Home Blog Page 892

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ૧૯૯ બેઠકો માટે આજે મતદાન

0

રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૨૦૦માંથી ૧૯૯ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે ૭ વાગ્યે શરૂ થઈ ગયો છે. જે સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાના દાવા કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર થશે. શ્રી ગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનમાં કુલ ૧૮૬૨ ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા ૫,૨૫,૩૮,૧૦૫ છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના ૧,૭૦,૯૯,૩૩૪ મતદારોનો સમાવેશ થાય છે, જેમાંથી ૨૨,૬૧,૦૦૮ નવા મતદારો ૧૮-૧૯ વર્ષની વયજૂથના છે.

કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું કે, જનતા બુદ્ધિશાળી છે. જનતા સાચો નિર્ણય લેશે. ૨૦૧૮માં જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે તે મુશ્કેલ સમય હતો. પરંતુ આ વખતે અમે સરકારમાં છીએ અને વધુ તાકાત સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. અમે ફરી સરકાર બનાવીશું, અમને વિશ્વાસ છે. ભાજપ ૫ વર્ષ સુધી વિપક્ષ તરીકેનો ખરાબ પ્રદર્શન રહ્યો છે. મોદી હિમાચલ અને કર્ણાટકમાં પણ એક ચહેરો હતો પરંતુ જનતા બુદ્ધિશાળી છે. પીએમ મોદીએ ચૂંટણીમાં પાયલોટ પરિવાર વિશે જે કહ્યું તે સત્યથી પર હતું. કોંગ્રેસમાં અમે બધા સાથે મળીને ચૂંટણી લડીએ છીએ. જનતા જાણે છે. પોસ્ટર પર કોનો ફોટો મોટો છે પણ કોઈ ફરક પડતો નથી. ચૂંટણી પછી હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ લિડર બનશે.

અલવર જિલ્લામાં ૬ બૂથના EVMમાં ખામી સર્જાયા બાદ મતદારો ચિંતિત દેખાયા હતા. મામલાની માહિતી મળતાં વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે.જિલ્લાના રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં ત્રણ બૂથ, રેની વિસ્તારમાં બે અને ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાં એક બૂથ પર EVM ખરાબ થયું હતું. વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને EVM બદલીની કામગીરી ચાલી રહી છે. ઈવીએમમાં સમસ્યાના કારણે જિલ્લાના ૬ બુથ પર વિલંબથી મતદાન શરૂ થશે.

આ પણ વાંચો :-

• મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અલર્ટ

• ઇઝરાઇલના હુમલામાં વધુ એક મહિલા પત્રકારનું મોત

૨૫ નવેમ્બર, ૨૦૨૩/ આજ શનિવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધાર્મિક કાર્યોનું આયોજન બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારાફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભ

ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુન

નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃધ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્ક

માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા‌-પિતાની તબિયત સારી રહેશે તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહ

આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યા

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલા

જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃધ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિક

આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધન

થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકર

માતૃપક્ષને સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભ

પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મીન

દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જ‍ળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

• મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અલર્ટ

• ઇઝરાઇલના હુમલામાં વધુ એક મહિલા પત્રકારનું મોત

ચંદ્રયાન-૩ સફળ થતાં બની ગયા અરબપતિ જાણો કોણ છે રમેશ કુન્હીકનન

0

ચંદ્રયાન-૩એ ૨૩ ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને રેકોર્ડ સર્જી દીધા હતા અને તેની સાથે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવાની આ સિદ્ધી મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો હતો. જોકે આ મિશનમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવનાર તથા અગ્રેસર રહીને મોરચો સંભાળનારા ૬૦ વર્ષીય રમેશ કુન્હીકનન હતા. તેઓ એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને કાયનેસ ટેક્નોલોજી ઈન્ડયાના સંસ્થાપક છે. તેમની આ કંપની મૈસુરુમાં આવેલી છે. જોકે ભારતની અંતરિક્ષમાં આ સિદ્ધીને કારણે રમેશ કુન્હીકનન હવે બિલિયોનેર બની ગયા છે.

