HomeGujaratCM ભુપેન્દ્ર પટેલએ કહ્યું કે ગુજરાત સરકાર કરકસરના માર્ગે, હવેથી કચેરીઓ માટે...

CM ભુપેન્દ્ર પટેલએ કહ્યું કે ગુજરાત સરકાર કરકસરના માર્ગે, હવેથી કચેરીઓ માટે વાહન ભાડે રખાશે

Date:

Related stories

રાહુલ ગાંધી જંતર-મંતર પહોંચતા જ પોલીસનું એક્શન, અનેક વિપક્ષી નેતાઓને કસ્ટડીમાં લેવાયા

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષી દળો આજે...

ભારતીય ક્રૂવાળા ઓઇલ ટેન્કર પર આ દેશે કર્યો ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ સભ્યોને…

યુક્રેનના ડ્રોન હુમલામાં બ્લેક સીના કિનારા નજીક ભારતીય ક્રૂવાળા...

ચાર વર્ષ પહેલા જેની હત્યા થઈ હતી, તે જીવતો મળ્યો : અનેક લોકો જેલ જઈ ચૂક્યા છે

બિહારના સમસ્તીપુરમાં ચાર વર્ષ પહેલા મૃત જાહેર કરાયેલ રવિ...

RBI MPC: RBI ગવર્નરે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, તમારી EMI કેટલી વધશે?

RBI MPC બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. રેપો...
spot_img

રાજ્ય સરકાર હસ્તકનાં તમામ ખાતાઓની વડી કચેરીઓ તેમજ જીલ્લા કચેરીઓએ અધિકારીઓ તેમજ કર્મચારીઓને સરકારી કામ અર્થે બહાર જવાનું થતું હોઈ તમામ અધિકારીઓ માટે સરકાર દ્વારા વાહનની ફાળવણી કરવામાં આવતી હોય છે. પરંતું સમય જતા અમુક વાહનો જૂના થઈ જતા તેનાં મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી જતો હોય છે. જે તમામ બાબતોને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા જીલ્લા કચેરીઓ તેમજ સરકાર હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓમાં ફરજીયાત આઉટ સોર્સિંગથી વાહનો ભાડે મેળવાશે.

જનતાનાં પૈસા બચાવવા માટે રાજ્ય સરકાર હવે કરકસરનો માર્ગ અપનાવ્યો છે.  ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે તમામ વિભાગોમાં આઉટ સોર્સિંગથી વાહનો ભાડે રાખવામાં આવશે. સરકાર હસ્તકનાં તમામ વિભાગોમાં સ્ટાફ કાર માટે હવે નવા વાહનની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં નહી આવે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તેઓનાં હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓ માટે ભાડે વાહન રાખશે. જૂનાં કંડમ વાહનો સામે નવા વાહનની ખરીદી કરવાને બદલે આઉટ સોર્સિંગથી વાહનો મેળવાશે. તેમજ વાહન રાખતા પહેલા દરેક વિભાગોએ વાહન માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories