજન્સી જનરેટર માટે ઈંધણની અછત છે.

આ પણ વાંચો :-

• અમદાવાદમાં ચાલુ ગરબા રમતા રમતા ૨૮ વર્ષના રવિ પંચાલને હાર્ટઅટેક થી મોત

• ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ

અમદાવાદમાં ચાલુ ગરબા રમતા રમતા ૨૮ વર્ષના રવિ પંચાલને હાર્ટઅટેક થી મોત

0

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળતા હતા, પરંતુ હવે નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યાં છે. ચિંતાનો વિષય એ છે કે આ હાર્ટ એટેકના બનાવોમાં ઓન ધ સ્પોટ મોત થાય છે જેથી સારવાર માટેનો સમય મળતો નથી. નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવ વધતા આરોગ્ય નિષ્ણાંતો પણ ચિંતામાં મુકાયા છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૯થી વધુ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જેમાંથી કેટલાકના ગરબે રમતા રમતા મૃત્યુ થયા છે. અમદાવાદમાં પણ ચાલુ ગરબાએ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થતા ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.

અમદાવાદના વટવાના ઓમકાર હિલ્સ ખાતે રહેતો રવિ પંચાલ નામનો ૨૮ વર્ષીય યુવક મિત્રો અને પરિવારજનો સાથે હાથીજણ સર્કલ પાસે આવેલ વૃંદાવન પાર્ટીપ્લોટમાં ગરબા રમવા માટે ગયો હતો. વૃંદાવન પાર્ટી પ્લોટમાં રવિ અને તેના મિત્રો ગરબા રમી રહ્યા હતા, આ દરમિયાન અચાનક જ રવિ ઢળી પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો.જે બાદ રવિને ગરબામાં હાજર એક નર્સ અને પોલીસ જવાને CPR આપ્યું હતું. બાદમાં મણિનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ચાલુ ગરબાએ રવિને હાર્ટ એટેક આવ્યો હતો અને તે અચાનક જ નીચે ઢળી પડ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રવિ અને અન્ય બે વ્યક્તિ ગરબા રમી રહ્યા છે. આ દરમિયાન ચાલુ ગરબાએ અચાનક જ રવિ ઢળી પડે છે અને બેભાન થઇ જાય છે. રવિ પંચાલના નાના ભાઈ જિગ્નેશ પંચાલે કહ્યું કે, રવિની ઉંમર 28 વર્ષની જ હતી, તેને કોઈ બીમારી પણ નહોતી. અમારા પિતાનું ૮ વર્ષ પહેલા અવસાન થયું છે. તેથી ઘરની તમામ જવાબદારી મારા ભાઈ રવિ પર જ હતી. રવિ કઠવાડા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે કામ કરતો હતો.

આ પણ વાંચો :-

• ઈન્દ્રમણિ પાંડે BIMSTECના આગામી મહાસચિવ બન્યા, પ્રથમ વખત કોઈ ભારતીયને મળી જવાબદારી 

• ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ‘તેજ’ ખૂબ ખતરનાક, વાવાઝોડા તેજને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું ગૂજરાતમાં હાઈ એલર્ટ

0

ગત જૂન મહિનામાં ગુજરાતની પ્રજાએ વાવાઝોડા બિપરજોયથી થયેલા વિનાશનો કડવો અનુભવ કર્યો હતો. બિપરજોય વાવાઝોડું અગાઉ ગુજરાતના કાંઠે અથડાવવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેની પૂર્વ નિર્ધારિત દિશાથી ભટકીને તે રાજ્યના માંડવીના દરિયા કિનારે અથડાયું હતું. હવે માત્ર ચાર મહિનાના સમયગાળામાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડા ‘તેજ’નો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના પગલે રાજ્યના દરિયકાંઠે ભયસૂચક સિગ્નલ  લગાવી દેવાયા છે.

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ‘તેજ’ ખૂબ ખતરનાક બની શકે છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે આગામી ૨૫ કલાક દરમિયાન ચક્રાવાતી તોફાન ‘તેજ’ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે તેને VSCS એટલે કે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન તરીકે વર્ણવ્યું છે. હવામાન વિભાગે અગાઉ જ કહ્યું હતું કે ચક્રવાતી તોફાન તેજ ૨૧ ઓક્ટોબરે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સોકોત્રા (યમન)થી ૩૩૦ કિમી પૂર્વમાં, સલાલાહ (ઓમાન)થી ૬૯૦ કિમી દક્ષિણપૂર્વમાં અને અલ ગૈદાહ (યમન)ના ૭૨૦ કિમી દૂર પર કેન્દ્રીત હતું. હવે આ તોફાન ૨૨ ઓક્ટોબરે બપોર પછી ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને તેની ગતિમાં વધારો થાય તેવી શક્યતા છે

ભારતીય હવામાન વિભાગ (IMD)એ શનિવારે કહ્યું કે ચક્રવાતી તોફાન ‘તેજ’ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રની ઉપર સતત આગળ વધી રહ્યું છે. છેલ્લા ૬ કલાકમાં તોફાન ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધ્યું છે. ૨૧ ઓક્ટોબરે સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં “તેજ” સોકોત્રા યમનથી લગભગ ૪૪૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, સલાલાહ, ઓમાનથી  ૮૦૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને અલ ગૈદાહ, યમનથી ૮૩૦ કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતું.