ફોર્બ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રમેશ કુન્હીકનને ચંદ્રયાન-૩ મિશનની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. તેમણે ચંદ્રયાન-૩ માટે ઈલેક્ટ્રોનિક સિસ્ટમની સપ્લાય કરી હતી જેના દ્વારા રોવર અને લેન્ડરને વીજળી મળી રહી હતી.

ચંદ્રયાન-૩ મિશન સફળ થયું હતું ત્યારે કેટીઆઈના શેરની કિંમતોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. આ કંપનીએ નવેમ્બર ૨૦૨૨માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ કરાવ્યું હતું અને અત્યાર સુધીમાં તેના શેરની કિંમત લગભગ ત્રણ ગણી થઇ ચૂકી છે. જ્યારે લ્યુનર મિશનમાં પણ આ કંપનીની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની માહિતી સામે આવી હતી ત્યારે તેના શેર્સની કિંમતમાં ૪૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. હાલમાં તેમની નેટવર્થ ૧.૧ બિલિયન ડૉલર એટલે કે આશરે ૧૧૦ કરોડ ડૉલર આંબી ચૂકી છે. કેટીઆઈમાં રમેશ કુન્હીકનન પાસે કુલ ૬૪ ટકા હિસ્સેદારી છે.

આ પણ વાંચો :-

નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માંગ સાથે કાઠમંડુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

0

ભારતના પાડોશી દેશ નેપાળમાં હવે રાજાશાહી પાછી લાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. ગુરુવારે રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં હજારો લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરતા હિંસા ભડકી ઉઠી હતી.પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.

લોકોમાં વધી રહેલા રોષને જોતા સરકારે હવે આર્મીને પણ એલર્ટ કરી છે.રાજાશાહીના સમર્થનમાં થઈ રહેલા દેખાવોની આગેવાની દુર્ગા પરસાઈ કરી રહ્યા છે.જેઓ પોતે એક વ્યવસાયી છે અને અગાઉ માઓવાદી પણ રહી ચુકયા છે. ઉદ્યોગપતિ દુર્ગા પ્રાસાઈની આગેવાની હેઠળનો આ વિરોધ ૨૦૦૬ પછીની ઐતિહાસિક ઘટનાઓમાંની પહેલી ઘટના છે. આ ચળવળે રાજાશાહીને પુનઃસ્થાપિત કરવા અને નેપાળને હિંદુ સામ્રાજ્યમાં પાછું લાવવાના ઉદ્દેશ્ય સાથે સંભવિત શાસન પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી છે. ૨૪૦ વર્ષ જૂની રાજાશાહી ૧૫ વર્ષ પહેલાં પીપલ્સ મૂવમેન્ટને પગલે નાબૂદ કરવામાં આવી હતી, જેના કારણે ૧૯ દિવસનો કર્ફ્યુ હતો.

દુર્ગા પરસાઈએ કહ્યુ હતુ કે, વર્તમાન શાસન વ્યવસ્થા સામે જનતા વિદ્રોહ કરી રહી છે.નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે લોકો સામે સરેન્ડર કરીને લોકોની ઈચ્છા પ્રમાણે રાજાશાહીને ફરી લાગુ કરવી જોઈએ.નેપાળને નેતાઓ ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે.બેન્કો, સરકારના નિગમો અને નાણાકીય સંસ્થાઓ લોકોનુ શોષણ કરી રહી છે.અમે ઈચ્છીએ છે કે, લોકોની ૨૦ લાખ રુપિયાથી ઓછી લોનને પણ માફ કરવામાં આવે.

