ઈઝરાઇલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર

Share this story

ગાઝામાં યુદ્ધવિરામ કરારના અમલ પહેલા ઈઝરાઇલે હમાસને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. IDF યુદ્ધ વિમાનોએ ખાન યુનિસમાં હમાસ નૌકા દળોના કમાન્ડર અમર અબુ જલાલા અને અન્ય એક ઓપરેટિવને મારી નાખ્યા. અમર અબુ જલાલા હમાસના નૌકાદળના વરિષ્ઠ અધિકારી હતો અને તે દરિયાઈ માર્ગે ઈઝરાઇલ પર અનેક આતંકવાદી હુમલાઓને નિર્દેશિત કરવામાં સામેલ હતા. જોકે આ હુમલાઓને ઇઝરાઇલના સંરક્ષણ દળોએ નિષ્ફળ બનાવ્યા હતા.

ઈઝરાઇલ નેવલ ઈન્ટેલિજન્સે હમાસના હથિયારોના સંગ્રહ, દરિયાકાંઠે સ્થિત ટનલ, ટ્રેનિંગ કેમ્પ અને સમુદ્રમાં સ્થિત ચેકિંગ પોઈન્ટ વિશે માહિતી આપી હતી, અમારા સુરક્ષા દળોએ તેમને શોધી કાઢ્યા અને તેમને નષ્ટ કરી દીધા. આ દરમિયાન ઇઝરાઇલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ગુરુવારે જણાવ્યું હતું કે, હમાસ સાથેના અસ્થાયી યુદ્ધવિરામ કરારની સમાપ્તિ પછી ગાઝામાં અમારું લશ્કરી ઓપરેશન ઓછામાં ઓછા ૨ મહિના માટે ‘તીવ્રતા સાથે‘ ફરી શરૂ થશે.

ઈઝરાઇલ હમાસ દ્વારા બંધક બનાવાયેલા તેના નાગરિકોને મુક્ત કરવા માટે એક ડીલ પર સહમત થઈ ગયું છે, જેના હેઠળ તે ગાઝામાં તેની સૈન્ય કાર્યવાહી ૫ દિવસ માટે સ્થગિત કરશે. આ સમયગાળા દરમિયાન હમાસ દરરોજ ચોક્કસ સંખ્યામાં બંધકોને મુક્ત કરશે. બદલામાં ઇઝરાઇલ તેની જેલોમાં કેદ કેટલાક હમાસ લડવૈયાઓને મુક્ત કરશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના આ કરારમાં કતાર અને અમેરિકાએ મધ્યસ્થી કરી છે.

આ પણ વાંચો :-