ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ

Share this story

રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યાએ ચિંતા વધારી છે. હાર્ટ એટેકના બનાવો પહેલા પણ બનતા હતા, પરંતુ છેલ્લા ૪-૫ વર્ષમાં તો હાર્ટ એટેકના બનાવમાં ખૂબ જ વધારો થયો છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળતા હતા, પરંતુ હવે નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યાં છે. ચિંતાનો વિષય એ છે કે આ હાર્ટ એટેકના બનાવોમાં ઓન ધ સ્પોટ મોત થાય છે જેથી સારવાર માટેનો સમય મળતો નથી. રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં આજે એક જ દિવસમાં ૯ લોકોના મોત થયા છે.

દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં ૩, ખેડા જિલ્લામાં એક યુવકનું અને વડોદરામાં ૧૩ વર્ષના બાળકનું હાર્ટ અટેકથી મોત થયું છે. ઉલટી થયા બાદ વૈભવ સોની નામના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો. ધોરણ ૬માં અભ્યાસ કરતા વૈભવ સોનીનું નિધન થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આમ રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યા વધતા આરોગ્ય નિષ્ણાંતોની ચિંતા વધી છે.

દ્વારકા જિલ્લામાં ૨૪ કલાકમાં હાર્ટએટેકથી ૩ લોકોના મોત થયા છે. જેમાં રામનગરમાં ૭૨ વર્ષીય વેલજી કણજારિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે મોટા આંબલામાં ૩૧ વર્ષના આતિમ બશિર સંઘાર અને દ્વારકામાં ૫૨ વર્ષના ભિક્ષુક રાજકુમાર સોલંકીને હાર્ટ એટેક ભરખી ગયો છે. રાજ્યમાં યુવાનોના હાર્ટએટેકથી મોતને લઇને ચકચાર મચી ગઈ છે.

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં પણ એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. વિગતવાર વાત કરીએ તો રાજકોટની મધ્યસ્થ જેલમાં ફરજ દરમિયાન જેલકર્મી સવાઇસિંહ હાલાજી સોઢાને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :-