મોરબીમાં દલિત યુવકે પગાર માગતા માલિકે ઢોર માર માર્યો

Share this story

વિભૂતિ પટેલ મોરબીની રાવપર ચોકડી પાસે આવેલી સિરામિક ફેકટરીનાં માલકણ છે ૨૧ વર્ષીય નીલેશ દલસાણિયા નામના દલિત યુવકને માર મારી અપમાનિત કર્યાના આરોપસર મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સિરામિક ફેકટરીનાં માલકણ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને અન્ય પાંચ લોકો સામે ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. કથિતપણે નીલેશને ઢોર માર મારવાને કારણે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. સમગ્ર ઘટનાની વિગતો પ્રમાણે આવતાં ‘બાકી પગાર ન ચૂકવવા’ મુદ્દે આ મામલો ઉગ્ર બન્યો હતો.

વિભૂતિ પટેલ મોરબીની રાવપર ચોકડી પાસે આવેલી સિરામિક ફેકટરીનાં માલકણ છે. ફેકટરી મોટા ભાગે ટાઇલ્સની નિકાસ સાથે જોડાયેલી છે. ગત ઑક્ટોબર માસમાં નીલેશ ફેકટરીમાં સેલ્સ મૅનેજર તરીકે જોડાયાના અમુક દિવસ બાદ તેમણે નોકરી છોડી દીધી હતી. જે બાદ ‘બાકી પગાર માગવા મુદ્દે મનદુ:ખ રાખી આરોપીઓએ ફરિયાદીને ઢોર માર માર્યો’ હોવાનો આરોપ છે.

કથિત મારઝૂડ બાદ ફરિયાદી સારવાર માટે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે પોલીસ આ મામલે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી. ડી. રબારી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. ઘટના બાદ હૉસ્પિટલ લેવાયેલા પીડિતના ફોટોમાં તેમની પીઠ અને ખભાના ભાગે ‘લાલ નિશાન’ દેખાઈ રહ્યાં છે.

હૉસ્પિટલના બેડ પરથી સમગ્ર ઘટના અંગે જણાવતાં પીડિત નીલેશ કહે છે કે તેમણે ૨૦ દિવસ સુધી રાણીબા ઍક્સપૉર્ટ ઑફિસમાં નોકરી કર્યા બાદ ‘અમુક અન્ય કામસર’ નોકરી છોડી દીધી હતી. આ બાદ મેં ૨૦ દિવસનો પગાર માગવા માટે તેમનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે પહેલાં તો મને પગાર આપવાની ના પાડી દીધી. થોડી આનાકાની બાદ વિભૂતિ પટેલના ભાઈનો ફોન આવ્યો અને મને સાંજે મળવા બોલાવ્યો હતો.

નીલેશના જણાવ્યાનુસાર તેઓ પોતાના ભાઈ અને એક મિત્ર સાથે ફેકટરી પર ગયા હતા. ત્યાં પહોંચીને ફેકટરી બહાર ઊભા રહીને ફોન કરતાં અચાનક ૩૦-૩૫ જણે તેમને ઘેરી લીધા હતા. ટોળાએ અચાનક જ અમારી પર હુમલો કરી દીધો હતો. મારી સાથેના બેય માણસ ભાગી ગયા અને હું પડી ગયો. સ્થળ પર માર માર્યા બાદ પણ મને ઊંચકીને અગાસીએ લઈ જવાયો હતો.

આ પણ વાંચો :-