આ પણ વાંચો :-

ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

0

પંજાબના જલંધરમાં શેરડીના ભાવમાં વધારો કરવા અને પરાળી સળગાવવા મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. નેશનલ હાઈવે બાદ તેઓએ રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે. ગઈકાલે ચંદીગઢમાં મુખ્યમંત્રી ભગવંત માન સાથે ખેડૂતોની બેઠક યોજાવાની હતી જે થઈ શકી નહીં. આનાથી રોષે ભરાયેલા ખેડૂતોએ જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી સરકાર શેરડીના ભાવમાં વધારો કરવાની તેમની માંગણી નહી સ્વીકારે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

જલંધરના ધનોવલી પાસે ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા છે. ખેડૂતોના આંદોલનને કારણે આ રૂટ પરની ઘણી ટ્રેનોને અસર થઈ છે. રેલવેએ જણાવ્યું છે કે, આ ટ્રેક પરથી દરરોજ લગભગ ૧૨૦ ટ્રેનો પસાર થાય છે. ખેડૂતો હડતાળ પર બેઠા તે પહેલા જ આ ટ્રેક પરથી ૪૦ ટ્રેનો પસાર થઈ હતી. આ પછી અહીંથી ૮૦ ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી.

રેલવે ટ્રેક બ્લોક થયા બાદ શતાબ્દી એક્સપ્રેસને ફગવાડા અને આમ્રપાલી એક્સપ્રેસને જાલંધરમાં રોકવામાં આવી હતી. આ પછી દિલ્હી, પાણીપત, અંબાલા, લુધિયાન તરફ જતી અન્ય ટ્રેનોને નાકોદરથી ફગવાડા રૂટ તરફ વાળવામાં આવી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, આ આંદોલનને કારણે નવી દિલ્હીથી પંજાબ જતી ૫૬ ટ્રેનોને અસર થઈ છે. આમાંથી ૬ ટ્રેનો રદ કરવી પડી હતી જ્યારે ૩૧નો રૂટ બદલાયો હતો અને ૧૮ને અગાઉના સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી.

જલંધરમાં ધન્નો વાલી પાસે નેશનલ હાઈવે પર ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધને કારણે દિલ્હી જમ્મુ હાઈવે સંપૂર્ણપણે બંધ છે.  લુધિયાણા તરફ PAP ચોકથી થોડા દૂર ધનોવલી ગેટ પાસે ખેડૂતોએ જાલંધરમાં રેલવે અને નેશનલ હાઈવે બંધ કરી દીધો હતો. ખેડૂતો હાલમાં પોતાની માંગણીઓ સાથે હાઈવે પર તંબુઓ લગાવીને બેઠા છે. ખેડૂતોએ વિરોધ દરમિયાન કહ્યું છે કે, તેઓ ૨૬ નવેમ્બરે ચંદીગઢ જશે. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ નેશનલ હાઈવે બ્લોક કરીને લોકોને પરેશાન ન કરે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ૩૮ પ્રીમિયમ હોટેલો પર GST ટીમના દરોડા

0

અમદાવાદ શહેરમાં ૩૮ પ્રીમિયમ હોટેલો પર GST ટીમના દરોડા પડ્યા છે. તેમાં જીએસટી અધિકારીઓની ટીમોનું સર્ચિંગ શરૂ છે. તથા ટેક્સ કોમ્પલાઈનને લઈને ઓપરેશન કરાયું છે. સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.

અમદાવાદ શહેરમાં ૩૮ પ્રીમિયમ હોટેલો પર સ્ટેટ GST ડિપાર્ટમેન્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અહીં આ કાર્યવાહીમાં ટર્નઓવર અને ભરેલા વેરા અંગે ખરાઇ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ શહેરની પ્રીમિયમ હોટેલો પર ટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવ્યું છે જેના ભાગરૂપે શહેરની ૩૮ પ્રીમિયમ હોટેલમાં પર સ્ટેટ GSTની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. હોટેલો દ્વારા દર્શાવેલા GST ટર્ન ઓવર સામે જમાં કરેલી વેરા અગે ચકાસણી હાથ ધરાઇ હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન કંઈ વાંધાજનક મળ્યું કે કેમ? તે મામલે હજુ જીએસટી કચેરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી.