IMDએ આગાહી કરી છે કે, ચક્રવાતી તોફાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતું રહેશે અને તે આગામી ૧૨ કલાકમાં “ખૂબ જ ભયાનક ચક્રવાતી તોફાન”માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. ત્યાર બાદ તેના દિશા બદલવાની અને ૨૪ ઓક્ટોબરની સવાર સુધી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, ત્યારબાદ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. આ વાવાઝોડું ૨૫ ઓક્ટોબરની સવારે અલ ગૈદાહ, યમન અને સલાલાહ, ઓમાન વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે માછીમારોને ૨૫ ઓક્ટોબર સુધી દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. તેવી જ રીતે પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

• ઈન્દ્રમણિ પાંડે BIMSTECના આગામી મહાસચિવ બન્યા, પ્રથમ વખત કોઈ ભારતીયને મળી જવાબદારી 

• ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ

૨૨ ઓક્ટોબર /રવિવારનું રાશિ ભવિષ્યઃ વૃશ્ચિક રાશિના જાતકોના રોકાણ સંબંધિત કાર્યો પૂર્ણ થશે, આજનું રાશિફળ

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મન દુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.
વૃષભઃ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેતું અનુભવાય.
મિથુનઃ
દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના-ભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.
કર્કઃ
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.
સિંહઃ
દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણી શીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.
કન્યાઃ
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળતવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.
તુલાઃ
આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃધ્ધિ થાય.
વૃશ્ચિકઃ
મોજ શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.
ધનઃ
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.
મકરઃ
ગુરૂ ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડુત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.
કુંભઃ
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે.જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.
મીનઃ
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રી વર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

CM ભુપેન્દ્ર પટેલએ કહ્યું કે ગુજરાત સરકાર કરકસરના માર્ગે, હવેથી કચેરીઓ માટે વાહન ભાડે રખાશે

0

રાજ્ય સરકાર હસ્તકનાં તમામ ખાતાઓની વડી કચેરીઓ તેમજ જીલ્લા કચેરીઓએ અધિકારીઓ તેમજ કર્મચારીઓને સરકારી કામ અર્થે બહાર જવાનું થતું હોઈ તમામ અધિકારીઓ માટે સરકાર દ્વારા વાહનની ફાળવણી કરવામાં આવતી હોય છે. પરંતું સમય જતા અમુક વાહનો જૂના થઈ જતા તેનાં મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી જતો હોય છે. જે તમામ બાબતોને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા જીલ્લા કચેરીઓ તેમજ સરકાર હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓમાં ફરજીયાત આઉટ સોર્સિંગથી વાહનો ભાડે મેળવાશે.

જનતાનાં પૈસા બચાવવા માટે રાજ્ય સરકાર હવે કરકસરનો માર્ગ અપનાવ્યો છે.  ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે તમામ વિભાગોમાં આઉટ સોર્સિંગથી વાહનો ભાડે રાખવામાં આવશે. સરકાર હસ્તકનાં તમામ વિભાગોમાં સ્ટાફ કાર માટે હવે નવા વાહનની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં નહી આવે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તેઓનાં હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓ માટે ભાડે વાહન રાખશે. જૂનાં કંડમ વાહનો સામે નવા વાહનની ખરીદી કરવાને બદલે આઉટ સોર્સિંગથી વાહનો મેળવાશે. તેમજ વાહન રાખતા પહેલા દરેક વિભાગોએ વાહન માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત છે.

આ પણ વાંચો :-

ઈન્દ્રમણિ પાંડે BIMSTECના આગામી મહાસચિવ બન્યા, પ્રથમ વખત કોઈ ભારતીયને મળી જવાબદારી

ઈન્દ્રમણિ પાંડે 1990 બેચનાં ભારતી સેવા ઓફિસર (IFS) છે. તેઓ દેશનાં બુદ્ધિશાળી બ્યૂરોક્રેટ્સમાંનાં એક છે. હાલમાં તેઓ જિનેવા સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર સાત દેશોનાં સમૂહ BIMSTECનાં મહાસચિવ નિયુક્ત થનારા ઈન્દ્રમણિ પાંડે પહેલાં ભારતીય હશે.

બિમ્સટેક એટલે કે બે ઑફ બેંગાલ ઈનિશિએટિવ ફૉર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન. આ 7 દેશોનું એક સંગઠન છે જેમાં દક્ષિણ એશિયાનાં 5 દેશ ભારત-બાંગ્લાદેશ- ભૂટાન-નેપાળ-શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં 2 દેશો મ્યાંમાર – થાઈલેન્ડ શામેલ છે. વર્ષ 1997માં આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું. BIMSTECનું સચિવાલય બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છે.

