અમદાવાદમાં હવામાં પ્રદુષણ વધ્યુ, એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૨૩૯ પૉઇન્ટે પહોંચ્યો

Share this story

રાજ્યમાં સતત હવા પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે, રાજ્યના મોટા શહેરોમાં હવા પ્રદુષણના આંકડાઓ ચોંકાવનારા રહ્યાં છે, હવે આ લિસ્ટમાં અમદાવાદમાં ચિંતા ખુબ વધી ગઇ છે. શહેરના પીરાણા વિસ્તારમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે, હાલમાં સામે આવેલા આંકડા પ્રમાણે પીરાણા વિસ્તારમાં હવાનું પ્રદુષણ ૨૩૯ પૉઇન્ટથી ઉપર નીકળ્યુ છે. જે શહેરીજનો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

અમદાવાદ શહેરમાં એર પૉલ્યૂશનમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદના પીરાણા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યુ છે. પીરાણા વિસ્તારમાં અત્યારે એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૨૩૯ પૉઇન્ટ જોવા મળ્યો છે. આ  એર ઇન્ડેક્સ ક્વૉલિટી પ્રમાણે પીરાણામાં હવાની ગુણવત્તા નબળી થઇ ગઇ છે. ખાસ વાત છે કે, પીરાણા ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સની સાથે સાથે ખાવાની ગુણવત્તા પણ નબળી રહી છે, જેમાં નવરંગપુરા, એરપોર્ટ, રખિયાલ, રાયખડ સેટેલાઈટ, બોપલ વિસ્તારમાં ખાવાની ગુણવત્તા મધ્યમ સ્તરની નોંધાઇ છે. અમદાવાદમાં ઓવરોલ એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૧૩૨ પૉઇન્ટનો રહ્યો છે. નવરંગપુરા અને રખિયાલ વિસ્તારમાં ૧૭૬, એરપોર્ટ વિસ્તારમાં ૧૩૦ એર ક્વૉલિટી ઇન્ડેક્સ નોંધાયો છે.

આ પણ વાંચો :-