પહેલા પણ જીએસટી વિભાગની ટીમો દ્વારા અનેકવાર શહેરમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી ચૂકી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદની ૩૮ પ્રીમિયમ હોટલ પર નરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતેની કેટલીક પ્રીમીયમ હોટેલ્સમાં સ્ટેટ GST દ્વારા ચકાસણી હાથ ધરાતાં કસુરવારોમાં ફફડાટ ફેલાયો હતો. નોંધનીય છે કે સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેકટરોમાં ચાલતી પ્રવર્તમાન ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે ટેક્ષપેયરો દ્વારા જેતે સેકટરમાં કરવામાં આવતા ટેક્ષ કોમ્પલાઇનનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. આ કાર્યવાહીના ભાગ રૂપે અમદાવાદ ખાતેની ૩૮ પ્રીમીયમ હોટેલ્સમાં દર્શાવેલ ટર્નઓવર અને વેરાકીય જવાબદારીની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો :-

ઈઝરાઇલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર

0

ગાઝામાં યુદ્ધવિરામ કરારના અમલ પહેલા ઈઝરાઇલે હમાસને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. IDF યુદ્ધ વિમાનોએ ખાન યુનિસમાં હમાસ નૌકા દળોના કમાન્ડર અમર અબુ જલાલા અને અન્ય એક ઓપરેટિવને મારી નાખ્યા. અમર અબુ જલાલા હમાસના નૌકાદળના વરિષ્ઠ અધિકારી હતો અને તે દરિયાઈ માર્ગે ઈઝરાઇલ પર અનેક આતંકવાદી હુમલાઓને નિર્દેશિત કરવામાં સામેલ હતા. જોકે આ હુમલાઓને ઇઝરાઇલના સંરક્ષણ દળોએ નિષ્ફળ બનાવ્યા હતા.

ઈઝરાઇલ નેવલ ઈન્ટેલિજન્સે હમાસના હથિયારોના સંગ્રહ, દરિયાકાંઠે સ્થિત ટનલ, ટ્રેનિંગ કેમ્પ અને સમુદ્રમાં સ્થિત ચેકિંગ પોઈન્ટ વિશે માહિતી આપી હતી, અમારા સુરક્ષા દળોએ તેમને શોધી કાઢ્યા અને તેમને નષ્ટ કરી દીધા. આ દરમિયાન ઇઝરાઇલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ગુરુવારે જણાવ્યું હતું કે, હમાસ સાથેના અસ્થાયી યુદ્ધવિરામ કરારની સમાપ્તિ પછી ગાઝામાં અમારું લશ્કરી ઓપરેશન ઓછામાં ઓછા ૨ મહિના માટે ‘તીવ્રતા સાથે‘ ફરી શરૂ થશે.

ઈઝરાઇલ હમાસ દ્વારા બંધક બનાવાયેલા તેના નાગરિકોને મુક્ત કરવા માટે એક ડીલ પર સહમત થઈ ગયું છે, જેના હેઠળ તે ગાઝામાં તેની સૈન્ય કાર્યવાહી ૫ દિવસ માટે સ્થગિત કરશે. આ સમયગાળા દરમિયાન હમાસ દરરોજ ચોક્કસ સંખ્યામાં બંધકોને મુક્ત કરશે. બદલામાં ઇઝરાઇલ તેની જેલોમાં કેદ કેટલાક હમાસ લડવૈયાઓને મુક્ત કરશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના આ કરારમાં કતાર અને અમેરિકાએ મધ્યસ્થી કરી છે.

આ પણ વાંચો :-

મોરબીમાં દલિત યુવકે પગાર માગતા માલિકે ઢોર માર માર્યો

0

વિભૂતિ પટેલ મોરબીની રાવપર ચોકડી પાસે આવેલી સિરામિક ફેકટરીનાં માલકણ છે ૨૧ વર્ષીય નીલેશ દલસાણિયા નામના દલિત યુવકને માર મારી અપમાનિત કર્યાના આરોપસર મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સિરામિક ફેકટરીનાં માલકણ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને અન્ય પાંચ લોકો સામે ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. કથિતપણે નીલેશને ઢોર માર મારવાને કારણે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. સમગ્ર ઘટનાની વિગતો પ્રમાણે આવતાં ‘બાકી પગાર ન ચૂકવવા’ મુદ્દે આ મામલો ઉગ્ર બન્યો હતો.