બિમ્સટેક દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાને તેમજ હિમાલય-બંગાળની ખાળી જોડે છે. ભારત ઘણાં સમયથી નેબરગુડ ફર્સ્ટ અને એક્સ ઈસ્ટ પોલિસીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમજ હાલમાં જે રીતે ચીનની આક્રમકતા વધી રહી છે તેવી પરિસ્થિતિમાં ભારતને બિમ્સટેકમાં મહાસચિવ જેવો મોટો હોદો પ્રાપ્ત થવું એ મોટી વાત છે. તેનાથી દેશને ઘણાં લાભ પહોંચી શકે છે.

આ પણ વાંચો :-

 

કોંગ્રેસની પહેલી યાદી જાહેર, અશોક ગેહલોત અને સચિન પાઈલટને મળી ટીકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

0

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ૩૩ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટનું નામ પણ સામેલ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને સરદારપુરાથી અને સચિન પાયલટને ટોંક વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગોવિંદસિંહ ડોટાસરા લચમનગઢથી અને મુકેશ ભાકર લડનુનથી ચૂંટણી લડશે. પોતાની પહેલી યાદીમાં કોંગ્રેસે પાંચ મંત્રીઓને જગ્યા આપી છે, જ્યારે બે ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો ઝગડો માંડ શાંત પડ્યો છે. તેઓ અવારનવાર ઝગડતા હોય છે અને તેમની વચ્ચેનો વિવાદ ઘણી વાર જાહેરમાં આવી ચૂક્યો છે.

૩૩ ઉમેદવારોની યાદીમાં ૩૨ નામ જૂના છે, આ વખતે લલિત યાદવનું નામ મુંડાવર સાથે જોડાયેલું છે, જે બસપામાંથી છેલ્લી વખત ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસની પહેલી યાદીમાં સચિન પાયલટ જૂથના ચાર નેતાઓને ટિકિટ મળી છે. જેમાં ઇન્દ્રજસિંહ ગુર્જરને બિરાટનગરથી, મુકેશ ભાકરને લાડનુન બેઠક પરથી, રામનિવાસ ગાવાડિયાને પરબતસર બેઠક પરથી અને અમિત ચાચનને નોહર બેઠક પરથી ટિકિટ મળી છે.

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઈસી)એ બુધવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પર ચર્ચા કરી. રાજસ્થાનની તમામ ૨૦૦ વિધાનસભા બેઠકો માટે ૨૫ નવેમ્બરે મતદાન યોજાશે. ૩ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો :-

મહાદેવ એપ કૌભાંડમાં EDએ કરી ચાર્જશીટ દાખલ, ૧૯ બોલિવુડ કલાકારો રડાર પર, જાણો કલાકારોના નામ ?

0

મહાદેવ એપ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહાદેવ એપ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડમાં મની લોન્ડરિંગ એક્ટની કલમ ૪૪ અને ૪૫ હેઠળ ૧૪ લોકો સામે તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સી EDના વકીલ સૌરભ પાંડેએ એક ખાનગી મીડિયા હાઉસ સાથે આ વાતની પુષ્ટિ કરી છે.

EDની ૧૯૭ પાનાની ચાર્જશીટમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ, વિકાસ ચપ્પરિયા, ચંદ્રભૂષણ વર્મા, સતીશ ચંદ્રાકર, અનિલ દમ્માણી, સુનીલ દમ્માણી, વિશાલ આહુજા, ધીરજ આહુજા, પુનારામ વર્મા દ્વારા શ્રીજન એસોસિએટ્સ, શિવકુમાર વર્મા, શિવકુમાર વર્મા, પુનારામ વર્માના નામ છે. આ સાથે કુમાર વર્મા, યશોદા વર્મા અને પવન નૈથાની આરોપીઓની યાદીમાં સામેલ છે. ૮,૮૦૦ થી વધુ પાનાના દસ્તાવેજો પુરાવા તરીકે ટાંકવામાં આવ્યા છે.

EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ દર્શાવે છે કે આ કૌભાંડ રૂ. ૬,૦૦૦ કરોડનું હોઈ શકે છે. ED પહેલાથી જ ગુનાની કાર્યવાહી તરીકે કુલ રૂ. ૪૧ કરોડ જપ્ત કરી ચૂકી છે. કૌભાંડના કથિત કિંગપિન અને મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલનું ED દ્વારા મુખ્ય કાવતરાખોર તરીકે નામ આપવામાં આવ્યું છે. એજન્સીએ બંને પર એપ દ્વારા જુગાર અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે. રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકર દુબઈ ભાગી ગયા બાદ મહાદેવ એપના ઓપરેશનમાં મદદ કરવા બદલ આરોપી સતીશ ચંદ્રાકરનું નામ લેવામાં આવ્યું છે. પાંડેએ જણાવ્યું કે, સતીશે પૈસા આપ્યા અને મહાદેવ એપ માટે આઈડી ખરીદ્યું. આ આઈડીનો ઉપયોગ અન્ય લોકોને એપનો ઉપયોગ કરીને દાવ લગાવવા માટે કરવામાં આવ્યો હતો. આવક 70-30 ટકા સતીશ ચંદ્રાકર અને દુબઈ સ્થિત પ્રમોટર્સ વચ્ચે વહેંચવામાં આવી હતી.

આ પણ વાંચો :-