કોંગ્રેસ નેતાના SITનો રિપોર્ટ પર આરોપ, મોરબી બ્રિજ દુર્ઘટના નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર

Share this story

મોરબીનો ઝૂલતો પૂલ ધરાશાયી થતાં ૧૩૫ જેટલા નિર્દોષ લોકોની જિંદગી હોમાઈ ગઈ હતી. ઓરેવા કંપની દ્વારા આ ઝૂલતા પૂલનું રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. જે સમારકામની કામગીરી એકદમ નબળી કરવામાં આવી હતી તેવું તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ કંપનીના માલિક જયસુખ પટેલ સહિત જવાબદાર તમામ નિર્દોષ લોકોને જેલ હવાલે કરી દેવાયા છે. જે મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ નેતાઓએ ઝૂલતા પૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા છે અને SITની તપાસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

મોરબી દુર્ઘટના મામલે કોંગ્રેસના નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા અને ડૉ.કિરીટ પટેલે પત્રકાર પરિષદ યોજી. જેમાં લલિત કગથરાએ કહ્યું કે, દુર્ઘટનાનો SITનો રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોન્ટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં લલિત કગથરાએ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે અને મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

SITએ મોરબી દુર્ધટના અંગે એકતરફી તપાસ કરી હોવાનો લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર છે. ૧૯૯૫થી ૨૦૦૭ વચ્ચે ૨ વખત કંપનીને સંપૂર્ણ સમારકામનું કામ સોંપાયું હતું. ૨૦૨૩ની ચૂંટણી પહેલા માનવસર્જિત ભયંકર દુર્ઘટના બની ગઈ હતી. દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા, દુર્ઘટનાને લઈ હું દિલથી દિલાસો આપું છું. જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવ્યા આવી રહ્યા છે. કંપનીના કર્મચારીઓને પકડી તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે.

તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કહ્યું કે, હું લલિત ભાઈની વાતને સમર્થન આપું છું, છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના ઉદ્યોગપતિ સામે એક તરફી તપાસ કરવામાં આવી રહી છે. પાટીદાર સમાજના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો સામે એક તરફી તપાસ થાય છે. કોર્ટમાં છેલ્લા દિવસે ચાર્જશીટ કરી હેરાનગતી કરવાની વૃત્તિ કોના ઈશારે ચાલી રહી છે. ખોટી રીતે જેલમાં ધકેલી દેવાય છે. અધિકારીઓને જવાબદારીમાંથી દૂર કરવામાં આવે છે.  ઈરાદા પૂર્વક અવાજ દબાવાય છે. પોલીસે કલેક્ટરની કેમ પૂછપરછ કરી નથી, કલેક્ટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-