વિભૂતિ પટેલ મોરબીની રાવપર ચોકડી પાસે આવેલી સિરામિક ફેકટરીનાં માલકણ છે. ફેકટરી મોટા ભાગે ટાઇલ્સની નિકાસ સાથે જોડાયેલી છે. ગત ઑક્ટોબર માસમાં નીલેશ ફેકટરીમાં સેલ્સ મૅનેજર તરીકે જોડાયાના અમુક દિવસ બાદ તેમણે નોકરી છોડી દીધી હતી. જે બાદ ‘બાકી પગાર માગવા મુદ્દે મનદુ:ખ રાખી આરોપીઓએ ફરિયાદીને ઢોર માર માર્યો’ હોવાનો આરોપ છે.

કથિત મારઝૂડ બાદ ફરિયાદી સારવાર માટે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે પોલીસ આ મામલે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી. ડી. રબારી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. ઘટના બાદ હૉસ્પિટલ લેવાયેલા પીડિતના ફોટોમાં તેમની પીઠ અને ખભાના ભાગે ‘લાલ નિશાન’ દેખાઈ રહ્યાં છે.

હૉસ્પિટલના બેડ પરથી સમગ્ર ઘટના અંગે જણાવતાં પીડિત નીલેશ કહે છે કે તેમણે ૨૦ દિવસ સુધી રાણીબા ઍક્સપૉર્ટ ઑફિસમાં નોકરી કર્યા બાદ ‘અમુક અન્ય કામસર’ નોકરી છોડી દીધી હતી. આ બાદ મેં ૨૦ દિવસનો પગાર માગવા માટે તેમનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે પહેલાં તો મને પગાર આપવાની ના પાડી દીધી. થોડી આનાકાની બાદ વિભૂતિ પટેલના ભાઈનો ફોન આવ્યો અને મને સાંજે મળવા બોલાવ્યો હતો.

નીલેશના જણાવ્યાનુસાર તેઓ પોતાના ભાઈ અને એક મિત્ર સાથે ફેકટરી પર ગયા હતા. ત્યાં પહોંચીને ફેકટરી બહાર ઊભા રહીને ફોન કરતાં અચાનક ૩૦-૩૫ જણે તેમને ઘેરી લીધા હતા. ટોળાએ અચાનક જ અમારી પર હુમલો કરી દીધો હતો. મારી સાથેના બેય માણસ ભાગી ગયા અને હું પડી ગયો. સ્થળ પર માર માર્યા બાદ પણ મને ઊંચકીને અગાસીએ લઈ જવાયો હતો.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિન્હાએ પાંચ જવાનોને શ્રધ્ધાંજલી આપી

0

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સામે લડતા સુરક્ષા દળોના પાંચ જવાન વીરગતિ પામ્યા હતા. આ અથડામણમાં સેનાના ૨ અધિકારીઓ અને ૩ જવાનો વીરગતિ પામ્યા હતા. આર્મી જનરલ હોસ્પિટલ રાજૌરી ખાતે સેના દ્વારા પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીરગતિ પામેલા આર્મી જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તમામ સૈનિકોને રાજ્ય સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપી છે.

અશ્રુભીની આંખો સાથે તમામ સૈનિકોને અંતિમ વિદાય આપતા જોવા મળ્યા હતા. હવે શહીદ જવાનોના મૃતદેહ તેમના પરિવારને પહોંચાડવાનું કામ કરવામાં આવશે. જે પરિવારોએ તેમના પુત્રો, પિતા અથવા પતિ ગુમાવ્યા છે તેઓ શોકમાં છે.  અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ શુક્રવારે રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન વિસ્ફોટમાં જીવ ગુમાવનારા પાંચ સૈન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વીડિયોમાં એલજી સૈન્યના પાંચ જવાનોના નશ્વર અવશેષો પર પુષ્પાંજલિ અર્પણ કરતા અને એક પછી એક સલામી આપતા જોવા મળ્યા હતા.

