RBI શાખાની સામે ૨ હજારની નોટો બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ, બે મહિલાઓને ધરપકડ

Share this story

અમદાવાદની RBI બેંકની બહાર મળતિયાઓ દ્વારા બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. શહેરમાં ૧૦ ટકાના કમિશન પર ૨ હજારની નોટો બદલાવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. પોલીસના નાક નીચે કાળા બજારીનો ખેલ ચાલી રહ્યો છે. એજન્ટો ૨ હજારની નોટો શ્રમિક મહિલાઓને લાઇનમાં ઉભી રાખીને બેંકમાં બદલાવી રહ્યા છે.  જેના બદલામાં મહિલાઓને ૧૦ ટકા કમિશન પણ આપવામાં આવી રહ્યું છે. મહિલાઓને નાની રકમ આપી એજન્ટો લાખો-કરોડોના સોદા કરી રહ્યા છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ૨ હજારની નોટ બદલવા માટે ૭ ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી હતી. આ તારીખ પૂર્ણ થયા બાદ અમદાવાદમાં RBI બેંકની બહાર રૂપિયા ૨ હજારની નોટ બદલવા લોકોની લાંબી લાઈનો લાગી હતી. આ લાઈનને જોતા કેટલાક સવાલો પણ થયા હતા કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નોટ બદલવા આટલી લાંબી લાઈન કેમ લાગી? સરકારે ૨ હજારની નોટ બદલવા માટે ૭ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો, તેમ છતાં લાઈનમાં ઉભેલા આ લોકો નોટ બદલવા કેમ નાં ગયા? આટલી મોટી સંખ્યામાં લોકોને પોતાની પાસે રહેલી ૨ હજારની નોટ બદલવાનું યાદ ન આવ્યું? કે પછી આ લોકો અન્ય કોઈના પૈસા જમા કરાવવા પહોંચ્યા હતા?

લોકો ૨૦ હજાર રૂપિયાની ૨-૨ હજારની નોટો બદલાવવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ૫૦ ટકાથી વધુ લોકો કમિશન વાળા છે, આ લોકોને જોઈને લાગશે પણ નહીં કે આમના ઘરમાંથી ૨-૨ હજારની ૧૦ નોટો નીકળે. આમના લીધે જેન્યુન લોકો જેમના ઘરેથી એકાદ બે નોટ નીકળી છે, તેમને હેરાન થવું પડે છે. સામે બધા એજન્ટ દ્વારા કમિશન પર નોટ બદલવાનું જ કામ ચાલે છે. હમણા જ એક ભાઈ આવ્યા હતા તેમને એજન્ટો લઈ ગયા અને તેમનું સેટિંગ કરાવી દીધું.

અમદાવાદની RBI બેંકની બહાર મળતિયાઓ દ્વારા બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. RBI શાખાની સામેના રોડ પર જ ખેલ ખેલાઈ રહ્યો છે. ૧૦ ટકા કમિશન પર ૨ હજારની નોટો બદલાવનું કૌભાંડ ચાલી રહ્યું છે. એજન્ટો ગ્વારા મહિલાઓને લાઈનમાં ઉભી રાખીને ૨ હજારની નોટો બદલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. શ્રમિક મહિલાઓને કતારમાં ઉભી રાખી ૨ હજારની નોટો બદલાવી રહ્યા છે. મહિલાઓને નાની-નાની રકમ આપી એજન્ટો લાખો-કરોડોના સોદા કરી રહ્યા છે. રૂ.૨ હજારની ૧ લાખની કિંમતની રકમ બદલવા રૂ.૮ હજારનું કમિશન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-