Sunday, Sep 14, 2025

હમાસ વિરુદ્ધ ઈઝરાઇલની મોટી કાર્યવાહી અલ અંસાર મસ્જિદ પર એર સ્ટ્રાઈક, હથિયારો પણ ઝડપાયા

2 Min Read

ઈઝરાઇલે જેનિનની અલ અંસાર મસ્જિદ પર એર સ્ટ્રાઈક (હવાઈ હુમલો) કરી છે. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે, આ મસ્જિદને હમાસ દ્વારા કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. અહીંથી હુમલા માટે પ્લાન બનાવવામાં આવી રહ્યા હતા. અત્યાર સુધીમાં ઈઝરાઇલઅને હમાસ વચ્ચેના યુદ્ધમાં ૪૫૦૦ થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

અંસાર મસ્જિદ પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ઈઝરાયલે દાવો કર્યો છે કે આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. હમાસ સાથેના યુદ્ધ બાદ ઈઝરાઇલે પશ્ચિમ કાંઠે બીજી વખત એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાઇલે હુમલા બાદ તસવીરો પણ જાહેર કરી છે.

મસ્જિદમાં મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો એકઠા કરવામાં આવ્યા હતા. મસ્જિદમાં બંકરો પણ બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયલના હુમલામાં મસ્જિદનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. નજીકમાં એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે. લોકો કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે પછી લગભગ બે અઠવાડિયાથી યથાવત ઇઝરાયલની ઘેરાબંધીના કારણે ખોરાક, દવા અને પાણીની અછતનો સામનો કરી રહેલા પેલેસ્ટાઇનીઓને સહાય પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ માત્ર ૨૦ ટ્રકોને ગાઝા જવા માટે મંજૂરી આપવામાં આવી છે

ગાઝા જવા માટે ૨૦૦થી વધુ ટ્રક લગભગ ૩૦૦૦ ટન સહાયતા સામગ્રી સાથે ઘણા દિવસોથી સરહદ પર ઊભી હતી. ગાઝાના ૨૩ લાખ પેલેસ્ટાની, જેમાંથી અડધા તેમના ઘર છોડીને ભાગી ગયા છે, તેઓ ગંદા પાણી પીવા મજબૂર છે અને તેઓ એક ટંક ખાવા માટે પણ ફાફા મારી રહ્યા છે. હોસ્પિટલોનું કહેવું છે કે સમગ્ર ક્ષેત્રમાં પાવર આઉટેજને કારણે તેમની પાસે તબીબી પુરવઠો અને ઇમરજન્સી જનરેટર માટે ઈંધણની અછત છે.

આ પણ વાંચો :-

• અમદાવાદમાં ચાલુ ગરબા રમતા રમતા ૨૮ વર્ષના રવિ પંચાલને હાર્ટઅટેક થી મોત

• ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ

Share This Article