રાજૌરી અથડામણ બાદ ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, અમે અમારા આર્મીના જવાનો ગુમાવ્યા છે પરંતુ અમે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે. અમારા બહાદુર સૈનિકોએ તેમના પોતાના જીવનનો વિચાર કર્યા વિના પ્રશિક્ષિત વિદેશી આતંકવાદીઓને ખતમ કરવાનું કામ કર્યું છે. આ એક મોટી સફળતા છે. જેનાથી આતંકવાદીઓની ઈકો-સિસ્ટમ અને પાકિસ્તાનને આંચકો મળ્યો છે. આ વિસ્તારમાં ૨૦-૨૫ આતંકવાદીઓ કાર્યરત હોઈ શકે છે. આપણે એક વર્ષમાં પરિસ્થિતિને કાબૂમાં લઈ શકીશું.

આ પણ વાંચો :-

ઇઝરાઇલના હુમલામાં વધુ એક મહિલા પત્રકારનું મોત

0

ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સ ગાઝા પર સતત હુમલાઓ કરી નિર્દોષ પેલેસ્ટિનિયન નાગરીકોનો નરસંહાર રહી છે. ઇઝરાઇલ યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમોને કોરાણે મુકીને ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ અને પત્રકારોની પણ હત્યા કરી રહ્યું છે. ગાઝા પટ્ટીના એક મેડિયા હાઉસના અહેવાલ મુજબ ગાઝા શહેરમાં આવેલા પેલેસ્ટિનિયન પત્રકાર અમાલ ઝોહદના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું, ઇઝરાઇલી સેનાના હુમલામાં પત્રકાર સહીત તેમના આખા પરિવારનું મોત થયું છે.

ઝોહદની મોત સાથે હાલના ઇઝરાઇલી આક્રમણની શરૂઆતથી ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા પત્રકારોની સંખ્યા ૬૩ થઈ ગઈ છે. આરોપ છે કે પેલેસ્ટિનિયન લોકો પર થતા અત્યાચારની વાત દુનિયા સુધીના પહોંચે એટલા માટે નીતિના ભાગ રૂપે ઇઝરાયલ પત્રકારોને ઇરાદાપૂર્વક નિશાન બનાવે છે. આંતરરાષ્ટ્રીય પત્રકારોને ગાઝામાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ મિડલ ઈસ્ટ ડેસ્કના ઇન્ચાર્જ જોનાથન ડાઘરે જણાવ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝાના પત્રકારોની સુરક્ષા માટે,  રફાહ બોર્ડર ક્રોસિંગને ખોલવા અને આંતરરાષ્ટ્રીય પત્રકારોને અંદર પ્રવેશવા માટે દરમિયાનગીરી કરવા અપીલ કરીએ છીએ.

અલ-નુસીરાત કેમ્પમાં આવેલા ફોટો જર્નાલિસ્ટ મોહમ્મદ અય્યાશના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં પત્રકાર સહીત પરિવારનું મોત થયું હતું. ઇઝરાઇલ માત્ર ગાઝાના પત્રકારોને જ નહીં પરંતુ લેબનનમાં રહેલા પત્રકારોને પણ નિશાન બનાવી રહ્યા છે. દક્ષિણ લેબનીઝ સરહદની આજુબાજુ રીપોર્ટીંગ કરી રહેલા મીડિયા હાઉસ અલ માયાદીનના સંવાદદાતા ફરાહ ઉમર, કેમેરામેન રબીહ મેમારી અને ફ્રીલાન્સર હુસૈન અકીલ મંગળવારે ઇઝરાઇલના હુમલામાં માર્યા ગયા હતા.

આ પણ વાંચો :-